હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના ૯મા સંપુટના મણકા- ૦૬_૨૦૨૧માં આપનું સ્વાગત છે.
સૌ પ્રથમ આપણે ૧૬.૦૬.૨૦૨૧ના
રોજ ચિરવિદાય લઈ ગયેલ અભિનેતા ચંદ્રશેખરને અંજલિ આપીશું-
'I got more praise than the hero' -
'૬૦ના દાયકામાં ચા ચા ચા, સુરાગ, સ્ટ્રીટ સિંગર જેવી ફિલ્મો્ની
વિવિધ ભૂમિકાઓને અને તે પછી ટીવી સિરીયલ રામાયણમાં આર્ય સુમંતની ભૂમિકાને જીવંત
કરેલ ચંદ્રશેખર(વૈદ્ય) ૯૫ વર્ષની વયે દેહ વિલય પામ્યા..
હવે અન્ય તિથિઓને
યાદ કરતા લેખો તરફ આપણું ધ્યાન ફેરવીશું –
Songs of Yore completes eleven years
When Dimple Kapadia refused to badmouth Rajesh Khanna: 'Don’t you dare try to extract any nasty statements' – ૮ જૂનના રોજ ડીમ્પલ કાપડીયાના જન્મદિવસની યાદમાં આ ઘટના યાદ કરીએ.
Remembering Razak Khan on his 5th death anniversary
(01/06).
How the Kamat Foto Flash agency became as iconic as the
movies it was hired to snap - Nandini Ramnath - હિંદી
ફિલ્મોના ક્રેડીટ ટાઇટલ્સમાં સ્થિર ચિત્રણ માટે '૪૦ના દાયકાથી
જ બહુધા જોવા મળતું આ આન હવે તેમની પાસેની તસવીરોના સંગ્રહને વ્યવસ્થિતરૂપે સાચવવા
પર ધ્યાન આપી રહેલ છે.
દામોદર કામત | સૌજન્ય Kamat Foto Flash
Mani Ratnam at 65: Made in Madras,
his superb songs enthral all of urban India - Shaikh Ayaz -
મણિ રત્નમ-ઈલૈયારાજા-એ આર
રહેમાનનાં સયોજને તમિલ અને હિંદી ફિલ્મોનાં સંગીતમાં પોતાનું આગવું સ્થાન બનાવેલ
છે. જેટલી મણિ રત્નમની ફિલ્મો વાસ્તવિક એટલાં જ એ ફિલ્મોનાં ગીતો અતર્કબધ્ધ, વિશાળ પાયા પર
ફિલ્માવાયેલાં અને સ્વપ્નવત હોય.
Golden Era of Bollywood પર શૈલેન્દ્ર શર્માએ આટલી પૉસ્ટ્સ મૂકી છે:
- Rehman- Chhote Sarkar & Chenoy Seth of
Bollywood
- Does the English Title of a Hindi Film
Helps a Flm...
- DAVID- The 'John Chacha' of Bollywood
- The Cool & Supportive On-screen Dads
of Bollywood
- DAAN SINGH- Zikr Hota Hai Jab Qayamat Ka,
Tere Jal...
- The Super Hit Combination of Hemant Kumar,
Dada Bu...
- Prem Dhawan - A Multi-Talented Personality
of Boll...
- Bollywood songs talk about Food or Sweets-
Part 1
- 20 Bollywood Songs Shot in Beautiful
Locations in ...
- Raj Khosla- The Man With The Golden Toucn
- Vasant Desai - His Songs have become the
part of o...
- Bobby Turns 64
- Khwaja Ahmed Abbas- The Soul of Raj Kapoor
& The m...
- Rajendra Krishan- A Low Profile Lyricist
and Scrip...
- Why Bollywood is Lagging Behind on Films
on Enviro...
- Nutan- She Made 'Kalyani' of Bandini an
Immortal
- Bollywood Journey of Bicycles.
- Raj Kapoor & His Songs are Immortal
- Vinod (Eric Roberts) - The Forgotten Music
Director
હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ' ના સંદર્ભે 'હેમંત કુમારની કારકિર્દીનાં પોતમાં અનોખી
ભાત પાડતા કેટલાક મહત્ત્વના સંબંધોના તાણાવાણા'માં હેમંત
કુમારનાં લતા મંગેશકરનાં બંગાળી ગીતો ની વાત કરેલ છે..
હેમંત કુમાર
જન્મશતાબ્દી નિમિત્તે ૯ અંકોના ૧૬ મણકામાં કરેલ દીર્ઘ લેખમાળા .... મગર હમ તુમ્હારે રહેંગેનું
સંકલિત સંસ્કરણ પર ક્લિક કરવાથી વાંચી / ડાઉનલોડ કરી શકાય છે.
જૂન,
૨૦૨૧ના વિસરાતી
યાદો...સદા યાદ રહેતાં ગીતો માં
'દત્તારામ – મેરે આંસુઓ પે ન મુસ્કરા'માં
૧૯૬૫નાં વર્ષમાં દત્તારામ દ્વારા સંગીત નિદર્શીત ફિલ્મોનાં ગીતોને યાદ કરેલ છે. અત્યાર સુધી, આપણે દત્તારામે રચેલાં
૧૯૫૭ થી
૧૯૫૯નાં ગીતો ૨૦૧૮માં ,
૧૯૬૦ અને
૧૯૬૧નાં ગીતો ૨૦૧૯માં, અને
૧૯૬૨ અને
૧૮૬૩નાં ગીતો ૨૦૨૦માં
સાંભળી ચુક્યાં છીએ.
Dattaram Part 1: Under
the shadow of big banyan tree with songs of Mukesh and Manna Dey
ની પાછળ પાછળ Dattaram Part 2: Breaking out of the Banyan Tree with
‘Other’ Singers દત્તારામે અન્ય ગાયકો સાથે
પણ રચેલં ગીતોની ચર્ચા આવરી લેવાઈ છે.
૧૦૨ નોટ આઉટ - રાજેન્દ્ર
ક્રિશ્ન - કાજલ ઓઝા વૈદ્ય
- રાજેન્દ્ર ક્રિશ્ન એક એવા લેખક હતા જેમણે ફિલ્મોના સંવાદો લખ્યા, ઉત્તમ ગીતો લખ્યાં, અને હિન્દી સિનેમાને
બે દાયકા સુધી એવું ઉત્તમ કામ આપ્યું જે આજ સુધી ભુલાયું નથી.
હવે નજર કરીએ અન્ય વિષયો પરના કેટલાક લેખો પર –
Mehfil announces the month of ‘Train Songs’ - ટ્રેન, ટ્રેનના પાટાઓ, રેલ્વે સ્ટેશન, રેલ્વે પ્લેટફોર્મ અને કોઈને લેવા કે મુકવા આવવાના પ્રસંગોનું
હિંદી ફિલ્મોમાં અને ગીતોમાં ખાસ સ્થાન રહ્યું છે. Part I માં એવાં શ્વેત શ્યામ ગીતોને આવરી લેવાયાં છે જે ટ્રેનની
ગતિના તાલ પર હોય જ્યારે Part II માં રંગીન ફિલ્મોનાં એ જ પ્રકારનાં ગીતો જોવા/સાંભળવા મળે
છે. અને હા, Train songs without the Train Rhythm વિના તો લેખમાળા અધુરી જ રહે.
लफ़्ज़ों
में फेर बदल – कुछ फ़िल्मी गीतों पर मेरा अभिप्राय માં
ગીતના અમુક બોલ વિશે લેખિકા તેમનો આગવો , તર્કબધ્ધ, અભિપ્રાય દર્શાવે છે
‘Hindi Cine Raag Encyclopaedia’ by KL Pandey: Book Review - ૧૯૩૧થી ૨૦૨૦ સુધીની હિંદી ફિલ્મોનાં ૨૦,૦૦૦થી વધુ ગીતોનો અભ્યાસ કરીને કે એલ પાંડેય દ્વારા સંકલિત
મહાગ્રંથ ‘Hindi Cine Raag Encyclopaedia’, હિંદી ફિલ્મનાં ગીતોના ચાહકો, સંશોધકો અને ઇતિહાસકારો માટે એક અમૂલ્ય નઝરાણું બની રહે છે.
ઈન્ડીયન એક્ષપ્રેસનાં Sampada Sharma નાં અઠવાડીક કોલમ,
Bollywood Rewind,
ના લેખો –
- Naya Daur: Of the new era that will always be intimidating - દિલીપ કુમાર, વૈજયંતિમાલા અભિનીત, બી આર ચોપરાની ૧૯૫૭ની ફિલ્મ 'નયા દૌર' ઔદ્યોગિક યુગની આડ અસરો સામે અંગુલી નિર્દેશ કરવાની સાથે પ્રેમની દાસ્તાન (ના ચતુષ્કોણ)ને વણી લે છે.
- Madhumati: The fantasy of reincarnation - ૧૯૫૮ની બિમલ રોયની ફિલ્મ 'મધુમતી' પુનઃજન્મની જાળમાં લપેટાયેલાં પ્રેમી યુગલને સુખદ અંત પ્રાપ્ત થાય એવી કલ્પનાને ઘુંટે છે.
- CID: The Dev Anand thriller that gave Bombay its anthem - દેવ આનંદ વહીદા રહેમાન અભિનીત રાજ ખોસલા દિગ્દર્શિત 'સી આઈ ડી' એક કાલાતીત થ્રીલર છે.
- Pyaasa: Guru Dutt questions the meaning of life in this timeless classic - 'જીવનના અર્થ'ના તલાશમાં સદાય 'પ્યાસા' રહેલ માનવી વાત સચોટપણે માં ગુરુ દત્તે કહી બતાવી છે.
૧૯૪૪નાં ગીતોને ચર્ચાની એરણે લેવાની
શરૂઆત 'પ્રવેશક'થી કરી અને પછી Memorable
Songs of 1944માં નોંધાઈ ચુક્યાં છે તે ગીતો સિવાયનાં 'પુરુષ સૉલો ગીતો'ને ચર્ચાની એરણે લીધાં છે.
અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત
ગૌતમની 'રાગરંગ' કોલમના જૂન, ૨૦૨૧ના લેખો:
'બૉબી'ની અનેકરંગી અભિનય 'લીલા'
સોનલ પરીખ 'જન્મભૂમિ'ની 'મલ્ટિપ્લેક્ષ' પૂર્તિમાં કોઈ એક ગીતને
લઈને 'છૂ કર મેરે મન કો' કોલમ કોલમના જૂન, ૨૦૨૧ ના લેખો.
કાલી ઘટા છાયે મોરા જિયા તરસાયે
હૈ અપના દિલ તો આવારા ન જાને કિસ પે આયેગા
મોરે પિયા...
શ્રી અજિત પોપટની કોલમ 'સિને મેજિક'માં જૂન, ૨૦૨૧થી કલ્યાણજી આણદજીની જોડી વિશે વાત શરૂ કરાઈ છે. પહેલાંના લેખોમાં બન્ને ભાઈઓનાં અંગત વ્યક્તિત્વ અને અન્ય સાંદર્ભિક પશ્ચાદભૂમિકા રજૂ કરાઈ છે.–
ફિલ્મ ફ્લોપ, મ્યુઝિક હિટ- ફ્લોપ ફિલ્મોના સંગીતે કલ્યાણજી વીરજીની કારકિર્દી જમાવી !
1959માં એક સાથે છ ફિલ્મો કરી, માત્ર સંગીત ગૂંજ્યું, ફિલ્મોનો ધબડકો વળ્યો !
કલ્યાણજી વીરજીના ‘દિલ લૂટનેવાલે જાદુગર...’ અને ‘તુમ્હેં યાદ હોગા કભી....’ગીતોએ ધૂમ મચાવી !
છલિયાનાં ગીતોથી બોલિવૂડમાં બે સગ્ગા ભાઇઓની બીજી સંગીતકાર જોડી સ્થપાઇ
જૂન, ૨૦૨૧ માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:
તડપ/તડપાનાને લગતાં ફિલ્મીગીતો : दिल तडपे तडपाये
તમન્નાને લગતા ફિલ્મીગીતો – धड़कते दिल की तमन्ना
સવેરે કા સૂરજ તુમ્હારે લિયે હૈ… કિશોર કુમારે ગાયેલાં ઓ પી નય્યરનાં ગીતો [૩]
હિન્દી ફિલ્મીસંગીતના વાદકો અને નિયોજકોનો પરિચય કરાવતી “ફિલ્મસંગીતના નક્શીકારો” શ્રેણીમાં પિયૂષ પંડ્યા હોમી
મુલ્લાં ની પ્રતિભાનો પરિચય કરાવે
છે...
નલિન શાહના પુસ્તક – Melodies, Movies &
Memories – માંથી ચૂંટેલા લેખોના શ્રી પિયૂષ મ. પડ્યા વડે કરાયેલા ગુજરાતી અનુવાદની શ્રેણી ‘સૂરાવલિ,
સિનેમા અને સ્મૃતિઓ’માં સ્વની શોધમાં નૌશાદ રજૂ કરે છે.
બીરેન કોઠારીની ફિલ્મનાં ક્રેડીટ ટાઈટલ્સ સાથે વાગતાં ટાઈટલ
સોંગની શ્રેણીના પહેલા મણકામાં મેલા (૧૯૪૮)નાં ટાઈટલ ગીતને
રજૂ કરે છે.
Songs of (skewed!?) Work-Life Balance ના અંતમાં મુકેલી
પંક્તિઓ ફુર્સતનાં મહત્વની તાતી યાદ અપાવે છે
બદલ જાયે અગર માલી
ચમન નહીં હોત અખાલી
બહારેં ફિર ભી આતી હૈં
બહારેં ફિર ભી આયેગી
આપણા આ બ્લૉગોત્સવના દરેક અંકના
અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં
ગીત યાદ કરતાં હોઈએ છીએ.
યે દિલકશ ન હોગી મહતાબ કી
કિરન મેં… શીશે કા યા હો પથ્થરકા દિલ, મોહબ્બત કરેગા તો ધડકેગા-
બાત એક રાત કી (૧૯૬૨) -
આશા ભોસલે સાથે – સંગીતકાર: એસ ડી બર્મન
- ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
યે ગોરા ગોરા મુખડા યે કાલા કાલ તીલ - ગંગુ (૧૯૬૨)- ગીતા દત્ત સાથે – સંગીતકાર: કલ્યાણજી આણંદજી – ગીતકાર: પ્રેમ ધવન
જામ ચલને કો હૈ, સબ અહલે નઝર બૈઠે હૈ… સાક઼ીયા ઐસી પિલા દે હમ કો દીવાના બના દે - માલ રોડ (૧૯૬૨) – સંગીતકાર: સુદર્શન – ગીતકાર: વીરેન ડબ્લીશ
ચાંદ જૈસા બદન ફૂલ સા પેહરણ - રુસ્તમ-એ-બગદાદ (૧૯૬૩) સંગીતકાર: એન દત્તા – ગીતકાર: અસદ ભોપાલી
તુમ સે, માનો માનો મુઝે તુમસે, પ્યાર હો ગયા હૈ - ચા ચા ચા (૧૯૬૪) - આશા ભોસલે સાથે – સંગીતકાર: ઈક઼્બાલ કુરેશી - ગીતકાર: ભરત વ્યાસ
કહાં સુરજ કહાં મૈં એક જલા, સીતારોં સે લિયે જા રહા હું ...જિગર કા દર્દ બઢતા જા રહા હૈ - સ્ટ્રીટ સિંગર (૧૯૬૬) - શારદા સાથે – સંગીતકાર: સુરજ (શંકર) ગીતકાર: હસરત જયપુરી
હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે
માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર
કરવા માટે આપનાં સૂચનો આવકાર્ય છે.
અહીં રજૂ કરાયેલ, લેખો, બ્લૉગ પૉસ્ટ્સ, તસ્વીરો અને વિડીયો / ઓડીયો લિંક્સના
પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.
No comments:
Post a Comment