Saturday, September 30, 2017

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૯_૨૦૧૭હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ -  _૨૦૧૭ બ્લૉગૉત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
'૫૦-૬૦'ના દાયકામાં જેમની આગવી ઓળખ હતી એવાં અભિનેત્રી શકીલાનું ૨૦ સપ્ટેમ્બર,૨૦૧૭ના રોજ મુંબઈમાં ૮૨ વર્ષની વયે અવસાન થયું. એમની યાદને તાજી કરતા લેખોથી આપણે આજનો આ અંક શરૂ કરીશું.
Actress Shakila dies of heart attack: 5 songs that will remind you of 'the fairy queen of Indian fantasies'  - Ankita Mehta - શકીલા '૫૦-'૬૦ના દાયકાની ટોચની હીરોઈનોમાં ગણના પામતાં હતાં. ગુરુ દત્ત સાથે તેમણે આર પાર (૧૯૫૪), દેવ આનંદ સાથે સી આઈ ડી (૧૯૫૬), રાજ કપૂર સાથે શ્રીમાન સત્યવાદી (૧૯૬૦), શમ્મી કપૂર સાથે ચાઈના ટાઉન (૧૯૬૨) અને સુનીલ દત્ત સાથે પૉસ્ટ બોક્ષ નં. ૯૯૯માં કામ કર્યું હતું.


Shakila, the star of ‘Aar Paar’ and ‘CID’ dies at the age of 82 - ગુરુ દત્તની આર પાર (૧૯૫૪)ની  અઢળક સફળતા પહેલાં શકીલા બાળકલાકાર તરીકે ૧૯૫૦માં ફિલ્મના પર્દા પર કદમ રાખી ચૂક્યાં હતાં. તેમનો જન્મ ૧ જાન્યુઆરી, ૧૯૩૫માં બાદશાહ બેગમ તરીકે થયો હતો. તેમને ફિલ્મની દુનિયામાં દાખલ કરાવ્યાં તેમનાં ફોઈએ, જે તેમની બીજી બે બહેનિ નૂર અને નસરીનની કારકીર્દીનું પણ વ્યવસ્થાપન કરતાં હતાં. શકીલાની શરૂઆતની ફિલ્મો હતી - દાસ્તાન (૧૯૫૦), સિમ્દબાદ ધ સેઈલર (૧૯૫૨), રાજરાની દમયંતિ (૧૯૫૨), આગોશ (૧૯૫૩), શહેનશાહ (૧૯૫૩), રાજમહલ (૧૯૫૩) અને અરમાન (૧૯૫૩).
વેબ ગુર્જરી પર હરીશ રઘુવંશીનો "ઈન્હેં ના ભૂલાના" શ્રેણીનો લેખ "બાબુજી ધીરે ચલનાઃ શકીલા" પ્રકાશિત થયેલ છે.
સોનલ પરીખે તેમની જન્મભૂમિ-પ્રવાસીની નિયમિત કોલમ 'રીફ્લેક્ષન'ના ૨૪-૦૯- ૨૦૧૭ના અંકમાં શકીલાને માહિતીપ્રદ લેખ સ્વરૂપે હું અભી મૈં જવાં એ દિલ: શ્વેતશ્યામ યુગની સુંદર અભિનેત્રી શકીલાની ચિરવિદાય માં યાદ કર્યાં છે.
આપણે થોડાં વર્ષો પહેલાં નજર કરીને નલીની ઉચિલે કરેલા તેમના એક ઈન્ટરવ્યુ - Shakila (Shakeela) – Interview - પણ વાંચીશું.લેખિકાનું કહેવું છે કે જ્યાં સુધી કામ કર્યું ત્યાં સુધી શકીલા તેને માણ્યું હતું....હવે તેમને કોઈ ટ્રોફીઓ કે અવૉર્ડ્સનો કોઈ ખપ નથી...ફિલ્મોમાં પાછાં ફરવાનો તેમના માટે સવાલ જ નથી.
હવે આપણે અન્ય અંજલિઓને લગતા લેખો જોઈશું
M.S. Subbulakshmi: The woman who built bridges with her music : મદુરાઈ શન્મુગવદીવુ સુબ્બુલક્ષ્મી - જન્મ ૧૬ સપ્ટેમ્બર, ૧૯૧૬ અને અવસાન ૧૧ ડીસેમ્બર, ૨૦૦૪- કર્ણાટકી સંગીતમાં એક અદ્વિતિય ઘટના બની રહ્યાં.
એમના જન્મ દિવસ પર Seven Contemporary Covers of Songs Once Famously Sung By Noor Jehan
Forgotten Composers Unforgettable Melodies: S Mohinder : હિંદી ફિલ્મના સુવર્ણ યુગના હજૂ આપણા વચ્ચે એવા બે સિતારાઓના જન્મ દિવસને તેમનાં ગીતો દ્વારા યાદ કરાયા છે. સંગીતકાર એસ મોહિન્દર ૯૨ વર્ષના થયા જ્યારે આશા ભોસલે ૮૪ વર્ષનાં. અહીં રજૂ કરાયેલાં ગીતો પૈકી એક ગીત આપણે ફરીથી યાદ કરીએ -
કૌન કહે ઉનસે જા કે અય હૂઝૂર - પાપી (૧૯૫૩) - ગીતકાર સર્શાર સૈલાની 

સપ્ટેમ્બર, ૨૦૧૭ના 'વિસરાતી યાદો..સદા યાદ રહેતાં ગીતો'ના અંકમાં હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં વિસારે પડેલાં ગીતોને યાદ કરેલ છે..
અને હવે અન્ય વિષયો પરના લેખ તરફ વળીએ –
Ten of my favourite ‘imprisoned singer’ songs - જેલમાં કેદી તરીકે, ઘણી વાર તો ઘણા વિપરિત સંજોગોમાં, રહેતાં પાત્રો પણ બહુ જ સ-રસ ગીતો ગાઈ શકવાની શક્તિ પણ એકઠી કરી લેતાં અને તેમને ગીત ગાવા જેટલી છૂટ પણ મળી જતી!
National film archive adds 162 films to its stash - એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ હમણાં મેળવાયેલી આ ફિલ્મોમાંથી ૧૨૫ જેટલી ફિલ્મોની તો મૂળ નેગેટીવ પ્રિન્ટ્સ પણ મળી શકી છે, જેમાં મણિ કૌલની 'ઉસકી રોટી (૧૯૬૯), એસ યુ સન્નીની 'કોહીનૂર' (૧૯૬૦) અને જયંત દેસાઈની, રાજ કપૂર અને નરગીસ અભિનિત 'અંબર' (૧૯૫૨) સામેલ છે.
 OP Nayyar’s influence on other Music Directors - અન્ય સંગીતકારોએ ઓ પી નય્યરની અસર હેઠળ રચેલાં ગીતોનો એક પ્રતિનિધિ પરિચય રવિન્દ્ર કેળકર આ લેખમાં કરાવે છે. આવાં ગીતોને તેઓ ત્રણ કક્ષામાં વર્ગીકૃત કરે છે:
૧) ઓપીની શૈલીમાં ઈચ્છાપૂર્વક રચાયેલાં ગીતો
૨) નિર્માતા / વિતરકના દબાણમાં ઓપીની શૈલી અનુસાર રચાયેલાં ગીતો
3) ઓપીને સ્પર્ધામાં હટાવી દેવા માટે તેમની શૈલીમાં રચાયેલાં ગીતો
Conversations over Chai પર ત્રણ આત્મકથાઓની સમીક્ષા રજૂ કરાઈ છે :

  • To Her, With Love મીના કુમારીની The Classic Biography of Meena Kumari’
  • No Holds Barredઋષિ કપૂરની Khullam Khulla
  • To the Movies Bornઆશા પારેખની ‘The Hit Girl’, જેના સહલેખક ખાલિદ મોહમ્મદ છે.

Hindi Songs With Whistling માં એવાં ગીતોની યાદી રજૂ કરાઈ છે જેમાં સિસોટી મહત્ત્વનું અંગ હોય છે. ક્યારેક તો આ સિસોટી ગીતની પહેચાન પણ બની રહી છે. આ ગીતોની યાદી એવાં ગીતો નથી સમાવાયાં જેમાં વ્હીસલીંગ બહુ થોડી વાર માટે જ પ્રયોગ કરાયું છે, જેમકે 'ખામોશી'નું તુમ પૂકાર લો.
A Jitendra Arya exhibition captures a budding film industry and a changing nation - Damini Kulkarni -  જિતેન્દ્ર આર્યનાં બેધડક અને આત્મીય ચિત્રો આજે પણ તેમના ચાહકો ભૂલ્યાં નથી. તેમણે એમ એફ હુસૈન, રવિ શંકર, દિલીપ કુમાર જેવી જાણિતી હસ્તીઓને કેમેરામાં કંડાર્યા છે તો બ્રિટિશ નોબેલ પારિતોષિક વિજેતા બર્ટાન્ડ રસ્સેલ, કે ક્લેમેન્ટ એટલી કે ગ્રેસ કેલી જેવી આંતરરાષ્ટ્રીય ખ્યાત વ્યક્તિઓને પણ કચકડે પેશ કર્યાં છે. જિતેન્દ્ર આર્યની પોર્ટ્રેટ વિષયની નિપૂણતા ૨૦મી સદીના શ્રેષ્ઠ ફોટોગ્રાફરો પૈકી તેમની દરેક વિષય પરની નિપુણતા માટે ખ્યાત યુસુફ કાર્શ સાથે સરખામણી થાય છે.
Teesri Kasam – A Story of Love That Meandered to its Dead End - હિંદી લેખક ફણિશ્વર નાથ રેણુની મારે ગયે ગુલ્ફામનાં શૈલેન્દ્ર દ્વારા નિર્મિત ફિલ્મસંસ્કરણનું નામ તીસરી કસમ રખાયું હતું, પણ બન્ને નામ પોતપોતાનાં ફોર્મેટમાં ક્લાસિક મનાય છે. તીસરી કસમને ટિકિટ બારી પર જે કંઈ સફળતા મળી તે જોવા શૈલેન્દ્ર રહ્યા નહોતા. વિજય કુમાર બન્ને ફોર્મૅટ વચ્ચેનાં સરખાપણાં અને તફાવતોની ચર્ચા કરે છે. અહીં તેમને તીસરી કસમનાં પાંચ ગીતોની સ્તરોસ્તર છણાવટ કરીને તેમાં વણી લેવાયેલ દૂરનાં ગામડાઓમાં વસતી ગ્રામીણ નારીની વ્યથાઓને વાચકો સમક્ષ રજૂ કરેલ છે.
Duet Songs with ‘Two Moods’માં એક જ ગીતમાં બે અલગ મૂડ હોય તેવાં યુગલ ગીતો રજૂ કરાયાં છે. મોટા ભાગે આ પ્રકારના પ્રયોગો ખુશી અને દુઃખના ભાવોને એક સાથે રજૂ કરવા માટે થતા જોવા મળે છે.
સોંગ્સ ઑવ યોરની Best songs of year  શ્રેણીની સફરમાં આપણે ૧૯૪૮નાં જાણીતાં અને ઓછાં જાણીતાં ગીતોની સફર ના પુરૂષ સૉલો ગીતોના પડાવે લીધેલા વિશ્રામને મને સૌથી વધારે ગમેલાં પુરુષ સૉલો ગીતોરૂપે ચર્ચાને એરણે લીધા પછી સોંગ્સ ઑફ યૉર પર પણ ૧૯૪૮નાં વર્ષનાં પુરુષ સૉલો ગીતો વિષે લેખકનાં પોતાનાં તેમજ વાચકોનો મંતવ્યોની સમીક્ષાને Best songs of 1948 songs: Wrap Up 1માં ચર્ચાના સમાપન રૂપે રજૂ કરાઈ છે. ૧૯૪૮ના શ્રેષ્ઠ પુરુષ ગાયક તરીકે મૂકેશની વરણી ગાયે જા ગીત મિલનકે અથવા કભી દિલ દિલસે ટકરાતા તો હોતા એ ગીતો માટે કરાઈ છે. સ્ત્રી સૉલો ગીતોના બીજા પડાવની સફર ચાલુ કરી છે, જેમાં સુરૈયા અને ગીતા રૉયનાં સૉલો ગીતોનો પહેલો હપ્તો સાંભળ્યા બાદ હવે આપણે ગીતા રોયનાં સૉલો ગીતોનો બીજો અને ત્રીજો ભાગ પણ સાંભળ્યો છે..
અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ'  કોલમના સપ્ટેમ્બર, ૨૦૧૭ના લેખો:


'ગુજરાત સમાચાર'માં દર શુક્ર્વારે પ્રકાશિત થતી કોલમ 'સિને મેજિક' નું ગુજરાત સમાચારની વેબ સાઈટ પર થોડા સમયસુધી અનિયમિત અપડેટ થયા પછીથી હવે ફરીથી નિયમિત થતી જોવા મળી રહી છે.અજિત પોપટ હાલમાં જી. એસ. કોહલીનાં સંગીત વિષેની શૃંખલા રજૂ કરી રહ્યા છે. સપ્ટેમ્બર, ૨૦૧૭માં રજૂ થયેલ લેખો નીચે લેખનાં શીર્ષક પર ક્લિક કરવાથી વાંચી શકાશે / ડાઉનલોડ કરી શકાશે.....


અને મહિના છેલ્લા શુક્રવારના યુવા પેઢી માટેના તેમના લેખો:

પહેલી નહીં, બીજી ફિલ્મથી ઊંચકાયા તો એવા ઊંચકાયા કે પૂછો ન વાત..
ધૂમનાં ગીતોએ ખરેખર પ્રીતમના નામની ધૂમ મચાવી...


સપ્ટેમ્બર, ૨૦૧૭માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:
એક ગીતનાં અનેક સ્વરૂપ – ૬ – સ્ત્રી સ્વરનાં સૉલો ગીતનું યુગલ કે કોરસ વર્ઝન [૧]
ફિલ્મીગીતો અને શહેર
બંદિશ એક રૂપ અનેક :(૩૫) "વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઈ"
ફિલ્મી ગીતો અને ઘર
આજના આપણા આ બ્લૉગોત્સ્વના આ અંકના સમાપનની શરૂઆતમાં મોહમ્મદ રફીએ શકીલા દ્વારા પરદા પર અભિનિત પાત્રો માટેનાં બે બહુ જાણીતાં ગીતો પસંદ કરેલ છે.
જિતની હસીન હો તૂમ ઉતની હી બેવફા હો - મંગુ દાદા (૧૯૭૦)- સી અર્જુન - અખ્તર રોમાની

છેડા જો દિલ કા ફસાના હસા જોર સે ક્યોં જમાના અલ્લા જાને મૌલા જાને - નકલી નવાબ (૧૯૬૨) - બાબુલ - રાજા મહેંદી અલી ખાન 

અને અંતમાં મોહમ્મદ રફી પરનાં એક પુસ્તકની સમીક્ષા: : Sujata Dev’s ‘Mohammed Rafi: Golden Voice of the Silver Screen
હિંદી ફિલ્મોનાં વીન્ટેજ અને સુવર્ણ યુગનાં ગીતોને લગતા લેખોના નવા નવ સ્ત્રોત વિષે આપનાં સૂચનો વડે આપણા આ દરેકને વધારે સમૃધ્ધ બનાવવામાં આપનો સહકાર મળતો રહેશે તેવી આશા સાથે....

No comments: