Sunday, June 20, 2021

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - જૂન, ૨૦૨૧

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૯મા સંસ્કરણના જૂન, ૨૦૨૧ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા બ્લૉગોત્સવનાં ૯મા સંસ્કરણના કેન્દ્રવર્તી વિષય 'સંપોષિત સફળતાનાં ઘડતર અને જાળવણીની દૃષ્ટિએ ભવિષ્યમાં XXXXની ભૂમિકા'ના સંદર્ભ સાથે સંલગ્ન વિષયો પરની આપણી ચર્ચાને હવે દરેક મહિને આગળ ધપાવીશું.

આ મહિને આપણે ભવિષ્યની સંસ્થા વિશે ટુંકમાં વાત કરીશું.-

૧૯૯૨માં પ્રકાશિત થયેલ અને બહુખ્યાતિ મેળવેલ પુસ્તક, In Search of Excellence,માં લેખકો ટોમ પીટર્સ અને રોબર્ટ એચ વૉટરમેન, જુનિયર દ્વારા ખુબ જોમભરી અને સફળ એવી ૪૩ એવી સંસ્થાઓનાં ઉદાહરણો વડે મૅનેજમૅન્ટનાં ક્ષેત્રે કેટલાક મહત્ત્વના સિધ્ધાંતો પ્રસ્થાપિત કરાયા હતા જે સમયે સંસ્થાનાં સફળ સંચાલનના ખેલ માટેના નવા નિયમો ગણાયા હતા. સમયે મોટાં કોર્પોરેશનોના સંચાલકોના દૃષ્ટિકોણનું ધ્યાન વ્યૂહાત્મક અને નાણાંકીય બાબતો પર કેન્દ્રીત થાય એમ અપેક્ષા રખાતી. પેદાશો એવી જણસો હતી, જેને માટે પ્રેમ હોય તો ચાલે, તેના હિસાબ ચોખ્ખા રહેવા જોઇએ અને નિયમિતપણે બજારોમાં પહોંચતી રહેવી જોઈએ. જો ગુણવત્તાની સમસ્યા હોય તો તેનો સંબંધ કર્મચારીઓનાં ઉત્સાહ અને લગન સાથે નહીં પણ તંત્રવ્યવસ્થાની કોઈ ખામી સાથે હોય તેમ મનાતું. [1]

આજે   કંપનીઓમાંની મોટા ભાગની કંપનીઓ ક્યાં તો નામશેષ થઈ ગઈ છે કે પછી બીજી કંપનીઓ દ્વારા હસ્તગત કરી લેવાઈ છે. તેનું કારણ કે કપનીઓની રચના અને સંચાલન તે લાંબો સમય ટકે તે મુજબ કરાયું નહોતું.... આજે, નવું શીખતી રહેતી સંસ્થા[2] એ પોતાની લાંબા ગાળાની સંપોષિતતા અંગે આ સવાલો વિષે ભારપૂર્વક મનોમંથન કરીને જવાબો ખોળતાં રહેવાનું છે - આવા ઉકળતાં પ્રવાહી જેવા સંજોગોમાં ટકી રહેવા શું કરવું જોઈશે? સંસ્થાના લાંબા ગાળાના સતત વિકાસ માટે સંસ્થાની ડિઝાઈનમાં શું શું મૂળભુત ફેરફારો કરતાં રહેવું આવશ્યક છે?... સશક્ત, ચુસ્ત અને સંપોષિત સંસ્થાનાં ઘડતર માટે આ ચાર સવાલોના જવાબ શોધવા રહ્યા:

૧. પ્રક્રિયા વિશે - લાંબે ગાળે ટકી શકવા માટે અને વિકાસ સાધતા રહેવા માટે ચાવીરૂપ પ્રક્રિયાઓ કઈ કઈ છે? નવું નવું શીખતી રહેતી કોઈ પણ સંસ્થા એક સાથે બધું નવું અમલમાં નથી લાવી શકવાની.

૨. માળખાં વિશે - પરિવર્તન શક્ય બનાવી શકવા અને ટકાવી રાખવા માટે તેમજ નવી નવી ટેક્નોલોજિઓને પચાવવા અને અમલ કરવા માટે સંસ્થાનાં મળખામાં શુ ફેરફારો આવશ્યક છે? પદાનુક્રમિક અને અમલદારશાહી સંસ્થાઓ તો હવે અસ્તાચળ ભણી જ છે.

૩. ટેક્નોલોજિ વિશે - ખાસ: ટેકનોલોજિઓને લગતાં નવપરિવર્તન લાવવા માટે તેમજ તેનો અમલ કરવા માટે સંસ્થામાં કોણ ઉત્તરદાયી છે ?  મોટા ભાગે એમ જોવા મળે છે કે ટેક્નોલોજિઓ જેટલી ખર્ચાળ નીવડે છે તેટલા ફાયદા નથી લાવી શકતી.

4. અને લોકો વિશે - પરિવર્તનનો પડકાર આપણા માટે આપણી મૂળભૂત સંસ્ક્રુતિઓનો છે, કે આચરણોમાં દેખાતા વ્યવહારોનો  છે  કે કૌશલ્યોનો છે? ડ્રકર ફાઉન્ડેશનનાં પુસ્તકના પ્રાસ્તાવિક પરિચયમાં પીટર ડ્રકરે લખ્યું છે તેમ, “આખરે તો સંસ્થા સામાજિક (જીવતંત્ર) જ છે." એટલે તેનો હેતુ લોકોનાં સબળાં પાસાંઓને વધારે અસરકારક અને નબળાં પાસાંઓને અપ્રસ્તુત કરવાનો જ હોવો જોઈએ [3]

બદલતી જતી ટેક્નોલોજિઓ અને માનવીય વસ્તીનાં રૂપાંતરણોની અસરો કૌશલ્યોની આવશ્યકતાઓ અને વ્યક્તિગત વ્યવસાયો પર શું થશે તે મોટા ભાગની ચર્ચાઓના વિષય બની રહેતા હોય છે. પ્રસ્તુત વ્યક્તવ્યમાં માર્કસ રાઈટ્ઝીગ કૃત્રિમ પ્રજ્ઞા,જ્ઞાનની વધતી જતી જટિલતાઓ, વસ્તી વધારો, અને વધતી જતી આર્થિક અસમાનતા ભવિષ્યમાં આપસી સહયોગને શી રીતે અસર કરશે તે દિશામાં એ ચર્ચાને એક ડગલું આગળ લઈ જાય છે. આપણે સંસ્થાઓમાં તો કામ કરતાં રહીશું,પરંતુ આજની કંપનીઓનાં પારંપારિક સ્વરૂપ કરતાં એ સંસ્થાઓ સાવ જ અલગ હશે. ભવિષ્યની પ્રતિભાઓને આકર્ષવા અને સંસ્થામાં ટકાવી રાખવા માટે સંસ્થાનાં માળખાં કેવાં ઘડવાં એ વિશે સંચાલકોએ ફેરવિચારણા કરવી પડશે.


આત્યંતિક અસ્થિરતા અને વિક્ષેપકારી પરિવળો વચ્ચે, પ્રોફેસર જોહ્ન પી. કોટ્ટર વ્યાપાર ઉદ્યોગના અગ્રણીઓ માટે મોટો પડકાર સ્પર્ધાત્મક બની રહેવાની સાથે નફાકાર પ્રગતિ કરવાનો જુએ છે. તેઓ દ્વિવિધ તંત્રવ્યવવ્સ્થાને (dual system) આ પરિસ્થિતિના ઉપાય તરીકે સુચવે છે. આ વ્યવસ્થામાં પરિપક્વ સંસ્થાના ગિઝાના પિરામિડ જેવાં માળખાંને બદલે સ્ટાર્ટ-અપનાં સુર્યગ્રહમંડળ સ્વરૂપ નેટવર્ક વડે ચપળતા અને ઝડપ સિધ્ધ કરી શકાય છે. પરિપક્વ સંસ્થાના પદાનુધિક્રમ પર ભારરૂપ થવાને બદલે તે ખુબ પ્રભાવકરી રીતે પૂરક નીવડે છે. પરિણામે સંસ્થાએ જે કરવાનું છે તે યથોચિત પ્રમાણમાં કરવાનું સરળ બને છે. આથી આખી સંસ્થાનું વ્યવહાર સંચાલન વ્યૂહાત્મક પરિવર્તનોને સતેજ બનાવવાની સાથે સાથે સરળ પણ બને છે આમ આ વ્યવસ્થાઓ 'આ અથવા પેલું'ના સવાલોમાં ગુંચવાઈ જવાને બદલે 'અને બન્ને' સ્વરૂપે એકતાલમાં ચાલતી બે વ્યવસ્થાઓ બની રહે છે. [4]

 


મેક્કિન્ઝીનાં ૨૦૧૮માં કરાયેલાં સંશોધન અનુસાર અહીં ૯ એવી અત્યાવકશતાઓ દર્શાવાઈ  છે જે ભવિષ્ય માટે સજ્જ સંસ્થાને ટોળાંથી અલગ તારી શકે.


એ સંશોધન નોંધ લે છે કે આ નવ પૈકી જે ત્રણ અત્યાવશકતાઓ હિંમતભર્યાં પગલાંઓ સ્વરૂપે અલગ પડે છે -ધ્યેય માટે પગ ખોડી ઊભા રહેવું (અભ્યાસમાંની ૮૩% કંપનીઓ), પારિસ્થિતિક તંત્રવ્યવસ્થાનું ઘડતર કરવું (૮૩) અને માહિતી -સામગ્રી સમૃદ્ધ ટેકનોલોજિ-સંવર્ધિત મંચ ખડો કરવો (૭૩%).

તે ઉપરાંત, આ નવેનવ અત્યાવશકતાઓને આવરી લેતાં 'આપણે કોણ', 'આપણી કામ કરવાની પદ્ધતિ કેવી' અને 'આપણો વિકાસ શી રીતે થાય છે' એવાં ત્રણ વર્ગીકરણ પર નજર કરતાં નોંધી શકાય છે કે શ્રેષ્ઠ કામગીરી કરતી કંપનીઓ કોઈ એક પ્રકારનાં વર્ગીકરણ પર ધ્યાન કેન્દ્રીત કરવાને બદલે ત્રણે ત્રણ પ્રકારો પર ધ્યાન આપતી હતી.

જે જીતે તે જ સિકંદરવાળી અર્થવ્યવસ્થામાં જ્યાં સરેરાશથી સારી કામગીરી પણ મૂડીરોકાણનાં ખર્ચ કરતાં વધારે વળતરની ખાત્રી ન આપી શકે, ત્યાં કામગીરીનાં નવોથાનના માપદંડ ઉંચાને ઊંચા જ જતા રહે તે સિવાય બીજી શી અપેક્ષા કરી શકાય. [5]

14 Principles of the Future Organization - Jacob Morgan



વધારાનાં વાંચન

¾    The Coming of the New Organization by Peter F. Drucker

¾    The Organization of the Future - Frances Hesselbein, Author, Marshall Goldsmith, Editor, Richard F. Beckhard, Editor | Jossey-Bass $26 (399p) ISBN 978-0-7879-0303-9

¾    The Nature of the Future - Dispatches from the Socialstructed World By Marina Gorbis

¾    Organizing for the FutureMcKinsey & Company

હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીએ.

આપણા આજના અંકમાં ASQ TV પર, પ્રકાશિત વૃતાંત જોઈશું

Jim L. Smithની Jim’s Gems નો લેખ-  

Improve Your System - તંત્રવ્યવસ્થાની ખામીઓને 'પછીથી'ના થપ્પામાંથી ખસેડીને 'અત્યારે જ કરવું જરૂરી'માં ખસેડવું -

હંગામી ધોરણે કરવાથી તે કામ નહીં કરે. તંત્રવ્યવસ્થાઓની રચના અને ભુલસુધારણાને 'કાયમી' સ્વરૂપે જ કરો. એવી પ્રવૃત્તિઓ ખોળી કાઢો જે તમારે બદલે તમારી ટીમ, ફરી ક્યારે પણ કરવું ન પડે એ રીતે, કરી શકે !

તમારા માહિતી-સામગ્રીનાં સંગ્રહ વિશેના દૃષ્ટિકોણને નવેસરથી વિચારો અને પછી તેને વળગી રહો.

જિંદગીભર શીખતાં રહી શકાય એવી વ્યવસ્થા ગોઠવો અને પછી તે માટેની પ્રતિબધ્ધતા જાળવો.

તમને પાછળ રાખી મુકતી પ્રવૃત્તિઓને બીજાંને સોંપવી કે ટાળવી જેવી દિનચર્યાની ફેરવ્યવસ્થા  આખાં વર્ષ દરમ્યાન કરતાં રહેવા જેવું અસરકારક કામ છે.

Quality Magazineના સંપાદક, ડેર્રીલ સીલૅન્ડ, ની કૉલમ From the Editor' નો નવો લેખ

Why Adopt Risk-Based Thinking? - સંસ્થાઓએ જોખમ-આધારિત વિચારસરણી અપનાવવી જોઈએ, ખા તો જ્યારે તેઓએ પડકારજનક, ઝડપથી બદલતી, અને બીજી બધી રીતે અનિશ્ચિત પરિસ્થિતિઓનો સામનો કરવાનો હોય.…., કેમકે તેને કારણે સંસ્થાઓ અપરિચિત વિશે આયોજન કરવા માટે સમય અને સંસાધનોનું રોકાણ કરવા પ્રેરાય છે. ….. જોખમ સાથે કામ પાર પાડવાની વિચારસરણી કંપનીઓને લાંબે ગાળે ફાયદાકારક પણ નીવડે છે. જોખમો વિશે વિચારવામાં, તેમને ખોળવામાં અને તેમની સાથે કામ લેવામાં જે સમય આપવો પડે છે તે સહયોગીઓને સંસ્થાની પ્રક્રિયાઓને સંસ્થના ઉદ્દેશ્યના સંબંધમાં નવા દૃષ્ટિકોણથી જોવા અને સમજવામાં મદદરૂપ થવાની સાથે નવું શીખવાની પ્રગતિમાં સહભાગીદારી દ્વારા સંસ્થાની સંસ્કૃતિને વધારે સઘન કરવામાં અને પરિણામોને સુધારવામાં પણ મદદરૂપ બને છે. …. જે સંસ્થાઓ જોખમ-આધારિત વિચારસરણી અપનાવે છે ત્યાં વણઅપેક્ષિત ઘટનાઓ માટે પ્રતિભાવ આપવાનો સમય ઘટાડવાની સાથે તે ફરી ફરી થવાના સમયમાં ઘટાડો કરે છે અને તેની અસરો અને નુકસાનો પણ ઘટાડે છે. આ પ્રક્રિયા સમગ્ર સંસ્થામાં માહિતી આદાનપ્રદાન અને સંવાદને સુધારે છે, જે નવી નવી સુધારણાઓ અને વિકાસની તકો ઊભી કરે છે.

સંપોષિત સફળતાનાં ઘડતર અને જાળવણીની દૃષ્ટિએ ભવિષ્યમાં XXXXની ભૂમિકા વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

No comments: