સચિન દેવ બર્મન અને મોહમ્મદ રફી - દેવ આનંદ
સિવાય અન્ય કલાકારો માટે ગવાયેલાં સૉલો ગીતોના પહેલાઅંક પછી કંઈક અંશે લાંબા અંતરાલ બાદ આજે બીજો અને અંતિલ અંત આપની સમક્ષ રજૂ
કરૂં છું.
પુરુષ પાર્શ્વગાયકોના સંદર્ભમાં જોઈએ સચિન દેવ
બર્મન તેમની પસંદગીમાં એક તરફ અમુક સમયમાં કોણ વધારે પ્રચલિત છે તે બાબતને મહત્ત્વ
આપતા જણાય છે, પણ સાથે સાથે પોતાનાં ગીતને કોણ વધારે ન્યાય
કરી શકશે તે બાબતનો પણ ચોક્કસ આગ્રહ પણ સેવતા જણાય છે. સચિન દેવ બર્મનની સમગ્ર
કારકીર્દીને જોઈએ તો તેમણે સૌથી વધારે કામ કિશોર કુમાર અને મોહ્મ્મદ રફી સાથે
કર્યું છે એ બાબત તો બહુ સ્પષ્ટ તરી આવે છે. તેમણે કોઈ પણ ફિલ્મમાં મુખ્ય
પાર્શ્વગાયક તરીકે એક સાથે બે પુરુષ ગાયકોને લીધા હોય તેવું દેવ આનંદ અભિનિત
ફિલ્મો માટે જ બનતું. મોહમ્મદ રફીએ સચિન દેવ બર્મનનાં ગીતો માટે દેવ આનંદ માટે એક
ખાસ શૈલી વિકસાવી હતી. તે જ રીતે દેવ આનંદ સિવાયના નાયકો માટે પણ સચિન દેવ
બર્મનનાં ગીતોમાં એક બહુ જ અલગ મોહમ્મદ રફી ઊભરી આવતા જોવા મળે છે.
દિલમેં એક જાન-એ-તમન્નાને
જગહ પાયી હૈ, આજ ગુલશનમેં નહીં ઘરમેં
બહાર આયી હૈ - બેનઝીર (૧૯૬૪)
- ગીતકાર શકીલ બદાયુની - પર્દા પર અદાકાર : શશી
કપૂર
યુવાનીની તાજગીથી ખીલું ખીલું થતી કળી જેવી
યુવતીને જોઈ લેતાંની સાથે મનમાં લડ્ડુ ફુટવાનો જે આનંદ છલકી પડે તે ગીતમાં ફૂટી નીકળે છે.
આવું રમણીય આપણું દિલ હરી લેતું હોય તો
નાયિકાનાં દિલની શી વિસાત! અને કેમ ન હોય જ્યાં પહેલા પ્રેમનો ઇઝ઼હાર આટલો બધો રોમાંચક
હોય....
ઓ ઝીંદગી તૂ ઝૂમ લે જરા, સાઝ-એ-દિલ પર કોઈ ગીત ગા - કૈસે કહું
(૧૯૬૪) - ગીતકાર શક઼ીલ બદાયુની - પર્દા પર કલાકાર વિશ્વજીત
ફિલ્મની સીચ્યુએશન મુજબ હૉટેલના ડાંસ ફ્લૉર પર મહેમાનોનાં દિલને બહેલાવવાનું
ગીત, એટલે ધુન દિલથી ડોલાવી દેતી બનાવાઈ છે, પણ ફિલ્મની વાર્તાના તાણાવાણાને પણ સાથે વણી લેવાના છે એટલે ગાયકના અવાજમાં
એક એવી અલગ જ કક્ષાની ખૂબી જોઇએ, જે ગીતને સામાન્ય
નૂત્ય ગીતમાંથી એક સ-રસ રોમાંટીક ગીતની કક્ષાએ મૂકી આપે છે.
દિલકા દર્દ નિરાલા કિસકો સુનાઉં કોઇ નહી આજ સમજને વાલા- કૈસે કહું (૧૯૬૪) - ગીતકાર શક઼ીલ બદાયુની - પર્દા પર કલાકાર બિશ્વજીત
દિલની ગહરાઈઓમાંથી ઊઠતાં દર્દને વાચા આપતું એક બહુ જ નાજુક ગીત
૧૯૬૦ના દાયકામાં બનતી એકદમ હળવીફૂલ ફિલ્મોમાં 'ઝીદ્દી' પોતાનું સ્થાન
જમાવી શકી તેનાં ગીતો થકી. ફિલ્મનાં બધાં ગીતોમાં સંગીતમાં અને રફીના અવાજમાં
યુવાનીની મસ્તી છલકતી સાંભળવા મળે છે. રફી તેમની ટ્રેડ
માર્ક બનતી જતી બધી જ હરકતોને પણ બખૂબી પેશ કરી રહ્યા છે.
ઝીદ્દી (૧૯૬૪) - ગીતકાર હસરત જયપુરી- પર્દા પર જોય મુખર્જી
તેરી સુરત સે નહીં મિલતી
કિસીકી સુરત, હમ જહાંમેં તેરી તસ્વીર
લિયે ફિરતે હૈં -
જાનું ક્યા મેરા દિલ અબ
કહાં ખો ગયા, બોલો બોલો અય ગુલનાર કુછ તો બોલો
પ્યારકી મંઝિલ મસ્ત સફર, તુમ હો હસીં હમ હૈ જવાં, સામને તુમ ભી ફિર
ભી હમેં હોશ નહીં હમ હૈ કહાં
આ પછી એસ ડી બર્મનની ત્રણ ફિલ્મો આવી જેમાં દેવ
આનંદની મુખ્ય ભૂમિકા હતી. ગાઈડ (૧૯૬૫)માં ત્રણ બેનમૂન સૉલોની સાથે કિશોર કુમારને
પણ એક યુગલ ગીત ગાવા મળ્યું. એ જ વર્ષે રજૂ થયેલી 'તીન દેવીયાં'નાં કુલ છ ગીતોમાંથી કિશોર કુમારને ફાળે ૧ ગયેલ સૉલો અને ત્રણ યુગલગીતોની સામે રફીનાં બે
સૉલો ગીતો હતાં. ૧૯૬૭ની 'જ્વેલ થીફ'માં કિશોર કુમારનાં એક સૉલો અને એક યુગલગીતની
સામે રફી એક યુગલ ગીતમાં જોવા મળ્યા.
બીજા દાયકાના અંત સુધીમાં એસડી-રફીનાં સહકાર્યના
અંતની અચૂક શરૂઆત થઇ ચૂકી હતી. જાણે બુઝતી શમા છેલ્લે વધારે રોશની આપવા મથતી હોય
તેમ એસડી-રફીની જ્યોતનું તેજ ઘટ્યું
નહોતું, પણ જ્યોત નાની
થવાનું જરૂર શરૂ થઇ ચૂક્યું હતું.
૧૯૬૭માં ‘જ્વેલ થીફ’થી શરૂ થઇ ૧૯૭૪માં તેમની છેલ્લી સાથે આવેલી ફિલ્મ 'ઉસ પાર'નો ત્રીજો સમયખંડ
આ સમયખંડમાં સચિન દેવ બર્મનની ૨૬ ફિલ્મો રજૂ થઈ
જેમાં મોહમ્મદ રફીને ફાળે (માત્ર) ૩ સૉલો ગીતો સહિત કુલ ૧૩ ગીતો આવ્યાં. એ સમયની
પરિસ્થિતિનો ક્યાસ મેળવવા પૂરતું આની સામે કિશોર કુમારનાં ગીતોની સંખ્યા સામે નજર
કરીએ - કુલ ૫૭ ગીતો, જેમાંથી ૨૮ સૉલો ગીતો. બીજા દાયકાની પરિસ્થિતિ હવે અરીસામાંનાં પ્રર્તિબિંબની
જેમ સાવ ઉલટ પુલટ થઇને દેખાવા લાગી છે.
આજ તો છે ફિલ્મ જગતનાં ફટકીયાંપણાંની વરવી
તાસીર !
મહેબુબા તેરી તસ્વીર કિસ
તરહા બનાઉં - ઈશ્ક઼ પર જોર
નહીં (૧૯૭૦) - ગીતકાર આનંદ બક્ષી પર્દા પર અદાકાર ધર્મેન્દ્ર
આ પછીની ‘નયા અંદાઝ’, ‘જુગનુ’ જેવી ફિલ્મોમાં એસડીએ ધર્મેન્દ્ર માટે કિશોર
કુમારનો સ્વર વાપર્યો હતો.
આમ એસડી-રફીની સોળ કળાની ક્ક્ષાનું આ છેલ્લું
સૉલો ગીત કહી શકાય.
અય મેરે મન – ઉસ પાર (૧૯૭૪) –
ગીતકાર : યોગેશ - પર્દા પર અદાકાર: વિનોદ મહેરા
એસ ડી બર્મન - મોહમ્મદ રફીના સહકાર્યની
તવારીખનું છેલ્લું ગીત. એસ ડી બર્મન અને
મોહમ્મદ રફીનાં સમીકરણનાં વ્યાકરણનો હિસાબ
સાચો છે, પણ તેમાં જે પેલો જાદૂ હતો તે લુપ્ત થઇ ગયો છે.
સચિન દેવ બર્મનનો હાસ્ય કલાકારો માટે પાર્શ્વગાયનમાં મોહમ્મદ રફી નો અનોખો ઉપયોગ
સચિન દેવ બર્મને રફી સાથેના સહકાર્યના બીજા દાયકામાં હાસ્ય કલાકારો માટે પણ
પાર્શ્વગાયનમાં મોહમ્મદ રફીના સ્વરનો જ બખૂબી ઉપયોગ કર્યો હતો. એ ગીતોને પણ સચિન
દેવ બર્મન-રફી સંયોજનની એક મહત્ત્વની કડીના રૂપે માણી લઈએ.
સર જો તેરા ચકરાયે યા દિલ
ડૂબા જાયે આજા પ્યારે પાસ હમારે કાહે ગભરાયે - પ્યાસા (૧૯૫૭) – ગીતકાર : સાહિર લુધ્યાનવી - પર્દા પર અદાકાર : જોહ્ની વૉકર
કહેવાય છે કે 'પ્યાસા' જેવા ભીર વિષય વાળી ફિલ્મમાં આવું સાવ 'ફાલતુ' ગીત મૂકવા માટે સંગીતકાર કે ગીતકાર બીલ્કુલ રાજી ન હતા. પણ જ્હોની વૉકરનું એ
જમાનામાં વજન એટલું કે ફિલ્મમાં તેમને કમસે કમ એક ગીત તો આપવું જ પડે. મજાની વાત
તો એ રહી કે આ ગીત એ સમયે તો લોકપ્રિય થયું જ થયું, પણ આ પ્રકારનાં ગીતોનાં એક આગવા પ્રકારમાં હંમેશાં શીરમોર સ્થાન પણ બનાવી
રાખતું રહ્યું.
હમ તુમ જિસે કહતા હૈ શાદી - કાગઝ કે ફૂલ (૧૯૫૯) - ગીતકાર : કૈફી આઝમી - પર્દા પર અદાકાર : જોહ્ની વૉકર
હમ તો હૈ તુમ દિલ સે ફિદા - બેવકૂફ (૧૯૬૦) - ગીતકાર : મજરૂહ સુલતાનપુરી - પર્દા પર અદાકાર : આઈ એસ જોહર
ફિલ્મમાં મુખ્ય
કલાકારો કિશોર કુમાર અને માલા સિંહા છે, એટલે આઈ એસ જોહર નાયકના મિત્રનું પાત્ર ભજવતા
હશે. તેમને ભાગે પણ એક ગીતની સીચ્યુએશન પણ ફાળવવી જ પડે. આ ગીતમાં
હિંદી ફિલ્મોમાં રૂઠેલી પ્રેમિકાને મનાવવાની કયામતથી સારી સીચ્યુએશન
ક્યાંથી મળે ? ગીતના અંતરામાં બર્મન કેમ્પનું સીગ્નેચર વાજીંત્ર માઉથ ઓર્ગનનો ઉપયોગ ખાસ
ધ્યાન ખેંચે છે.
તૂમ મેરે
સાથ હો - મિયાં બીબી
રાજી (૧૯૬૦) – ગીતકાર: શૈલેન્દ્ર - પર્દા પર અદાકાર : મહેમૂદ
હાસ્ય કલાકાર પણ
પોતાના પ્રેમનો ઈઝહાર પણ અનોખી હળવી રીતે જ કરે !
મૈં હૂં ભોલા વ્યોપારી- મિયાં બીબી
રાજી (૧૯૬૦) –
ગીતકાર: શૈલેન્દ્ર - પર્દા પર અદાકાર: મહેમૂદ
જીંદગીમાં હંસી મજાકથી પેટનો ખાડો પૂરો તો પૂરાય નહીં ને
!
આ પછી ૧૯૬૨માં આવેલી 'બાત એક રાત કી'માં સચિન દેવ બર્મને જ્હોની વૉકર ઉઅપર ફિલ્માવયેલાં બધાં જ
(યુગલ) ગીતો મોહમ્મદ રફીના કંઠમાં, મોહમ્મદ રફીની જ્હોની વૉકર માટે સીગ્નેચર શૈલીમાં જ રેકોર્ડ
કર્યા, સિવાય કે મન્ના ડેના સ્વરમાં
ગવાયેલું અદ્ભૂત સૉલો ગીત - કિસને ચિલમન સે મારા નઝ઼ારા મુઝે. આ પછીથી સચિન દેવ બર્મને રફીનો હાસ્ય કલાકારોમાટેનાં ગીતોમાં
ખાસ કોઈ ઉપયોગ નહોતો કર્યો. જો કે એ પછીનો કૉમેડીનો સમય મહેમૂદનાં વર્ચસ્વવાળો પણ
રહ્યો. મહેમૂદે પોતાની આગવી પહેચાન સ્વરૂપે પણ પોતાનાં ગીતો માટે, કેટલાક અપવાદો સિવાય, મન્નાડેનો અવાજ મહદ અંશે વાપરવાનો આગ્ર્હ રાખો હતો.
No comments:
Post a Comment