Saturday, September 30, 2023

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - સંપુટ # ૧૧ – મણકો : ૯_૨૦૨૩

 હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના ૧૧ મા સંપુટના મણકા - _૨૦૨૩ માં આપનું સ્વાગત છે.

જન્માષ્ટમી નિમિત્તે  Krishna and Flute કૃષ્ણ અને તેમની વાંસળીના સંબંધોની યાદો તાજી કરાઈ છે.

Raksha Bandhan 2023: Men are saving the world in Hindi movies, but it’s their sisters who are saving them - Sampada Sharma - આપણા સમાજની જેમ આપણી ફિલ્મો પણ હજુ પુરુષપ્રધાન વધારે હોય છે. એટલે પુરુષની જગત રક્ષણ કવચ તરીકેની ભૂમિકાને હંંમેશાં મહત્ત્વ મળતું જોવા મળે છે. જોકે, છેલ્લાં થોડાં વર્ષોમાં ભાઇ-બહેનના સંબંધોની રજૂઆતની બાબતે થોડો સુધારો જરૂર જોવા મળે છે.

આજના અંકમાં અંજલિઓ અને યાદોને સાંકળતા લેખો  તરફ વળીશું  –

100th Birth Anniversary Special - અભિનેતા ત્રિપુટીમાં દેવ આનંદનું આગવું સ્થાન હતું. યાદગાર ભૂમિકાઓ સાથે સાથે તેમના પર ફિલ્માવાયેલાં ગીતોની જાદુની ભુરકી પણ એટલી જ અનોખી હતી.

Dev Anand and the Anand brothers: The other ‘first’ family of Bollywood that formed Navketan Films - Sampada Sharma - ''નવકેતન'આ ઇતિહાસ અપર દૃષ્ટિ નાખતાં. આજે જે સ્વરૂપે હિન્દી સિનેમા જાણીતી છે તેનાં મૂળ નાખવામાં દેવ આનંદ અને તેમના બન્ને ભઈઓએ કરેલ યોગદાનની નોંધ લેવી જ ઘટે. 

Remembering the dark side to Dev Anand - Sriram Raghavan - દેવ આનંદે ભજવેલ નકારાત્મક કિરદારોને અહીં યાદ કરાયા છે. 

Dev Anand: Ten Songs, Ten Voices પરદા પર દેવ આનંદ અને પાછળ અન્ય પુરુષ સ્વર એ દેવાનંદની કારકિર્દીની આગવી વિશિષ્ટતા હતી. આ શરતને કારણે 'વહાં કૌન હૈ તેરા મુસાફિર જાયેગા કહાં' અંહી નથી સમાવાયું. 

When Dev Anand was mistaken for a taxi driver - Dev Anand - તેમની જીવનકથાને યાદ કરતાં પુસ્તક, ‘Romancing with Life’માં દેવ આનંદ 'ટેક્ષી ડ્રાઈવર (૧૯૫૪) ના ફિલ્મીકરણ સમયે ઉભી થયેલ નાજુક, પણ હળવી, ક્ષણોને યાદ કરે છે. 


Dil Ka Bhanwar Kare Pukaar — A Sizzling Potpourri of Fun and Romance - શિરિષ વાઘમોડે દેવ આનંદ પર ફિલ્માવાયેલાં એક સદા બહાર ગીત - દિલકા ભંવર કરે  પુકાર- ની ફિલ્મીકરણની બારીકીઓને વાગોળે છે 

‘Jewel Thief’, ‘Guide’ among films at Dev Anand birth centenary festival - દેવ આંનંદની યાદમાં પીવીઆર અને ઈનોક્ષે સમગ્ર દેશમાં દેવ આનંદની ફિલ્મોને ૨૩ અને ૨૪ સપ્ટેમ્બરના રોજ રજૂ કરી.

Happy 97th Birthday, Madam Noor Jehan! નૂરજહાંના ૧૯૭૧ના એક કાર્યક્રમની આ ક્લિપે  આ અંજલી લખવા પ્રેર્યા. 

Prayag Raaj – The Virtuoso Wordsmith - શમ્મી કપૂરનાં 'યાહુ' ની પાછળના અવાજ તરીકે પ્રયાગ રાજ એટલા જાણીતા છે કે અમિતાભ બચ્ચનની સૌથીથી વધારે ફિલ્મો તેમણે સર્જી છે એ વાત ઢંકાઈ જતી લાગે.  દિગ્દર્શક પ્રયાગ રાજનું ૮૮ વર્ષની વયે ૨૩ સપટેમ્બરના રોજ અવસાન થયું. SMM Ausaja  તેમને ભાવભીની અંજલી આપે છે.

Dil Mera Tera Deewana – Remembering Madhubala Jhaveri ૧૦ સપ્ટેમ્બરે મધુબાલા જ઼વેરીની ૧૦મી પુણ્યતિથિની યાદમાં અપાયેલ અંજલી. 

Waheeda Rehman didn’t believe she has won Dadasaheb Phalke Award: ‘How can I say I am happy until…’ - ર૬  સપ્ટેમ્બરના રોજ વહીદા રહેમાનને દાદસાહેબ ફાળકે એવૉર્ડ એનાયત થયાની જાહેરાત થઈ. 

Lata Mangeshkar: Ten Composers, Ten Songs – Part 5 - લતા મંગેશકરની યાદમાં તેમાં ગીતોને યાદ કરતી શ્રેણીમાં વિવિધ સંગીતકારોએ સર્જેલાં તેમનાં કેટલાંક ગીતો યાદ કરાયાં છે. 

Asha Bhosle turns 90!,ની ઉજવણી તેમણે ઉસ્તાદ અલી અકબર ખાં માટે ગાયેલાં ગીતોથી કરેલ છે.

4 must-watch Filmfare Award-winning performances by Shabana Azmiસ્વામી (૧૯૭૭), અર્થ (૧૯૮૨), ભાવના (૧૯૮૪), નીરજા (૨૦૧૬)

Zindagi Khwab Hai – Remembering Mukesh - પરદા પર મુકેશના સ્વરને અભિનિત કરતાં ગીતો.

મુકેશનાં સૉલો ગીતો - પાંચ કે ઓછાં ગીતોના હમસફર ગીતકારો સાથે રચાયેલાં છૂપાં રત્નો - એક ગીતકારનુંઅને વધારામાં એક જ સંગીતકારનું એક જ ગીત, એવી પસંદ વ્યક્ત કરતાં કેટલાંક ગીતો

"Mother & Sister in Law on Silver Screen, Shabari on TV" - Sarita Devi  ૪૫ વર્ષની તેમની કારકિર્દી દરમ્યાન ૨૦૦થી વધારે પાત્રો જીવંત કર્યાં. 

The Sculptors of Film Songs (7): V Balsara - વી (વિસ્તાપ અરદેશીર) બલસારા (જન્મઃ ૨૨ જૂન ૧૯૨૨ - અવસાનઃ ૨૪ માર્ચ ૨૦૦૫) વાદ્યકલાકાર, એરેંજર અને સંગીતકારની ત્રિમૂર્તિ હતા. Arrangers and Musicians શ્રેણીમાં આ પહેલાં Sebastian D’ Souza, Anthony Gonsalves, Enoch Daniels, Kishore Desai  Manohari Singh અને S Hazara Singh આવરી લેવાયેલ છે.

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો ના ૮મા સંસ્કરણના સપ્ટેમ્બર ૨૦૨૩ના અંકમાં હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં વિસારે પડેલાં ગીતો૧૯૬૪ - ભાગ ૧નાં ગીતો સાંભળ્યાં. જયકિશનના જન્મ અને હસરતના અવસાનના  આ સપ્ટેમ્બર મહિનામાંદર વર્ષે હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં વિસારે પડેલાં ગીતોને યાદ કરવાનો (જ) છે. અને એ ઉદ્દેશ્યને જ કેન્દ્રમાં રાખીને  અત્યાર સુધીઆપણે

૨૦૧૭ માં વર્ષ ૧૯૪૯ થી ૧૯૫૪,

૨૦૧૮માં વર્ષ ૧૯૫૫ થી ૧૯૫૭,

૨૦૧૯માં વર્ષ ૧૯૫૮ અને ૧૯૫૯,

૨૦૨૦માં વર્ષ ૧૯૬૦-૧૯૬૧નાં

૨૦૨માં વર્ષ ૧૯૬૨નાંઅને

૨૦૨૨માં વર્ષ ૧૯૬૩નાં

ગીતો યાદ કરી ચૂક્યાં છીએ.

હવે નજર કરીએ અન્ય વિષયો પરના કેટલાક લેખો પર

Songs of Music Teachers – The Guru Shishya Parampara - અમુક કિસ્સાઓમાં એકથી વધારે શિષ્યો છે, પણ આખું ગ્રૂપ ક્યારેય નથી. તો, અમુક કિસ્સઓમાં પ્રેમી ગુરુનો સ્વાંગ રચીને પોતાની પ્રેમિકા સુધી પહૉચવાના તાગડા ગોઠવે છે.

Tu Mere Pyar Ka Phool Hai — The Agony of an Unwed Mother - બી આર ચોપડાની 'ધૂલ કા ફુલ' બિનવિહાતિ માતાની વયથાઓ અને મુંઝવણોનો સૂક્ષ્મ દૃષ્ટિએ અભ્યાસ છે. આ ભાવનાને સાહિર લુધીયાનવી તુ મેરે પ્યાર કા ફુલ હે યા મેરી ભુલ હૈ વડે વ્યકત કરે છે. Shirish Waghmode  સમાજની આ એક નબળી બાજુની પુનઃમુલાકાત કરાવે છે. 

The Anaphora Songs - ગ્રીક શબ્દ Anaphora નો અર્થ 'પુનરાવર્તન' કરી શકાય. કોઈ એક શબ્દ કે શબ્દ સમુહ કે વાકય કે કાવ્યપંક્તિઓનો ફરી ફરીને ઉપયોગ વાત પર ભાર મુકવાની સાથ ઈક અલગ અસર ઊભી કરે છે

અને હવે વિવિધ વિષયો પરની નિયમિત શ્રેણીઓના લેખો તરફ નજર કરીએ

સપ્ટેમ્બર ૨૦૨૩માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:

ફિલસુફીભર્યા ગીતો૧૪ज्योत से ज्योत जलाते चलो

આજા’, ‘આઓવાળા ગીતોमेरे पास आओ

બીરેન કોઠારીની ફિલ્મનાં ક્રેડીટ ટાઈટલ્સ સાથે વાગતાં ટાઈટલ સોંગની શ્રેણીમાં રેલ્વે પ્લેટફોર્મ (૧૯૫૫)નાં ટાઈટલ ગીતને રજૂ કરે છે.

વાદ્યવિશેષ શ્રેણીમાં પિયૂષ પંડ્યા અને બીરેન કોઠારી આ મહિને "મેન્ડોલીન (૧) "ને કેન્દ્રમાં રાખીને કેટલાંક નોંધપાત્ર ગીતો રજૂ કરે છે..

નલિન શાહના પુસ્તકMelodies, Movies & Memories – માંથી ચૂંટેલા લેખોના શ્રી પિયૂષ . પડ્યા વડે કરાયેલા ગુજરાતી અનુવાદની શ્રેણીસૂરાવલિ, સિનેમા અને સ્મૃતિઓમાં (૩૦) એક ગતકડું નામેઅંજલી પ્રકરણ રજુ કરે છે.

ભગવાન થાવરાણી ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ શ્રેણીમાં સોએક ફિલ્મી ગીતકારોનો સંક્ષિપ્ત પરિચય એમણે ફિલ્મો માટે લખેલી ગઝલો દ્વારા કરાવી રહ્યા છે. મહિને યોગેશનરેન્દ્ર શર્મા, ભરત વ્યાસ અને કૈફી આઝમી ની ગઝલો પેશ કરે છે.

આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ. ૨૦૨૩નાં સમગ્ર વર્ષ દરમ્યાન આપણે ગીતા દત્ત અને મોહમ્મદ રફીએ કોઈ પણ સંગીતકાર માટે સૌ પહેલાં ગાયેલ યુગલ ગીતોને સાંભળીશું. જે વર્ષમાં કોઈ સંગીતકાર સાથે એકથી વધુ ફિલ્મ કે એકથી વધુ યુગલ ગીત છે ત્યાં મેં મારી પસંદગી અનુસાર ગીતોને રજૂ કરેલ છે. 

સુન લો કહતે હૈ ક્યા યે નઝારે જરા પાસ તો આઓ - બગ઼દાદકી રાતેં (૧૯૬૨) - ગીતકારઃ પ્રેમ ધવન - સંગીતઃ ડી. દિલીપ 

યુ ટ્યુબ લિન્ક નથી મળી.

હટ જાઓ જી સનમ ના છેડો જી બલમ - ટારઝન એન્ડ કેપ્ટન કિશોર (૧૯૬૪) - ગીતકારઃ ? - સંગીતઃ મનોહર અને એસ કિશન 

યુ ટ્યુબ લિન્ક નથી મળી.

ગોરી મિલના હો મિલના નદીયાકે પાર - સુશીલા (૧૯૬૬) - ગીતકાર - જાં નિસ્સાર  અખ્તર - સંગીતઃ સી. અર્જુન 



હમેં પ્યાર કરને ન દેગા જ઼માના - પ્યારકી બાઝી (૧૯૬૭) - ગીતકારઃ ઈંદીવર - સંગીતઃ જિમ્મી



હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો આવકાર્ય છે.

અહીં રજૂ કરાયેલ, લેખો, બ્લૉગ પૉસ્ટ્સ, તસ્વીરો અને વિડીયો / ઓડીયો લિંક્સના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે

No comments: