Sunday, September 24, 2023

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ : સંસ્કરણ ૧૧મું - સપ્ટેમ્બર ૨૦૨૩

 

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૧માં સંસ્કરણના  સપ્ટેમ્બર ૨૦૨ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૧માં સંસ્કરણના  કેન્દ્રવર્તી વિષય તરીકે 'ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - વિશ્લેષણાત્મક સર્વેક્ષણ ' પસંદ કરેલ છે.

'વ્યવસાયના હેતુ' વિશે થોડાં ઊંડાણમાં જવા સારૂ આપણે ગયા અંકમાં moving from ‘why’ to ‘how’   ને આગળ વધારવાનું નક્કી કર્યું હતું. આજન મણકામાં એ વાક્યના પહેલા ભાગની વાત માંડીએ - "વ્યવસાયના હેતુનું મહત્ત્વ શું છે?"


લગભગ સાડા પાંચ દાયકા પહેલાં મિલ્ટન ફ્રીડમેને લખ્યું છે કે "વ્યવસાયની એક અને માત્ર એક જ સામાજિક જવાબદારી  તેના સંસાધનોનો ઉપયોગ કરવો અને, ખેલના નિયમોની અંદર રહીને, તેના નફામાં વધારો કરવા માટે રચાયેલ પ્રવૃત્તિઓમાં જોડાવું, એ જ છે. રમતના નિયમોની અંદર રહીને એટલે, છેતરપિંડી કે છળકપટ વિનાની મુક્ત સ્પર્ધા સાથે રમતમાં જોડાવું." (મૂડીવાદ અને સ્વતંત્ર્ય /Capitalism and Freedom, મિલ્ટન ફ્રીડમેન, 1962)

તે ઘોષણા પછીના સાડા પાંચ દાયકામાં, ગુરુત્વાકર્ષણનું વૈશ્વિક આર્થિક કેન્દ્ર ખતું ગયું છે. ધંધાકીય ખેલના નિયમો, ખેલ  પોતે અને જેમાં તે રમવામાં આવે છે તે રમતનું મેદાન માત્ર એક દાયકા પહેલા જે હતું તેની સાથે કોઈ સામ્યતા ધરાવતું નથી.

EYના વૈશ્વિક ચેરમેન અને મુખ્ય સંચાલક, માર્ક વેઈનબર્ગર કહે છે, “લોકોમાં કરેલું રોકાણમાં ટૂંકા ગાળામાં ખર્ચો હોઈ શકે છે, પરંતુ સર્વસમાવેશક વૃદ્ધિની દુનિયામાં આ પ્રકારની લાંબા ગાળાની વિચારસરણી મહત્વપૂર્ણ છે. ખરેખર, આવતીકાલના પડકારો માટેના ઉકેલો જીલી શકતી ટકાઉ, લાંબા ગાળાની વૃદ્ધિને ઈંધણ પુરું પાડવું એ સમાજ પ્રત્યે વ્યવસાયના સૌથી મહત્વપૂર્ણ યોગદાનોમાંનું રોકાણ  છે.

એટલે જ વેઇનબર્ગર કહે છે,કેઆ કારણે જ ફ્રિડમેનના વિચારોનું પરિપ્રેક્ષ્ય અને આજે વિશ્વના પ્રચલિત મંતવ્યો સંપૂર્ણપણે સંઘર્ષમાં નથી. હકીકતમાં, આજે વ્યાપાર જગતની શોધ સાચું કરવું એટલે સારી રીતે પણ કરવું તે વિશે રહે છે. દાખલા તરીકે, , જેમની અંતિમ રેખાની વૃદ્ધિથી નહીં પણ સંબંધિત સમાજની પ્રગતિ જેવા સામાજિક પ્રભાવના સંદર્ભમાં માપવામાં આવે છે એવી, ઉદ્દેશ્યની કર્મ, વાણી અને વર્તનથી ખરી સમજ ધરાવતી, કંપનીઓની કાર્યસિદ્ધિઓ ૧૯૯૬ અને ૨૦૧૧ ની વચ્ચેની S&P 500 કરતાં ૧૦ ગણી આગળ છે."

કોર્પોરેશનના સંદર્ભમાં, આ માનસિકતા સંસ્થાઓમાં તમામ સ્તરે હિસ્સેદારો દ્વારા સરવૈયાંની સીમાઓની બહારના, વ્યાપક વિશ્વમાં સકારાત્મક અસરમાં ફાળા સાથે સંકળાયેલા, હેતુઓની સફળતા માટે વધતી જતી અપેક્ષાનાં મહત્ત્વને પ્રતિબિંબિત કરે છે.

હેતુનાં વધી રહેલાં મહત્વમાટે ૬ કારણો નોંધપાત્ર બની રહે છે:

૧. આપસી વિશ્વાસનો અભાવ - સામાન્ય રીતે વ્યાપક જનસમુદાય, તેમાં પણ ખાસ કરીને કર્મચારીઓ, રોકાણકારો, ગ્રાહકો અને પુરવઠા સાંકળના અન્ય હિતધારકો અને કંપની વચે આપસી વિશ્વાસની ભાવનાનો અભાવ.
૨. સંપોષિતા - પર્યાવરણ પરિવર્તન હાલમાં સામાજિક કાર્યસૂચિની પ્રાથમિકતા હોવાને કારણે, વધારે ને વધારે  કંપનીઓ તેમની કાર્યશૈલીની પર્યાવર્ણીય અસરો વિશે જાહેર અને નિયમનકારી તપાસની નજર હેઠળ છે.
૩. સામાજિક અસમાનતા - વિશ્વની વસ્તીમાંથી, ૧% પાસે વિશ્વની સંપત્તિનો ૫૦% કરતાં વધુ કબજો છે, જેની સામેનો આક્રોશ હવે  સમગ્ર વિશ્વમાં મતપેટીઓ દ્વારા થતા લોકમતમાં વ્યક્ત થતો જોવા મળે છે.
૪. ઘટતો જતો બ્રાંડનો પ્રભાવ, વધતી જતી સામાજિક માધ્યમોની વ્યાપક અસરો - વિશ્વભરમાં  બ્રાન્ડ વડે વ્યક્ત થતાં, પુરાં ન થયેલાં, વચનો વિશે, સંસ્થાના બચાવને મળતી પ્રસિદ્ધિની સામે પોતાના પ્રભાવ અને અભિપ્રાયોનો, વધુ ઝડપી અને વધુ અસરકારક રીતે, પ્રચાર કરવા માટે  સામાજિક માધ્યમનો ઉપયોગ કરવામાં લોકો માહિર સાબિત થયા છે.
૫. લાંબા ગાળાની વિચારસરણી માટેની માંગ - વધતી જતી સંખ્યામાં લોકો માને છે કે કંપનીઓ, ત્રેવડી અંતિમ રેખા તરીકે જાણીતી, લાંબા ગાળાના વૈશ્વિક પર્યાવરણીય અને સામાજિક પડકારોની અંતિમ રેખા વિશેની જવાબદારી ધરાવે છે.
૬. ડિજિટાઈઝેશન - ધમકીના સુરની ચેતવણીઓ અને તકો - હિતધારકો વચ્ચે ત્વરિત આંતરિક જોડાણ અને શક્તિશાળી, રીઅલ-ટાઇમ ડેટા વિશ્લેષણમાં થયેલો વધારો, ગ્રાહકોને વધુ સારી રીતે જાણવા અને સેવા આપવા માટે વ્યવસાયો માટે નવી તકો ઊભી કરશે. પરંતુ તે સાથે ગ્રાહકો માટે કંપનીની છબી અને વાસ્તવિકતામાં તેની પ્રવૃત્તિઓ વચ્ચેના કોઈપણ અંતરને શોધવા માટે નવી રીતો પણ લાવશે.

સંયુક્ત રીતે, આ છ પરિબળોનો અર્થ એ છે કે  કર્મચારીઓ, ગ્રાહકો, રોકાણકારો, સમુદાયો અને અન્ય હિસ્સેદારોનો બહુમતી ભાગ હવે સમાજની રચના અને તેમાં કોર્પોરેશનની ભૂમિકા વિશે ગહન પ્રશ્નો પૂછશે. આજે હવે જ્યારે  ટેકનોલોજિ અને વિજ્ઞાન પરિવર્તનની ગતિ અને હદને આગળ ધપાવી રહ્યા છે ત્યારે પહેલાં ક્યારેય નહોતું એવું પરિવર્તન એ જીવન અને વ્યવસાયનું શાશ્વત લક્ષણ બની રહેલ છે. [1]


ઉપરની આકૃતિમાં, બે વસ્તુઓ થતી જોઈ શકાય છે:

૧.  વળતરના બદલામાં વ્યક્તિ તેમની પ્રતિભા અને કુશળતા (શ્રમ) વ્યાપાર ઉદ્યોગને આપે છે.

૨. વ્યાપાર ઉદ્યોગ આનો ઉપયોગ ઉત્પાદનો અને સેવાઓ બનાવવા માટે કરે છે જે પછી વ્યક્તિઓ દ્વારા ખરીદવામાં આવે છે/લેવામાં આવે છે 

ગ્રાહકનાં સ્વરૂપે એ જ્યારે ઉત્પાદન અથવા સેવા માટે ચૂકવણી કરે છે:

૧. જ્યારે તે પોતાને જોઈતાં ઉત્પાદન કે  સેવાના ઉપયોગનો  અનુભવ કરે છે ત્યારે તે વળતરમાં મૂલ્ય પ્રાપ્ત કરે છે.

૨. સંસ્થા ગ્રાહક દ્વારા થતી ચુકવણીના સ્વરૂપમાં સંસ્થા મૂલ્ય મેળવે છે.

સંસ્થાથી ગ્રાહક અને ગ્રાહકથી સંસ્થામાં મૂલ્યનાં વિનિમયનાં આ ચક્ર વિના વ્યક્તિનું અને સંલગ્ન સંસ્થાનું અસ્તિત્વ જ નામશેષ થઈ જાય. [2]

હેતુનો પ્રભાવ હંમેશા લોકો અને વ્યવસાય પર રહે જ છે, પરંતુ કોવિડ રોગચાળાના જેવાં કારણોસર થતા વિક્ષેપને કારણે હવે તેનું મહત્ત્વ ઘણું વધી ગયું છે. એ સમયમાં  જ્યારે આપણે એટલું બહાર નીકળી શકતા ન હતા, જ્યારે આપણે આપણા લોકોથી અલગ પડી ગયા હતા અને જ્યારે આપણું જીવન ઊલટસુલટ થઈ ગયું હતું, આપણા માટે ખરેખર શું મહત્વનું હતું તેની યાદ 'હેતુ' થકી જ મળી શકતી. તેની ગેરહાજરી અથવા તેને વિશેની ગેરસમજણ કે ગુંચવણ આપણને યાદ અપાવે છે કે સંપૂર્ણપણે પરિતૃપ્ત જીવન માટે આપણને ખરેખર શેની જરૂર છે અને  જીવનમાં શેની ઇચ્છા હોવી જોઈએ.  આમ, હવે આજનાં ઝડપથી બદલાતાં આસપાસનાં વાતાવરણ સાથે અનુકૂલન બનાવ્યે રાખવા માટે  'હેતુ' વ્યક્તિની વિચારશક્તિની  ટોચ પર આવી ગયો છે.[3]

વધારાનું વાંચન:

·       Business Purpose Unveiled: Drive Success and Transformation - Stefan F.Dieffenbacher

·       Why We Need a Why: The Importance of Purpose to Business Strategy

·       Why Purpose is Important to your Business

·       A Sense of Purpose: Start with why

·       How Do You Find the Why of Your Business Story? - Joe Dudeck

·       હેતુ'માં ખરેખર રૂપાંતરણની કેટલી શક્તિ છે અને કેટલી માત્ર હોહા જ છે એ પ્રશ્નને તળિયે પહોંચવા માટે Purpose in Business - - ભૂતકાળમાં વ્યાપાર ઉદ્યોગની વ્યૂહરચનાઓ અને માહિતીની આપલેનાં કેન્દ્રમાં કર્તવ્ય વિધાન અને દૂરદર્શિત ચિત્ર હતાં. આજે હવે  #purpose ચર્ચાના કેન્દ્રમાં છે. માલીકી અંશધારકોનાં મૂલ્યને મહત્તમ કરવાના  #counter-trend તરીકે, વ્યાપાર મોડેલો આ પરિવર્તનના કેન્દ્રમાં 'હેતુ' પર ધ્યાન કેન્દ્રિત કરે છે.  

·       Why Do Businesses Exist? - Simon Sinek


જોકે,  ‘Moving from Why to Howના ''શી રીતેભાગ તરફ આગળ વધતાં પહેલાંમાનવી તરીકે, અને ખાસ તો ગુણવત્તા વ્યાવસાયિકો તરીકે, પહેલે પ્રથમ, 'શા માટે" એ વિચારવું કેમ જરૂરી  છે?,એ વિશે થોડી વિગતે વાત કરીશું. 

હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએ.

ASQ TV પર તાજું પ્રકાશિત વૃતાંત જોઈશું

  • Quality and the Digital Workforce - વિજાણુ સમયનો કર્મચારી વર્ગ અને તેની સાથે ગુણવત્તાનું બંધબેસવું એ વિશે વાત માંડી છે..

Quality Magazineના સંપાદક, ડેર્રીલ સીલૅન્ડ, ની કૉલમ From the Editor' નો એક તાજો સાંદર્ભિક લેખ ધ્યાન પર લઈશું-

  • A Phenomena Called The Mandela Effect - ખડક કે મગર? -- મંડેલા અસર ખોટી યાદદાસ્તના મનોવિજ્ઞાનમાં બંધબેસે છે. સિગ્મંડ ફ્રોઈડ અને પિયર જેનેટ દ્વારા તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. ખોટી યાદશક્તિને " એવી ઘટના તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જ્યાં કોઈ એવી વસ્તુને યાદ કરવી જે વાસ્તવમાં બન્યું ન હતું અથવા તે જે રીતે બન્યું હતું તેનાથી અલગ રીતે યાદ કરવું. સૂચનક્ષમતા, સંલગ્ન માહિતીનું સક્રિયકરણ, ખોટી માહિતીનો સમાવેશ, અને સ્ત્રોત સાથે ખોટું જોડાણ વગેરે વિવિધ પ્રકારની ખોટી યાદદાસ્તની અંતર્ગત અનેક પદ્ધતિઓ હોવાનું સૂચવે આવ્યું છે."

તે પણ શક્ય છે કે ઘટના આપણી સ્મૃતિની બહાર વિસ્તરે છે અને તેમાં આપણી સામેની કોઈ વસ્તુની આપણી ધારણાનો સમાવેશ થાય છે. "ખડક હશે કે મગર?" નામનો આ વર્ષની શરૂઆતનો વાયરલ વીડિયોમાં  ખડકની જગ્યાએ મગર અથવા મગર આકારના ખડક ની સમજણ જોવા મળે છે તે  https://www.youtube.com/watch?v=gIiKK_jWZNY  જોયા પછી આપણે જ નક્કી કરીએ.

લેખકો બ્રાયન બ્રૂક્સ અને જિમ સ્ટીવેન્ટનના જણાવ્યા મુજબ, વિજાણુ રૂપાંતરણ માટે પણ એવું જ કહી શકાય -  "ગુણવત્તા પ્રણાલિકાઓ નક્કી કરી શકે છે કે તમારું આગલું પગલું ખડક હશે કે મગર."


ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - વિશેષણાત્મક સર્વેક્ષણ વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

આ અંકમાં દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

No comments: