૧૯૪૮માં પણ શમશાદ બેગમનું પાર્શ્વગાયિકા તરીકેનું સ્થાન તેમણે ગાયેલાં ગીતોની સંખ્યા, સંગીતકારો અને ગીતોના વિષય અને ભાવનાં વૈવિધ્ય જેવાં અનેક પરિમાણોની એરણે પણ ખાસ્સું મહત્ત્વનું તો જણાય છે. જોકે ગીતા રોયનાં સૉલો ગીતો બાબતે મને જોવા મળ્યું હતું એમ શમશાદ બેગમનાં પણ આ વર્ષનાં સૉલો ગીતોની બાબતે જણાઈ રહ્યું છે - ન સાંભળેલાં ગીતોનું પ્રમાણ ઘણું જ વધારે છે.
વધારે કંઇ તારણ બાંધ્યા પહેલાં તેમનાં આ વર્ષનાં સૉલો ગીતોને પહેલાં સાંભળીએ -
૧૯૪૮નાં શમશાદ બેગમનાં ગીતો પણ એકથી વધારે પૉસ્ટમાં વહેંચી નાખવાં પડશે એ તો નિશ્ચિત જ છે.
આ ભાગમાં કક્કાવાર જતાં શરૂઆતની ફિલ્મોનાં ગીતો આજે પણ યાદ છે અને સાંભળવાં પણ બહુ જ ગમે છે. એટલે આ પૉસ્ટ પૂરતું 'બહુ જાણીતાં થયેલાં ગીતો' અને 'ઓછાં સાંભળેલાં ગીતો'એમ બે ભાગ પાડ્યા છે, પણ શમશાદ બેગમનાં સૉલો ગીતોમાં હવે પછી એ શક્ય બનશે કે કેમ તે તો આગળ પરનાં ગીતો સાંભળ્યા પછી જ ખબર પડે.
બહુ જાણીતાં થયેલાં ગીતો
કાહે કોયલ શોર મચાયે રે મોહે અપના કૉઇ યાદ આયે રે - આગ - રામ ગાંગુલી - બહ્જ઼ાદ લખનવી
ઓછાં સાંભળેલાં ગીતો
દિલ તૂટા જી છૂટ ગયા કિસ્મતને મીટા કર રખ દીયા - આગ - રામ ગાંગુલી - બહ્જ઼ાદ લખનવી
કૈસે આંખોં સે છૂપા કે, આ ગયે તૂમ દિલમેં - અન્જુમન - બુલો સી રાની - મજરૂહ સુલ્તાનપુરી
ઓ દૂર બસે મોરે સજના, પાસ ચલે આ - એક ઔર ઔરત - ગોપેન મલ્લીક, હરબખ્શ સિંઘ - બી આર શર્મા
હવે પછીના અંકમાં શમશાદ બેગમનાં ૧૯૪૮નાં સૉલો ગીતોની સફર ચાલુ રાખીશું.
No comments:
Post a Comment