મોહમ્મદ રફીની જન્મશતાબ્દીની ઉજવણીના મહોત્સવની આ શ્રેણીમાં આપણે મોહમ્મદ રફી - 'એ' થી 'ઝેડ' પરથી શરૂ થતાં સૉલો ગીતો [૧] 'એ'થી 'એમ' થી શરૂ થતાં ગીતો સાંભળ્યાં.
મોહમ્મદ રફીનાં 'ગમતાં' ગીતો પસંદ કરવાં એ દેખાય છે એટલું સહેલું કામ નથી પરવડતું. એ એવો ખજાનો છ એકે એક વાર ખૂલે એટલે ખોબે ખોબે ઉસેડીને તેમાનાં રત્નો ભેગાં કરીએ તો પણ 'ઓહો આ રહી ગયું' ને 'પેલું તો લઈ જ લઈએ' વાળી અવઢવનો ક્યારેય અંત જ ન આવે. ખેર, કસુંબો તો હાથની હથેળીમાં સમાય એટલો જ લેવાય એ ન્યાયે આપણે પણ કયાં ગીતો રહી ગયાં તેનો વસવસો ભુલીને, આજના મણકામાં મોહમ્મદ રફીએ ગાયેલાં 'એન'થી 'ઝેડ' થી શરૂ થતાં જે ગીતો પસંદ થયાં તેનો કેફ માણીએ.
ન ઝટકો ઝુલ્ફ સે પાની કે યે મોતી ટૂટ
જાયેંગે - શહનાઈ (૧૯૬૪) - ગીતકારઃ રાજેંદ્ર કૃષ્ણ - સંગીત રવિ
યે ઝુલ્ફ અગર ખીલકે બીખર જાયે તો અચ્છા (કાજલ, ૧૯૬૫ - સંગીતઃ રવિ), ઝુલ્ફોં કો હટા લો ચહેરે સે (સાવનકી ઘટા, ૧૯૬૬ - સંગીતઃ ઓ પી નય્યર),
તુમ્હારી
ઝુલ્ફ કે સાયેમેં શામ કર લુંગા (નૌનિહાલ, ૧૯૬૭ - સંગીતઃ મદન મોહન) ઝુલ્ફ
બીખરાતી ચલી આયી હો (એક
કલી મુસ્કાઈ, ૧૯૬૮
- સંગીત મદન મોહન), જેવાં
તો 'ઝુલ્ફ' રચાયેલાં
મોહમ્મદ રફીના સ્વરમાં ગવાયેલાં એકને યાદ કરોને બીજાંને ભુલો એવાં ગીતો રચાયાં છે.
ઓ દૂર કે મુસાફિર હમકો ભી સાથ લે લે રે
હમ રહ ગયે અકેલે - ઉડન ખટોલા (૧૯૫૫) - ગીતકારઃ શકીલ બદાયુની - સંગીતઃ નૌશાદ
એકદમ ઊંચા સુરમાં શરૂ થતી સાખી પછી
સુરની ઉતરચડમાં ઘુંટાતી એકલતાની વ્યથાની મોહમ્મદ રફીના સ્વરમાં થયેલ રજુઆત દિલનાં
ઊંડાંણ સુધી છયાયેલી રહે છે.
સાખી દરમ્યાન કાઉંટર મેલોડી સ્વરૂપે
મોજાંના ઘુઘવાટને નૌશાદે સમુહ સ્વરોમાં જે રીતે રજુ કર્યો છે તે ગીતને વધારે ઘૂંટે
છે.
https://www.youtube.com/watch?v=pD7HziV7204
પાસ બૈઠો તબીયત બહલ જાયેગી મૌત ભી આ ગઈ તો ટલ જાયેગી - પુનર્મિલન (૧૯૬૪) - ગીતકારઃ ઈંદીવર - સંગીતઃ સી અર્જુન
કહેવાય છે કે આ તની રચના ઈમ્દીવર અને સી
અર્જુનમાં બસમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે એક નખશીખ સૌંદર્યની પ્રતિમા સમી
યૌવના બસમાં ચડીને તેમની સીટ પાસે આવીને ઊભ રહી ગઈ ત્યારે ઈંદીવરને સ્ફુરેલ આ
મુખડાના બોલ છે!
ક઼દમોંમેં તેરે સનમ હમને તો સર ઝુકા લિયા - ઉમ્મીદ પે દુનિયા ઝુકતી હૈ (રજુ ન થયેલ ફિલ્મ) - ગીતકારઃ પ્રેમ ધવન - સંગીતઃ મદન મોહન
મોહમ્મદ રફી અને મદન મોહનની કેટલીય
રચનાઓ આ ગીતની જેમ રજુ ન થયેલી ફિલ્મોમાં કેદ થઈને રહી ગઈ હશે!
રહા ગર્દીશોમેં મેરે ઈશ્કકા સિતારા - દો
બદન (૧૯૬૬) - ગીતકારઃ શકીલ બદાયુની - સંગીતઃ રવિ
પ્રેમિકાનો હાથ લગનમંડપમાં બીજાના
હાથમાં જોઈને પ્રેમીના હોઠ પર આવી આહભર્યું ગીત છલકી પડે એ ફિલ્મોમાં વપરાતી
ફોર્મુલાની જાણીતી રસમ છે. પરંતુ આવા દરેક પસંગે ગીતકાર, સંગીતકાર
અને ગાયક તો આપણને હૂદયસ્પર્શી ગીત જ આપે !
સબ જવાં સબ હસીં કોઈ તુમસા નહીં હો ગયે જિસકે હમ વો તુમ્હી હો તુમ્હી - મૈં સુહાગન હું (૧૯૬૪) - ગીતકારઃ કૈફી આઝમી - સંગીતઃ લછ્છીરામ (તોમર)
હિંદી ફિલ્મોનાં કેટલાંય સદાકાલીન ગીતો
એવાં છે કે જેના સંગીતકાર કે પરદા પર અભિનિત કરતાં કલકાર, કે
ખુદ ફિલ્મ સુદ્ધાં, અશ્મિભૂત
થઈ ગયાં હશે!
'ટી' પર
મોહમ્મદ રફીએ ગાયેલાં તંગ
આ ચુકે હૈ કશ્મક્શ - એ - જિંદગસે હમ, (પ્યાસા, ૧૯૫૭
- સંગીતઃ એસ ડી બર્મન), તુઝે
ક્યા સુનાઉં મૈં દિલરૂબા (આખરી દાવ, ૧૯૫૮
- સંગીતઃ મદન મોહન ), તુમ
એક બાર મુહબ્બતકા ઇન્તહામ તો લો (બાબર, ૧૯૬૦
- સંગીતઃ રોશન), તક઼દીર
કા ફસાન, જા કર કિસે સુનાયેં ઇસ દિલમેં જલ રહી હૈ
અરમાંકી ચિતાયેઃ (સેહરા, - સંગીતઃ રામલાલ),
જેવાં ગીતોમાંથી કોઈ એકને પસંદ કરવું ખરેખર વસમું કામ છે.
આટલું ઓછું હોય તેમ ‘ટી’થી શરૂ થતાં તસવીર ગીત તેરી તસવીર ભી તુઝ જૈસી હસીન હૈ લેકિન (કિનારે કિનારે, ૧૯૬3 સંગીતઃ જયદેવ), પેરોડી ગીત તસવીર તેરી દિલ મેરા બહેલા ન સકેગી, મર જાઉંંગા મૈ કેસે તુ જો આ ન સકેગી (દેવર ભાભી, ૧૯૫૮, સંગીતઃ રવિ), તેરી સુરત સે નહીં મિલતી કિસીકી સુરત, હમ જહાંમેં તેરી તસવીર લીયે ફિરતે હૈં (ઝિદ્દી, ૧૯૬૪ - સંગીતઃ એસ ડી બર્મન), અને તુ હી વો હસીં જિસકી તસવીર ખયાલોંમેં બસી રહેતી હૈ (ખ્વાબ, ૧૯૮૦ - સંગીતઃ રવિન્દ્ર જૈન) ઉપરાંત 'તસવીર' ઉપર મોહમ્મદ રફીએ જ ગાયેલાં યે દુનિયા તેરે દિલકી તસવીર બાબા (શ્રીમતી ૪૨૦,૧૯૫૬ - સંગીત ઓ પી નય્યર), , અબ ક્યા મિસાલ દું મૈં તુમ્હારે શબાબકી....... તસવીર હો તુમ્હીં મેરે જન્નતકી (આરતી, ૧૯૬૨, સંગીતઃ રોશન), યાદ ન જાયે બીતે દીનોંકી.... તસવીર ઉનકી છુપા કે રખ દું જહાં જી ચાહે (દિલ એક મંદિર, ૧૯૬૩, સંગીતઃ શંકર જયકિશન), , જો બાત તુઝમેં હૈ તેરી તસવીરમેં નહીં (તાજ મહલ, ૧૯૬3 સંગીતઃ રોશન), જાનેવાલો ઝરા મુડકે દેખો મુઝે .... મૈં વિધાતાકે હાથોંકી તસવીર હું (દોસ્તી, ૧૯૬૪ - સંગીતઃ લક્ષ્મીકાન્ત પ્યારેલાલ), જન્નત કી હૈ તસવીર..... યે કશ્મીર ન દેંગે - (જોહર ઈન કશ્મીર, ૧૯૬૬ - સંગીતઃ કલ્યાણજી આણંદજી), દિલકે આઈનેમેં તસ્વીર તેરી રહેતી હૈ (આઓ પ્યાર કરેં, ૧૯૬૪ - સંગીતઃ ઉષા ખન્ના), જિનકી તસવીર નિગાહોંમેં લિયે ફિરતે હૈં (હુસ્ન ઔર ઈશ્ક઼, ૧૯૬૬ - સંગીતઃ ગણેશ), દિલકે ઝરોંખોમેં બીઠાકર.. આખોંમેં રહતી હૈ તસવીર તેરી ... (બ્રહ્મચારી, ૧૯૬૮ - સંગીતઃ શંકર જયકિશન), યકીન કર લો .... તુમ્હારી તસવીર હૈ નજ઼રમેં..... (યકીન, ૧૯૬૯ - સંગીત શંકર જયકિશન), મહેબુબા તેરી તસવીર, કિસ તરહ મૈં બનાઉં નહીં બનતી (ઈશ્ક઼ પર જોર નહીં, ૧૯૭૦ - સંગીતઃ એસ ડી બર્મન) અય મુસ્સવીર મેરે મહેબુબકી તસવીર બના (ઈંસાન ઔર ઈંસાન, ૧૯૮૫ - સંગીતઃ હેમરાજ રત્નદીપ) અને અર્ધો ડઝન જેવાં યુગલ ગીતો આ યાદીમાં ભળે તો તો એમ જ થાય કે આ ગીતોમાંથી પસંદગી કરવી એના કરતાં તો આ ગીતોને લઈને એક અલગ જ લેખ બનાવી લઈએ.
પ્રસ્તુત ગીતમાં સંગીત અને ગાયકની તો
અનોખી કમાલ છે જ , પણ ગીતકારે પણ કમાલ કરવામાં કોઈ કસર નથી
છોડી.
જિતને ભી મિલે રંગ વો સબ ભર દિયે તુઝમેં
એક રંગ-એ-વફા ઔર હૈ લાઉં વો કિધર સે
અને પછીથી કુદરત તરફ નજર દોડાવેલી પણ પાછી પડે છે....
સાવન તેરી ઝુલ્ફોંસે ઘટા માંગકે
લાયા,
બીજલીને ચુરાઈ હૈ તડપ તેરી નઝરોંસે....
ઉન્હેં કિસ્સા - એ - ગમ લિખને જો બૈઠે તો દેખે કલમકી રવાનીમેં આંસુ - નયા કાનૂન (૧૯૬૫) - ગીતકારઃ હસરત જયપુરી - સંગીતઃ મદન મોહન
પરંપરાગત રીતે ગીતની શરૂઆત મુખડાથી થાય
તેને બદલે આ નઝ્મ તો સીધે સીધી અંતરાઓનું જ પઠન છે. કોઈ પણ જાતનાં સંગીત કે
તાલવાદ્યની સંગત સિવાય જ મોહમ્મદ રફી આ ગીતને તેમની અનોખી ગાયકીની શૈલીમાં રજૂ કરે
છે. દરેક અંતરાની શરૂઆત લાગણીઓની તીવ્રતા દર્શાવતા ઊંચા સ્વરમાં છે જે સમાઈ જતાં
છેલ્લે આંસુ સુધી પહોંચતાં ઉર્મિશીલ નરમાશમાં પરિવર્તીત થઈ રહે છે.
આ ગીતનું આશા
ભોસલેના સ્વરનું સંસ્કરણ રેકોર્ડીંગ સ્ટુડીઓમાં ગવાતું બતાવાયું
છે.
વિધિને દેખો વિરહ મિલન બેલા કા કૈસા ખેલ રચાયા - રામ રાજ્ય (૧૯૬૭) - ગીતકારઃ ભરત વ્યાસ - સંગીતઃ વસંત દેસાઈ
રામની જીવન કથાને મોહમ્મદ રફી પૂર્ણતઃ
ભાવપૂર્વક રજુ કરે છે.
આ ગીત સુમન કલ્યાણપુર સાથે યુગલ ગીતનાં સ્વરૂપે પણ છે. તેની ઓડીયો ક્લિપ જ મળે છે એટલે ગીત કયા સંદર્ભમાં રજું થયું હશે તે ખબર નથી પડતી. પરંતુ રફી કરૂણ ભાવના અલગ સ્વરમાં ગીતને રજુ કરે છે.
વો સાદગી કહેં ઇસે દીવાનગી કહેં ઉનકા બઢા જો હાથ યહાં દિલકા દિયા - શમા (૧૯૬૧) - ગીતકારઃ કૈફી આઝમી - સંગીતઃ ગુલામ મોહમ્મદ
માત્ર અને માત્ર રોમાસના ભાવની
અભિવ્યક્તિ ગીતની ધુન, વાદ્યસજ્જા, બોલ
અને ગાયકીમાં છવાયેલાં રહે છે.
યે ઝુકે ઝુકે સે નૈના યે લટ બીખરાતી તો દિલ મેરા ક્યું ન હો દીવાના તેરા - ભરોસા (૧૯૬૩) - ગીતકારઃ રાજેંદ્ર કૃષ્ણ - સંગીતઃ રવિ
ગુરૂ દત્ત સામાન્ય રીતે દિલફેંક
રોમીયાના કિરદારોમાં જોવા ન મળે. અહીં પણ તે એક સીધા સાદા ગ્રામ્યવાસી યુવાની જ
ભુમિકામાં છે. પણ તેથી બાગબગીચામાં પ્રેમિકાની પાછળ પાછળ પોતાના પ્રેમની
અભિવ્યક્તિ તે ન કરી શકે એવું થોડું હોય !
ઝિંદગી કે સફરમેં અકેલે થે હમ મિલ ગયે તુમ તો દિલ કો સહારા મિલા - નર્તકી (૧૯૬૩) - ગીતકારઃ શકીલ બદાયુની - સંગીતઃ રવિ
અહીં પ્રેમની અભિવ્યક્તિ સાવ જ અલગ જ
અંદાજમાં જોવા મળે છે. પહેલાં એકલા હતા એમાંથી હવે મળી ગયેલ પ્રેમની સરવાણીઓના મંદ
મંદ પ્રવાહમાં પ્રેમીના દિલના ભાવની નાવ વહી નીકળી છે.
મોહમ્મદ રફીના સ્વરની આપણી સફરનાં એ થી ઝેડ સુધીનાં પ્રકરણની આ એક પ્રકારની રજુઆત હતી. હવે પછી પણ મોહમ્મદ રફીના સ્વરની યાદોની સફર ચાલતી રહેશે.
મોહમ્મદ રફીની જન્મ શતાબ્દીની ઉજવણી રૂપે સોંગ્સ ઑફ યોર પર પ્રકાશિત લેખ Mohammad Rafi from A to Z નો આંશિક અનુવાદ
No comments:
Post a Comment