ગુણવત્તા
સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં નવેમ્બર
સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
આ વર્ષે આપણે ISO 9001ની
૨૦૧૫ની
સંવર્ધિત આવૃતિને
પરિણામે થયેલ અલગ અલગ ફેરફારોની દરેક મહિને વાત કરી રહ્યાં છીએ.
અત્યાર સુધી આપણે
- ડીસેમ્બર ૨૦૧૫ માં ISO 9001:2008ની સંવર્ધિત આવૃતિ, ISO 9001:2015 માં કરાયેલા મુખ્ય ફેરફારો નો પરિચય
- જાન્યુઆરી, ૨૦૧૬માં 'ISO 9001:2015માં પ્રક્રિયા અભિગમ'
- ફેબ્રુઆરી, ૨૦૧૬ માં 'ISO 9001:2015માં જોખમ આધારિત વિચારસરણી'
- માર્ચ, ૨૦૧૬માં જોખમ આધારિત વિચારસરણીની સમજ માટે વ્યાપક દૃષ્ટિકોણનું ફલક,
- એપ્રિલ ૨૦૧૬માં સંસ્થાના સંદર્ભ,
- મે, ૨૦૧૬માં સંબંધિત હિતધારકો,
- જુન, ૨૦૧૬માં નેતૃત્ત્વ અને પ્રતિબદ્ધતા,
- જુલાઈ,૨૦૧૬માં સંચાલન તંત્રવ્યવસ્થાનાં અન્ય સ્ટાન્ડર્ડ્સમાં વરિષ્ઠ સંચાલન મંડળની નેતૃત્ત્વ ભૂમિકા, અને,
- ઓગસ્ટ,૨૦૧૬માં પરિવર્તન સંચાલન
- સપ્ટેમ્બર, ૨૦૧૬ માં સંસ્થાકીય જ્ઞાન
- ઓક્ટોબર, ૨૦૧૬ માં ગુણવત્તા સંચાલનના સંદર્ભે માનવીય ભૂલોનાં નિયમન
વિષે વાત કરી ચૂક્યાં છીએ.
આ મહિનાના આપણા અંકમાં આપણે ઑડીટીંગ વિષે
જાણકારી મેળવીશું.
Transition to ISO 9001:2015. What will the
auditor ask? - મોટા
ભાગે જે કંઈ ફેરફારો કરાયા હોય તેના પર ઓડીટર ધ્યાન આપતાં હોય. જો તે કિન્નાખોર
હોય તો તેમની દાનત પકડી પાડવાની કે તમારા કરતાં પોતાને વધારે ખબર છે એમ જણાવવાની
હોય કે પછી તે જો શુધ્ધ દાનતવાળાં, પ્રોફેશનલ
અભિગમ ધરાવતાં ઓડીટર હશે તો તેમનું ધ્યાન સતત સુધારણા તરફ રહેશે. જે કંઈ ફેરફારો
થયા છે તેનાં અનુપાલનમાં સંચાલન મંડળની સંન્નિષ્ઠતા અને સજ્જતાને પોરસવાની તેમનો
દૃષ્ટિકોણ રહેશે.
What Is Auditing? - ઓડીટ
સમગ્ર સંસ્થાને આવરી લેતું હોઈ શકે કે પછી કોઈ ચોક્કસ કાર્યક્ષેત્ર કે પ્રક્રિયા
કે તેના કોઈ એક ભાગને લગતું પણ હોઈ શકે. આ અંગે વધારે માહિતી પૂરી પાડવાની
સાથે The How and Why of Auditingમાં ઓડીટના નિષ્ણાત અને ASQના સહયોગી ડેનીસ આર્ટર ઓડીટર્સ તેમ જ ઓડીટીઓ
માટે કેટલીક ટીપ્સ અને સલાહો રજૂ કરે છે.
The
Positives and Pitfalls of Auditing Checklists - ઓડીટીંગને
લગતો કોઈ પણ અભ્યાસક્રમ હોય કે કોઈ પણ પુસ્તક હોય કે ઓડીટીંગને લગતું કોઈપણ
સ્ટાન્ડર્ડ હોય, બધામાં
એમ તો કહેવાયું જોવા મળશે કે સારી રીતે ઓડીટ કરવું હોય તો ચેક લિસ્ટ સાથે રાખવું
જોઈએ ! વાત જોકે ઘણી મહત્ત્વની અને મહ્દ અંશે સાચી પણ છે. તે સાથે કેટલીક બાબતો પર
ઢ્યાન આપવું પણ જરૂરી છે.પ્રસ્તુત લેખમાં ચેકલિસ્ટના ફાયદાઓ અને કેટલીક મહત્વની
કચાશો ધ્યાનમાં લાવવાની સાથે એ કચાશોને દૂર કરવાના રસ્તા પણ જણાવાયા છે.
Audits that See Below the Surface
Evaluate Internal Controls - પીટર
ચેટલ બહુ સૂચક નિવેદન કરે છે કે જો આંતરિક નિયમનો પર વધારે ધ્યાન આપવામાં આવે તો
ઓડીટ સપાટીથી નીચેની ઊંડાઈઓમાં ઉતરી શકે છે. આવાં આંતરિક નિયમનોના દાખલા :
- નિશ્ચિત કરાયેલ જવાબદારીઓ, જવાબદેહીઓ, સત્તાઓ અને સત્તા વિતરણ
- ફરજોનું વર્ગીકરણ
- નીતિઓ, કાર્યક્રમો અને કાર્યપધ્ધતિઓ
- લોકોના અનુભવો અને વિકાસ
- સંરક્ષણાત્મક પગલાંઓ
- આંતરિક ખરાઈ
- દસ્તાવેજીકરણ
Explaining
E-Audits: A Method for Remotely Conducting Audits - ઓડીટીંગ નિષ્ણાત શૌન વિલ્સન ઈ-ઓડીટનો ઉપયોગ
કરીને દૂર બેઠે સંસ્થાનું ઓડીટીંગ કેમ કરવું તે સમજાવે છે.ઈ-ઓડીટ માટે કઈ ચોક્કસ
બાબતોને ધ્યાનમાં લેવાથી ઓડીટ અસરકારક બનાવી શકાય છે તે પણ ખ્યાલમાં આવી શકશે.
આ વિષય પર વિડીયો પણ બહુ જોવા મળે છે, જે પૈકી કેટલાક અહીં મૂક્યા છે –
How to survive an ISO Audit
Quality Audit Preparation
આપણે હવે ઓડીટને ISO 9001:2015ના સંદર્ભમાં મૂકતા કેટલાક લેખો અને વિડિયો જોઈશું.
The Most Important Audit Questions for ISO
9001:2015 - ક્રેગ કોશરન - પ્રોજેક્ટ મેનેજર, જ્યોર્જિયા મેન્યુફૅક્ચરીંગ એક્ષટેન્શન
પાર્ટનરશીપ (GaMEP), જ્યોર્જિયા ટેક - ISO 9001:2015માં બહુ બધી નવી આવશ્યકતાઓ ઉમેરવામાં આવી છે જે
આ પહેલાંનાં મોટા ભાગનાં ઓડીટમાં સમાવેશ નહોતી
થતી. આ અંગે સરળતા બની રહે એ માટે, ISO 9001:2015ના
સંદર્ભમાં મહત્ત્વના કહી શકાય એવા કેટલાક મહત્ત્વના પ્રશ્નો અહીં આવરી લેવાયા છે.
ISO 9001:2015 – The great leap
forward for auditors! - પોતાના
અનુભવ અને કાબેલિયતને નવાં પરિપ્રેક્ષ્યમાં અમલમાં મૂકવાના પડકારની સાથે સાથે
પોતાનાં ઓડીટ વડે સંસ્થા માટે ઘણું ઉપયોગી સિધ્ધ કરી શકવાની તક પણ ISO 9001:2015 પૂરી પાડે છે.
Objective
Auditing Meets ISO 9001:2015 - ઓડીટર્સ સંસ્થાને સંદર્ભ અને જોખમ વિષે સમજ
કેળવવામાં શી રીતે મદદરૂપ થઈ શકે.- ઈન્દ્રજિત અરોડા - ઓડીટર્સે પણ સમજવું જરૂરી છે
કે સંસ્થાના સંદર્ભ અને જોખમોને ગુણવત્તા સંચાલનના સિધ્ધાંત સાથે શું સંબંધ છે. જો
આવત ખરા અર્થમાં સમજાશે તો તેઓને સંથાની
સંચાલન વ્યવસ્થાનાં ISO 9001:2015નાં
અનુપાલનની પૂર્તતાઓ શોધવી સહેલી પડશે.
Auditing
to ISO 9001:2015 - ISO 9001:2015 ના સંદર્ભમાં કઈ કઈ બાબતોને ઓડીટીંગ દરમ્યાન
ધ્યાનમાં લેવી જોઈએ તે પ્રસ્તુત પ્રેઝન્ટેશનમાં રજૂ કરાયું છે.
How the Auditors View ISO 9001-2015
ISO 9001: 2015નાં માળખામાં જે પાયાથી ફેરફારો કરાયા છે તે
સંદર્ભમાં, ઓડીટીંગના
એક મહત્ત્વના પ્રકાર, આંતરિક
ઓડીટીંગની ભૂમિકા અને મહત્ત્વ બન્નેમાં પણ ખાસો ફરક પડતો જણાય છે.
The
Internal Auditing of Management Systems – ગ્રેહામ ડબ્લ્યુ પાર્કર - કામગીરી સાતત્યપણે થઈ
રહી છે અને નિયમનમાં છે એવો ભરોસો પેદા થાય તે નક્કી કરી શકાય તે માટેના પુરાવા
શોધવા એ ઓડીટીંગનું પ્રાથમિક કાર્ય છે. આ બધું અસરકારક અને કાર્યક્ષમ રીતે થઈ
રહ્યું છે તે નક્કી કરવા માટે જે પૂરાવા એકઠા કરવામાં આવે છે તે બિલકુલ આનાથી
ઊંધું જ સાબિત કરીને મૂળ આશયને ફળીભૂત કરવાના આશયથી કરાતું રહ્યું છે.
Preparing
for ISO 9001: 2015 using your QMS - Part 5: Internal Audits - નવી
પેટાકલમ ૯.૨.૨ વધારે વિગતમાં જાય છે. પહેલાં કહેવાયું હતું કે 'ઓડીટ પ્રોગ્રામનું આયોજન પરિસ્થિતિ અને અગત્ય અનુસાર કરવાનું રહેશે'. તેને બદલે હવે કહેવાયું છે કે 'ઓડીટ પ્રોગ્રામનાં આયોજન, સ્થાપન, અમલીકરણ અને જાળવણી ... ગુણવત્તા હેતુઓ, સંબંધિત પ્રક્રિયાઓનું મહત્ત્વ, ગ્રાહક પ્રતિભાવ, સંસ્થાને અસર કરતા ફેરફારો જેવાં પરિમાણોને
ધ્યાનમાં લઈને કરવાનાં રહેશે.' આ પહેલાંનાં ઓડીટ્સનાં પરિણામોની સમીક્ષા પણ આ
નવી આવશ્યકતાના સંદર્ભમાં કરવાની રહે છે.
Five
Main Steps in ISO 9001 Internal Audit - જો યોગ્ય
રીતે ઉપયોગ કરવામાં આવે તો આંતરિક ઓડીટને 'જરૂરી
દુષણ'ને બદલે ગુણવત્તા સંચાલન તંત્રવ્યવસ્થાની અંદર
પ્રક્રિયા સુધારણા માટે એક અતિસબળ સાધનમાં ફેરવી નાખી શકાય.
અને હવે જોઈએ આંતરિક ઓડીટને લગતી કેટલીક વિડિયો
ક્લિપ્સ –
Understanding ISO 9001:2015:
Internal audits
Meet the Internal Auditor
When I Say Internal Auditor, You
Think
Internal Audit - Mastering ISO
9001:2015
7 Deadly Internal Audit Sins
Internal Auditing - A Love Story
How to Succeed as an Internal Auditor
Internal Auditing: A Career for Today,
A Career for Tomorrow
ઓડીટના વિષયને આજ પૂરતો વિરામ આપતાં પહેલાં એક
મમરો વધુ વિચાર કરવા અર્થે - Why
Would you Want to be an Auditor?
આપણી હાલની શ્રેણીના અંતિમ મણકા સ્વરૂપે, ડીસેમ્બર, ૨૦૧૬ના અંકમાં આપણે ISO 9001:૨૦૧૫ પછી શું? તે અંગેના વિકલ્પોની વાત કરીશું.
હવે આપણે
આપણા નિયમિત વિભાગો તરફ વળીએઃ
Creator of Mr. Pareto Head. લેખ આમ તો એક કૉમિક
સ્ટ્રીપ - Mr. Pareto Head-ના સર્જક માઈક ક્રોસ્સેનનો ઇન્ટરવ્યુ છે.ઇલેક્ટ્રોનીક હાર્ડવેર ઉદ્યોગઓમાં
વિવિધ કાર્યક્ષેત્રોમાં કામ કરતાં કરતાં ક્રોસ્સેન ગુણવત્તા વ્યવસાયમાં આગળ વધ્યા.
ત્યાં તેમને ગુણવત્તા જેવા વ્યવસાયમાં કેમ હાસ્ય દેખાયુ અને કેમ કરતાં તેમાંથી Mr. Pareto Headનું સર્જન થયું તેની વાત દરેક
વ્યાવસાયિક માટે બહુ અગત્યની શીખ આપી જાય છે. Meet
"Mr. Pareto Head"- Around the World on a Bicycle, with Quality: આપણામાંના મોટા ભાગના લોકોને એક સ્વપ્ન હોય છે કે બહી જંજાળ છોડીને દુનિયાના પ્રવાસે નીકળી પડીએ.સુનીલ કૌશીકે આ કરી બતાવ્યું છે.સિક્ષ સિગ્મા પ્રશિક્ષક અને કન્સલટન્ટ એવા સુનીલ કૌશીક તેમનો વ્યવસાય છોડીને આખાં વિશ્વમાં ગુણવત્તાના સંદેશ સાથે સાઈકલ પર ફરી આવ્યા.
- Gemba Walks Improve Process, Communication, and Culture: પોતાની સંસ્થામાં ગેમ્બા વૉક્સને રોજબરોજના વ્યવહારો લાગુ પાડવાના અનુભવો ઐલીન સેર્રૅનૉ (બીઝનેસ ઓપ્ટીમાઈઝેશન નિષ્ણાત, રૉશ) આપણને જણાવે છે.તેમનું કહેવું છે કે આના કારણે કંપનીનાં વાતાવરણમાં નોંધપાત્ર સુધારો પણ જોવા મળે છે.
- Quality Memes: સામાજિક માધ્યમોમાં વપરાતી ભાષા સાથે પરિચિત લોકો જાણે છે કે "meme" એવી તસવીર કે વિડીયો કે આઈડીઆ માટે વપરાય છે ઓનલાઇન બહુખ્યાત બની ગયેલ હોય. કેટલાંક આવાં ગુણવત્તા થીમવાળાં"memes" વિશ્વ ગુણવત્તા મહિનાના પ્રસારમાટે કામે લગાડાયેલાં જોવા મળશે.
- World Quality Month: ગુણવત્તા એટલે વિશ્વાસપાત્રતા, સુધારણા અને ...મજા ? કેમ નહીં? આ વખતે વિશ્વ ગુણવત્તા મહિનામાં ગુણવત્તા વ્યંગ્યચિત્રકારની સાથે અને આખી દુનિયામાં ગુણવત્તા સાધનોની વાત કરતાં કરતાં પ્રવાસ કરતા ભ્રમણવીરની સાથે મુલાકાત પણ કરી શકાશે.આ ઉપરાંત ગુણવત્તા કામકાજ,સાધનો અને ખયાલોને ગુણવત્તા સમાજની બહાર પણ પહોંચાડવામાં સામાજિક માધ્યમો કેમ ઉપયોગમાં લઈ શકાય તે પણ જાણવા મળશે. Sunil Kaushik's Travel Blog: www.trainntrot.com World Quality Month Website: www.worldqualitymonth.org
- Leadership’s Five Key Practices: દરેક ગુણવત્તા વ્યાવસાયિકે પોતાનાં ક્ષેત્ર અને કારકીર્દીમાં મૂલ્યવૃધ્ધિ કરવા માટે નેતૃત્વ કૌશલયનો ઉપયોગ કરતાં જ રહેવું જોઈએ. - આ કૌશલ્ય બતાડી શકવા માટે પોતાની આસપાસ રોજબરોજની ઘટનાઓમાંથી તક ખોળી કાઢવી જરૂરી છે. લોકો આપણને બોલાવતાં આવે એની રાહ જોવાની જરૂર નથી. સંસ્થામાં શું થઈ રહ્યું છે તેનાથી અવગત રહો ,અને જ્યાં તક દેખાય ત્યાં તમારૂ યોગદાન આપવાની તૈયારી બતાવો. શરૂઆત ભલે નાનેથી થાય, પણ નજર લાંબે રાખો. તમારે ખોવાનું કંઇ જ નથી, પણ મેળવવાનું ઘણું નીકળી પડી શકે છે.
- Make IT Happen: ગમે તેટલો ઘોંધાટ કે મુશ્કેલીઓ સામે દેખાતી હોય, શરૂઆત તો કરવી જ રહી.અને તેમાટે બાયોં ચડાવીને, હાથબાથ ધૂળવાળા પણ થવા દઈને, શરૂઆત પણ તમારે જ કરવાની છે.હાલ જ!
આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ અને
રસપ્રદ બનાવવામાટે આપનું યોગદાન પણ આવકાર્ય છે....
No comments:
Post a Comment