હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ - ૪ _૨૦૨૦ બ્લૉગોત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
એપ્રિલ, ૨૦૨૦નો મહિનો ભારત સહિત વિશ્વના
નેક દેશોમાં ઘરબંધીનો મહિનો રહ્યો. હિંદી ફિલ્મોના વિષયનાં બ્લૉગ જગતમાં પણ આ
ઘટનાનો પડઘો ન પડે એવું તો બને જ નહીં. આ ઘટનાસાથે સંદર્ભ ધરાવતી કૅટલીક પૉસ્ટ્સ -
Lockdown
Lyrics: Songs for Covid-19 Times માં એવાં ગીતોને યાદ કરાયાં છે
જે એકયા બીજી રીતે ઘરબંધી સાથે સંકળી લઈ શકાય તેમ છે. અહીં બે એક પ્રતિનિધિ ગીત
નમૂના સ્વરૂપે લીધાં છે -
- લિપસ્ટીક લગાનેવાલે - શ્રીમતીજી (૧૯૫૨) - શમશાદ બેગમ - સંગીતકાર જિમ્મી - ગીતકાર રાજજા મહેંદી અલી ખાન
- એક રોઝ હમારી ભી દાલ ગલેગી - બાંદી (૧૯૫૭) - કિશોર કુમાર - સંગીતકાર હેમંત કુમાર -ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ
My
Favourites: Songs of Sickness માં ગીતના શબ્દોમાંથી નીકળતાં તબીબી અર્થઘટનો ને કાર્ણે
તેમાં દેખાતી બીમારી પણ રસપ્રદ બની રહે છે -જેમ કે -
- છૂઓ ના છૂઓ ના અલબેલે મેરે સૈયાં - હનીમૂન (૧૯૬૦_ સબિતા બેનર્જી, મુકેશ - સંગીતકાર સલીલ ચૌધરી ગીતકાર શૈલેન્દ્ર
.“Guide, The
Film: Perspectives” - Lata Jagtiani & Other Writers | Blue Pencil, New
Delhi, 2019 | ISBN: 978-81-939555-2-9 – ઘરબંધીના સમયના સદુપયોગ રૂપે આ પુસ્તક પરિઅય લખાયો છે.
પુસ્તકમાં આર કે નારાયણ દ્વારા ફિલ્મા માટે જણાવાયેલ એક કથન આજના સમય માટે વધારે
પ્રસ્તુત બની રહેતું જણાય છે - એકલતા જ જીવનનું સત્ય છે. આગળ જતાં એક બહુજ વેધક તારણ
સ્વરૂપે કહેવાયું છે કે 'માર્કો રોઝીને છોડી દે છે, રોઝી પછીથી રાજુને છોડી દે ચે, તો વળી રાજુ આત્મ-અનુભૂતિની
ખોજમાં આ ભૌતિક દુનિયાને છોડી છે, કેમકે સ્વ સાથે એક બનતી અનુભૂતિની ચરમ સીમાએ એકથી વધારે
માટે કોઈ જગ્યા જ નથી હોતી.'.
ઘરબંધીના સમયમં બાળકોને પણ રસ પડે એવી ફિલ્મોને CHILDREN’S
MOVIES TO SEE DURING LOCKDOWN માં યાદ કરાઈ છે.
The immortal voice: The echoing memories of KL Saigal
on his birth anniversary - શરદ
દત્ત કે એલ સાયગલ(૪ એપ્રિલ, ૧૯૦૪
-૧૮ જાન્યુઆરી, ૧૯૪૭)ને
તેમની ૧૧૬મી જન્મ જયંતિના અવસરે અંજલિ આપે છે. = કે એલ સાયગલની સક્રિય ફિલ્મ
કારકીર્દી માત્ર પંદર વર્ષ (૧૩૨- ૧૯૪૬) , ૩૬ ફિલ્મ્સને લગભગ ૧૮૫
જેટલાં હિંદી, ઉર્દુ, પર્શિયન, પંજાબી, બંગાળી અને તમિળ
ભાષાઓમાં ગવાયેલં ગીતો જેટલી જ હતી. આમ કળાકારની ચીરકાલીન યાદગીરી માટે તેનાં કામોની સંખ્યાનો ફેલવો નહીં પણ તેનાં
કામોની અસરનાં ઊંડાણનો ફાળો મહત્ત્વનો છે તે વાત અહીં સિધ્ધ થાય છે.
[ખાસ નોંધ - જે વાચક
મિત્રોને શરદ
દત્ત વિશે વધારે જાણવામામ રસ હોય તેઓ Guftagoo with Sharad Duttની મુલાકાત લઈ શકે છે. શરદ દત્તે .કે એલ સાયગલ પર
રાષ્ટ્રીય પુરસ્કાર સમ્માનિત પુસ્તક Kundan: Saigal’s Life and
Music - પણ
લખ્યું છે, જેમાં
અદભૂત દસ્તાવેજી નોંધો, વિરલ
ફોટોગ્રાફ અને પોસ્ટર્સ પણ આવરી લેવાયેલ છે.]
Versatile musical genius -
Kamal Dasgupta – Sharad Dutt - ૧૪ વર્ષની કારકીર્દીમાં કમલ દાસગુપ્તાએ ૮૦ બંગાળી
ફિલ્મો સહિત લગભગ ૮૦૦૦ જેટલાં ગીતો રચ્યાં હશે. સ્વરલિપિ માટે શોર્ટ હેન્ડ
પધ્ધતિનો તેમણે કરેલ વિકાસ તેમનું આગવું યોગદાન છે.
Anuradha, or the musical
genius of Pandit Ravi Shankar, Lata Mangeshkar and Shailendra - હૃષિકેષ મુખર્જીની આ
ફિલ્માં દરેક ફ્રેમમાં સંગીત વણાયેલ છે. ફિલ્મનાં ગીતો અને પાર્શ્વ સંગીત આપણા
મનમાં કોરાઈ જાય છે. 'અનુરાધા'ને શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો
રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં તે ગોલ્ડન
બીઅરના સન્માન માટે પણ વરણી પામેલ .પંડિત રવિશંકરની ૧૦૦મી જનજયંતિના અવસરે આ ફિલ્મનાં ગીતો ને ફરી એક વાર માણવાં જોઈએ.
Veteran Actress Nimmi No More - Yesteryear actress Nimmi (a.k.a.
Nawab Banoo) breathed her last on 26th March, 2020 evening in
Mumbai. She was 88 years old.
નિમ્મીની યાદને તાજી કરતી બે પોસ્ટ્સ અહીં રજૂ કરી
છે.
- Ten of my favourite Nimmi songs માં નિમ્મી પર ફિલ્માવાયેલાં રમતિયાળ, આંખમાં આસુ લાવી દેતાં તો કેટલાંક પ્રેમની ભાવનાથી છલોછલ ગીતોને યાદ કરાયાં છે.
- The Greats: Nimmi માં નિમ્મીની કારકીર્દીમાં તેમણે ભજવેલ નોંધપાત્ર ભૂમિકાઓને યાદ કરાઈ છે.
The isolation of Bhuvan Shome
is all too real in a time of social distancing - 'ભુવન શોમ'ની ખાસીયત જ એ છે કે
તેમાં કઈ જ બનતું નથી. બંગાળી કથા 'બનફૂલ' પરથી સર્જાયેલ, ૯૬ મિનિટની ફિલ્મના
કથાવસ્તુને ૨૦ મિનિટની ટુંકી ફિલ્મમાં પણ
બતાવાઈ શકત. પણ તો પછી તે આ કક્ષાની, સિનેમામાં એક નવા જ પ્રકારનાં ચલણને શરૂ કરનાર, 'ક્લાસિક' બની શકી ન હોત. ઉત્પલ
દત્તની આ મહિને પડતી ૯૧મી જન્મ જયંતિના ઉપલક્ષ્ય પર એક ક્લાસિક જોવાની દૃષ્ટિએ
નહીં તો એકલતાને નવી દૃષ્ટિએ જોવાની રીતે પણ આ ફિલ્મ જોવી જોઈએ.
Ranjit Chowdhry (1955-2020):
‘Khoobsurat’ and ‘The Office’ actor dies at 65 - તેમની કારકીર્દીના ત્રણ
દાયકામાં રંજિત ચૌધરીએ બાસુ ચેટરજી, હૃષિકેશ મુખ્રજી, મીરા નાયર અને દીપા
મહેતા જેવાં દિગ્દર્શકો જોડે કામ કર્યું. ૧૫-૪-૨૦૨૦ના રોજ મુંબઈમાં તેમનું
દેહાવસાન થયું .
રંજિત ચૌધરી - 'લાસ્ટ હોલિડે (૨૦૦૬)માં |Paramount Pictures |
Johnny Walker: Comedy’s
Humane Face - જોહની
વૉકર (મૂળ નામ - બદરૂદ્દીન જમાલુદ્દીન કાઝી)એ પરદા પર તેમનાં વાણી અને વર્તન બાબતે
કડક શિસ્ત પાળ્યું હતું. તેમણે સ્થૂળ હાસ્ય સર્જવાથી અંતર રાખ્યું. હિંદી
સિનેમામાં તેઓ કૉમેડીનો પર્યાય બની રહ્યા. હાસ્ય અને રમૂજની જો પ્રતિકાત્મક મૂર્તિ
બનાવવામાં આવે તો તે જોહ્ની વૉકરની જ પ્રતિકૃતિ બને તેમાં કોઈ શક ન હોઈ શકે.
Remembering Satyajit Ray: The
Rare Master of All Trades - સામાન્યપણે
વાસ્તવિક જગતને કળાત્મક દૃષ્ટિએ રજૂ કરનાર ફિલ્મ દિગદર્શક તરીકે જ ઓળખતી દુનિયા એ
તેમની પ્રતિભાનાં બીજાં, એટલાં
જ, પ્રભાવશાળી
પાસાંઓ સાથે ભાગ્યેજ પરિચય કર્યો હશે.
Jawani Diwani was
candyfloss Bollywood, but it turned many stereotypes on their head – બલરાજ
સાહની ની અવસાન તિથિ (૧૩ એપ્રિલ, ૧૯૭૩)ની
યાદમાં જવાની દીવાની (૧૯૭૨) જેવી હલ્કીફુલ્કી ફિલ્મ યાદ કરાવી એ કંઈક વિચિત્ર અજરૂર જણાય, પણ બલરાજ સાહનીએ તેમનાં પાત્રને જે રીતે સંયમ અને ગૌરવથી
પરદા પર જીવંત કર્યું છે તેને કારણે ફિલ્મને ગતિ પણ અને અર્થ પણ મળે છે.
એપ્રિલ, ૨૦૨૦ના વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો માં હસરત જયપુરી - શંકર જયકિશન સિવાયના સંગીતકારો માટે લખેલાં ૧૯૫૮નાં વર્ષનાં
ગીતો
ને યાદ કર્યાં છે. અત્યાર સુધી આપણે
હસરત જયપુરીએ અન્ય સંગીતકારો માટે રચેલાં કેટલાંક ગીતો આપણે સાંભળી
ચૂક્યાં છીએ.
હવે અન્ય વિષય પરના લેખ /પોસ્ટ્સની મુલાકાત લઈએ –
Amar Prem tells the story of relationships that have no
name but the power to break hearts - 'અમર પ્રેમ' ફિલ્મનૉ આત્મા તેના દિગ્દર્શક શક્તિ સામંત કે મુખ્ય અ કળાકારો રાજેશ ખન્ના કે
શર્મિલા ટાગોર કે સંગીતકાર આર ડી બર્મન નહીં પણ ગીતકાર આનંદ બક્ષીએ લખેલાં ગીતના બોલ જ કહી શકાય.
Baaja that was Harmonium that was Music - ભારતીય સંગીતના ઈતિહાસમાં હાર્મોનિયમનો સંબંધ બહુ ઉતાર ચડાવ જોતો રહ્યો છે.
પ્રસ્તુત પૉસ્ટમાં હિંદી ફિલ્મ્નાં ગીતોમાં હાર્મોનિયમની હાજરીને કાર્ણે ગીત્ને જે
રીતે અનોખો ઉઠાવ મળળે છે તેની સ-રસ રજૂઆત કરવામાં આવી છે. આપણ એતેમાંથી એક ગીત અહીં રજૂ કરેલ છે - મૈં તો ચંદા સી ગોરી નાર - સાવન આયા રે (૧૯૬૯) - શમશાદ બેગમ -
સંગીતકાર ખેમંચંદ પ્રકાશ - ગીતકાર 'ગુલશન' જલાલાબાદી
‘Mera Sundar Sapna Beet Gaya’ – Filmistan Studio - 'ફિલ્મીસ્તાન' તેની ફિલ્મોની ઉત્તમ કક્ષા અને ફિલ્મોનાં અદહૂત ગીતો માટે ખુબ જ ચાહના પામેલું
નિર્માણ ગૃહ હતું. એસ ડી બર્મન (શિકારી, ૧૯૪૬)અને હેમંત કુમાર (આનંદમઠ, ૧૯૫૨)જેવા સંગીતકાર અને સુબોધ મુખ્રજી જેવા દિગ્દર્શક ફિલ્મ જગતને આ સ્ટુડીઓની
દેન છે. શ્યામા જેવી અભિનેત્રી પણ
ફિલ્મીસ્તાન દ્વાર અફિલ્મ જગતમાં પ્રવેશ્યાં હતાં. હિંદી ફિલ્મોમાં પાશ્ચાત્ય ધુન
પર આધારીત ગીતોનામ ચલણની શરૂઆત ફિલ્મીસ્તાન વડે રેકોર્ડ થયેલાં આના મેરી જાન સન્ડે કે સન્ડેથી થઈ ગણાય છે.
Revisiting ‘Yehi Sach Hai’, the short story that inspired
‘Rajnigandha’ - books to film - Nirupama
Kotru - મનુ બંડારી વાર્તા 'યે સચ હૈ' ૧૯૬૬માં પ્રકાશિત થઈ. તેન અપરથી બાસુ ચેટર્જીએ ૧૯૭૪માં 'રજનીગંધા' બનાવી. ફિલ્મમાં મૂળ વાર્તાના કેટલાક ક્રાંતિકારી વિચારોને મોળા પાડી દેવાયા
છે તો કારકીર્દી અને પ્રેમ વચ્ચેની નારીજીવનની મીઠી મુંઝવણ ફિલ્મમાં ખુબ જ
સલુકાઈથી જળવાઈ રહેલ છે.
A Rivière of Asha Bhosle – S D Burman Gems- એસ ડી બર્મન અને લતા મંગેશકરની વચ્ચે અણબનાવ થયો તે સમયે એસ ડી બર્મને આશા
ભોસલે પાસે ઘણાં ગીતો ગવડાવ્યાં. જો કે તે પહેલાં પણ એસ ડી બર્મને આશા ભોસલે પાસે
ગીતો તો ગવડાવ્યાં જ હતાં, તેમાંનાં ઘણાં તો આશા ભોસલેનાં શ્રેષ્ઠ ગીતોમાં પણ સ્થાન પામી ચૂક્યાં છે. આમ
આશા ભોસલેએ એસ ડી બર્મન સાથે જે કંઈ ગીતો ગાયાં તેને કારણે તેમની ગાયકીને ગીતા
દત્તના પ્રભાવમાંથી, અને મહ્દ અંશે ઓ પી નય્યરની શૈલીથી અલગ શૈલી વિકસાવવામાં ખુબ મદદ મળી.
ઉદાહરણસ્વરૂપ એક ગીત - દિલકી મંઝિલ કુછ ઐસી હૈ મંઝિલ - તેરે ઘર કે સામને (૧૯૬૩) - ગીતકાર હસરત જયપુરી
How film composers have used raag Maand to express love
and longing - રાગ માંડનો ઉપયોગ એસ ડી બર્મને (પિયા તોસે નૈના લાગે રે, ગાઈડ, ૧૯૬૫- ગીતકાર શૈલેન્દ્ર) અને
નૌશાદે (બચપનકી મુહોબ્બત કો દિલ સે ન ભુલા
દેના, બૈજુ બાવરા, ૧૯૫૨- ગીતકાર શકીલ બદાયુની ) પ્રેમની લાગણીની તીવ્રતાને રજૂ કરવા જ કર્યો છે, ફરક એટલો કે એકમાં પ્રેમ થઈ ગય અપછી હવે શું શું થશે તેની મનોરમ્ય કલ્પના છે
તો બીજામાં બાળપણની પ્રીતને ભુલાવા ન દેવાની પ્રેમમય વિનંતિ.
હર કિસ્સે કે હિસ્સે - સુધીર અને
ઈફ્તેખાર - આશિષ ભીન્ડે -
અમિતાભ બચ્ચન સાથે ડઝનેક ફિલ્મમાં વિલનના સેકન્ડ-ઈન-કમાન્ડ તરીકે સુધીર (ભગવાન્દાસ
મૂલચંદ લુથરિયા)એ કામ કર્યું છે. ૧૯૬૮માં તેમણે ૧૯૬૮ની 'અપના ઘર અપની કહાની (જિગરમેં દર્દ કૈસા; ચાંદ ભી કોઈ દિવાના હૈ - સંગીતકાર એન દત્તા)
અને ૧૯૬૯ની ઉસ્તાદ ૪૨૦ (દિલ આવારા કરે નઝારા; દિલ જવાનીમેં સંભાલો; ન માનો તો શિકાયત નહીં - સંગીતકાર એન દત્તા)
જેવી ફિલ્મોમાં મુખ્ય અભિનેતાની ભજવી હતી. ૨૦૨૨માં ઈફ્તેખાર અએહમદ શરીફની ૧૦૦મી જન્મ જયંતિ છે. તેઓ પોલિસ કમિશનરથી
માંડીને ઈન્સ્પેક્ટરની ભૂમિકાઓમાં ટાઈપકાસ્ટ કલાકાર તરીકે યાદ આવે. તેમની એ
કિરદારમાં પહેલી ફિલ્મ 'શ્રી ૪૨૦' (૧૯૫૫) હતી.
સુરીલા અને બળવાખોર સંગીતકાર સી રામચંદ્ર સાથે મુલાકાત - મનોહર મહાજન દ્વારા લખાયેલ એસ કુમાર્સ ફિલ્મી મુકદ્દમાના
સી રામચંદ્ર પરના એપિસૉડની પૃષ્ઠભૂમિકા રજૂ કરતો પહેલો મણકો
વિભિન્ન પ્રકારના ક્વોરેટાઇન - જયપ્રકાશ ચોક્સે - પરદે કે પીછે - - શાંતારામની ગાંધીવાદી ફિલ્મ ‘દો આંખે બારહ હાથ’માં એક
ખુલ્લી જેમાં અપરાધ અને સજાને નવી રીતે વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ કરાયો હતો…ક્યારેક
સમગ્ર દેશને ખુલ્લી જેલમાં બદલી દેવાય છે. અઘોષિત કટોકટી પણ હોય છે. પૌરાણિક
આખ્યાનોમાં કોપ ભવનનું વર્ણન છે…કોરોનાની શંકા પેદા થતાં મેડિકલ આઈસોલેશનને જ
‘ક્વોરેન્ટાઈન’માં રાખવાનું કહેવામાં આવે છે. આ રીતે, અલગ રાખવું પણ એક સજા જેવું છે, જ્યારે તમે કોઈ અપરાધ કર્યો જ નતી. હકીકતમાં, તમામ વ્યવસ્થાઓ
વ્યક્તિગત સ્વતંત્ર વિચારોની વિરોધી છે. તેમને ઘેંટા જોઈએ, પોપટ જોઈએ કે પછી એવા
મનુષ્ય જેમને ખંજરીની જેમ વગાડી શકાય. મનુષ્યની માનસિક્તા પણ ‘ક્વોરેન્ટાઈન’ રૂમની જેમ બનાવી શકાય
છે. મશીનોની જેમ મનુષ્યનું ઉત્પાદન
પણ કરી શકાય છે. તેને જ વૈચારિક રેજિમેન્ટેશન કહે છે. એક અદૃશ્ય રહેતો ‘વ્હિપ’ હંમેશાં અમલમાં રહે છે.
બે ફિલ્મો, થોડાં પાત્રો, એક લેખક, એક આંદોલન - સોનલ પરીખ - ૨૦૧૭માં 'રેણૂ'ની વાર્તા 'પંચલૅટ' પરથી બનેલી એ જ નામની ફિલ્મ અને
૧૯૬૬માં બનેલી, તેમની વાર્ત 'મારે ગયે દુલફામ' પરથી બનેલી 'તીસરી કસમ' પરથી અહીં 'રેણૂ'નાં કથા વિશ્વની વાત કરવામાં આવી છે.
અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
એક અભિનેત્રીના શિર સીર્ષક ભુમિકાનો અભિષેક
ધન્વંતરી અને અશ્વિનીકુમારોના સેવાભાવી વંશજો
શાયર સંગીતકારની અપવાદરૂપ સુરીલી સંગત
અનુગામી ફિલ્મો માટેની પ્રેરણાના નિમિત્ત બનતા નીતિન બોઝ
સોનલ પરીખ 'જન્મભૂમિ'ની 'મલ્ટિપ્લેક્ષ' પૂર્તિમાં કોઈ એક
ગીતને લઈને 'છૂ કર મેરે મન કો' કોલમ કોલમના એપ્રિલ, ૨૦૨૦ ના લેખો.:
'ગુજરાત સમાચાર'માં દર શુક્રવારે પ્રકાશિત થતી શ્રી અજિત પોપટની કોલમ 'સિને મેજિક'માં એપ્રિલ, ૨૦૨૦ માં હિંદી ફિલ્મ જગતની સંગીતકાર જોડી શંકર જયકિશન પરની
શ્રેણી આગળ ધપી રહી છે –
પંડિત ભીમસેન જોશીને ઘેલું લગાડે એ રાગમાં શંકર જયકિસન જાદુઇ બંદિશો આપે એમાં શી નવાઇ !
કોઇ પણ રાગનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને એનો પ્રસંગોચિત્ કલાત્મક ઉપયોગ આ બંનેએ કર્યો !
વેલ-સેટ, નવોદિત, હીરો કે કોમેડિયન- દરેકની કારકિર્દીને વેગ મળે એવું સંગીત પીરસ્યું !
રાજ કપૂર કરતાં શંકર જયકિસને શમ્મી કપૂર માટે પૂર્વ-પશ્ચિમ બંને શૈલીનાં વધુ હિટ ગીતો પીરસ્યાં..!
એપ્રિલ, ૨૦૨૦ માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:
દેખા હૈ ઝિંદગી કો, કુછ ઇતના કરીબ સે… કિશોર કુમારે ગાયેલાં રવિનાં ગીતો :: ૨ ::
વસ્ત્રને આવરતા ફિલ્મીગીતો
બંદિશ એક, રૂપ અનેક – ૬૫ – "બાત નિકલેગી તો ફિર દૂર તલક જાયેગી"
મન્ના ડેનાં અન્ય અભિનેતાઓ સાથેનાં હાસ્યરસપ્રધાન ગીતો (૧)
मुसाफिरને લગતાં ફિલ્મીગીતો
વેબ ગુર્જરી' પર હિંદી ફિલ્મોનાં ટાઈટલ સંગીત પર, ટાઈટલ મ્યુઝીક: સૂરાવલિ, સિનેમા અને સંભારણાંના થીમ પરની શ્રેણીમાં એપ્રિલ, ૨૦૨૦ માં (૩૧) – જાદૂ (૧૯૫૧) અને (૩૨) – આખરી સજદા (૧૯૭૭)ની વાત કરવામાં આવી છે.
હિન્દી ફિલ્મીસંગીતના વાદકો
અને નિયોજકોનો પરિચય કરાવતી “ફિલ્મસંગીતના નક્શીકારો” શ્રેણીમાં પિયૂષ પંડ્યા લેખમાળાના
વિષયના પરિચયને ‘કોણે કીધું ગીતનું સર્જન’ વડે વધારે વિગતે સમજાવે છે..
આપણા આ બ્લૉગોત્સવના દરેક અંકના
અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ
રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ.
જાને કહાં ગઈ વો - દિલ અપના ઔર
પ્રીત પરાઈ (૧૯૬) - સંગીતકાર શંકર જયકિશન - ગીતકાર શૈલેન્દ્ર
ફિર તેરી યાદ નયે ગીત સુનાને આઈ -
બેખબર (૧૯૬૪) - સંગીતકાર એસ મોહિન્દર - ગીતકાર રાજા મહેંદી અલી ખાન
ઓ લક્ષ્મી ઓ સરસુ ઓ શીલ ઓ રજની….દેખો
ક્યા ક્યા લેકે આયા મૌસમ ઈસ બાર - કહીં ઔર ચલ (૧૯૬૫) પ્રદર્શીત નથી થયું -
સંગીતકાર શંકર જયકિશન - ગીતકાત હસરત જયપુરી
હમે પ્યાર કરને ન દેગા ઝમાના અગર
હો સકે તો મુઝે ભુલ જાના – પ્યાર કી બાજી (૧૯૬૭) - ગીતા દત્ત સાથે - સંગીતકાર
જિમ્મી - ગીતકાર ઈન્દીવર
હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ
બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ, રસપ્રદ અને
વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો આવકાર્ય છે.
અહીં રજૂ કરાયેલ, લેખો, બ્લૉગ પૉસ્ટ્સ, તસ્વીરો અને વિડીયો /
ઓડીયો લિંક્સના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.
No comments:
Post a Comment