ભારતના
પરંપરાગત વેપારી વર્ગ વિક્ર્મ સંવતની આખરી અમાસ, દિવાળી,ને દિવસે તેમના હિસાબી ચોપડામાં વર્ષ પૂરૂં કરતા. તે સમયે
બધાં ખાતાંઓની લેતી દેતીની ચુકવણી કરીને બીજા દિવસથી નવાં વર્ષનાં 'ચોખ્ખાં' ખાતાંઓથી વેપારનું નવું વર્ષ શરૂ થતું. નવાં વર્ષ માટેના
ચોપડાઓનું દિવાળીને રાતે પરંપરાગત વિધિઓથી પૂજન કરાતું. અંગ્રેજ રાજયમાં સરકાર
બ્રિટનની પરંપરા મુજબ કરવેરાઓની આકારણી માટે ૩૧ માર્ચના દિવસે પૂરાં થયેલાં વર્ષનો
હિસાબ ગણતી. એટલે મોટા ભાગની લિમિટેડ કંપનીઓએ પોતાનાં હિસાબી વર્ષ ૩૧ માર્ચે પૂરાં
કરવાનો રસ્તો પકડ્યો.
આમ ધીરે ધીરે
૩૧ માર્ચના દિવસે હિસાબી વર્ષ પૂરૂં કરવાનું ચલણ રૂઢ બની ગયું. હિસાબી વર્ષ પૂરૂં
થવાને કારણે તેની સાથે સંબંધિત લોકો તો તે માટેની તડામારા તૈયારીઓ કરતાં થઈ જ ગયાં,
પણ તેની સાથે જે જે લોકોને તેમનાં લક્ષ્યાંકો
પણ પૂરાં કરવાનાં હોય એ લોકો પણ રાતના ઉજાગરાઓ ખેંચવા ચાનાસ્તાની જ્યાફતો માણતાં
માણતાં પોતાનાં કામ પૂરા કરવામાં વ્યસ્ત થવા લાગ્યાં.
વિવિધ
પ્રવૃત્તિઓથી ધમધમતી આ ઘટના વ્યગ્ય ચિત્રકારની નજરે ન ચડે તે તો શક્ય જ નથી !કંઇ
કહેતાં કંઈ ભાતનાં વ્યંગ્ય ચિત્રોનાં સર્જન માટે નાણાકીય વર્ષાન્ત પણ ઈંધણ પૂરૂં
પાડતો રહ્યો છે. આપણે અહીં બહુ થોડાં, પ્રતિનિધિ વ્યંગ્ય ચિત્રો દ્વારા નાણાકીય વર્ષાન્તની
પ્રવૃત્તિઓ પર સરસરી નજર કરીશું.
નાણાકીય
વર્ષાન્ત નજદીકા આવતાંની સાથે લોકોની વ્યસ્તતામાં જે રઘવાટભરી દોડાદોડ મચી જાય છે
તેને બિનય સિંહા બહુ સચોટપણે દર્શાવે છે.
+ + +
+ +
નાણાંકીય
વર્ષનાં લક્ષ્યાકો પૂરાં કરવામાં કાળા માથાનાં માનવીઓ જ નહીં પણ દેવો અને દેવદૂતો
પણ બાકાત નથી રહેતા
અને તે વાત અન્ય કામગીરીઓ સાથે સંકળાયેલા દેવોને પણ તેટલી જ
લાગુ પડે,
+ +
+ + +
એક મોટું કામ
હોય છે વર્ષાન્તે વણવપરાયેલ નાણાકીય જોગવાઈઓને વાપરી નાખવાનું, જેથી આવતાં વર્ષની જોગવાઈઓને જાળવી શકાય
+ +
+ + +
એક વર્ગ એવો પણ
છે જે કરબચત માટેનાં રોકાણો પણ છેલ્લી ઘડીએ કરવાનું કરે છે. કોઈ વાર તેમાં જો
અણધાર્યા વાંધા પડે તો બધી ગણતરીઓ જોખમાઈ શકે છે. ઈકોનોમિક ટાઈમ્સના પ્રીતિ મોતીઆણી આ વિશે ધ્યાન દોરે છે . લેખની સાથે નીચે મુજબનું ચિત્ર લેખને વધારે ધ્યાનાક્ર્ષક
કરવામાં મદદરૂપ બને છે.
+ +
+ + +
જે લોકો બે
છેડા ભેગા કરવા એ છેડે પહોંચીને જાગે છે તેના માટે વેધક સંદેશ ફ્રેંક અને અર્નેસ્ટ
આ વ્યંગ્યચિત્રમાં રજૂ કરે છે.
+ +
+ + +
આંકડાઓ બજેટના
હોય કે નાણાકીય પરિણામોનાં હોય, તેને પડકારવાનો સૌથી
સહેલો માર્ગ લોકો તેની ચોકસાઈને પડકારવાનો લેતાં હોય છે. આ પરિસ્થિતિઓનો એક સચોટ
ઉપાય ડિલ્બર્ટનાં આ કાર્ટુનમાં બતાવાયો છે.
+ +
+ + +
નાણાકીય
આંકડાઓથી નીપજતાં ચિત્ર તો બહુધા બીહામણાં જ નીવડવાની શકયતાઓ રહેતી હોય છે. કાચાપોચાં
હૃદયનાં લોકોએ તેના મટે ટેવ પાડવા હોરર ફિલ્મો જોવાનો અભ્યાસ કરવો જોઈએ !
+ + +
+ +
નાણાકીય અહેવલો
વિશે આવા સંવાદો તમારે ઘેર સાંભળવાની પણ હવે તૈયારી રાખવી પડશે !
એનો એક ઉપાય તો અહીં બતાવ્યો છે -
જો કોઈ કારી ન
ફાવે તો આંકડાઓને રચનાત્મક ઢબે રજૂ કરવાનું કૌશલ્ય મેળવવાના તાલીમ વર્ગો પણ હવે
શરૂ થશે !! –
એ કામગીરીમાં
કેટલી સફળતા મળી તેનું એક સૂચક આ રહ્યું –
+ +
+ + +
માર્ચના મંતના
કામોનાં આપણા ભાગે આવેલાં કામો પર ધ્યાન આપવનું શરૂ કરતાં પહેલાં કેટલાક અલગ અલગ
પડતા દૃષ્ટિકોણ પર નજર કરી લઈએ -
હિસાબકિતાબ
સાથે સંકળાયેલાં લોકોનો દૃષ્ટિકોણ
અને બીજાં બધાં
લોકોનો દૃષ્ટિકોણ
Created
by Zach2602825
+ +
+ + +
તમારૂં શું
કહેવું છે?
અત્યારે સમય
નથી એમ ને. કંઈ વાંધો નહીં, માર્ચ પૂરો થાય એટલે
શ્વાસ હેઠો બેસે પછી જણાવજો.
ત્યાં સુધી
તમને હેરાન નહીં કરીએ, બસ…
પરંતુ જ્યારે
જ્યારે બહુ તાણ અનુભવાય ત્યારે આ, અને આવાં અન્ય, વ્યંગ્ય ચિત્રો વડે એ તાણ હળવી કરવાનું ચૂકશો નહીં.
ફરી મળીએ, ત્યાં સુધી….આભાર….
Disclaimer:
The cartoons in this post
have been taken from net purely for non-commercial purpose with due credits to
cartoonists as far as possible. If there is any breach of copy right, and would
be brought to our notice, it will be removed from here.
No comments:
Post a Comment