Thursday, August 31, 2017

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૮_૨૦૧૭


હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ -  _૨૦૧૭ બ્લૉગૉત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
ઓગસ્ટ મહિનાનાં પારંપારિક મહત્ત્વને યાદ કરાવે એવાં ગીતો રજૂ કરતી ત્રણ પૉસ્ટથી આપણે આજના અંકની શરૂઆત કરીએ
Beyond ‘Maa Tujhe Salaam’, the film songs that dare to step out of line when things go off-key - દેશની સ્વતંત્રતાને ૭૦ વર્ષ થયાં તેની ઉજવણી દેશપ્રેમથી સીધેસીધાં ઉભરાતાં ગીતોને બદલે આ ગીતોમાં વહેતી અસંમતિ અને ચર્ચા વડે કરાયાં છે.- હિંદી ફિલ્મોમાં લાઈનથી હટીને આપણે ક્યાં જઇ રહ્યાં છીએ એ તરફ આંગળી ચીંધનારા વિદ્રોહીઓને રિનીતા નાઈકે યાદ કરેલ છે.આ ગીતોમાં સામાજિક અને નૈતિક સડા, કારણ વગર દ્રોહી ઠોકી બેસાડેયલ માણસની વ્યથા અને 'સોનેકી ચીડીયા'ના ઉચ્ચારમાં મેલેરિયા
સાંભળતા શહેરવાસીઓની વ્યાપક ઉદાસીનતાને કવિઓએ વ્યક્ત કરી છે.

Celebrate the monsoon with this performance of raag Mia ki Malhar by Amir Khan - મલ્હાર રાગ સાથે વર્ષાઋતુ જોડાયેલ છે. - અનીશ પ્રધાન - ૧૬મી સદીમાં મિયાં તાનસેન દ્વારા જેવી રચના કરાઈ હોવાનું કહેવાય છે એવા મિયાંકી મલ્હાર રાગની ઉસ્તાદ અમીર ખાન સાહેબની રજૂઆત અન્ય સંગીતકારો અને ચાહકોમાં સીમાચિહ્ન ગણાય છે.અહીં જે રેકોર્ડીંગ સાંભળવા મળે છે તે ૧૯૫૮માં ઑલ ઈન્ડિયા રેડીયોના રાષ્ટ્રીય કાર્યક્રમનું છે, પણ આજે શ્રોતાઓને તરબતર કરી મૂકે છે.

Rainy Daysમાં આખાં ગીત દરમ્યાન ન પણ હોય કે પછી ઝરમરથી માડીને ધોધમાર પડતો હોય એવાવરસતા વરસાદમાં ગવાયેલાં ગીતો યાદ કરાયાં છે

અને આ મહિનાના અંકની તિથિઓ અને અંજલિઓને લગતી પોસ્ટ્સમાં સૌથી પહેલાં યાદ કરીશું મીના કુમારીને:

Meena Kumari: An enigma- મીના કુમારીના ૮૫મા જન્મ દિવસે (૧ ઓગસ્ટ ૧૯૩૨ - ૩૧ માર્ચ ૧૯૭૨) ડી પી રંગન તેમને બહુ હૃદયસ્પર્શી અંજલિ દ્વારા તેમનાં અભિનયનાં વિવિધ રૂપને જીવંત કરે છે.

Meena Kumari singing for herself in 1947માં મીના કુમારીના સ્વરમાં ગવાયેલાં બે ગીતોને યાદ કરાયાં છે -
અખીયાં તરસ રહી ઉન બીન - પિયા ઘર આજા (૧૯૪૭) - બુલો સી રાની - પંડિત ઇન્દ્ર
સાવન બીત ગયો માઈ રે - દુનિયા એક સરાય (૧૯૪૭) - હંસરાજ બહલ - કેદાર શર્મા


મીના કુમારીનાં જીવનની ઘટનાઓની જાવેદ અખ્તર દ્વારા Meena Kumari Biographyમાં કરાયેલી રજૂઆત સાથે The Enigma Called Tragedy Queen Meena Kumari Part 1 ǁ Part 2 ǁ Part 3; Virasat - Meena Kumari Part 1 of 2 ǁ Part 2 of 2 અને 20 Rare Pictures of Meena Kumariમાં બીજી ઘણી અન્ય પૂરક માહિતી પણ મળી રહે છે

અને હવે આપણે મીના કુમારીની યાદમાં કેટલાક પાછલાં વર્ષોના લેખોને પણ ફરીથી યાદ કરી લઈએ

No One Quite Like Her – The Inimitable Meena Kumari’ - “સુંદર દેખાવ, આગવી અભિનયક્ષમતા અને ગ઼મ - મીના કુમારીનાં પર્દા પર દેખાતાં રૂપમાં જોવા મળતો આ ત્રિવેણી સંગમ બહુ જવલ્લેજ બીજાં કલાકારોમાં જોવા મળે છે - મીના કુમારીએ તેમનું આગવું સ્થાન કેવી રીતે ઊભું કર્યું, બબ્બે દાયકા સુધી તેમનાં દર્શકોને કેમ ઝકડી રાખ્યાં અને આજે પણ એટલાં ચાહના મેળવે છે તેની વાત સત્યા સરણે કહી છે.…..મીના કુમારીનું જીવન જે રીતે વીતતું રહ્યું તેમ તેમ તેમાં દંતકથાઓ વણાતી ગઈ. ઘણાં લોકો માટે તે તેમનાં અંગત જીવનનાં દુઃખોની સ્વાભાવિક પરિકાષ્ઠા હતી.બીજાં કલાકારો માટે તો સ્વપ્નમય લાગે એટલો અઢળક પૈસો જીવનમાં અઢળક કમાયા છતાં પણ એકલાં છોડી દેવાવું, શોષણ થવું અને દિલ અને શરીરથી બીમાર હાલતમાં મૂત્યુને વરવું એ કહાની કોઇ પણ સાંભળનારનાં હૃદયનાં ઊંડાણને સ્પર્શ્યા વગર ન રહે.

The Legend That Was Meena Kumariમાં અંતરા નંદા મોંડલ પણ ખૂબ દુઃખ સાથે મીના કુમારીનાં જીવનની પીડા અને વ્યથાની તેમના અભિનયને ઉચ્ચતમ ઉંચાઈઓને લઈ જવામાં કેવી ભૂમિકા રહી છે તે યાદ કરે છે.
એક ફિલ્મનાં પ્રિમીયર સમયે - તલત મહમૂદમીના કુમારીઉષા કિરણ મદન મોહન અને અન્ય મહેમાનો
એમની કારકીર્દીની બે બહુ જ મહત્ત્વની બે ફિલ્મો 'ફૂટપાથ' અને 'બૈજુ બાવરા' રજૂ થવા જઈ રહી હતી ત્યારે મીના કુમારી બહુ ચર્ચામાં રહેવા લાગેલાં એ સમયે કરાયેલો આ ઈન્ટરવ્યુ છે.

Remembering singer Parul Ghosh, one of Hindi cinema’s quietest trailblazers - બહુ જ જાણીતા વાંસળીવાદક પતિ અને હિંદી ફિલ્મનાં ગીતોને નવી કેડી ચાતરી આપી હતી એવા ભાઈ જેવા સંબંધીઓ હોવા છતાં પારૂલ ઘોષે પાર્શ્વગાયનનાં ક્ષેત્રે આગવું સ્થાન બનાવ્યું હતું. રૂદ્રદીપ ભટ્ટાચાર્જી તેમની ૪૦મી અવસાન તિથિના ઉપલક્ષ્યમાં પારૂલ ઘોષને અંજલિ આપે છે.

All these years later, nobody exudes flamboyance like Shammi Kapoor - શમ્મી કપૂરની અવસાન તિથિએ અક્ષય મનવાની પત્રકાર અને ફિલ્મ વિવેચક રૌફ અહમદનાં પુસ્તક- Shammi Kapoor: The Game Changer-માં કહેવાયેલી શમ્મી કપૂરના સિતારાના ઉદયની વાત જણાવે છે.

70mm Man: C Mohan, who designed the logo for ‘Sholay’ and other classics- ૪૨ વર્ષ પહેલાં ટિકિટબારીને છલકાવી દેવાનો રેકોર્ડ કરનારી રજૂ થયેલી રમેશ સિપ્પીની ફિલ્મ 'શોલે'નો લૉગો ડીઝાઈન કરનાર સી. મોહન બોલીવૂડના અભિવ્યક્તિવાદના એક બહુ ખ્યાતનામ કલાકાર છે.

And Happy Birthday to Another Big Reason I Got Drawn Into Hindi Films પૉસ્ટ લખાઈ છે વૈજયંતિમાલાના જન્મ દિવસની યાદમાં. આ જ પ્રસંગે આજથી ૭ વર્ષ પહેલાં પણ અહીં Seven Dances for Vyjayanthimala’s Birthdayમાં તેમનાં નૃત્ય ગીતોને યાદ કરાયાં હતાં.

મુમતાઝ જ્યારે 'બી' ગ્રેડ હીરોઇન તરીકે ફિલ્મ જગતમાં પગ જમાવવાના પ્રયાસ કરી રહ્યાં હતા તે સમયની ફિલ્મોમાં પણ તેમને ભાગે બહુ યાદગાર ગીતો આવ્યાં હતાં.મુમતાઝના ૭૦મા જન્મદિવસ નિમિત્તે રજૂ કરાયેલ Ten of my favourite Mumtaz songs પૈકી એવુ એક ગીત આપણે અલગ તારવ્યું છે: ઓ મતવારે સાજના ચલા ગયા મેરા પ્યાર

ઓગસ્ટ, ૨૦૧૭ના 'વિસરાતી યાદો..સદા યાદ રહેતાં ગીતો'ના અંકમાં શૈલેન્દ્રનાં 'અન્ય' સંગીતકારો સાથેનાં ગીતોને યાદ કરેલ છે..

અને હવે અન્ય વિષયો પરના લેખ તરફ વળીએ –

The first duo Husnlal-Bhagatram (2): Their songs for ‘other’ singers’ આ પહેલાં રજૂ થયેલ પૉસ્ટ -The first duo Husnlal-Bhagatram (1): Their songs for Suraiya, Lata Mangeshkar and Rafi-ની ખૂટતી કડી સમી પૉસ્ટ કહી શકાય. પંડિત હુસ્નલાલનાં ૯૦-વર્ષનાં પત્ની નિર્મળાદેવી સાથેના વાર્તાલાપને પણ અ પૉસ્ટમાં સમાવી લેવાને કારણે, આ પૉસ્ટને ફિલ્મ સંગીતના શોખીનો માટે સંગર્હી રાખવા જેટલું અમૂલ્ય નઝરાણું બની રહેલ છે.

Gulzar’s 1988 movie ‘Libaas’ to be finally released later this year - ઝી ક્લાસિક અને ફિલ્મના નિર્માતાના પુત્ર અમુલ મોહનના પ્રયાસોના ફળ રૂપે ગુલઝારની ફિલ્મ 'લિબાસ" રજૂ થવા જઈ રહી છે.

સુબોધ અગ્રવાલે Asymmetric Duets નો એક બહુ જ અઘરો વિષય પસંદ કર્યો છે. તેમાં પાછી શરત ઉમેરી છે કે યુગલ ગીતની ધૂન અને તાલ અલગ હોય છતાં એકબીજાંનાં પૂરક હોય તેવાં હોવાં જોઈએ. સોંગ્સ ઑવ યોરનાં વાચકોએ પણ આવા સ-રસ પ્રયાસનો ખૂબ અસરકારક પ્રતિભાવ આપ્યો છે.

જ.પ્રમાં ઘણા લાંબા સમયથી ગુજરાતી કલાકારોનાં હિંદી ફિલ્મોમાં યોગદાન પરની એક અનોખી સંશોધનાત્મક શ્રેણીના લેખક ઉદય મઝુમદાર ફિલ્મ ઍવોર્ડ્સની દુનિયાનું જાણવા જેવું વડે ફિલ્મ ઍવોર્ડ્સના ઇતિહાસનું વિહંગાવલોકન કરે છે.

સોંગ્સ ઑવ યોરની Best songs of year શ્રેણીની સફરમાં આપણે ૧૯૪૮નાં જાણીતાં અને ઓછાં જાણીતાં ગીતોની સફર ના પુરૂષ સૉલો ગીતોના પડાવે લીધેલા વિશ્રામને ‘મને સૌથી વધારે ગમેલાં પુરુષ સૉલો ગીતો ‘રૂપે ચર્ચાને એરણે લીધા પછી સ્ત્રી સૉલો ગીતોના બીજા પડાવની સફર ચાલુ કરી છે, જેમાં સુરૈયા અને ગીતા રૉયનાં સૉલો ગીતોનો પહેલો હપ્તો આપણે સાંભળી ચૂક્યાં છીએ.

અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :

જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ' કોલમના ઓગસ્ટ, ૨૦૧૭ના લેખો:
અજાણપણાથી અજનબીઃ અનેરો ગીત ગુંજારવસ્વાધીનતાનાં શિશુ સહજ ગીતોગાના કે સાથ સાથ કભી બજાનાસૂરકી ગતિ ઔર ભજન કરના તૂ ખૂબ જાને
'ગુજરાત સમાચાર'માં દર શુક્ર્વારે પ્રકાશિત થતી કોલમ 'સિને મેજિક'માં અજિત પોપટના લેખો હમણાં થોડા સમયથી નિયમિત રીતે વેબસાઈટ પર અપડેટ થતા નથી. શ્રી અજિત પોપટે ખાસ ચીવટ લ ઈને ખેમચંદ પ્રકાશ પરના આ લેખો આપણને મોકલ્યા છે.. ખૂબ ખૂબ આભાર સહ....
ઉત્તમ સંગીતકાર કુશળ વહેપારી નહીં હોવાથી ક્યારેક પસ્તાય છે....ખેમચંદ પ્રકાશજીને વિદાય આપવા પૂર્વે... કયાં ગાયક-ગાયિકા એમની પસંદગીના હતાં?
અને હવે અજિતભાઈ એક બહુ અનોખા, પણ વણપ્રીછ્યા રહ્યા હતા એવા સંગીરકારની વાત માડે છે:
માંડ બે-અઢી આંગળીના વેઢે ગણાય એટલી ફિલ્મો કરી એવા આ સંગીતકારને મળીએ ?
આવો મળીએ એ અલગારી સંગીતકારને, જેની યોગ્ય કદર ન થઇ.

અને મહિના છેલ્લા શુક્રવારના યુવા પેઢી માટેના તેમના લેખો:
...એ દ્રષ્ટિએ આ યુવાન પંચમની સ્ટાઇલને અનુસરી રહ્યો ગણાય -

ઓગસ્ટ, ૨૦૧૭માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:
પિયાનો પર ફિલ્મીગીતોએક ગીતનાં અનેક સ્વરૂપ – ૫ – પુરુષ સૉલો ગીતનું યુગલ કે કોરસ વર્ઝન [૩]સજનવા, દુલ્હનિયા અને તીસરી કસમ :: ૨બંદિશ એક, રૂપ અનેક: (૩૪): "આ નભ ઝૂક્યું તે કાનજી….ને ચાંદની તે રાધા રે"ફિલ્મીગીતો અને હોડીસવારીઅય મેરે દિલ સુના કોઈ કહાની :: ૧ ::
'અય મેરે દિલ સુના કોઈ કહાની' શ્રેણી પહેલાં વેબ ગુર્જરી પર મૌલિકા દેરાસરીએ સચિન દેવ બર્મનનાં સંગીતબધ્ધ કરેલાં કિશોરકુમારનાં ગીતોની શ્રેણી કરી હતી. એ શ્રેણી - ‘આયે તુમ યાદ મુઝે’ - ના બધા જ લેખો શ્રેણીનાં શીર્ષક પરની લિક પર ક્લિક કરવથી પર એક સાથે વાંચવા માટે મળી શકશે.

મારા મિત્ર સમીર ધોળકિયાએ એક ગીત ઈ_મેલથી મોકલ્યું, અને આજના અંકના અંત માટેનાં મોહમ્મદ રફી માટેનાં ગીતોનો એક ખ્જાનો હાથ મળી ગયો. એ ગીત છે

દે દે મોરી મુંદરી - સાત સહેલિયાં (૧૯૬૪) - પંજાબી ફિલ્મ - એસ મદન - નક્શ લ્યાલપુરી

ગીતમાં @4.28 પર અખિયાં સખી અખિયાં લડી અને એક ચુતુર નાર જેવાં ગીતોના મુખડા પૅરોડી તરીકે પ્રયોગ કરાયા છે

આ ઉપરાંત આ ફિલ્મમાં એક તો આખું ગીત જ પૅરોડી તરીકે મૂકાયું છે:

બહુત શુકરીયા બડી મહેરબાની 

આટલેથી સંતોષ હવે થાય એમ નથી. આગળ ખોળતાં રફી અને સુમન કલ્યાણપુરનાં બે યુગલ ગીતો પણ સાંભળવા મળે છે

સોહિણીયે તૂ ના મૉડી મુંચ


કેહદી ગલ્લોં રસિયાને


હિંદી ફિલ્મના સુજ્ઞ ચાહકોને એસ મદનનું 'બટવારા' (૧૯૬૪)નું આ ગીત તો યાદ આવી જ ગયું હશે:

યે રાત યે ફિઝાએં ફિર આયેના આયે આઓ શમા બુઝા કર આજ હમ દિલ જલાયે


આ ફિલ્મમાં પણ રફીને પોતાની શૈલીને માફક એવું એક ગીત પણ ગાવાની તક મળી ગઈ હતી :

યે કૈસી દિવાર હૈ દુનિયા


હિંદી ફિલ્મોનાં વીન્ટેજ અને સુવર્ણ યુગનાં ગીતોને લગતા લેખોના નવા નવા સ્ત્રોત વિષે આપનાં સૂચનો વડે આપણા આ દરેકને વધારે સમૃધ્ધ બનાવવામાં આપનો સહકાર મળતો રહેશે તેવી આશા સાથે....

No comments: