૧૬-૪-૨૦૧૬ના મણકાથી શરૂ થયેલ જાણીતાં ગીતોને પરદા પર રજૂ કરતાં ઓછાં જાણીતા કળાકારોની ઓળખ સફર ૬-૫-૨૦૧૬ના અંક આગળ વધાર્યા પછી હરીશભાઈ રઘુવંશીએ ૪-૬-૨૦૧૬ના રોજ આપણે માત્ર મુકેશના સ્વરમાં જ ગવાયેલાં ગીતોને રજૂ કરનારા કળાકારોનો પરિચય કરાવ્યો. એ જ દિશામાં ૧૬-૭-૨૦૧૬ અને ૬-૮-૨૦૧૬ના રોજ આપણે મન્ના ડે અને તે પછી જ ૩-૯-૨૦૧૬ અને ૧-૧૦-૨૦૧૬ ના રોજ મોહમ્મદ રફીના સ્વરમાં વિશિષ્ટ ગીતોને સાંભળ્યાં જેને રજૂ કરનાર કળાકારો બહુ જાણીતા નથી થયા. ૬-૧૧-૨૦૧૬નાં રોજ શરૂ કરેલી નૃત્ય ગીતોની સફર આપણે આજના અંકમાં પણ ચાલુ રાખીશું.
આજે આપણે એવાં નૃત્યગીતોથી શરૂઆત કરીશું જેમાં પરદા પર નત્ય કરનાર અભિનેત્રી ફિલ્મ જગત માટે બહુ જાણીતી ન હોય.
ચોક્કસ પ્રકારનાં નૃત્યોને ફિલ્મોમાં રજૂ કરવામાં નાગ નૃત્ય (કે જે સપેરા
નૃત્ય તરીકે લોકનૃત્ય તરીકે પણ પ્રચલિત છે) જેવા ખાસ વિષય સાથે
સંકળાયેલાં આ ત્રણ નૃત્યગીતોની પોતપોતાની ખૂબીઓ છે..
નાગ નૃત્ય - તમિળ ફિલ્મ - જગતલા પ્રતાપન (૧૯૪૪)
આ નાગ નૃત્ય નૃત્યની શાસ્ત્રીય પૂર્ણતા માટે તો ધ્યાન ખેંચે એ સ્વાભાવિક છે. પરંતુ અહીં તેને મૂકવાનો આશય તેને પરદા પર રજૂ કરનાર બાળ કળાકાર છે. આ બાળ કળાકારે મોટાં થઇને શાસ્ત્રીય નૃત્યનાં ક્ષેત્રે તો બહુ સિધ્ધિઓ હાંસલ કરી, તે સાથે દક્ષિણ ભારતની ઘણી ફિલ્મોમાં પણ શાસ્ત્રીય નૃત્ય ગીતો અભિનિત કર્યાં. નાગ નૃત્યોના અન્ય ઉદાહરણો જોયા પછીથી આપણે તેમનાં હિંદી ફિલ્મોમાં રજૂ કરાયેલ નૃત્ય ગીતની પણ વાત કરીશું.
નાગ નૃત્ય - દાસ્તાન (૧૯૫૦) - સંગીતકાર નૌશાદ
રાજ કપૂર અને સુરૈયાની મુખ્ય ભૂમિકાવાળી આ ફિલ્મનાં બધાં જ ગીતો પણ બહુ જ
સફળતાને વર્યાં હતાં. તેમ છતાં ફિલ્મમાં આ નાગ નૃત્યને પણ સ્થાન અપાયું છે.
નાગ નૃત્ય - ગાઈડ
(૧૯૬૫) - સંગીતકાર એસ ડી બર્મન
ફિલ્મનાં નાયિકા રોઝી (વહીદા
રહેમાન)ને રાજૂ ગાઈડે (દેવ આનંદ) એવી એવી જગ્યાએ લઈ જવાનાં છે જ્યાં એ પ્રદેશનાં
લોક નૃત્યો જોવા મળે. આમ ફરતાં ફરતાં તેઓ આ નાગ નૃત્ય ચાલી રહ્યું છે ત્યાં પહોચે
છે. તાલ વાદ્ય અને બીનના સૂરની જમાવટ થતાં સાથે જ મૂળ નૃત્ય કરનાર કળાકાર નાગ નૃત્યને
જે કાબેલિયતથી રજૂ કરે છે તેનાથી રોઝીનો નૃત્યકાર જીવ પણ ઝાલ્યો નથી રહેતો..
હવે એવાં કેટલાંક નૃત્ય ગીતો જોઈએ જેમાં પરદા પર નૃત્ય કરનાર કળાકાર પોતાનાં ક્ષેત્રમાં બહુ જ જાણીતાં છે, પણ હિંદી ફિલ્મ જગતમાં તેમની પહેચાન આવાં છૂટ પૂટ ગીતને પર્દાપર રજૂ કરવા પૂરતી જ મર્યાદિત રહી.
તિલાના નૃત્ય - ચોરી ચોરી (૧૯૫૬) - સંગીતકાર શંકર જયકિશન
આજની હિંદી ફિલ્મોમાં જે સ્થાન કદાચ આઈટેમ સૉગનું કહી શકાય તેવું જ સ્થાન આ પ્રકારનાં નૃત્ય ગીતોનું કદાચ કહી શકાય. (બહુ મહત્ત્વનો) ફરક માત્ર એટલો કે ફિલ્મ સંગીતમાં વાણિજ્યિક સફળતા માટે જાણીતા શંકર જયકિશન જેવા સંગીતકાર પણ શક્ય તેટલું શુધ્ધ શાસ્ત્રીય સંગીતનો જ સહારો લે, અને નૃત્ય પૂરેપુરી શાસ્ત્રીય નિષ્ઠાથી પેશ કરાય. આ નૃત્યને પરદા પર રજૂ કરનાર કળાકાર આજના અંકમાં સૌથી પહેલું નાગ નૃત્ય રજૂ કરનાર બાળ કળાકાર જ છે. તેમણે દક્ષિણ ભારતની બહુ ફિલ્મોમાં ભારત નાટ્યમ પર આધારિત નૃત્ય ગીતો રજૂ કર્યાં છે.
હાયે તૂ હી ગયા મોહે ભૂલ રે, મૈં હૂ તેરે જીવનકી રાગિની - કઠપૂતલી (૧૯૫૮) – ગાયિકા: લતા મંગેશકર – સંગીતકાર: શંકર જયકિશન – ગીતકાર: શૈલેન્દ્ર
આમ તો 'કઠપૂતલી'નાં બધાં ગીતો ફિલ્મનાં મૂખ્ય નાયિકા વૈજયંતિમાલા પર જ ફિલ્માવાયાં છે. આ ગીતો પૈકી કેટલાંક તો હિંદી ફિલ્મોનાં ઉત્કૃષ્ટ નૃત્ય ગીતોમાં સ્થાન મેળવે એ કક્ષાનાં પણ રહ્યાં છે. જેમકે કઠપૂતળી નૂત્યની શૈલીને જ પ્રાધાન્ય આપતું બોલ રે કઠપૂતલી બોલી અને તેનું જ કરૂણ ભાવને રજૂ કરતું ગીત જે ભરત નાટ્યમ પર આધારિત છે.પરંતુ ફિલ્મનાં કથાવસ્તુ અનુસાર આ નૃત્ય ગીત આ પહેલાં 'ચોરી ચોરી'નું નૃત્ય ગીત જેમના પર ફિલ્માવાયું છે તે કળાકાર પર જ ફિલ્માવાયું છે.
બરખા કી રાતોંમેં દિલ જલતા જલતા હૈ - શ્રીમતીજી (૧૯૫૨) – ગાયિકા: આશા ભોસલે - સંગીતકાર: જિમ્મી
આ ફિલ્મમાં ઘણાં નૃત્ય ગીતો હતાં જે મુખ્યત્ત્વે ફિલ્મનાં નાયિકાએ જ પરદા પર એ ગીતો રજૂ કર્યાં છે. હા, એ સમયમાં તે બહુ નાનાં અને નવાં હતાં અને પાછળથી આપણે તેમને નકારાત્મક ભૂમિકાઓમાં જ વધારે જોયાં છે, એટલે બહુ જલદી ઓળખ કદાચ ન પણ પડે.
ઓ બાબુજી ઓ બાબુજી મૈં ન કરૂં તેરી નૌકરી - શ્રીમતીજી (૧૯૫૨) – ગાયિકા: શમશાદ બેગમ સંગીતકાર: જિમ્મી
જો
કે આ અને આ પહેલાનાં ગીતને અહીં સમાવવા પાછળનો હેતુ પરદા પર કળાલારની ઓળખ કરવામાં
મગજ કસવાનો નથી.પહેલાંનાં ગીતમાં જેમ ઉત્તરપૂર્વ ભારતનાં લોક નૃત્ય શૈલીને આધાર
બનાવાયો છે તેમ પ્રસ્તુત ગીતમાં નૌટંકી શૈલીને આધાર બનાવાયો છે. આમ વિવિધ નૃત્ય
પ્રકારની ફિલ્મોમાં કાચી પાકી અજમાયશ સાથે પરિચિત થવાનો આશય છે.
ઉસ પાર સાજન ઈસ પાર ધારે લે ચલ માજી કિનારે કિનારે - ચોરી ચોરી (૧૯૫૬) – ગાયક: લતા મંગેશકર અને સાથીઓ – સંગીતકાર: શંકર જયકિશન – ગીતકાર: હસરત જયપુરી
સમુદ્રમાં કુદી પડેલ નાયિકા (નરગીસ)ના મનના સંભાવિત ભાવથી ફિલમનાં કથાનક્ને આગળ વધારવા માટે ગીતનો સહારો લેવો એ ફિલ્મ નિર્દેશનની એક સફળ કરામત હતી. પરંતુ આ ગીત અહીં એટલા પૂરતું જ નથી લીધું. ગીત નાવિકોનાં લોક ગીતની શૈલી પર આધરિત છે એ માટે પણ નથી લીધું. આ ગીતમાં વપરાયેલ "ટીમ્પા ટીમ્પા કાહે કરે અજંપા" જેવા અનોખે બોલનો પણ બહુ રચનાત્મકપણે જે રીતે એ સમયની ફિલ્મોમાં ઉપયોગ થતો તેનો પણ આ ગીત એક બહુ ઉત્કૃષ્ટ નમૂનો છે.
બેલીયા બેલીયા બેલીયા દેખો જી હજારોંમેં તૂને મેરા દિલ લિયા દિલ લિયા - પરવરિશ (૧૯૫૮) – ગાયક: લતા મંગેશકર, મન્ના ડે – સંગીતકાર: દત્તારામ - ગીતકાર: હસરત જયપુરી
ફિલ્મનાં કથા વસ્તુ સાથે સાંકળીને મૂકવા માટે પશ્ચિમનાં નૃત્યોનો પણ ફિંદી ફિલ્મોમાં ભરપૂર ઉપયોગ થયો છે.
આડ વાતઃ1956, 1957, 1958... – અનાડી (૧૯૫૯) – ગાયક: મન્ના ડે, લતા મંગેશકર અને સાથીઓ – સંગીતકાર: શંકર જયકિશન – ગીતકાર: શૈલેન્દ્ર'અનાડી'જેવી સંવેદનશીલ સંદેશ રજૂ કરતી ફિલ્મના હૃષિકેષ મુખર્જી જેવા દિગ્દદર્શકે પણ "આઈટેમ સોંગ'નો સહારો લેવો પડ્યો !
જા જા જારે સાજના, કાહે સપનોંમેં આયે, જા કે દેશ પરાયે બેવફા - અદાલત (૧૯૫૮) – ગાયિકા: લતા મંગેશકર, આશા ભોસલે – સંગીતકાર: મદન મોહન – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ
હિંદી ફિલ્મોમાં કોઠા પર નાચનાં ગીતો એક બહુ જ અનોખો અને સમૃદ્ધ પ્રકાર રહ્યો છે. પ્રસ્તુત ગીતમાં મુખ્ય નાયિકા તો પરાણે આ વ્યવસાયમાં આવેલ છે એટલે તેના હોઠ પરથી તો કરૂણ રસ જ ટપકે. બેઠકમાં આવેલા ભાવક ગ્રાહકોને આ ગીત પણ પસંદ તો પડ્યું છે પણ તેમના પૈસા વસૂલ થાય એટલે મુખડાના આ જ શબ્દો પરથી પૂર્ણતઃ કથ્થક શૈલીનું નૃત્ય પણ મુક્યું છે. મદન મોહને એક જ ગીતમાં બે સાવ આલગ ભાવોને કેટલી સરળતાથી પરોવી લીધા છે!
આડ વાતઃમદન મોહને આ રીતે બે અલગ અલગ ભાવને અલગ અલગ તાલમાં મૂકવાનો બીજો પણ એક બહુ અનોખો પ્રયોગ કર્યો હતો દેખ કબીરા રોયા(૧૯૫૭) નાં લતા મંગેશકરના સ્વરમાં મેરી બિના તુમ બીન રોએ અને આશા ભોસલેના સ્વરમાં અશ્કોંસે હમને તેરી તસ્વીર બનાઈ હૈ ગીતમાં.
લાગી નહીં છૂટે રામ ચાહે જીયા જાય - સૌતેલા ભાઈ (૧૯૬૨) - ગાયક લતા મંગેશકર, મીના કપૂર સંગીતકાર અનિલ બિશ્વાસ – ગીતકાર: શૈલેન્દ્ર
કોઠા પર લોકો પોતાનો ગમ ભૂલાવવા પણ જતા....
આડવાતઃદેવદાસમાં ફિલીપ કુમારનો સંવાદ - કૌન કમબખ્ત હૈ જો બર્દાશત કરને કો પીતા હૈ? મૈં તો પીતા હૂં કે બસ સાંસ લે સકૂં - માત્ર દિલીપકુમારના અભિનયની જ પરિસીમા નહોતી, પણ એક નૃત્યાંગના - ચંદ્રમુખી -ની એટલી જ અવિસ્મરણીય ભૂમિકા ભજવતી વૈજયંતિમાલાના અભિનય પણ ઉત્કૄષ્ટતાનું ઉદાહરણ હતું.આ વાત એટલે યાદ આવી કે 'દેવદાસ'માં પણ કોઠા પરનાં નૂત્યને રજૂ કરતું ગીત આ ગીત પ્રકારનાં ઉત્તમ ગીતોમાં સ્થાન પામે છે. તો સરોદના તાર પર દિલની વ્યથાને નીચવી નાખતું નૃત્ય ગીત તો લતા મંગેશકરનાં સર્વકાલીન શ્રેષ્ઠ ગીતોમાં સ્થાન પામે છે.
ડીંગ ડોંગ ડીંગ લલા, કોઈ દિલ કો
સંભાલો મેરા દિલ ચલા - ગૃહસ્થી (૧૯૬૩) – ગાયક: ગીતા દત્ત – સંગીતકાર: રવિ – ગીતકાર: શકીલ બદાયુની
એ સમયની ફિલ્મોમાં વાર્તાનું કથાનક બીજા દેશમાં આપણને લઈ જાય એટલે એ દેશની
સંસ્કૃતિને લગતું એક નૃત્ય ગીત તો સાંભળવા મળે, જોકે તેનું લોકભોગ્ય હિંદીકરણ તો
થયું જ હોય!
લકડી જલ કોયલા ભઈ...મૉરી બાલી રે ઉમરિયા અબ કૈસે બીતે રામ - છોટી છોટી બાતેં
(૧૯૬૫) – ગાયક: લતા મંગેશકર – સંગીતકાર: અનિલ બિશ્વાસ – ગીતકાર: શૈલેન્દ્ર
‘છોટી છોટી બાતેં’ એક બહુ પ્રયોગશીલ ફિલ્મ હતી
એ પરિચય તો આપણને ભગવાનભાઈ થાવરાણી, હૈ સબ સે મધુર વો ગીત લેખ શ્રેણીમાં, તેમની આગવી શૈલીમાં કરાવી ચૂક્યા છે. અહીં નૃત્ય નાટિકાના
મંચનનો એક અનોખો પ્રયોગ રજૂ કરાયો છે.
મેરી ઉનકી પ્રીત
પુરાની - ચાંદ ઔર સૂરજ (૧૯૬૫) – ગાયક: આશા ભોસલે- સંગીતકાર: સલીલ ચૌધરી – ગીતકાર: શૈલેન્દ્ર
મરાઠી લોક ગીતની શૈલીનું નૃત્ય.
મૉટા ભાગે પાશ્ચાત્ય પહેરવેશમાં જ આપણે આ કળકારને ફિલ્મનાં નૃત્ય ગીતોમાં જોવા
ટેવાયેલાં છીએ એટલે ગામઠી પહેરવેશમાં ઓળખ અઘરી પડે છે ને!
સાફ કરો ઈન્સાફ
કરો, ભઈ ભૂલભૂલૈયા માફ કરો - આશીર્વાદ (૧૯૬૮) - ગાયક: આશા ભોસલે, અશોક કુમાર – સંગીતકાર: વસંત દેસાઈ – ગીતકાર: ગુલઝાર
'આશીર્વાદ'માં હૃષિકેષ મુખર્જીએ કથાવસ્તુને અનરૂપ અનેક પ્રયોગો રજૂ કર્યા હતા. ગામમાં ફરતી
ફરતી નાટ્યમંડળીઓ આવે, અને ગીતસંગીત, નત્યનાટિકાઓના કાર્યક્ર્મો કરે. અહીં સવાલ જવાબની રમઝટનો કાર્યક્ર્મ રજૂ
કરાયો છે.
ફિલ્મોમાં શેરી નૃત્ય ગીતોનો પ્રકાર પણ બહુધા પ્રયોગ થતો
રહ્યો હતો.આ પ્રકારનાં ગીતોમાં એક પ્રકાર તો હતો જેમાં નૃત્ય કરતાં કળાકારો એ રીતે
પોતાની આજિવિકા કમાઈ લેતાં. 'ગીત ગાતાં ગાતાં વેપાર
કરવાની મજા' શ્રેણીના પાંચ લેખોમાં આ પ્રકારનાં ગીતો વિષે આપણે વિગતે વાત કરી ચૂક્યાં
છીએ. અહીં આપણે થોડા જૂદા પ્રકારનાં ગીતો સાંભળીશું.
મૈં તો ચલું પશ્ચિમ પૂરબ ચલે દુનિયા, મેરી કિસ્મત પે
બડી જલે દુનિયા - મયુરપંખ (૧૯૫૪)- ગાયક: લતા મંગેશકર – સંગીતકાર: શંકર જયકિશન- ગીતકાર: શૈલેન્દ્ર
મેળામાં જૂદા જૂદા કરતબના ખેલ થતા હોય એ તે સમયના મેળાઓનું ખાસ આકર્ષણ રહેતું. ગીતની શરૂઆત તો સપેરા ધુનથી થાય છે. એક નાની
બાળકી એ ધુન પર સપેરા નૃત્ય કરે છે. પછી નાયક - નાયિકા આગળ વધે છે અને હવે એક ચલતી
ફરતી નાટક મંડળીના ખેલને જોવા ઊભાં રહે છે.
ઓ બલિયે ઓ બલિયે
ચલ ચલ ચલિયે.. આ ચલે વહાં દિલ મિલે જહાં - આઝાદ (૧૯૫૫) – ગાયક: લતા અને ઉષા મંગેશકર – સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ
નીચે શેરીમાં એક મંડળી આવીને તેમનો
કાર્યક્રમ રજૂ કરે છે. તેનો લાભ લઈને નાયિકા કોઈને ઈશારા કરીને મળવા માટે સંદેશો
મોકલે છે. ગીતના શબ્દો એ પ્રસંગને અનુરૂપ કંઈક ભાવ રજૂ કરી રહેતા હોય.
બીછડે હુએ મિલેંગે હમ કિસમતને ગર મિલા દિયા - પોસ્ટ બોક્ષ ૯૯૯ (૧૯૫૮) - ગાયક : મોહમ્મદ રફી, આશા ભોસલે – સંગીતકાર: કલ્યાણજી વીરજી - ગીતકાર : પી એલ સંતોષી
હાર્મોનિયમની સંગત એ આવાં શેરી નૃત્યોની એક આગવી પહેચાન હતી. ફિલ્મોમાં વળી ગીતના શબ્દો નાયક કે નાયિકા માટે બહુ સ્પષ્ટ સંદેશ પણ કહી જતા હોય. આ ફિલ્મનાં ક્રેડીટ ટાઈટલ્સ જોઇશું તો ખ્યાલ આવે છે કે આણંદજી (વીરજી) હજૂ કલ્યાણજી (વીરજી શાહ)ના મદદનીશ છે. આ ઉપરાંત લક્ષ્મીકાંત-પ્યારેલાલવાળા લક્ષ્મીકાંત પણ મદદનીશ સંગીતકાર છે.
જાને કહાં ગઈ દિલ મેરા લે ગઈ ગઈ હો - દીલ અપના ઔર પ્રીત પરાઈ (૧૯૬૦) - ગાયક : મોહમ્મદ રફી – સંગીતકાર: શંકર જયકિશન – ગીતકાર: શૈલેન્દ્ર
શેરી ગીત છે એટલે હાર્મોનિયમના સૂરનો લહેકો તો હોય જ અને શંકર જયકિશનની વાદ્યસજ્જા હોય એટલે બહુબધાં વાયોલિનની સંગત પણ હોય જ. ઢોલકના તાલ પર નદી કિનારાની પશાદભૂમાં નાયક રાજ કુમાર પણ નૃત્યકારના સવાલના જ વિચારમાં ખોવાયેલ છે.
હિંદી ફિલ્મોમાં નૃત્ય ગીતો એ એક અનોખો સમુદ્ર
છે જેમાં ડુબકી મારવાથી અનેક અર્તનો હાથ આવતં રહી શકે છે. જાણીતાં ગીતોનાં ઓછાં
જાણીતાં કળાકારો જેવા આપણા વિષયને અનુરૂપ પણ ઘણાં ગીતો હશે જે બધાં અહીં આવરી
લેવાં શક્ય નથી કે નથી મારી જાણમાં પણ. આપણે તો આ મહાનદીનાં વહેતાં જળની નાની અમથી
એક આચમની જ અહીં માણી છે.
આપણા મૂળ વિષયના હજૂ થોડા કેટલાક રંગને અનુરૂપ બીજાં પણ ગીતો પણ યાદ આવે છે, જે હવે પછીના અંકોમાં.....
૫-૧૧-૨૦૧૬ના રોજ આપણે જે ગીતો સાંભળ્યાં હતાં તે ગીતોને પર્દા પર રજૂ કરનાર કળાકારોની ઓળખાણ કરીએ
મૈં તો મુંબઈ સે દુલ્હન લાયા રે અય બાબુજી - ઝૂલા (૧૯૪૨) - ગાયક અરૂણ કુમાર, રેહમત બાનો - સંગીતકાર સરસ્વતી દેવી - ગીતકાર પ્રદીપ - પરદા પર કળાકાર : મુમતાઝ અલી, શાહજાદી
ઓ ઓ અય અય કૌન ગલી કા છોરા પુકારે - સંજોગ (૧૯૪૩) - ગાયક હમીદા બાનો, શ્યામ - સંગીતકાર: નૌશાદ – ગીતકાર: ડી એન મધોક - પરદા પર કળાકાર: એ સમયના જાણીતાં નૃત્યકારો - કૃષ્ણ કુમાર અને અઝુરી
મધ્ય પૂર્વ એશિયાની શૈલીનું નૃત્ય - અનોખી અદા (૧૯૪૮) – સંગીતકાર: નૌશાદ - પરદા પર કળાકાર: ફિલ્મની ક્રેડિટ્સમાં કકૂનું નામ જોવા મળે છે, એટલે આ નૃત્ય તેમણે પરદા પર ભજવયું હશે તેમ માની શકાય
- અખિયાં ગુલાબી જૈસે મધ કી હૈ પ્યાલિયાં - બેક઼સૂર (૧૯૫૦) – ગાયક: લતા મંગેશકર, મોહમ્મદ રફી – સંગીત: હંસરાજ બહલ – ગીતકાર: એહસાન રીઝવી - પરદા પર કળાકાર: મધુબાલા, કૃષ્ણ કુમાર
ઓ પિયા પી પી પિયા - નૌજવાન (૧૯૫૧) – ગાયક: શમશાદ બેગમ, કિશોર કુમાર – સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: સાહિર લુધ્યાનવી - પરદા પર કળાકાર : કૃષ્ણ કુમાર અને કકૂની જોડી
બૅલૅ શૈલીનું નૃત્ય - અફસાના (૧૯૫૧) – સંગીતકાર: હુસ્નલાલ ભગતરામ - પરદા પર કળાકાર: હની ઓ'બ્રાયન
અપલમ ચપલમ ઓ દુનિયા કો છોડકર તેરી ગલી આયી રે - આઝાદ (૧૯૫૫)- સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ - પરદા પર કળાકારો: અજ્ઞાત
- દિલ હૈ તેરા યે દિલ તૂ લિયે જા - ગુલામ બેગમ બાદશાહ (૧૯૫૬) – ગાયક: ગીતા દત્ત - સંગીતકાર: સુદિપ્ત – ગીતકાર: ઈન્દીવર - પરદા પર કળાકાર: મીનૂ મુમતાઝ
- રાતેં પ્યાર કી બીતી જાયેગી (ગાયક આશા ભોસલે - સંગીત શ્યામ સુંદર - ગીતકાર સાહિર લુધ્યાનવી) અલિફ લૈલા (૧૯૫૨)માં હેલનનું નૃત્ય
No comments:
Post a Comment