Sunday, July 4, 2021

સાહિરનાં પ્રેમાનુરાગનાં ગીતો : એક ફિલ્મનો સાથ

 સાહિરનાં પ્રેમાનુરાગનાં ગીતો


આ વર્ષ સાહિર લુધિયાનવીની જન્મશતાબ્દી (૮ માર્ચ, ૧૯૨૧)નું વર્ષ છે. માર્ચ, ૨૦૨૧માં લગભગ દરેક સામયિક, અખબારોમાં, કે બ્લૉગ પર તેમને અંજલિ આપતા લેખોનો ધોધ વહી નીકળ્યો. સાહિરનાં જીવન, કવન અને ફિલ્મ સંગીતની લગભગ બધી જ બાબતોને આ લેખોમાં સાહિરને છાજે એવો ન્યાય મળ્યો. તેમણે લખેલાં ૭૨૪ ગીતોમાંથી મોટા ભાગનાં ગીતો પણ તેમના ચાહકો ભુલ્યા જ નથી.  આ બધા લેખો પર એક નજર કર્યા પછી સાહિરની જન્મશતાબ્દી વિશે,  અલગ દૃષ્ટિકોણથી, સાહિરના કાવ્યોના શબ્દો જેટલું જ જોમ ધરાતું હોય એવું પદ્ધતિસર રીતે,  કંઈ ખાસ કહેવાનું બાકી હોય તેમ મને પણ ત્યારે ન જણાયું.

પ્રકાશિત થયેલ લેખોને, પછીથી, મમળાવતાં મને બે બાબતો ધ્યાન પર આવી  -

એક, હિંદી ફિલ્મ સંગીતના સુવર્ણકાળના એસ ડી બર્મન, એન દત્તા, રવિ, રોશન, ઓ પી નય્યર, મદન મોહન, જયદેવ કે ખય્યામ ઉપરાંત સાહિર લુધિયાનવીએ જેમને બીજી પેઢીના કહી શકાય એવા કલ્યાણજી આણંદજી, લક્ષ્મીકાંત પ્યારેલાલ અને આર ડી બર્મન ઉપરાંત  નવી પેઢીના રાજેશ રોશન સાથે પણ ગીતો લખ્યાં છે.

બીજું, સાહિરને મોટા ભાગે એક વિદ્રોહી કવિ તરીકે વધારે ઓળખવામાં આવે છે. પરંતુ હિંદી ફિલ્મના ગીતલેખક હોવાની રૂએ તેમણે પ્રેમ અને અનુરાગનાં ગીતો પણ લખ્યાં જ હશે તે વાતની ચર્ચા જો થઈ છે તેઓ બહુ અછડતી જ થઈ છે.

આ બે બાબતોએ મને 'સાહિરનાં પ્રેમાનુરાગનાં ગીતો'નિ પ્રસ્તુર લેખમાળા કરવાનો વિચાર આપ્યો. પ્રસ્તુત લેખમાળામા સાહિરે, તેમની કારકિર્દીની શરૂઆત (૧૯૪૮)થી લઈને તેમનાં અવસાન સુધી  જેમની સાથે કામ કર્યું છે તે દરેક સંગીતકારોની દરેક ફિલ્મોમાંથી, પ્રેમભાવને વણી લેતાં, એક એક  ગીતને અહી રજૂ કરવાનો આશય છે. જ્યાં સુધી ગીતની ડિજિટલ આવૃતિ મળશે ત્યાં સુધી તેમની ન રીલીઝ થયેલી ફિલ્મોનાં ગીત પણ અહીં આવરી લઈશું.

ગીતની પસંદગીમાં એક જ માપદંડ રાખેલ છે - ગીત મહદ અંશે પ્રેમભાવનું ગીત હોવું જોઇએ - એ ભાવ સાહિરની શૈલીને છાજે તેમ કાવ્યમય ભાષામાં પ્રગટ થતો હોય કે પછી હિંદી ફિલ્મોમાં બહુધા થતું હોય છે તેમ શબ્દોની સ્થુળ ગુંથણીમાં પ્રગટ થતો હોય. જોકે મૂળતઃ કરૂણ રસનાં, કે સામાજિક અસમાનતાઓ કે અન્યાયોને રજૂ કરવાની સાથે સાહિરની લેખનીની તેજાબી અભિવ્યક્તિને સ્પર્શતાં, ગીતોને અહીં નથી લીધાં. તે જ રીતે આ લેખમાળામાં સાહિર રચિત કવ્વાલીઓ કે કવ્વાલી થાટમાં રચાયેલાં ગીતોને પણ અહીં નથી લીધાં.

ગીતોની રજૂઆતમાં મુખડાના બધા જ શક્ય બોલ અને સાહિરની અભિવ્યક્તિની કુમાશ કે ખુબી જણાય તેવી અંતરાની પંક્તિઓ માત્ર  હું મુકવા ધારૂં છું. ગીત વિશે મારાં મતવ્યને ઉમેરીને હું એ દરેક ગીતના બોલમાં બ્યક્ત થતી સાહિરાની ખૂબીઓ તેમજ  યુટ્યુબ ક્લિપ જોવા સાંભળવાની મજા માણવાને મોળી નથી કરી દેવા માગતો.

'સાહિરનાં પ્રેમાનુરાગનાં ગીતો' લેખમાળાની શરૂઆત આપણે એ સંગીતકારોની રચનાઓથી કરીશું જેમની સાથે સાહિર લુધિયાનવીનો સાથ એક જ ફિલ્મ પુરતો રહ્યો હોય.

એક ફિલ્મનો સાથ

સાહિર લુધિયાનવીએ બધું મળીને ૧૨૨ ફિલ્મો માટે ગીતો લખ્યાં છે, જે ૩૧ સંગીતકારોએ સ્વરનિયોજિત કરેલ  છે. આ ૩૧ સંગીતકારોમાંથી ૧૪ સંગીતકારોનો સાહિર લુધિયાનવી સાથેનો સાથ માત્ર એક ફિલ્મ પુરતો જ રહ્યો છે.

સાહિરનું હિંદી ફિલ્મ જગતનું  પહેલું કદમ સંગીતકાર  જી ડી કપુર સાથે હતું. તેમનો સંબંધ એક ફિલ્મ પુરતો રહ્યો. સાહિરનાં સૌથી વધુ ગીતો આવરી લેતા ૫૦ના દાયકામાં સાહિરનો એક ફિલ્મનો સાથ ૬ સંગીતકારો સાથે થયો . એ પૈકી ત્રણ સંગીતકારોનો સાથ સાહિર તેમની સફળતાની સીડી પર, એસ ડી બર્મન સાથે, જે વર્ષમાં નિશ્ચિતપણે આગળ વધતા ગણાય એ ૧૯૫૩માં થયો. '૬૦ના દાયકામાં એક ફિલ્મનો સાથ રહ્યો હોય એવા માત્ર બે જ કિસ્સા છે. સાહિરના  સંધ્યાકાળની શરૂઆત સમા '૭૦ના દાયકામાં  તેમણે ૨૬ ફિલ્મો માટે ગીતો લખ્યાં, જેમાંથી  ચાર ફિલ્મો એક-ફિલ્મનો સાથની ફિલ્મો છે. '૮૦ના દાયકાની આઠ અને ત્રણ રીલીઝ  ના થયેલી ફિલ્મોમાંથી  એક ફિલ્મનો સાથ ધરાવતી એક જ ફિલ્મ હતી. આમ આપણે આજના મણકામાં સાહિરની લગભગ સમગ્ર કારકિર્દીની ઝલક મેળવી શકીશું.

'આઝાદીકે બાદ' (૧૯૪૮, સંગીતકાર જી ડી કપૂર) માં દેશપ્રેમ સિવાયનાં કોઈ અન્ય ગીત નથી. 'લાલ નિશાન'(૧૯૫૯, સંગીતકાર નિર્મળ કુમાર) માં સાહિરે લખેલ એક માત્ર ગીત કવ્વાલી છે, અને 'માસૂમ' (૧૯૬0, સંગીતકાર રોબિન ચેટર્જી) નો વિષય બાળકોના સંબંધમાં હતો, પરંતુ તેમાં સદનસીબે વયસ્કોના પ્રેમને વ્યક્ત કરતા મસાલા ગીતનું ઉમેરણ ટાળવામાં આવ્યું છે. આમ, આજના આ મણકામાં જી ડી કપૂર, નિર્મળ કુમાર અને રોબિન ચેટર્જીની એક પણ રચના જોવા નહીં મળે.

મેરી નિગાહોંમેં…. ઉન મસ્તાના આંખોંકી કહાની હૈ, મોહબ્બત હી મોહબ્બત હૈ જવાની હી જવાની હૈ - અલિફ લૈલા (૧૯૫૩) - તલત મહમૂદ – સંગીતકાર: શ્યામ સુંદર


મોહબ્બત મેરી દુનિયા હૈ
મોહબ્બત શાયરી મેરી
મોહબ્બત મેરા નગ઼મા હૈ
મોહબ્બત ઝિંદગી મેરી
મોહબ્બત કે સહારે…
એક નયી દુનિયા બસાની હૈ

મોહબ્બત હી મોહબ્બત હૈ
જવાની હી જવાની હૈ ……

કિસીને નઝર સે નઝર મિલા દી….મેરી ઝિંદગી….જ઼ુમ કર મુસ્કરા દી - હમસફર (૧૯૫૩) - તલત મહમૂદ, આશા ભોસલે – સંગીતકાર: અલી અકબર ખાં

ઝુબાં સે તુમ કુછ ન બોલે થે લેકિન,....
… નિગાહોં ને દિલ કી કહાની સુના દી

હર એક સાંસ મસ્તીમેં ડુબી હુઈ હૈ….
ખુદા જાનતા હૈ કી ક્યા સે પીલા દી

મેરી તાઝા દુનિયા પે રંગ આ ગયા હૈ...
કિસીને ખયાલોકી મહેફિલ સઝા દી

યે મૌસમ યે હવાયેં યે રુત સુહાની ફિર ન આયેગી … જવાની મૌજ-એ-દરિયા હૈ જવાની જો લૌટ કે ન આયેગી - શોલે (૧૯૫૩) હેમંત કુમાર, ગીતા દત્ત – સંગીતકાર: ધનીરામ


નિગાહે મિલા ઔર એક જામ લેલે…
જવાની કે સર કોઈ ઈલ્ઝામ લેલે….
નિગાહેં મિલા….

નિગાહોં કે સાયે ન પલટી હૈ દુનિયા…
હસીનો કે હમરાહ ચલતી હૈ દુનિયા ...…
હસીનો કે પહલૂ મેં આરામ લેલે…
નિગાહેં મિલા…..

આજ કિસીકે દિલકે હાથોંને દિલકે તારોંકો છેડ દિયા - સાવધાન (૧૯૫૪) - આશા ભોસલે – સંગીતકાર: વસંત રામચંદ્ર

આજ મેરી તન્હાઇ અપને આપસે ભી શર્માને લગી
દિલકી ધડકન નગમા બનકર, હોઠોં પર લહરાને લગી,
જો સાહિલકો સાથ બહા લે
ઉન ધારોંકો છેડ દિયા

હર ઝોકેસે મુઝકો ઉનકે સાથકી ખુશબુ આતી હૈ
તનમન મેં એક ઠંડી ઠંડી આગ બીખરાતી જાતી હૈ
જાને કિસીકી શૌખ નઝર ને….
અંગારોકો છેડ દિયા

 


દિલકી દુનિયામેં આ કે ન જાના, તુઝે મેરી ક઼સમ ન રૂલાના ,.. યા રબ્બા… તેરી તેરી….યાદ…. - ચિનગારી (૧૯૫૫) - લતા મંગેશકર, અજાણ્યો પુરુષ સ્વર સંગીતકાર: મનોહર

આજા પ્યાર કે તરાને ગાયે….
આજા એક જહાં બસાયે
ચાંદકા દિયા હો
જિસમેં તારે લોરીયાં સુનાયે ….

સપનોંકે ડોલેમેં ઝુલા ઝુલાયે બાગ-એ-સમા
ભીગી ભીગી રાત યે નજ઼ારે
દિલકી બાત કહતે હૈ સિતારે
આંખોં મેં નુર ભર દે
દિલમેં સરુર ભર દે

આરઝૂ યહી મેરી જ઼ુસ્તજ઼ુ યહી હૈ
ન જા દિલબર... ન અખિયોંમેં આકે
ઓ મેરે દિલરૂબા
ઓ મેરે દિલસે ન જા
હૈ યે દિલકી દુઆ

કશ્તીકા ખામોશ સફર હૈ શામ ભી તનહાઈ ભી, દૂર કિનારે પે બજતી હૈ લહરોંકી શહનાઈ ભી … આજ મુઝે કુછ કહેના હૈ - ગર્લ ફ્રેન્ડ (૧૯૬૦) - કિશોર કુમાર, સુધા મલ્હોત્રા – સંગીતકાર: હેમંત કુમાર

કબસે તુમ્હારે રસ્તે પે મૈં ફુલ બિછાયે બેઠી હું
કહ ભી ચુકો જો કહના હૈ મૈં આસ લગાયે બૈઠી હું

દિલને દિલકી બાત સમજ઼ લી, અબ મુંહ સે ક્યા કહના હૈ
આજ નહીં તો કલ કહ લેંગે, અબ તો સાથ હી રહના હૈ

કહ ભી ચુકો જો કહના હૈ

છોડો અબ ક્યા કહના હૈ

https://www.youtube.com/watch?v=WJL8CYgKELw

ઉમ્ર હુઈ તુમસે મિલે ફિર ભી જાને ક્યું ઐસા લગે પહલી બાર મિલે હૈં - બહુરાની (૧૯૬૩) - લતા મંગેશકર, હેમંત કુમાર સંગીતકાર: સી રામચંદ્ર

ઝુમ ઊઠા તન, મનમેં એક ઐસી બાત આ ગઈ,
જિસકી થી લગન….
આજ વો મિલનકી રાત આ ગયી

અકેલે રહ ગયે, અખિયાં બહ ગયી

ઉમ્ર હુઈ તુમસે મિલે ફિર ભી જાને ક્યું
ઐસા લગે પહલી બાર મિલે હૈં

ચોર... ... હમને ફસાયા.. હાયે… કે બચ ના પાયા. આ હા.. પકડમેં આયા…. – ભાઈ હો તો ઐસા (૧૯૭૨) - લતા મંગેશકર – સંગીતકાર: સોનિક ઓમી

હાયે રે કભી નૈન ઘુમાયે કભી હોઠ ચબાયે
મૈને ઈસકા પ્યાર બઢકાનેકો સભી તીર ચલાયે
મૈં થી તાકમેં કબસે
ફસા આજ સહાબસે
હો… અબ તો ચખા દું મજા

અબ સે પહલે યે દિલકી હાલત ન થી,... આજ ક્યા હો ગયા… ઝિંદગી દુસરોંકી અમાનત  ન થી - નવાબ સાહિબ (૧૯૭૮) - ઉષા મંગેશકર સંગીતકાર: સી અર્જુન

અપને અંદાઝ પર નાઝ કરતે થે હમ
હમકો અપની ક઼સમ
ગૈરસે બાત કરનેકી ફુર્સત ન થી
આજ ક્યા હો ગયા

બાહોંમેં તેરી મસ્તી કે ઘેરે, સાંસોમેં તેરી ખુશ્બુ કે ડેરે - કાલા પથ્થર (૧૭૯) - લતા મંગેશકર, કિશોર કુમાર સંગીતકાર: રાજેશ રોશન

ખ્વાબોંમેં જિસકો દેખા થા તન્હા જવાની બરસોંસે તકતી થી,
તુ વહી હૈ

છુનેસે જિસકો સીનેમેં મેરી લૌ જાગ સકતી થી,
તુ વહી હૈ

કુછ ખ્વાબ મેરે, કુછ ખ્વાબ તેરે
યું મિલતે જાતે હૈ

દિલ ખીલતે જાતે હૈ,
લબ ગુનગુનાતે હૈ

સાંસોમેં તેરી ખુશ્બુ કે ડેરે ખુશ્બુ કે ડેરે

યે આંખેં દેખકર હમ સારી દુનિયા ભુલ જાતેં હૈ - ધનવાન (૧૯૮૧) - લતા મંગેશકર, સુરેશ વાડકર – સંગીતકાર: હૃદયનાથ મંગેશકર

તુમ અપની મહકી મહકી જ઼ુલ્ફ કે પેચોંકો કમ કર દો
મુસાફિર ઇનમેં ગીરકર અપના રસ્તા ભુલ જાતે હૈ

… ….. … …. ….. …. …

બહુત કુછ તુમસે કહને કી તમન્ના દિલમેં રખતે હૈં
મગર જબ સામને આતે હો તો કહના ભુલ જાતે હૈં

મુહબ્બતમેં ઝુબાં ચુપ હો તો આંખેં બાત કરતી હૈ
યે કહ દેતી હૈ વો બાતેં જો કહના ભુલ જાતે હૈં

એક-ફિલ્મનો જ સાથ હોય ત્યારે સંગીતકાર અને ગીતકાર પાસે, ફિલ્મના વિષય, ગીતની એ સંદર્ભમાં સીચ્યુએશન, ફિલ્મનિર્માણ ટીમની નીતિઓ વગેરે જેવાં વિવિધ પરિબળોને કારણે  તેમનાં સંયોજનના અવનવા પ્રયોગો કરી શકવાની મોકળાશ ઓછી જ હોય એ સ્વાભાવિક છે. અહીં યુગલ ગીતોની સંખ્યા વધારે છે તે પણ સ્વાભાવિક છે કેમકે રોમેન્ટીક ગીતનાં ફિલ્મીકરણની સિચ્યુએશન માટે યુગલ ગીત હંમેશાં એક આદર્શ માધ્યમ રહ્યું છે. પરંતુ એ મર્યાદિત દેખાતી પરિસ્થિતિમાં પણ સમયના આટલા લાંબા ફલક દરમ્યાન પણ સાહિર પોતાની આગવી સર્જકતાને બરકરાર રાખતા જણાય છે.  બોલની પસંદગી અને તે સાથે જ દેખાતું શબ્દભંડોળનું વૈવિધ્ય, કે અલગ અલગ પ્રકારની બોલીની રજૂઆતની શૈલી જેવી બાબતોને સાહિર કાવ્યાત્મક  ન્યાય કરી રહે છે.

હવે પછી બે ફિલ્મોનો સાથ કરનાર સંગીતકારો સાથેની સાહિર લુધિયાનવીની પ્રેમાનુરાગની રચનાઓ યાદ કરીશું.

No comments: