Tuesday, March 31, 2020

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - ૩_૨૦૨૦


હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ -  _૨૦૨૦ બ્લૉગોત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
આ મહિને આંતરરાષ્ટ્રીય નારી દિવસ પણ ઉજવાયો સોંગ્સ ઑફ યોર પર Nayika Bhed in songsવડે તેને અનોખી રીતે યાદ કરાયો. નારી સૌંદર્યને કાવ્યો, ચિત્રો, કલાકૃતિઓ, શિલ્પ, નાટક, નૃત્ય જેવાં અનેક સાહિત્ય અને કળાનાં માધ્યમ દ્વારા વર્ણવાતું આવ્યું છે. તે દરેકમાં તે સૌંદર્યને અમુક ચોક્કસ લાક્ષણિકતાઓથી વર્ગીકૃત પણ કરવામાં આવ્યું છે. એવી એક વરઈકૃત કરવાની વ્યવસ્થાની આઠ નારી ભેદ अवस्थाને કેન્દ્રમાં રાખીને પ્રસ્તુત પૉસ્ટમાં હિંદી ફિલ્મોનાં ગીતોને રજૂ કરાયાં છે. . ઉદાહરણ તરીકે, સોલાહ સિંગાર સજાઉંગી, મૈં પિયા કો રીઝાઉંગી, મૈં વારી વારી જાઉંગી (પનિહારી (૧૯૪૪) - શાન્તા આપ્ટે - સંગીતકાર એસ એન ત્રિપાઠી )માં वासकसज्जा (મિલનમાટે શૃંગાર સજ્જ થવું)માં ઝીલાયેલ છે.
યોગાનુયોગે, ગયે મહિને સોંગ્સ ઑફ યોર પર શાત્ન્તા આપ્ટેને યાદ કરતી પૉસ્ટ ‘‘The stormy petrel of the Indian screen’: Shanta Apteપણ પ્રકાશિત થઈ હતી.
Main Chup Nahin Rahoongi: Ten ‘Outspoken Woman’ Songs પણ આંતરરાષ્ટ્રીય દિવસના ઉપલક્ષ્યમાં કલ્હાયેલ છે, જેમાં હિંદી ફિલ્મોનાં ગીતોમાં નારી શક્તિએ ઉઠાવેલ અવાજને ઉજાગર કરતાં ગીતો રજૂ કરાયાં છે. છેક ૧૯૪૯ની ફિલ્મ 'એક થી લડકી'નાં લારા લપ્પા લાઈ લપજાથી  નારીની સમાનતાની માગણી બુલંદ થતી રહી છે.
હવે આપણે આપણા અંજલિઓ/ યાદગીરીના લેખોના નિયમિત વિભાગ તરફ વળીશું.
  મહિને અલગ અલગ પૉસ્ટ્સ દ્વારા વિશ્વમાં ભૂતકાળમાં ફેલાયેલી મહામારીઓને યાદ કરાઈ છે –
Looking Back at My Old Review of Dr. Kotnis Ki Amar Kahaniમાં ચીનમાં ફેલાયેલ પ્ળેગ સમયે ડૉ કોટનીસની ત્યાંની અદભૂત સેવાઓને યાદ કરાઈ છે. નિયતિની એ વક્રતા પણ કેવી છે આજે સમગ્ર વિશ્વને તબાહીને ઉંબરે લાવી મૂકેલ  કોરોના વાયરસનું મૂળ પણ ચીન જ છે.  
‘No harm in asking him, is there?’ How Rajendra Kumar got Bertrand Russell to be in a Hindi movie  - રાજેન્દ્ર કુમારની જીવનકથા ‘Jubilee Kumar’ના સંકલિત અંશોમાં રાજેન્દ્ર કુમાર અણૂવિસ્ફોટની અસરો  પર બનેલ 'અમન (૧૯૬૭)માં એક નાનકાડાં દૃશ્યમાં બર્ટ્રાન્ડ રસેલને તેમનો શાંતિ સંદેશ કહેવા માટે કેમ રાજી કરી શકાયા તે જણાવાયું છે. 
Dharti ke Lal – Earliest Depiction of the Great Bengal Famine -સદીના એક મહા દુષ્કાળમાં બંગાળની માનવ અને પશુ વસ્તી કેવી ભરખાઈ ગઈ હતી તેને તાદૃશ્ય કરતી ખ્વાજા અહમદ અબ્બાસની  ફિલ્મ 'ધરતીકે લાલ' (૧૯૪૬) આ વિષય પર બનેલી શ્રેષ્ઠ ફિલ્મોમાં સ્થાન પામે છે. અમિતાવ નાગ એ ક્લાસિક ફિલ્મનો પરિચય કરાવે છે.
'ધરતીકે લાલ'નું એક દૃશ્ય
A Norwegian folk song that is cathartic, sublime and upliftingShobha Mudgal - દેશ દેશની સીમાઓ બંધ કરાઈ રહી છે, માણસ પોતપોતાનાં ઘરની સલામતીમાં કેદ બની બેસ્લે છે ત્યારે એક અવાજ (હાયેમો -Heiemo- વિષે એક છોકરી એવા ઉત્તમ સ્વરમાં ગાઈ રહી છે કે જળ -શક્તિ , નાઈક્ક્યેન  -Nykkjen- તેના પ્રેમમાં પડી જાય છે) જે આપણને મનથી તળછંટ સાફ કરીને દૈવી માનસીક સ્થિતિમાં ઉંચકી લે છે.

In the Musical Memory of Meena Kapoor એ મીના કપૂરની પહેલી પુણ્યતિથિ  પર શાલન લાલે નવેમ્બર ૨૦૧૮માં લખેલ લેખનો બીજો ભાગ છે.
Nutan’s understated yet powerful performance in Bandini is a masterclass in acting - ભારતને વિદેશી સતા હેઠળથી સ્વાતંત્ર્ય મળ્યું તે પહેલાંના સામાજિક પરિવેશમાં પોતાના વિપ્લવી પ્રેમીનાં (અશોક કુમાર) વિવાહીત જીવનની કટુતાથી ત્રાસીને લાંબા સમયની 'બંદિની' બની રહેતી સ્ત્રીનાં પાત્ર (કલ્યાણી)ને નુતને પરદા પર જીવંત કરેલ હતું.
7 Films That Prove Shashi Kapoor Was Way Ahead of His Time - શશી કપૂર જે રીતે મસાલા ફિલ્મોમાં ચાલી જઈ રહ્યા હતા તે રીતે તો તેમણે ફિલ્મ જગતને કોયલ પોતાનાં ઈડાં સેવીને કાગડાનો માળો ત્યજી દે તેમ એક સરસરી નજર કરીને કારકિર્દીની સફર પૂરી કરી શક્યા હોત. પણ એક અભિનેતા, અને નિર્માતા, તરીકે એમની માટીમાં એવું કંઇક તત્ત્વ હતું જે તેમને એમ ઝંપવા દે તેમ ન્હોતું. ધર્મપુત્ર(૧૯૬૧), સિધ્ધાર્થ (૧૯૭૨), સત્યમ શિવમ સુંદરમ (૧૯૭૨), કલયુગ (૧૯૮૦), ન્યુ દિલ્હી ટાઈમ્સ (૧૯૮૪), ઉત્સવ (૧૯૮૪) અને સૅમ્મી એન્ડ રોઝી ગોટ લેઈડ (૧૯૯૪) જેવી સાત ફિલ્મો તેમની એ અલગ તડપને બુઝાવવાની એક સન્નિષ્ઠ કોશીશ કહી શકાય.
Shashi Kapoor in Junoon is a masterclass in how to humanise an unlikeable man - રસ્કિન બોન્ડની વાર્તા 'ફ્લાઈટ ઑફ પિજ્યન્સ' પરથી શ્યામ બેનેગલ દ્વાર નિર્દેશિત, ઐતિહાસઇક પૃષ્ઠભૂમિકા પર વિકસતું, 'જૂનુન' હિંદી સિનેમાનું એક શ્રેષ્ઠ પાનું બની રહ્યું.
Golden Era of Bollywood પર શૈલેન્દ્ર શર્માએ આટલી પૉસ્ટ્સ મૂકી છે :
૧૯૪૧થી ૧૯૫૦નાં વર્ષોનાં ગીતો ૨૦૧૭માં
૧૯૫૧થી ૧૯૫૬નાં વર્ષોનાં ગીતો ૨૦૧૮માં, અને
૧૯૫૭થી ૧૯૬૦નાં વર્ષોનાં ગીતો ૨૦૧૯માં
                                      કરી ચુક્યાં છીએ.
હવે અન્ય વિષય પરના લેખ  /પોસ્ટ્સની મુલાકાત લઈએ
Humour and fantasy in Arvind Desai and Chhoti si Baat માં 'અરવિંદ દેસાઈકી અજીબ દાસ્તાન' અને 'છોટી સી બાત' ફિલ્મમાં હક્ક માગતાં લોકો સામે કળથી કામ લેવાતું બતાવતા બે પ્રસંગોની વાત રજૂ કરાઈ છે.
Mr India may have been played by Anil Kapoor but Sridevi was the best thing about it - 'મિ. ઈન્ડિયા'માં ફિલ્મનો સૌથી વધારે પ્રચલિત સંવાદ - મોગેમ્બો ખુશ હુઆ-નું જ પત્તું કપાઈ જવાનું હતું. ફિલ્મના વાર્તાલેખક જાવેદ અખ્તરે એક જીદની હદે તેનો આગ્રહ પકડી રાખ્યો. મોગેમ્બો ખુશ થયા વિના આપણે કેટલા અલૂણાં રહી ગયાં હોત !
Sahir Ludhianvi biopic to be adapted for the screen = સાહિર લુધ્યાનવી પર બનવા જઈ રહેલાં બાયોપિકનો મુખ્ય આધાર અક્ષય મનવાનીએ લખેલ જીવનકથા - સાહિર લુદ્યાનવી - પીપલ્સ' પોએટ - રહેશે.
સાહિર લુધ્યાનવીને લગતા જૂના લેખો

પણ વાંચવા ગમશે.
Sahir Ludhianvi’s hard-hitting, haunting words make ‘Phir Subah Hogi’ relevant even today ૧૯૫૮ની રાજ કપૂર-માલા સિંહાની મુખ્ય ભૂમિકાવાળિ 'ફિર સુબહ હોગી'માં સરકારની શ્રમજીવીઓ તરફની નીતિઓ, તેમને નડતી વિષમ પરિસ્થિતિઓ અને તેમને ખરે ન મળતી મદદ જેવા વિષયોને પરદા પર કંડારી લેવામાં આવેલા. ભાજપના શ્રી લાલકૃષ્ણ અડવાણીએ એક જગ્યાએ લખ્યું છે ૧૯૫૮ની હાર પછી અટલ બિહારી વાજપેયી અને તેઓ સાંત્વના મેળવવા આ ફિલ્મ જોવા ગયા હતા
A podcast about Gol Maal and other Hindi-film comedies -અહીં જે પૉડકાસ્ટનો ઉલ્લેખ કરાયો છે તેમાં 'ગોલમાલ'માં ઉત્પલ દત્ત અને રાહી માસુમ રાજાના સંવાદો અને તેની સાથે હૃષિકેશ મુખર્જીની હાસ્યપ્રધાન ફિલ્મોમાં દેવેન વર્મા દ્વારા ગંભીર ચહેરે બોલાતા સંવાદોથી માંડીને 'બિવિ ઔર મકાન'જેવી ચટાકેદાર રજૂઆત જેવાં અનેક પાસાંઓ આવરી લેવાયાં છે.
Rajendra ‘Jubilee’ Kumar’s lonely years: ‘I helped all those I could. Where are they today?’-  સીમા સોનિક અલિમચંદની રાજેન્દ્ર કુમારની જીવનકથા 'જ્યુબિલી કુમાર'માં રાજેન્દ્ર કુમારની દોમદોમ સફળતાથી માંડીને કોઈ જ કામ વગરનાં વર્ષોની વાતો રજૂ કરાઈ છે. 
Nasir Husain’s Hum Kisise Kum Naheen is all about the music = નાસિર હુસૈનની ફિલ્મ  હમ કિસીસે કમ નહીં (૧૯૭૭)માં આર ડી બર્મન, મજરૂહ સુલ્તાનપુરી, આશા ભોસલે, કિશોર કુમાર, અને મોહમ્મદ રફી સુધ્ધાંનો બહુ મહત્ત્વનો ફાળો રહ્યો.
હર કિસ્સે કે હિસ્સે - સુધીર અને ઈફ્તેખાર - આશિષ ભીન્ડે - અમિતાભ બચ્ચન સાથે ડઝનેક ફિલ્મમાં વિલનના સેકન્ડ-ઈન-કમાન્ડ તરીકે સુધીર (ભગવાન્દાસ મૂલચંદ લુથરિયા)એ કામ કર્યું છે. ૧૯૬૮માં તેમણે ૧૯૬૮ની 'અપના ઘર અપની કહાની (જિગરમેં દર્દ કૈસા; ચાંદ ભી કોઈ દિવાના હૈ - સંગીતકાર એન દત્તા) અને ૧૯૬૯ની ઉસ્તાદ ૪૨૦ (દિલ આવારા કરે નઝારા; દિલ જવાનીમેં સંભાલો; ન માનો તો શિકાયત નહીં - સંગીતકાર એન દત્તા) જેવી ફિલ્મોમાં મુખ્ય અભિનેતાની ભજવી હતી. ૨૦૨૨માં ઈફ્તેખાર અએહમદ શરીફની ૧૦૦મી જન્મ જયંતિ છે. તેઓ પોલિસ કમિશનરથી માંડીને ઈન્સ્પેક્ટરની ભૂમિકાઓમાં ટાઈપકાસ્ટ કલાકાર તરીકે યાદ આવે. તેમની એ કિરદારમાં પહેલી ફિલ્મ 'શ્રી ૪૨૦' (૧૯૫૫) હતી.
સુરીલા અને બળવાખોર  સંગીતકાર સી રામચંદ્ર સાથે મુલાકાત - મનોહર મહાજન દ્વારા લખાયેલ એસ કુમાર્સ ફિલ્મી મુકદ્દમાના સી રામચંદ્ર પરના એપિસૉડની પૃષ્ઠભૂમિકા રજૂ કરતો પહેલો મણકો
અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ'  કોલમના માર્ચ, ૨૦૨૦ ના લેખો:
ઍવોર્ડ્સની અવળી ચાલ - સવળી સાથે અન્યા
ઔરતને હૌસલા દિયા મર્દોંકો
સ્રર..સર..સરતી સરિતા ગંગાનું સિનેસ્વાગત
હિમાળા હિમાલયનું સિને સગપણ
સોનલ પરીખ 'જન્મભૂમિ'ની 'મલ્ટિપ્લેક્ષ' પૂર્તિમાં કોઈ એક ગીતને લઈને 'છૂ કર મેરે મન કો' કોલમ કોલમના માર્ચ, ૨૦૨૦ ના લેખો.:


ચલો દિલદાર ચલો ચાંદ કે પાર ચલો - રફી-લતા યુગલ અને લતા સૉલો વર્ઝન

'ગુજરાત સમાચાર'માં દર શુક્રવારે પ્રકાશિત થતી શ્રી અજિત પોપટની કોલમ 'સિને મેજિક'માં માર્ચ, ૨૦૨૦ માં હિંદી ફિલ્મ જગતની સંગીતકાર જોડી શંકર જયકિશન પરની શ્રેણી આગળ ધપી રહી છે
ફિલ્મ સંગીતની સાથોસાથ ભારતીય સંગીતના ઇતિહાસમાં આવો અજોડ પ્રયોગ કોઇએ કર્યો નથી
સંગીત રસિકોને શંકર જયકિસનનું એ અદ્ભુત અને અભૂતપૂર્વ પ્રદાન એટલે રાગાઃ જાઝ સ્ટાઇલ
શંકર જયકિસન માટે રાગા - જાઝ સ્ટાઇલ ડાબા હાથના ખેલ જેવું આસાન કામ હતું
રાગા-જાઝ સ્ટાઇલ- બંદિશ અને વાદ્યોના સંકલનમાં પૂર્વ-પશ્ચિમનું મિલન સંગીતકારોએ સિદ્ધ કરી બતાવ્યું
ભારતીય રાગરાગિણીને પ્રસંગના ભાવને અનુરૂપ ઢાળવાની ગજબની હથોટી આ બંનેમાં ગજબની હતી
માર્ચ, ૨૦૨૦ માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:
દેખા હૈ ઝિંદગી કો, કુછ ઇતના કરીબ સે… કિશોર કુમારે ગાયેલાં રવિનાં ગીતો :: ૧ ::
‘બેવફાઈ’ને લગતાં ફિલ્મી ગીતો
બંદિશ એક, રૂપ અનેક – ૬૪ – “અય ગમે દિલ ક્યાં કરું મૈં” – મજ઼ાઝ લખનવી
મન્ના ડેનાં હાસ્યરસપ્રધાન ગીતો : મેહમૂદ [૪]
जियाને લગતાં ફિલ્મી ગીતો
વેબ ગુર્જરીપર હિંદી ફિલ્મોનાં ટાઈટલ સંગીત પરટાઈટલ મ્યુઝીકસૂરાવલિસિનેમા અને સંભારણાંના થીમ પરની શ્રેણીમાં  માર્ચ, ૨૦૨૦ માં (૨૯) – બેટી બેટે (૧૯૬૪) અને (૩૦) – દિલ સે મિલે દિલ (૧૯૭૮)ની વાત કરવામાં આવી છે.
હિન્‍દી ફિલ્મીસંગીતના વાદકો અને નિયોજકોનો પરિચય કરાવતી ફિલ્મસંગીતના નક્શીકારો ની નવી શ્રેણી માર્ચ મહિનાથી શ્રી પિયૂષ પંડ્યાની કલમે શરૂ થઈ છે. 'ત્યા તો મહેફિલ જામી જામી'માં તેઓએ શ્રેણીનાં વિષય વસ્તુનો પરિચય કરાવ્યો છે.
આપણા આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ.
જિસ પ્યાર મેં યે હાલ હો ઉસ પ્યાર સે તૌબા - ફિર સુબહ હોગી (૧૯૫૮) - મુકેશ સાથે – સંગીતકાર: ખય્યામ – ગીતકાર: સાહિર લુધ્યાનવી

જિયો તો ઐસે જિયો જૈસે સબ કુછ તુમ્હારા હૈ - બહુ બેટી (૧૯૬૫) – સંગીતકાર: રવિ - ગીતકાર: સાહિર લુધ્યાનવી

ક્યા હુઆ તેરા વાદા - હમ કિસીએ કમ નહીં (૧૯૭૭) – સંગીતકાર: આર ડી બર્મન – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

ઈશ્ક઼ને સર પર તોડી ક઼યામત - જૂનુન (૧૯૭૮) સંગીતકાર: વનરાજ ભાટિયા – ગીતકાર: જિગર મોરાદાબાદી

હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો આવકાર્ય છે.
અહીં રજૂ કરાયેલ, લેખો, બ્લૉગ પૉસ્ટ્સ, તસ્વીરો અને વિડીયો / ઓડીયો લિંક્સના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.

No comments: