Tuesday, December 31, 2019

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - ૧૨_૨૦૧૯


હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ -  ૧૨_૨૦૧૯ બ્લૉગોત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
Shriram Lagoo (1927-2019): Acting legend and rationalist leaves behind a rich and complex legacy - Damini Kulkarni - રંગમંચ અને રૂપેરી પર્દાના એક બહુ જ સશકત ચરિત્ર અભિનેતાએ ૯૨ વર્ષની વયે ૧૭-૧૨-૨૦૧૯ના રોજ પુણેમાં આખરી વિદાય લીધી.

ડો. શ્રીરામ લાગુ - નાટકના જીવ, ફિલ્મોના પ્રેમી - આશિષ ભીન્ડે - ૪૨ વર્ષની વયે વ્યવસાયી ડૉક્ટર તરીકેની કારકીર્દી છોડીને પૂર્ણ સમય માટે અભિનયમાં ઝંપલાવવાનું પસંદ કર્યું...મરાઠી રંગભૂમિ બાદ મરાઠી ફિલ્મોમાં ડૉ. લાગુ જામવા માંડ્યા. વ્હી. શાંતારામની 'પીંજરા'માં સિધ્ધાંતવાદી માસ્તરની ભૂમિકા ભજવ્યા બાદ જબ્બાર પટેલની પહેલી ફિલ્મ 'સામના'માં ગાંધીવાદી શરાબી માસ્તરનૂ ભૂમિકા તેમણે ભજવી. કાંતિ મડીયાનાં ગુજરાતી નાટક 'કોફીનો એક કપ'માં પણ તેમણે સફળ ભૂમિકા નીભાવી હતી.
આ સાથે 'તબ્બસુમ ટૉકીઝ' કાર્યક્રમમાં ડૉ> શ્રીરામ લાગુ વિશેના એપિસોડ -The Legend of Dr Shriram Lagoo -ની પણ યાદ આવે છે.
A boy called Yusuf - ઓળખના અસ્તિત્વ પરની આજકાલ ચાલી રહેલ ચર્ચા વિશે ૯૭ વર્ષનો આંડો પાર કરી રહેલા દિલીપ કુમારને શું કહેવાનું હશે?
નૌશાદની શતાબ્દી જન્મ તિથિ (૨૫ -૧૨-૧૯૧૯) સબબ તેમને અંજલિ આપતાં ગીતો, Ten of my favourite Naushad Songsમાં  યાદ કરાયાં છે.
Dharmendra and Sharmila Tagore: Exploring the silver screen journey of two beautiful stars - એક જ દિવસે જન્મ દિવસની સાથે સાથે બન્ને કલાકારો વચ્ચે પર્દા પર પણ એકસુત્રતા બની રહી.
Happy Birthday Dharmendra and Sharmila Tagore! - Subhash K Jhaએ ધર્મેન્દ્ર - શર્મિલા ટાગોરની જોડીની આઠ ફિલ્મોને યાદ કરી છે. એ ફિલ્મો છે - અનુપમા (૧૯૬૬), દેવર (૧૯૬૬), સત્યકામ (૧૯૬૯), યકીન (૧૯૬૯), મેરે હમદમ મેરે દોસ્ત ((૧૯૬૮), ચુપકે ચુપકે (૧૯૭૫) અને સન્ની (૧૯૮૪).
વધારાનું વાંચન –
Shailendra — the Leftist poet and Dalit genius whose lyrics define beauty of simplicity - ૧૪ ડિસેમ્બરે શૈલેન્દ્રની ૫૩મી પુણ્યતિથિ હતી. પ્રસિદ્ધિની ટોચ પર પહોંચ્યા છતાં પણ શૈલેન્દ્રનો લોકોની લાગણીઓ સાથેનો સંપર્ક જીવંત રહ્યો હતો.
From Hindi film music to raga-based symphonies, the remarkable journey of Anthony Gonsalves - Naresh Fernandes - એન્થની ગોન્સાલ્વેઝની જાન્યુઆરી ૧૮ના રોજ  પુણ્યતિથિ છે, પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીતની સાથે તેમણે ગોવાનાં સંગીતનાં માધુર્યને હિંદી ફિલ્મ સંગીતમાં વણી લેવાનું અદ્‍ભૂત કામ કર્યું છે. (૧૮-૧-૨૦૧૭ના રોજ પ્રસિધ્ધ થયેલ લેખનો અત્રે પુનઃસંદર્ભ લીધો છે.)
Geeta Dutt – The Artist and Her Art - ગીતા દત્ત કલાત્મક સ્ફુરણાને કલાકારની અંદરના સર્જકની દૈવી આગ કહે છે.આ આગ જ તેને કળાનાં ઉત્કૃષ્ટ નિરૂપણની ખોજ તરફ પ્રચંડ જોશથી ધકેલે છે. તકનીકની સીમાઓને પાર લઈ જતી ગીતા દત્તની કળા અને તેમનાં કળાજીવનનેને સૌનક ગુપ્તા અંજલિ આપે છે.

The Legends: Geeta Dutt માં ગીતા દત્તે અલગ અલગ સંગીતકાર માટે ગાયેલાં કેટલાંક ચુંટેલાં ગીતોને યાદ કરાયાં છે. જે પૈકી કેટલાં અહીં પણ રજૂ કર્યાં છે -

આ યાદીમાં મેં કરીબ આઓ ન તડપાઓ - લવ મેરેજ (૧૯૫૯) સંગીતકાર: શંકર જયકિશન – ગીતકાર: શૈલેન્દ્ર - ઉમેર્યું છે.
The Legends: Geeta Dutt - Part 2 માં ગીતા દત્તનાં ઓછાં સાંભળવા મળતાં યુગલ ગીતોને યાદ કરાયાં છે, જેમાંથી કેટલાંક યુગલ ગીત અહીં રજૂ કરેલ છે -
  • લખનૌ ચલો અબ રાની - ગી એમ દુર્રાની સાથે - સંસાર (૧૯૫૧) – સંગીતકાર: કે શંકર શાસ્ત્રી / બી એસ કલ્લા – ગીતકાર: પંડિત ઈન્દ્ર
  • ઓ હસીના સંભલ સંભલ કે ચલ - ચીતળકર સાથે - સાક઼ી ૯૧૯૫૨) – સંગીતકાર: સી રામચંદ્ર
  • નઝદીક ન આના - એસ ડી બાતિશ સાથે - બહુ બેટી (૧૯૫૨) – સંગીતકાર: એસ ડી બાતિશ – ગીતકાર: કૈફી આઝમી
  • યે શોખ અદા યે મસ્ત ફિઝા - શમિન્દર સથે - સન ઑફ અલીબાબા (૧૯૫૫) સંગીતકાર: શાર્દુલ ક્વાત્રા – ગીતકાર: પ્રેમ ધવન

Raah Bani Khud Manzil – The Lingering Effect of Hemant Kumar - Part 1 - ગાયક અને સંગીતકાર હેમંત કુમારને અંજલિ આપતાં વાસંતી લિમયે યાદ કરે છે કે હેમંત કુમારનાં સંગીતનું એક ચોક્કસ સ્થાન હતું જેમં તેમના સ્વરના જાદૂ વડે શ્રોતાને વશીકરણ અનુભવાતું.  Part II માં, તેમનાં નોંધપાત્ર ગીતો અને તેમનાં હિંદી ફિલ્મ સંગીતનાં યોગદાનને યાદ કરેલ છે.
૧૯૬૧માં યુવાન આર ડી બર્મન સાથે  ગીતા દત્ત અને હેમંત કુમાર રીહર્સલ કરતાં - ફોટો એસ એમ એમ અસૌજા[1]
Golden Era of Bollywood પર શૈલેન્દ્ર શર્માએ આટલી પૉસ્ટ્સ મૂકી છે :
સંગીતકાર રવિ પરની શ્રેણીમાં સોંગ્સ ઑફ યોર : Ravi’s ‘other’ female playback singer: Lata Mangeshkar અને Ravi’s many-splendoured genius with the ‘other’ singers   માં તેમનાં સંગીતનાં બીજાં બે પાસાં રજૂ કર્યાં છે.
Bollywood stars who died penniless  - એક સમયના બહુ સન્માનીય તેમ જ લોકપ્રિય (અને સમૃધ્ધ) કલાકારોમાંથી અહીં ચંદ્ર મોહન, માસ્ટર ભગવાન, ભારત ભુષણ, એ કે હંગલ, સુલોચના (રૂબી મૅયર્સ), કક્કૂ (મોરે), અચલા સચદેવ, વિમી, નલીની જયવંત, પરવીન બાબી જેવાં કળાકારોને યાદ કરાયાં છે.
“Yeh Chaman Hamara Apna Hai” - Sulochna Latkar - પ્રસિધ્ધિથી દૂર, જુલાઈમાં ૯૦ના દાયકાં પ્રવેશી ચૂકેલાં સુલોચના લાટકર મુંબઈમાં સિધ્ધિ વિનાયક મંદિર પાસે રહે છે. તેમની સાથે માસ્ટર રોમી પર ફિલ્માવાયેલું ગીત યે ચમન હમારા અપના હૈ (અબ દિલ્લી દૂર નહીં)માં તેમની યાદ તેમના ચાહકોને સદા યાદ રહે છે.
તે પછી સંગીતકાર સાથેની પહેલી ફિલ્મનું મોહમ્મદ રફીનું સૉલો ગીત : ૧૯૬૨ - ૧૯૬૩ માં ચોથા પંચવર્ષીય  ખંડને પૂરો કર્યો છે.
સંગીતકાર સાથેની પહેલી ફિલ્મનું મોહમ્મદ રફીનું સૉલો ગીત -૧૯૫૯-૧૯૬૩ પર ક્લિક કરવાથી ચોથા પંચવર્ષીય સમયખંડના ત્રણેય ભાગ એક સાથે વાંચી / ડાઉનલોડ કરી શકાય છે.
હવે અન્ય વિષય પરના લેખ  /પોસ્ટ્સની મુલાકાત લઈએ
વહીદા રહેમાન : અભી તો મૈં જવાન હૂં -  ભાવના સોમૈયા - વહીદા રહેમાન ફોટોગ્રાફી કરે છે. હા, તમે બરાબર વાંચ્યું છે. લગભગ પાંચ દાયકાથી વધારે સક્રિય આ સેન્સેશનલ અભિનેત્રી વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર છે.
સંગીતકાર નૌશાદની એ નમ્રતા કેમ કરીને ભૂલાય ? - અજિત પોપટ - વાત 1992ના ફેબ્રુઆરીની છે. પંચાવન સાઠ વર્ષની કારકિર્દીમાં માત્ર 60-65 ફિલ્મોમાં યાદગાર સંગીત સર્જનારા સંગીતકાર નૌશાદના જીવનનાં સભારણાં લખવાની તક મળી… અમે નૌશાદ સાહેબને શાલ ઓઢાડવાનો એક પ્રોગ્રામ નક્કી કર્યો હતો. પરંતુ નૌશાદ સાહેબે અમને આશ્ચર્યનો અનુભવ કરાવ્યો. નૌશાદ સાહેબ અને ગોપાલભાઇએ મંચ પર પુસ્તકના લેખક તરીકે મને શાલ ઓઢાડી દીધી... મારી આંખના ખૂણા ભીના થઇ ગયા... આટલો મોટો સંગીતકાર આ રીતે નમ્રતા વ્યક્ત કરે !
Shades of The Moonમાં એવાં ગીતોને યાદ કરાયાં છે જેમાં ચંદ્રને કોઈ કામ માટે સીધો સંદેશ અપાયો હોય, જેમકે - ચંદ્રમા જા ઉનસે કહ દે - ભરત મિલન (૧૯૬૫) - લતા મંગેશકર અને મહેન્દ્ર કપૂર - સંગીતકાર વસંત દેસાઈ - ગીતકાર ભરત વ્યાસ ; ચંદા જા ચંદા જા રે જા - મન મૌજી (૧૯૬૪) - લતા મંગેશકર - સંગીતકાર મદન મોહન - ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ
Short review – F-Rated: Being a Woman Filmmaker in India - નંદીતા દત્તાનાં તાજેતરમં પ્રકાશિત
થયેલ પુસ્તક - એફ રેટૅડ - બીઈંગ અ વુમન ફિલ્મમેકર ઈન ઈન્ડિયા - માં વ્યક્તિગત ચર્ચાની સથે સિનેમાને લગતાં અલંકારો, વહેણો અને દર્શ વરગની પસંદ જેવા વિવિધ વિષયોને સમાવી લેવાયા છે. પુસ્તકની રચના ફિલ્મ જગતની અપર્ણા સેન,અને મીરા નાયરથી લઈને અલંકૃતા શ્રીવાસ્તવ અને નંદિતા દાસ સુધીની મહત્ત્વની હસ્તીઓ સાથે ઈન્ટરવ્યુ તેમજ રેખાંકનોનાં સ્વરૂપમાં કરાઈ છે, જેના વડે તેમની પસંદગીનાં થીમ અને કાર્ય શૈલીઓ, તેમની સામે વ્યાવસાયિક અને કૌટુંબીક જીવનના કે માતાપિતા તરીકેની જવાબ્દારીઓના, પોતાના વિષે થતી વધારે પડતી ચોવટ કે દેખીતાં વડપણ કે લૈંગિક ત્રાસ સુદ્ધાંના આવેલા પડકારો જેવી બાબતો આવરી લેવાઈ છે.
Ten of my favourite ‘recording studio’ songs માં રેડીઓ કે આલ્બમ કે એવાં કૉઇ પણ રેકોર્ડીંગ માટે સ્ટુડીઓમાં ગવાતાં ગીતોના વિષય પરનાં ગીતોને રજૂ કરાયાં છે, જેમાંથી કેટલાંક ઓછાં સાંભળેલાં ગીતોને અહીં યાદ કર્યાં છે

ગ્લેમરના સિક્કાની બે બાજુ - ઝળહળાટ અને રઝળપાટ - સોનલ પરીખ - અભિનેત્રીઓની રીયલ લાઈફ તેમની રીલ લાઈફમાં કરતાં જરા ય ઓછી રોમાંચક કે કરૂણ નથી હોતી. તાજેતરમાં ૨૦૧૯ના ૬૬મા નેશન એવોર્ડ્સ જાહેર થયા. તેમાં તેલુગુ ફિલ્મ 'મહાનટી' (મહન્તી)ને ત્રણ એવોર્ડ મળ્યા.આ ફિલ્મ દક્ષિણ ભારતની પ્રસિધ્ધ અભિનેત્રી સાવિત્રી ગારુની બાપ્યોલિક છે. સાવિત્રી એટલે ગ્લેમર વિશ્વના ઝળહળાટ અને રઝળપાટનો સરવાળો.
સોંગ્સ ઓફ યોરની Best songs of 1946: And the winners are? ના. અનુસંધાને ૧૯૪૬નાં યુગલ ગીતોની ચર્ચાનાં તારણમાં સોંગ્સ ઑફ યોર દ્વારા આવાઝ દે કહાં હૈ (સુરેન્દ્ર અને નુરજહાં; અનમોલ ઘડી) અને એક યાદ કિસીકી યાદ રહી (જી એમ દુર્રાની અને શમશાદ બેગમ; શમા)ને ૧૯૪૬નાં વર્ષ માટે જોડીયાં વિજેતા જાહેર કર્યાં છે.
નોંધ - ૧૯૪૬નાં યુગલ ગીતોની ચર્ચાની અલગ અલગ પ્રકાશિત પૉસ્ટ્સ ચર્ચાની એરણે : ૧૯૪૬નાં યુગલ ગીતો પર ક્લિક કરવાથી એક સાથે વાંચી/ડાઉનલોડ કરી શકાશે.
૧૯૪૬નાં ગીતોની ચર્ચાનાં સમાપનમાં સોંગ્સ ઑફ યોર દ્વારા નૌશાદને ૧૯૪૬ માટેના શ્રેષ્ઠ સંગીતકાર જાહેર કરવાની સાથે સાથે ગુલામ હૈદર અને હંસરાજ બહલનાં સંગીતનો પણ ખાસ ઉલ્લેખ કરાયો છે.
નોંધ - ૧૯૪૬નાં ગીતોની ચર્ચાની અલગ અલગ પ્રકાશિત પૉસ્ટ્સ ચર્ચાની એરણે : ૧૯૪૬નાં ગીતો પર ક્લિક કરવાથી એક સાથે વાંચી/ડાઉનલોડ કરી શકાશે.
અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ'  કોલમના ડિસેમ્બર ૨૦૧૯ના લેખો:


સોનલ પરીખ 'જન્મભૂમિ'ની 'મલ્ટિપ્લેક્ષ' પૂર્તિમાં કોઈ એક ગીતને લઈને 'છૂ કર મેરે મન કો' કોલમ કોલમના ડિસેમ્બર ૨૦૧૯ના લેખો.:




'ગુજરાત સમાચાર'માં દર શુક્રવારે પ્રકાશિત થતી શ્રી અજિત પોપટની કોલમ 'સિને મેજિક'માં ડિસેમ્બર, ૨૦૧૯માં હિંદી ફિલ્મ જગતની સંગીતકાર જોડી શંકર જયકિશન પરની શ્રેણી આગળ ધપી રહી છે
ડિસેમ્બર, ૨૦૧૯માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:

'પ્રથમ હરોળના અભિનેતાઓ માટેનાં મન્નાડેનાં ગીતો' લેખમાળાના સાતે સાત મણકા એકી સાથે વાંચવા / ડાઉન લોડ કરવા હાયપર લિંક પર ક્લિક કરો.
વેબ ગુર્જરીપર હિંદી ફિલ્મોનાં ટાઈટલ સંગીત પરટાઈટલ મ્યુઝીકસૂરાવલિસિનેમા અને સંભારણાંના થીમ પરની શ્રેણીમાં  ડિસેમ્બર ૨૦૧૯માં (૨૩) – સદમા (૧૯૮૩) અને (૨૪) – છોટી બહન (૧૯૫૯)ની વાત કરવામાં આવી છે.
શ્રી ભગવાન થાવરાણીની પણ 'હુસ્ન પહાડીકા' શીર્ષક હેઠળ પહાડી રાગ પરનાં ગીતોનો આસ્વાદ કરાવતી શ્રેણી વેબ ગુર્જરી પર શરૂ થઈ છે. ડિસેમ્બર, ૨૦૧૯માં તેના બે મણકા ૧૯- ‘નવા’ સંગીતકારો રવીંદ્ર જૈન, રામ-લક્ષ્મણ, રાજેશ રોશન અને શિવ-હરિ રચિત એક – એક પહાડી રચના અને ૨૦ – રવિની કેટલીક વધારે પહાડી રચનાઓ  પ્રકાશિત થયા છે.
આપણા આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ.
લગી હૈ આગ દિલમેં - હલચલ (૧૯૫૧) - લતા મંગેશકર સાથે – સંગીતકાર: મોહમ્મદ સફી – ગીતકાર: ખુમાર બારાબંક઼્વી
 
મૈં ભી જવાન તુ ભી જવાન - દો દુલ્હે (૧૯૫૫) - ગીતા દત્ત સાથે – સંગીતકાર: બી એસ કલ્લા – ગીતકાર: પંડિત ઈન્દ્ર

ઝરા સી બાત પ્યાર કી ઝુબાં સે નીકલ ગયી - સલામ મેમસાબ (૧૯૬૧) - સુમન કલ્યાણપુર સાથે – સંગીતકાર: - રવિ – ગીતકાર:  અસદ ભોપાલી

સુધ બીખર ગયી આજ - સંગીત સમ્રાટ તાન્સેન (૧૯૬૨) - મન્ના ડે સાથે – સંગીતકાર: એસ એન ત્રિપાઠી – ગીતકાર: શૈલેન્દ્ર

ઘર તુમ ભુલા ન દોગે સપને યે સચ હોંગે - યકીન (૧૯૬૯) – સંગીતકાર: શંકર જયકિશન – ગીતકાર: હસરત જયપુરી [અને લતા મંગેશકરનું જોડીયું ગીત]


૨૦૧૯ના છેલ્લા દિવસે, બ્લૉગોત્સ્વના ૨૦૧૯ ના આ છેલ્લા હપ્તાની સમાપ્તિ સાથે આપણે ૨૦૨૦ની નવી સાલની શરૂઆત ભણી જ્યારે આપણી દૃષ્ટિ કેન્દ્રીત કરી રહ્યાં છીએ ત્યારે ૨૦૨૦નાં વર્ષનાં ફળદાયી પરિણામોના સંગીતમય ધ્વનિથી તમારૂં સૌનું વર્ષ ગૂંજતું રહે તેવી શુભેચ્છાઓ….
હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - ૨૦૧૯ના બધા મણકા એકસાથે વાંચવા / ડાઉનલોડ કરવા હયપર લિંક પર ક્લિક કરો.


[1]  આ વિષે વધારે માહિતી Geeta Dutt with newer generation of composersના છેલ્લા ફકરામાં પણ જાણવા મળે છે.

No comments: