Sunday, July 18, 2021

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - જુલાઇ, ૨૦૨૧

 ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૯મા સંસ્કરણના  જુલાઇ, ૨૦૨૧ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા બ્લૉગોત્સવનાં ૯મા સંસ્કરણના કેન્દ્રવર્તી વિષય 'સંપોષિત સફળતાનાં ઘડતર અને જાળવણીની દૃષ્ટિએ ભવિષ્યમાં XXXXની ભૂમિકા'ના સંદર્ભ સાથે સંલગ્ન વિષયો પરની આપણી ચર્ચાને હવે દરેક મહિને આગળ ધપાવીશું.

આ મહિને આપણે ભવિષ્યમાં ઉત્પાદન વિશે ટુંકમાં વાત કરીશું.-

આજની ઊભરતી ઉત્પાદન ટેકનોલોજિઓ વૈશ્વિક ઉત્પાદનનાં સમગ્ર ચિત્ર બદલવાને ઉંબરે ઊભી છે, જેને પરિણામે ઉત્પાદન ક્ષેત્રના અર્થતંત્રમાંના માળખાંનાં રૂપાંતરણ, વિકાસ અને નોકરીઓ ઊભી કરવાની પરંપરાગત ભૂમિકા પર મહત્ત્વની અસરો કરી શકે છે.

¾    ઈન્ડસ્ટ્રી ૪.૦ ટેક્નોલોજિઓ સ્પર્ધાત્મકતાને બળ આપતા તુલનાત્મ્ક ફાયદાઓ બદલી રહેલ છે.

¾    આજનાં ઉત્પાદન કેન્દ્રોમાં એક તરફ ટેક્નોલોજિઓ ઉત્પાદકતા વધારીને વધતાં જતાં મજૂરી ખર્ચને પહોંચી વળવામાં મદદરૂપ બને છે, તો બીજી તરફ તે મૂડી ખર્ચ ઘટાડીને ઓછી મજૂરી ખર્ચવાળા દેશોમાં ઉત્પાદનને  ઓફ્ફશોર કરવાની જરીરિયાત ઘટાડે છે. તદુપરાંત, ગ્રાહકની નજદીક રહેવું, કુશળ કારીગરોની ઉપલબ્ધતા અને પારિસ્થિતિક તંત્રની સુસંગતતા પણ પોતાને ત્યાં જ કામ પાછું લાવવામાં (reshoring) ચાલક પરિબળોની ભૂમિકા ભજવી રહેલ છે.   

¾    ઉત્પાદન પૂર્વેનાં આર એન્ડ ડી જેવી કે વેચાણ પછીની સેવાઓ જેવાં ઉત્પાદન પછીની પ્રવૃત્તિઓની મૂલ્ય વર્ધક પ્રવૃત્તિઓને કારણે ઉત્પાદન મૂલ્ય સાંકળની વચલી, પરંપરાગત, પ્રવૃત્તિઓનું, સાપેક્ષા અગત્ય ઘટી શકે છે.

¾    ટેક્નોલોજિઓના વિકાસની કૌશલ્યાભિમુખતા અને ઉત્પાદનની મૂડીગત પ્રાધાન્યતા ઓછી કુશળતાવાળા  કારીગરોની માંગમાં ઘટાડો કરશે, નોકરીનાં બજારમાં ધ્રુવીકરણ વધારશે અને આવકની અસમાનતાને વધારવામાં ફાળો આપશે.….ઈતિહાસનાં માર્ગદર્શન અનુસાર, નવાં કૌશલ્યો અને અણધાર્યા વ્યવસાયોની માંગ ભવિષયમાં વધશે.

¾    વિકાસશીલ દેશોમાં ઉત્પાદનની તકો આ કારણોસર રહી શકશે -:

o   વિકાસશીલા દેશોમાં ઉભરતો મધ્યમ વર્ગ ઉત્પાદકોને એ ગ્રાહકોનાં બહુ ઝડપથી વિકસતાં બજારની નજદીક જવા પ્રેરે

o   તાજેતરનાં સંશોધનો અનુસાર પરંપરાગત ઉત્પાદન ક્ષેત્રો સિવાયનાં, ઉત્પાદન ક્ષેત્રની વ્યાપારક્ષમતા અને વધુ ઉત્પાદકતાની ખાસિયતો ધરાવે છે અને વિકાસ અને રોજગારી વધારવાની તકો પૂરી પાડે છે, તેવા બાગાયતી- કૃષિ અનુ-ઉત્પાદન પ્રક્રિયાઓ, પ્રવાસન, અને અમુક આઈસીટી આધારીત સેવાઓ જેવાં – ધુમાડીયાં વિનાના ઉદ્યોગો – માટે વધતી પ્રાથમિકતા.[1]

ઉત્પાદન હવે માત્ર ભૌતિક પેદાશો બનાવવા પુરતું મર્યાદિત નથી રહ્યું. ગ્રાહકોના બદલાતા જતાં પસંદગીના માપદંડો અને સ્માર્ટ ઉત્પાદનોનાં આવવાથી ઉત્પાદન અને વહેંચણીનાં બદલાતાં જતાં આર્થિક પરિબળોએ ઉત્પાદકોને મૂલ્યો રચવા માટે તેમજ ઝડપી લેવા માટે નવા અભિગમો તરફ વિચારવાની ફરજ પાડી છે... ઉત્પાદનમૂલ્ય સાંકળની અવનવી ઉભરાતી સાંકળો પર વિખરાયેલા તેમ જ કેન્દ્રીત થયેલ ઉત્પાદકોને કારણે, જે એકમો ઊભરતાં પ્રભાવકારી કેન્દ્રોને સમજી શકે છે  તેમના માટે બહુ મોટો વ્યૂહાત્મક ફાયદો બની રહેશે. જેમ જેમ ઉત્પાદન ક્ષેત્રનાં નવાં પરિમાણોનાં ચિત્ર વિકસવાને,  અને વધારે ને વધારે આગ્રહો ધરાવતા ગ્રાહકો ઉભરી રહેવાને, કારણે  સ્પર્ધાત્મક દબાણો વધશે તેમ તેમ આ પરિસ્થિતી વધારે મહત્વ ધારવતી થતી જશે.[2]

મેક્કિન્ઝી  ગ્લોબલ ઇન્સ્ટિટયૂટનો એક મહત્વનો  અહેવાલ, Manufacturing the future: The next era of global growth and innovation, અત્યારે ઉત્પાદન ક્ષેત્ર વિશ્વ અર્થતંત્રમાં શું યોગદાન આપી રહેલ છે અને હવે પછીના દશકામાં શી રીતે વિકાસશે તે સ્પષ્ટ રીતે રજૂ કરે છે. તેમનાં તારણો નીચે મુજબ હતાં

¾     ઉત્પાદન ક્ષેત્રની ભૂમિકા બદલી રહી છે જેમ જેમ અર્થતંત્રો પરિપક્વ થતાં જાય છે તેમ તેમ તેનાં યોગદાનની ભૂમિકા બદલાતી જાય છે: આજનાં  આધુનિક અર્થતંત્રોમાં, માત્ર વિકાસ અને રોજગારીની નવી તકો સર્જવા કરતાં ઉત્પાદન ક્ષેત્ર નવોત્થાન, ઉત્પાદકતા અને વેપારને વધારે બળ આપે છે  આ દેશોમાં હવે ઉત્પાદન ક્ષેત્ર પણ વધારેને વધારે સેવાઓ વાપરી રહેવાની સાથે કાર્યક્ષમ રીતે કાર્યરત રહેવામાં પણ સેવાઓનો વધારેમાં વધારે ઉપયોગ કરી રહેલ છે.

¾     હવે ઉત્પાદન એકાધિકારી ક્ષેત્ર નથી રહ્યું. તે હવે અનેકવિધ પેટાક્ષેત્રોમાં વહેંચાયેલું છે જેમાં વૈશ્વિક નવોત્થાન વડે સ્થાનિક બજારો સાથે સંકળાયેલા ઓટોમોબાઈલ જેવા ઉદ્યોગો, પ્લાસ્ટિક ઉત્પાદનો કે છાપકામ, વિવિધ  પ્રકારના ફેબ્રીકેશન  કરતાં એકમો જેવા ક્ષેત્રીય પ્રક્રિયાભિમુખ ઉદ્યોગો, પેટ્રોલિયમ, ધાતુ વગેરે જેવા મૂળભૂત સંસાધનો  અને ઊર્જા પ્રાધાન્ય ઉદ્યોગો, કમ્પ્યુટર અને તેના ભાગો જેવાં આધુનિક ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો બનાવતા  વૈશ્વિક નવોત્થાન  પ્રેરીત ઉદ્યોગો, અને કાપડ જેવા શ્રમપ્રાધાન્ય ઉદ્યોગો જેવા ક્ષેત્રોમાં  સફળતાનાં  પોતપોતાનાં ચાલકબળો છે.

¾     ઉત્પાદન ક્ષેત્ર હવે નવા ગતિશીલ તબક્કામાં પ્રવેશી રહેલ છે. વિકાસશીલ દેશોમાં પણ જેમ જેમ નવો વૈશ્વિક ઉપભોગતા વર્ગ વિકસતો જાય છે અને જેમ જેમ નવપરિવર્તનો નવી નવી માંગ પેદા કરતાં જાય છે તેમ તેમ વૈશ્વિક ઉત્પાદકોએ માટે – વધારે અનિશ્ચિત વાતાવરણમાં - નવી નવી તકો  ઊભી થઈ રહી છે[3]

The Future of Manufacturing -  ધ વર્લ્ડ ઇકોનોમિક  ફોરમનો ફ્યુચર ઑફ મેન્યુફેક્ચરીંગ પ્રોજેકટ વૈશ્વિક ઉત્પાદનનાં પારિસ્થિતિક તંત્ર કેમ વિકસે છે તેના પર નજર રાખે છે. આ પાંચ મિનિટનાં નિરીક્ષણમાં ઉદ્યોગોનાં ભવિષ્યની તપાસ કરવાની સાથે ઉત્પાદન હવે ખરેખર પ્રસ્તુત રહેલ છે કે કેમ એ સવાલનો જવાબ ખોળવાનો પ્રયાસ કરાયો છે. ફ્યુચર ઑફ મેન્યુફેક્ચરીંગ પ્રોજેકટમાં બદલાતાં જતાં વિશ્વમાં સફળ થવા કંપનીઓએ અને રાષ્ટ્રોએ શું કરવું જોઈએ તે સ્પષ્ટ કરાયું છે.


નાણાકીય દૃષ્ટિએ ટકી રહી શકાય તેવી સ્થિતિસ્થાપકતા સિદ્ધ કરવા માટે કંપનીઓએ પોતાની પ્રાથમિકતાની મુદ્દાસર યાદી તૈયાર કરતાં રહેવું જોઈએ .

¾    જે પાસાંઓ પર નિયમન શક્ય છે તેના પર ધ્યાન કેન્દ્રીત કરીને કાર્યકારી સ્થિતિસ્થાપકતા સુધારવા માટેની તકો ખોળતાં રહેવું અને તે માટે જરૂરી અનુકુલનશીલતા બનાવ્યે રાખવા માટે આવશ્યક પ્રક્રિયાઓ અમલમાં મૂકવી  .

¾    કેન્દ્રીત પુરવઠા સાંકળોમાં વૈવિધ્ય લાવાવાની જરૂર ચકાસવા માટે પુરવઠા સાંકળનું અને તેનાં નબળાં પાસાનું પુંન: :મૂલ્યાંકન કરતાં રહીને અચાનક વિક્ષેપની  સ્થિતિ ઊભી થાય તેનાં જોખમો, શક્ય તેટલાં, ઘટાડવાં.

¾    જોખમ ઘટાડવાની સાથે સામર્થ્ય સંચાલનને સંતુલિત કરવું જેથી અમુક ચોક્કસ ઉપાયો કે ઉત્પાદન પ્રક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવાનાં જોખમ ઓછાં થાય અને નિપજોની ઉપલબ્ધિમાં  લવચીકતા અને વૈવિધ્ય વધે

¾    કૌશલ્યવ્રૂદ્ધિ અને કામદાર પુરવઠા બાબતે અલગ ઢંગથી વિચારવું. રીમોટ કાર્યશક્તિ ટેક્નોલોજિઓ અને ડિજિટલ રૂપાંતરણોની મદદથી બૃહદ કાર્યસ્થળનું વાતાવરણ આજના સમય માટે આવશ્યક પ્રતિભા ધરાવતાં કર્મચારીઓને આકર્ષે તેમ કરવું.

¾    સંસ્થાના નેતૃત્વ દ્વારા ભવિષ્ય માટેની વધારે અનુકૂલનશીલતા અને સ્થિતિસ્થાપકતાને અનુરૂપ અસરકારક  લાંબા ગાળાની વિચારસરણી અપનાવવા માટે સમય પાકી ગયો છે. હવે સમયની માંગ છે પોતાનાં ઉદ્યોગનાં ઉત્પાદનમાં અગ્રેસર બની રહેવું અને નવપરિવર્તનક્ષમ થવું કે અત્યાર સુધી જે કર્યું  તે હવે નવી જ રીતે કરવું..[4]

કૌશલ્યોની નવી જરૂરિયાત મુજબ શિક્ષણ વ્યવસ્થા ગોઠવવી અને કૌશલ્ય  ઉપલબ્ધિને વિસ્તૃત સ્તર પર લાવી મૂકવી એ સરકારો અને ઉદ્યોગો માટે બે મહત્ત્વની પ્રાથમિકતાઓ બની રહે છે. કંપનીઓએ પોતાની રિસર્ચ અને ડેવલેપમેન્ટ ક્ષમતા  તેમજ ડેટા એનાલિટીક્સ અને પ્રોડક્ટ ડિઝાઈનઅંગેની કુશળતાને સમયાનુસાર સક્ષમ રાખવી જોઈએ. કંપનીઓને વધારે કમ્પ્યુટર-કુશળ અને અન્ય લાયકાતો ધરાવતાં કર્મચારીઓની અને પુરવઠા સાંકળને અસરતાકારકપૂર્વક સંચાલન કરી શકે એવા ચપળ સંચાલકોની  જરૂર પડશે. તે ઉપરાંત આસપાસના સમાજમાં શિક્ષણનું સ્તર વધારે સમય અનુરૂપ બની રહે તે માટે પણ સક્રિય યોગદાન આપવું રહેશે. આ માટે નીતિ ઘડવૈયાઓ, ઉદ્યોગો અને શિક્ષણ સંસ્થાઓએ હમેશાં સુનિશ્ચિત કરતાં રહેવું પડશે કે જે કંઇ શીખવાડવામાં આવે છે તે ભવિષ્ય માટે ઉપયોગી હૉય.

નવાં વાતાવરણમાં કેમ અને ક્યારે ગોઠવાવું તે નક્કી કરવા માટે કોઈ કોઈ જ હાથવગી માર્ગદર્શિકાઓ તો ઉપલબધ્ધ  નહીં થાય કે નહીં હોય સફળતા માટે કોઈ એક જ માર્ગ. પરંતું વર્તમાન તેમ જ નવા દાખલ થનાર બધા જ ખેલાડીઓએ બદલતા જતા પ્રવાહો, તેને અનુરૂપ બદલાતી જતી ભૂમિકાઓ અને પ્રભાવ કેન્દ્રોની, સમજ ક્ષમતા બનીરહે તેમ કરવું પડશે અને ઉત્પાદન ક્ષેત્રની નવી દિશાઓમાં માર્ગ કાઢતાં રહેવા માટે જરૂરી સાધનો મેળવતાં રહેવું પડશે.  

વધારાનાં વાંચન:

હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીએ.

આપણા આજના અંકમાં ASQ TV પર, પ્રકાશિત વૃતાંત જોઈશું

  • Performance Excellence Models and Leadershipસહલેખક પૉલ ગ્રિઝ્ઝેલ Paul Grizzell, કાર્યસિદ્ધિ શ્રેષ્ઠતા (Performance Excellence)ને ચીવટથી  જુએ છે અને સમજાવે છે કે શા માટે  કાર્યસિદ્ધિ શ્રેષ્ઠતા મોડેલ કામમાં નથી આવતાં અને તે માટેની પહેલની સફળતાપૂર્વક શરૂઆત કરવા અગ્રણીઓએ શું કરવું જોઈએ.

વધારે વિગતવાર માહિતી : Paul Grizzell’s full Interview

Jim L. Smithની Jim’s Gems નો લેખ-  

  • Boredomસામાન્યપણે જે કમી આગઊથી ધારી શકાય કે પુનરાવર્તીય હોય તે કંટાળો પેદા કરે છે.

તે કોઈ પરિસ્થિતી નહીં પણ મનોભાવ છે. અને કારણકે મનોભાવને શીખી શકાય એટલે તેમને ન શીખ્યા પણ કરી શકાય અને નવા, વધારે ઉત્પાદક મનોભાવથી બદલી પણ શકાય.

કંટાળો એક સંકેત પણ બની શકે છે જેના થકી ખબર પડે છે કે આપણે કઇંક નવું થવાને ઉંબરે ઊભાં છીએ. કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે કંટાળો કામે લાગવાની ટહેલ છે. તે પરિવર્તન માટે આવશ્યક ઉદ્દીપક પરવડી શકે છે કે પછી વધારે ચિંતન કે મનોમંથન કરવાની તક પણ બની શકે.  .

જો તમને કંટાળો આવતો હોય તો આંતરદર્શન કરો અને અર્થપૂર્ણ પરિવર્તનની શરૂઆત કરો.

Quality Magazineના સંપાદક, ડેર્રીલ સીલૅન્ડ, ની કૉલમ From the Editor' નો નવો લેખ

  • Unintended Consequencesએ તો નિયમ છે એડમ સ્મિથ કહેતા કે વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે જ ભલે કામ કરતી હોય, પણ તે અદૃશ્ય હાથથી દોરવાઈને એવું પરિણામ લાવે છે જે તેણે ધાર્યું નહોતું’. મોટા ભાગે, એ પરિણામ બહુજન હિતાય જ નીવડે છે.  સકારાત્મક વણઅપેક્ષિત પરિણામનો આ શ્રેષ્ઠ દાખલો ગણી શકાય.

સકારાત્મક અને નકારાત્મક વણઅપેક્ષિત પરિણામોનો ગુણોત્તર ૩:૧ જેટલો હોય છે..

વણઅપેક્ષિત પરિણામોના નિયમ ) Law of Unintended Consequences)નો સામનો કરવા માટે શ્રેષ્ઠ ઉપાય આપણા  તકેદારીપૂર્વક જતન કરેલ ન્યાયિક હિતોને સુરક્ષિત રાખાવામાં જે  સાધનો અને જ્ઞાન આવશ્યક હોય તેમણે હાથવગાં રાખવાં.

સંપોષિત સફળતાનાં ઘડતર અને જાળવણીની દૃષ્ટિએ ભવિષ્યમાં XXXXની ભૂમિકા વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

No comments: