હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ - ૧૧_૨૦૧૬ બ્લૉગૉત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
આજના આપણા બ્લૉગોત્સવના અંકની શરૂઆત આપણે Silhouetteસામયિકમાં
સચિન દેવ બર્મનના ૧લી ઓક્ટોબર (૧૯૦૬)ની જન્મતિથિના ઉપલક્ષમાં રજૂ કરાયેલી, પરંતુ જે આપણે ઑક્ટોબર, ૨૦૧૬ના અંકમાં નહોતા સમાવી શક્યા તે પૉસ્ટ્સથી કરીશું..
સચિન દેવ બર્મન અવનવા પ્રયોગો કરતા. મોતી લાલવાણીએ તેમના
અનુભવો અને સંશોધનો તેમ જ સંબંધિત કેટલાંય લોકોના ઈન્ટરવ્યુઓના નીચોડના રૂપમાં આ
પ્રયોગોને Pioneering Experiments Which Became Trends: S D Burman
and His Music ના પહેલા
ભાગ અને બીજા
ભાગમાં રજૂ કર્યા છે.
The Mesmerizing
Moods of Jaane Kya Tune Kahi (Pyaasa) - ગુરુ
દત્તની ફિલ્મ 'પ્યાસા' (૧૯૫૭)નું ગીત જાને
ક્યા તૂને કહી, જાને ક્યા મૈને કહી
ફિલ્મીકરણ અને સંગીતની દૃષ્ટિએ બહુ અનોખું ગણાય છે. આનંદ
દેસાઇ અને અંતરા
નંદા મોંડલ ગીતનાં ઊંડાણમાં ઊતરીને ગીતનાં સર્જનનાં એક એક પડને
ઉખેળે છે. સચિન દેવ બર્મને તેમણે ગાયેલાં મૂળ બંગાળી ગીત મોનો
દિલા ના બંધુનાં હાર્દને જાળવીને અહીં ગીતને કેટલી અલગ નજાકતથી રજૂ
કર્યું છે તેની ખાસ
નોંધ લેવી રહી.
The Incomparable
Music Of S D Burman Transcends Generations - એસ ડી બર્મનનું સંગીત સમયની સાથે કેમ જીવંત રહ્યું છે? દરેક
સમયકાળમાં તેની ચાહ કેમ જળવાઈ રહી હશે? સંગીતનાં
ચાહકો વળી વળીને તેમનાં ગીતો પાસેથી વધારે ને વધારે અપેક્ષા સાથે કેમ પાછાં આવતાં
રહે છે? તેમનાં ગીતોની સૈલીનું એવું કયું અનોખાપણું હતું જે તેમનાં ગીતોને સાવ જ અલગ
પાડી રહેતું હતું? અંતરા
નંદા મોંડલ આ બધા પ્રશ્નોના સંભવિજ=ત જવાબોને ખોળે છે, આ વિષય
સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલાં કેટલાંય લોકો સાથે તેમણે વાત્ચીત કરીને દરેક પ્રકારના
ગીતોનાં ઉદાહરણો પણ ટાંક્યાં છે, જેમ કેઃ
આંખ જૂકાકર બૈઠનેવાલે - ફંટૂશ (૧૯૫૬) - એસ ડી બર્મન - સાહિર લુધ્યાનવી - કિશોર કુમાર, આશા ભોસલે
10 Most Loved
Duets of Geeta Dutt - ભાવ
ગાયકીનાં સામ્રાજ્ઞીને અંજલિ સ્વરૂપે અંતરા
નંદા મોંડલ ગીતા દત્તના ૧૦ પ્રખ્યાત યુગલ ગીતોની ફેરમુલાકાત લે છે.
તેમણે ગાયેલાં દરેક ગીતમાં ગીતા દત્ત પોતાનો પ્રાણ રેડી દેતાં. તેમની ગાયકી, શૈલી, શબ્દોની
અદાયગી જેવાં અનેક કારણે તેમનાં ગીતો એક અનોખી અનુભૂતિ કરાવી રહે છે.
ગીતા દત્ત વિષે આ પહેલાં પ્રકાશિત લેખોઃ
ખતરનાક ગણાતી ત્રીસીની ઉમરમાં પણ માલાસિંહાએ. પ્રેમેન્દ્ર (હોલી
આઈ રે, ૧૯૭૦), સંજીવ કુમાર (કંગન (૧૯૭૧), રાજેશ ખન્ના (મર્યાદા (૧૯૭૧)અને અમિતાભ બચ્ચન (સંજોગ, ૧૯૭૧)
જેવા તેમનાથી ઘણા નાના કળાકારો સાથે મુખ્ય ભૂમિકાઓ નીભાવી.
Baat Niklegi Toh
Phir: The Unforgettable Voice and His Musical Journey - ભારતના એક બહુ
લોકપ્રિય એવા ગ઼ઝલ ગાયક જગજિત સિંધની યાદમાં
અંતરા
નંદા મોંડલ Learning and Creativity-Silhouette Magazine માટે જીવનચરિત્ર લેખક, સંકલનકાર અને પત્રકાર એવા સત્ય સરણનાં પુસ્તક Baat Niklegi Toh Phir The Life and Music
of Jagjit Singhની સમીક્ષા કરે છે. તેઓ નોંધે છે કે પુસ્તકમાં અસંખ્ય હળવા
પ્રસંગો,દાખલાઓ, કહાનીઓ અને અમૂલ્ય ટુકડાઓ વડે લેખકે જગજિત સિંધનાં જીવન, તેમનું સંગીત અને તેમનાં કામને એકસૂત્રે બાંધ્યાં છે.
Helen of the dance floor, in 10 songs - ૨૧ નવેમ્બર, ૧૯૩૮ના રોજ જન્મેલાં હેલને તેમનાં નૃત્યો વડે દર્શકોને
ફિલ્મોમાં નૃત્યો માટે એક અલગ ઓળખ ઉભી કરી આપી. ૧૯૬૪ની ફિલ્મ ચા ચા ચામાં તેમને
ફિલ્મની નાયિકા તરીકે પણ પોતાની અભિનયકળા રજૂ કરવાનો સુવર્ણ મોકો પણ મળ્યો હતો.આ
ફિલ્મમાં પણ તેમનાં નૃત્યોએ આગવી કેડી તો કંડારી જ હતી.:
The instrumental title track from Cha Cha Cha Cha Cha Cha*Cha Cha Cha(1964) Dance Competition
15 films about children to mark Chacha
Nehru’s birthday : બાળ દિનના
સંદર્ભમાં બાળકો માટે જ બનેલી યાદગાર ફિલ્મોને યાદ કરવાની સારી તક છે.
SP Balasubrahmanyam’s staggering
achievement: 40,000 tracks, 50 years later, numerous languages : એસ પી બાલાસુબ્ર્હ્મણયમના અવાજનાં વૈવિધ્યને કારણે તેમણે
ગાયેલં ગીતો એક અદ્ભૂત અનુભવના સ્તરે પહોંચી જાય છે.
'વિસરતી યાદો...સદા યાદ
રહેતાં ગીતો’ના નવેમ્બર, ૨૦૧૬ના અંકમાં સુરીન્દર કૌરે ગાયેલાં હિંદી
ફિલ્મોનાં સૉલો ગીતોને યાદ કર્યાં છે.
હવે અન્ય વિષયો પરની પૉસ્ટ્સની મુલાકાત લઈએ:
When Lata & Noor Jehan Sang The Same
Tune -
નુરજહાં
અને લતા મંગેશકરની સમાંતર કારકીર્દીની બહુ વિષદ ચર્ચાઓ થતી રહી છે. આવા જ એક
અભ્યાસ દરમ્યાન કરણ બાલીના
હાથમાં પણ એક એવું ગીત આવી ચડ્યું જે આ
બન્ને ગાયિકાઓએ એક જ ધુન પર ગાવાનું થયું છે. ૧૯૭૦ની પાકિસ્તાની ફિલ્મ અંજુમાનમાં
નુરજહાંના સ્વરમાં રેકર્ડ થયેલ નયનવા ચલાયે બાન ૧૯૫૬ની
કર ભલા ફિલ્મનાં નિસાર બઝ્મીએ સ્વરબદ્ધ કરેલ લતા મંગેશકરના સ્વરમાં રેકર્ડ થયેલ બલમજી બડે નાદાન ની ધુન
પર જ બન્યું છે.
Some great songs of Lata Mangeshkar by
Shankar-Jaikishan
- સોંગ્સ
ઑવ યોર પરના લતા મંગેશકરનાં ગીતોનાં ચિત્રગુપ્ત, સી રામચંદ્ર, રોશન, એસ ડી બર્મન અનિલ બિશ્વાસ અને નૌશાદ જેવા સંગીતકારો
દ્વારા રચાયેલાં ગીતોનાં મેઘધનુષમાં આ વર્ષે શંકર જયકકિશને રચેલાં ગીતોનો રંગની પણ
જૂદી જૂદી ભાત પ્રસરવા લાગી છે. આ અગાઉ Lata
Mangeshkar’s dance songs by SJ અને S-J’s female dance duets આ રંગમાં
પોતાની મેળવણી કરી ચુકેલ છે.
My Favourites: Nigahein Songs ની સાથે અન્ય બે
મિત્રોએ પણ સમાંતરે પૉસ્ટ લખી. Naina માં વિવિધ
પ્રકારને ઉજાગર કરતાં ગીતો છે તો Nazarવાળાં ગીતોમાં
રોમાંસ છલકી ઉઠે છે. આ બધાં ગીતોનું ઉદ્ભવ સ્થાન Aankhen કહી શકાય.
ઊભાઊભ મુલાકાતોમાંથી નીસરી પડેલ A Few Words About the NYPL Library for
the Performing Arts and Reviews of A Few Books That I Got There.
‘Gulzar in Conversation with Tagore’ is a
love letter from one poet to another - Manish
Gaekwad : સંગીતકાર શાન્તનુ મોઈત્રાએ
ગુલઝાર દ્વારા અનુવાદિત ટાગોરનાં સાત ગીતોને બિન-ફિલ્મી આલ્બમ Gulzar in Conversation with Tagore માં સ્વરબધ્ધ કરેલ છે.
Gulzar’s ‘Lekin’ is a mystery in an
enigma wrapped in raag Maand - Rineeta
Naik: ગુલઝારના શબ્દો અને હૃદયનાથ મંગેશકરનું સંગીત વાતાવરણને રહસ્ય મધુર કરવા માટે
પૂરતાં બની રહે છે.
The debt that Indian cinema owes to
Wilkie Collins and his ‘The Woman in White’ - Karan
Bali – નસરીન મુનિર
કબીરનાં મૌલિક પુસ્તક Guru Dutt: A Life
In Cinema મુજબ ગુરૂ
દત્તની નિર્માણાધીન ફિલ્મ 'રાઝ' The Woman in Whiteપર આધારિત હતી.
ગુરૂ દત્તે તો 'રાઝ'ને અધવચાળે પડતી મૂકી દીધી હતી, પણ ફિલ્મે તો પૂરાં થવાનું જાણે નક્કી જ કર્યું હતું.તેમના
એક સમયના મદદનીશ રાજ ખોસલાએ એ અધૂરી ફિલ્મની વાર્તા વાપરવા માટે મંજૂરી મેળવી અને
ધ્રુવ ચેટર્જી સાથે મળીને તેને એક સ-રસ ઘડાયેલી રહસસ્ય ફિલ્મ'વહ કૌન થી? (૧૯૬૪)'નાં નવાં કલેવરમાં રજૂ કરી... 'વહ કૌન થી?' એ ત્રણ રહસ્ય
ફિલ્મોના સંપુટની પહેલી કડી હતી. બીજી બે કડી હતી 'મેરા સાયા' (૧૯૬૬) અને 'અનિતા' (૧૯૬૭). ત્રણે ફિલ્મોમાં મુખ્ય સ્ત્રી ભૂમિકા સાધનાએ ભજવી
હતી...'વહ કૌન થી?'ની સફળતાને કારણે ૧૯૬૬માં તમિળમાં તે Yaar Nee? સ્વરૂપે અને તેલુગુમાં Aame Evaru? સ્વરૂપે રજૂ થઈ. આ બન્ને સંસ્કરણોમાં મુખ્ય સ્ત્રી ભૂમિકા
જે. જયલલિતાએ ભજવી હતી...The Woman in White સરહદને પેલે પાર
પાકિસ્તાનમાં પણ પુનર્જન્મ પામી. સંગીતકાર
તરીકે પંકાયેલા ખ્વાજા અનવરની ૧૯૬૭ની ફિલ્મ 'હમરાઝ'મંજોડિયા
બહેનોની બેવડી ભૂમિકા પાકિસ્તાની તારિકા શમીમ આરાએ ભજવી હતી.
અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં
શ્રીકાંત ગૌતમની 'રાગરંગ' કોલમના નવેમ્બર, ૨૦૧૬ના લેખો:
- અજરાઅમર અભિનેતાઓના અનેકવિધ આયામો
- નામાંકિત સિનેહસ્તીઓનો નામોલ્લેખ
- દો ભૂલી ગાયિકા જો ફિર સે યાદ આ ગઈ
- સુધામય સિનેભજનોની વાણી
'ગુજરાત સમાચાર'માં દર શુક્ર્વારે પ્રકાશિત થતી કોલમ 'સિને મેજિક'માં અજિત પોપટના
લેખોમાં ચાલી રહેલી સોનિકઓમીનાં
ગીતોની સફર નવેમ્બર, ૨૦૧૬ માં
પૂરી થયેલ છે :
- સંગીતકાર રવિની હારોહાર સોનીક-ઓમીને મૂકી શકીએ
- માન ગયે ઉસ્તાદનું નામ હિટ ફિલ્મોમાં મૂકી શકીએ...
- 'રામકલી' સાથે સોનીક ઓમીને વિદાય આપીએ તો કેમ રહેશે..
નવેમ્બર, ૨૦૧૬માં વેબ
ગુર્જરીની 'ફિલ્મ ગીતની સફર'માં –
- જાણીતાં ગીતોનાં ઓછાં જાણીતાં કળાકારો (૮)
- એક ગીત બે કંઠ
- બંદિશ એક, રૂપ અનેક :(૨૫): રંજિશ હી સહી દિલ હી દુખાને કે લિએ આ
- સચિન દેવ બર્મન અને મોહમ્મદ રફી – દેવ આનંદ સિવાય અન્ય કલાકારો માટે ગવાયેલાં સૉલો ગીતો :: [૨]
તે ઉપરાંત ભગવાન થાવરાણીની શ્રેણી 'હૈ સબસે મધુર વો ગીત'માં શૈલેન્દ્રનાં ગીત દિન કા હૈ
દૂજા નામ ઉદાસી !…નો રસાસ્વાદ માણવા મળશે. રજનીકુમાર
પંડ્યાએ સરકતી
લિફ્ટમાંથી સત્યજિતમાં સત્યજિત રાય સાથે
થયેલ એક બહુ જ અંગત મુલાકાતનો અનેરો આનંદ આપણી સાથે વહેંચ્યો છે.
બીરેન કોઠારી 'ગુઝરા હુઆ ઝમાના'ના એક બહુમુખી કલાકાર શ્રી કે
કેની આ દુનિયાના રંગમંચ પરથી થયેલ આખરી વિદાયને અંજલિ આપે છે.
'૧૯૪૯નાં
ગીતો : ચર્ચાની એરણે' શ્રેણીમાં આપણે ૧૯૪૯નાં પુરુષ
સૉલો ગીતો, લતા
મંગેશકર સિવાયનાં અન્ય સ્ત્રી પાર્શ્વગાયિકાઓનાં સૉલો ગીતો અને લતા
મંગેશકરનાં સૉલો ગીતો સાંભળી ચૂક્યાં છીએ. એ પછીથી આપણે ૧૯૪૯નાં યુગલ ગીતોને ચર્ચાની એરણે ને સાંભળી
રહ્યાં છીએ. અત્યાર સુધી આપણે મોહમ્મદ રફીનાં લતા
મંગેશકર, શમશાદ
બેગમ અને સુરૈયા સાથેનાં યુગલ ગીતો સાંભળ્યા
પછીથી મોહમ્મદ
રફીનાં અન્ય ગાયિકાઓ સાથેનાં, મુકેશનાં
સ્ત્રી ગાયકો સાથેનાં અને શમશાદ
બેગમનાં અન્ય પુરુષ ગાયકો સાથેનાં યુગલ ગીતો સાંભળી ચૂક્યાં છીએ.
આજના અંકની સમાપ્તિ કરતી વખતે મોહમ્મદ રફી પરની પોસ્ટ પર
નજર કરીએ.
When
Big B lost out to Sanjay Khan – ‘દુનિયાકા મેલા’ ફિલ્મ બનતી હતી
ત્યારે અમિતાભ બચ્ચનના ભાવ ઊંચકાયા નહોતા. એટલે નિર્માતાએ ફિલ્મને સંજયખાન સાથે
રીશૂટ કરી. મોહમ્મદ રફી અને આશા ભોસલેના સ્વરોમાં અમિતાભ અને રેખા પર મૂળે
ફિલ્માવાયેલું ગીત આ ઘટનાક્ર્મને યાદ કરાવે છે.
Very Rare Songs Clips (1 & 2) by
Great Mohammad Rafi Sahab
No comments:
Post a Comment