Friday, January 31, 2020

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - ૧_૨૦૨૦


હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ -  _૨૦૨૦ બ્લૉગોત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
આજના બ્લૉગોત્સવની શરૂઅત ગયાં વર્ષના અંતની વાત કરતી પૉસ્ટથી કરીશું.
Oh, what a world - વર્ષનો જેમ જેમ અંત આવતો ગયો તેમ તેમ દુનિયાની સ્થિતિ વિશે વિચારવું મુશ્કેલ બનતું ગયું. ૨૦૧૯ના અંતમાં દુનિયાની જે સ્થિતિ જણાય છે તે ૧૯૪૦ /૫૦ના દાયકાઓનાં આ ગીતોમાં બરાબર ઝીલાતી હોય તેવું જણાય છે. ગીતોના દૃષ્ટિકોણનો સમય અલગ છે, પણ આજના સમય સાથે મહદ્ અંશે સુસંગત પણ એટલો જ જણાય છે

નવાં વર્ષનો ઉઘાડ, સોંગ્સ ઑફ યોર દ્વારા Romancing the Route 66માં અમેરિકાનાની યાદોને તાજી કરાઈને કરવામાં આવેલ છે.
અ ઉપરાંત જાન્યુઆરી, ૨૦૨૦ની કેટલીક મહત્ત્વની ઘટનાઓને પણ યાદ કરી લઈએ
૧૪ જાન્યુઆરી, ૨૦૨૦ કવિ કૈફી આઝમીની ૧૦૧મી વર્ષગાંઠ હતી. ઉર્દુ કવિતાને હિંદી ફિલ્મ ગીતોના મુખ્ય પવાહમાં લાવનાર પાયાણાં પરિબળ સમાન કૈફી આઝમીને ગુગલ ડુગલે યાદ કર્યા -


Remembering Kaifi Azmi’s dialogue in verse for the classic Hindi film ‘Heer Raanjha’ -   પ્રગતિશીલ વિચારક અને ગીતકાર કૈફી આઝમીએ 'હીર રાંઝા' (૧૯૭૦)ના સંવાદોને કવિતાનાં સ્વરૂપે રજૂ કરીને પોતાની આગવી છાપ સદાકાળ માટે અંકિત કરી નાખી. હીર અને રાંઝાના મુખ્ય પાત્રોના સંવાદો ઉપરાંત અન્ય સાથી પાત્રોના પણ સંવાદોમાં તેમણે મૂળ વાર્તાની પંજાબી ગ્રામીણ સંસ્કૃતિની પૃષ્ઠભુમિની જમીની સુગંધ બરકરાર રાખી.
હવે અન્ય અંજલિઓને લગતી પૉસ્ટ્સ વાંચીએ –
Mehfil celebrates ‘C Ramchandra’ Month! ની શરૂઆત સી રામચંદ્રએ ચિતળકર નામ હેઠળ પોતે ગાયેલાં ગીતોથી કરવામાં આવી છે. તે પછી, C Ramchandra – The 1940s ,  C Ramchandra – The 50s (Part I) અને C Ramchandra – The 50s (Part II)   વડે સી રામચંદ્રનાં ગીતોની યાદ આગળ ધપતી જાય છે.
Utpal Dutt Today: How would the thespian have fared in the age of Netflix and Chill? - Gautam Chintamani - ઉત્પલ દત્તનાં અવસાનને ૨૬ વર્ષ થયાં. આજના નૅટફ્લિક્ષ જેવાં 'કથાવસ્તુ' અને 'અભિનેતા'ને ઓછા સમય સુધી પર્દા પર યાદ રહેતાં 'સ્ટાર'નાં મહત્ત્વ વડે,  દબાવી દેતાં ઓનલાઈન પ્લેટફોર્મ્સના જમાનામાં ઉત્પલ દત્ત પોતાની તે સમય જેવી આગવી જગ્યા બનાવી શક્યા હોત ?
Flawed Genius - સાહિર લુધ્યાનવી એક સાથે નિષ્ફળ રોમાંચક કલ્પનાકાર, તીક્ષ્ણ ભાવનાશીલ, અત્યંત અહંવાદી, સજ્જન માર્ગદર્શક, પાક્કો મિત્ર જેવાં અનેક પાસાંઓના ધની હતા. અને તે બધાં ઉપરાંત તેઓ ઉત્તમ કવિ અને મહાન ગીતકાર પણ હતા. અક્ષય મનવાનીનું પુસ્તક - Sahir Ludhianvi: The People’s Poet (Harper Collins Publishers India; ISBN: 978-93-5029-733-9; Rs.399; 320 pages -   અવાં અનોખાં વ્યક્તિત્વવાળાં વ્યક્તિના જીવન પર પ્રકાશ નાખે છે.
The World of Javed Akhtar: 124 Rare Exhibits to Celebrate the Legend’s 75th Year  -    Silhouette સામયિક પર્દાની પાછળ જઈને સંગ્રાહકો પ્રદીપ ચંદ્ર અને એસ એમ એમ ઔસજા જોડે  આ સંગ્રહનું પૂર્વદર્શન કરાવે છે.
Golden Era of Bollywood પર શૈલેન્દ્ર શર્માએ આટલી પૉસ્ટ્સ મૂકી છે :
C.I.D. — when Bollywood musical met noir in signature Dev Anand style - Samira Sood - ૧૯૫૬ની રહ્સ્યમય સંગીતપ્રધાન ફિલ્મે આપણને એક સુંદર અને સશક્ત અભિનયક્ષમતાવાળી અભિનેત્રી વહિદા રહેમાન સાથે પરિચિત કર્યાં. '૮૦ના દાયકા પછીનાં કોઈને પણ આ ફિલ્મ વિશે પૂછશો તો એ લોકોને આ ફિલ્મ એટલે યે હૈ બોમ્બે મેરી જાન જરૂર યાદ હશે.
RD Didn’t Get His Due, But He’ll Never Be Forgotten: Asha Bhosle - Khalid Mohamed - ૪ જાન્યુઆરી, ૧૯૯૪ના રોજ આર ડી બર્મન અવસાન પામ્યા. - તેમની સંગીતના જાદુગર તરીકેની ઓળ્ખ તેમનાં મૃત્યુ બાદ, મોડી મોડી, થઈ એ પણ વિધિની કેવી વિચિત્રતા !
જાન્યુઆરી, ૨૦૨૦ના વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો માં જયદેવની તેજસ્વી સંગીત પ્રતિભાનું મૂલ્ય હંમેશાં ઓછું અંકાયું : ૧૯૭૧માં જયદેવનાં 'દો બુંદ પાની', 'રેશ્મા ઔર શેરા', અને 'એક થી રીટા'નાં કેટલાંક ગીતો.ની નોંધ લીધેલ છે.. તેમની સૌથી વધારે સફળ ફિલ્મો સાથે સંકલાયેલો ગણાય તેવાં ૧૯૫૪થી ૧૯૬૩નાં વર્ષોનાં તેમનાં ગીતોની યાદ ૨૦૧૮માં તાજી કર્યા બાદ, ૨૦૧૯માં તેમની ૧૯૬૪થી ૧૯૭૦નાં વર્ષોની ઓછી જાણીતી ફિલ્મોનાં ઓછાં જાણીતાં ગીતોને આપણે યાદ કર્યાં હતાં.
ડૉ.પ્રદીપ શેટ્ટી એક મહત્ત્વની માહિતી ઉમેરી આપે છે - જયદેવે 'સત્યમેવ જયતે'ને પહેલાં કન્નડ ફિલ્મ 'કલ્પવૃક્ષ ૯૧૯૬૯)માં મન્નાડે, અંબર કુમાર અને કૃષ્ણા કલ્લેન સ્વરમાં રેકોર્ડ કર્યું હતું. ગીતના બોલ કુ કુ રા સીતારામ શાસ્ત્રીના હતા. અહીં ગીતનો ભાવ જીવનમાં સત્ય અને પ્રમાણિકતાનાં મહત્ત્વ પર ભાર મૂકે છે.
હવે અન્ય વિષય પરના લેખ  /પોસ્ટ્સની મુલાકાત લઈએ
Smita Patil’s portrayal of a flawed, messy actor in Bhumika is fascinating and powerful - Samira Sood -'ભૂમિકા' શ્યામ બેનેગલની મરાઠી અભિનેત્રી હંસા વાડકરની જીવનકથા પર આધારિત ફિલ્મ હતી. શ્યામ બેનેગલે તેમનાં જીવનની કથા સ્મિતા પાટીલના અભિનય, ગિરિશ કર્નાડ સાથે તેમણે લખેલી  પટકથા અને સત્યદેવ દૂબેના સંવાદો દ્વારા એ જીવનની બેપલક દાસ્તાન સ્વરૂપે રજૂ કરી છે.
Amol Palekar interview: ‘The challenge is always to try something else’ - Nandini Ramnath - 'એંગ્રી યંગ મેન'ના જમાનામાં હિંદી સિનેમાના ભલા ભોળા પાત્રના અભિનેતા તરીકે અમોલ પાલેકરની અનોખી ચાહના હતી. ૨૫ વર્ષ બાદ તેઓ ફરીથી એક નાટક સાથે મંચ પર આવે છે. ફિલ્મના પર્દા પર પાછા આવવા માટે તેમને શું પ્રેરણા પૂરી પાડી શકે?
Surrogate Songs -આ ગીતોનો ઉદ્દેશ્ય પર્દા પર ગીત ગાનાર પાત્રો દ્વારા મુખ્ય પાત્રોના મનમાં ચાલી રહેલા ભાવ પર ધ્યાન કેન્દ્રીત કરવાનો હોય છે. પૉસ્ટમાં રજૂ થયેલ ગીતો પૈકી એક ગીત અહીં લઈને તેના વિષયનો વધારે પરિચય કરીએ –
બીછડે હુયે મિલેંગે ફિર કિસ્મતને ગર મિલા દિયા - પોસ્ટ બોક્ષ નં ૯૯૯ (૧૯૫૯) - મોહમ્મદ રફી, આશા ભોસલે – સંગીતકાર: કલ્યાણજી વીરજી શાહ – ગીતકાર: પી એલ સંતોષી
પોસ્ટ પરની ચર્ચામાં મેં પણ એક ગીત ઉમેર્યું છે -
જાને કહાં ગઈ દિલ મેરા લે ગઈ ગઈ વો - દિલ અપના ઔર પ્રીત પરાઈ (૧૯૬૦) - મોહમ્મદ રફી – સંગીતકાર: શંકર જયકિશન – ગીતકાર: શૈલેન્દ્ર
Night Songs By Shailendra માં સ્વનીલ સાઠે  રાતના જૂદા જૂદા પ્રહરનાં ભાવ વ્ય્કત કરતાં શેલેન્દ્રનાં ગીતોને યાદ કર્યાં છે.
Shabana Azmi is what Sarat Chandra Chattopadhyay thought of when he wrote Swami - Madhavi Pothukuchi - ૯૭૭ની આ ફિલ્મ શરદ ચંદ્રનાં પુસ્તકને ન્યાય કરી શકતી અંજલિ બની રહ્યું હતું. એ સમયના સમાજની સ્ત્રી અને તેની ઇચ્છાઓ અને અંદર પ્રજ્વળતા ક્રોધની પુસ્તકની મૂળ વાત ફિલ્મમાં પણ જીવંત બને છે.
“Essayed Sisyphean roles with effortless ease”દિલીપ કુમાર પરનાં નવાં પુસ્તક - Dilip Kumar: Peerless Icon Inspiring Generations (by Trinetra Bajpai and Anshula Bajpai).
નો પરિચય કરાવે છે.
Chashme Buddoor, aka Saeed Jaffrey, and the art of making a small role fill the screen - Samira Sood - ૧૯૮૧ની હલકી ફુલકી ફિલ્મ 'ચશ્મે બદ્દુર'ની વાર્તાના મુખ્ય પ્રવાહમાં ન હોવા છતાં પણ એટલો જ પ્રભાવ પાડી શકાય તેવું સઈદ જાફ્રી સિધ્ધ કરી બતાવે છે.
ચશ્મે બદ્દુરના સેટ પર સાઈ પરાંજપે અને દીપ્તી નવલ સાથે સઈદ જાફ્રી | Twitter: @FilmHistoryPic
કટોકટી વખતે દેવ આનંદ, કિશોર કુમાર અને મનોજ કુમારને શું શું સહેવું પડ્યું  હતું - આશિષ ભીન્ડે - સંજય ગાંધીના પ્રોપેગેન્ડા માટે જોડાવાની ના પાડવાને કારણે દેવ આનંદની ફિલ્મો દૂરદર્શન પર દર્શાવવાનું બંધ કરાયું અને સરકારી પ્રસાર માધ્યમો પર તેમનો ઉલ્લેખ ન થાય તેવા આદેશો અપાયા હતા. દેવ આનંદની જેમ કિશોર કુમારને પણ સરકારના વીસ સૂત્રી કાર્યક્રમનો પ્રચારની ના કહેવા બદલ ખોફગી વહોરવી પડી હતી. મનોજ કુમારે કટોકટીની તરફેણ કરતી અમૃતા પ્રીતમે લખેલ દસ્તાવેજી ફિલ્મ્નું દિગ્દર્શન કરવાની ઘસીને ના પાડી દીધેલ. તેને પરિણામે તેમની ફિલ્મ 'દસ નંબરી'ની રીલીઝ પર પ્રતિબંધ મૂકાયો હતો. તેમણે તેની સામે અદાલતમાં ધા નાખીને દાદ મેળવી હતી, એ સમયે અદાલતે ચડનારા તેઓ એક માત્ર ફિલ્મ જગતના વ્યવસાયી હતા. કટોકટીનો વિરિધ કરવામાં અન્ય ફિલ્મી હસ્તીઓમાં વ્હી. શાંતારામ, ઉત્તમ કુમાર સત્યજીત રાય. ગુલઝાર, રાજ્કુમારની પણ નોંધ લેવી જોઈએ. એ પછીના સમયમાં ફિલ્મ સ્ટારોએ રાજકારણમાં મોટા પાયે આવવા લાગ્યા.
અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ'  કોલમના જાન્યુઆરી, ૨૦૨૦ ના લેખો:

સોનલ પરીખ 'જન્મભૂમિ'ની 'મલ્ટિપ્લેક્ષ' પૂર્તિમાં કોઈ એક ગીતને લઈને 'છૂ કર મેરે મન કો' કોલમ કોલમના જાન્યુઆરી, ૨૦૨૦ ના લેખો.:


Yesudas (Solo) -  

Yesudas, Anuradha Paudwal (duet) -  




'ગુજરાત સમાચાર'માં દર શુક્રવારે પ્રકાશિત થતી શ્રી અજિત પોપટની કોલમ 'સિને મેજિક'માં જાન્યુઆરી, ૨૦૨૦ માં હિંદી ફિલ્મ જગતની સંગીતકાર જોડી શંકર જયકિશન પરની શ્રેણી આગળ ધપી રહી છે

.જાન્યુઆરી, ૨૦૨૦ માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:

વેબ ગુર્જરીપર હિંદી ફિલ્મોનાં ટાઈટલ સંગીત પરટાઈટલ મ્યુઝીકસૂરાવલિસિનેમા અને સંભારણાંના થીમ પરની શ્રેણીમાં  જાન્યુઆરી, ૨૦૨૦ માં (૨૫) – નાતા (૧૯૫૫) અને (૨૬) – દિલરુબા (૧૯૫૦)ની વાત કરવામાં આવી છે.
શ્રી ભગવાન થાવરાણીની પણ 'હુસ્ન પહાડીકા' શીર્ષક હેઠળ પહાડી રાગ પરનાં ગીતોનો આસ્વાદ કરાવતી શ્રેણી વેબ ગુર્જરી પર શરૂ થઈ છે. જાન્યુઆરી, ૨૦૨૦ માં તેના બે મણકા ૨૧ – નૌશાદનાં હજુ બીજાં પહાડી ગીતો અને ૨૨ – રાજકુમાર સચિન દેવ વર્મન – અસરમાં એકબીજાથી સાવ વિપરીત પહાડી ગીતો  પ્રકાશિત થયા છે.
આપણા આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ.
અપની છાયામેં ભગવન બીઠા લે તુ મુઝે - ઈન્સાનિયત (૧૯૫૫) – સંગીતકાર :: સી રામચંદ્ર – ગીતકાર:: રાજેન્દ્ર કૃષ્ણ

તુમ જહાં જાઓગે - ચોર દરવાઝા (૧૯૬૫) – સંગીતકાર:: રોય ફ્રેન્ક – ગીતકાર:: કૈફી આઝમી

કીતના રંગીન હૈ યે સમા - પિકનિક (૧૯૬૬) - આશા ભોસલે સાથે – સંગીતકાર : એન દત્તા – ગીતકાર:: સાહિર લુધ્યાનવી

તેરે કૂચે મેં તેરા દીવાના આજ દિલ ખો બૈઠા - હીર રાંઝા (૧૯૭૦) – સંગીતકાર: મદન મોહન – ગીતકાર:: કૈફી આઝમી


ચંપા ખીલ્લી ડાર - ફૈસલા (૧૯૭૪ / ૧૯૮૮) - આશા ભોસલે સાથે – સંગીતકાર:: આર ડી બર્મન – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી


હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો આવકાર્ય છે.
અહીં રજૂ કરાયેલ, લેખો, બ્લૉગ પૉસ્ટ્સ, તસ્વીરો અને વિડીયો / ઓડીયો લિંક્સના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.

No comments: