Thursday, February 29, 2024

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - સંપુટ # ૧૨ – મણકો : ૨_૨૦૨૪

 

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના મા સંપુટના મણકા - _૨૦૨૪માં આપનું સ્વાગત છે.

૨૦૨૪નું વર્ષ મોહમ્મદ રફીની જન્મ શતાબ્દીનું વર્ષ [જન્મઃ ૨૪ ડિસેમ્બર, ૧૯૨૪ । ઈંતકાલઃ ૩૧ જુલાઈ, ૧૯૮૦] છે. તે નિમિત્તે વર્ષ દરમ્યાન લેખો અને ખાસ કાર્યક્રમો સ્વરૂપે જે ઉજવણીઓ થતી રહેશે તે અહીં રજુ કરતાં રહીશું. ચુંટેલી ઉજવણીઓને રજુ કરીશું.

Rafi Legacy Continues



The Story of Main Pyaar Ka Raahi Hoon - ગીતના બોલ જો બહુજ ધ્યાનથી સાંભળીએ તો જ ખયાલ આવે કે કંઈક ગડબડ થઈ છે. પહેલા અંતરામાં આશા ભોસલેએ ના હું મૈં નાઝનીન...... ગાવાનું હતું તેને બદલે બીજા અંતરાની પંક્તિ જબ ચાહે ઘટા યાદ કરના જરા ગાયેલુ. આવું કેમ થયું એ તો ખબર જ ન પડી પણ જ્યારે ખબર પડી ત્યારે ગીત ફરીથી રેકોર્ડ કરવા જેટલો સમય રહ્યો ન હતો એટલે ગીતને ફિલ્મમાંથી ઉડાડી દેવામાં આવ્યું.



મોહમ્મદ રફી – ‘થીઝેડપરથી શરૂ થતાં સૉલો ગીતોના અંક (૧)માં આપણેથી લઈનેએમસુધીના અક્ષરો પરથી શરૂ થતાં ગીતો સાંભળ્યા પછી મોહમ્મદ રફીની જન્મ શતાબ્દીની ઉજવણી પ્રસંગે મોહમ્મદ રફીએ ગાયેલાં ‘એનથી ‘ઝેડ‘ થી શરૂ થતાં ગીતો યાદ કરેલ છે.


Ameen Sayani (૨૧ ડીસેમ્બર, ૧૯૩૨ - ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૪)ની ચીરવિદાયને અંજલિઓથી યાદ કરાઈ. હિંદી તેમની માતૃભાષા નહોતી. તેઓ તો ગુજરાતી ભાષી મુસ્લિમ પરિવારમાં ઉછર્યા હતા તેમનો શાળાબ્યાસ અંગ્રેજી ભાષી બૉર્ડિંગ શાળામાં થયો હતો......જોકે હિંદી માતૃભાષા નહોતી એ બાબત જ અમીન સાયાનીમાટે વરદાન સાબિત થઈ. રેડિયો પર તેમણે પોતાના પરિવારનાં સભ્યો જેવાં બિન-હિંદીભાષીઓને પણ સમજ પડે એવી મિશ્ર બોલીનો સહજ પ્રયોગ કર્યો. 

સામાન્ય રીતે બીજા બધાના ઈન્ટરવ્યુ લેતા અમૉન સાયાનીનો ડીડી સહ્યાદ્રી માટે નીતિ જૈન દ્વારા લેવાયેલો એક ઇન્ટરવ્યુ  - 



આજના અંકમાં અંજલિઓ અને યાદોને સાંકળતા લેખો  તરફ વળીશું  –

 the year-wise review of Lata Mangeshkar’s career,  પરની શ્રેણીમાં મહેફિલમેં તેરી હવે 1961 – Lata Mangeshkar   માં લતા મંગેશકરે વર્ષ ૧૯૬૧માં ગાયેલાં કેટલાંક ગીતોને યાદ કર્યાં છે.

"Aa Ke Dard Jawan Hai, Sajna, Raat Ka Ishara Hai" - Ahmed Wasi પ્રાણ જાયે પર વચન ના જાયે (૧૯૭૩)ના આ ગીત દ્વારા ઓ પી નય્યરે અહમદ વાસીને હિંદી ફિલ્મો માટે ગીતો લખતા કર્યા.(લેખનું યુટ્યુબ સંકરણ   Ahmed Wasi - The Only Lyricist Introduced By O.P.Nayyar - Rare Bollywood Trivia - Rare Nostalgia)

The Sculptors of Film Songs (12) “The Lords”: ‘પિતા કાવસ અને દીકરાઓ, કેરસી અને બરજોરજી 'લોર્ડ' એ તેમના ૫૦ વર્ષના સક્રિય કાર્યકાળ દરમ્યાન દર ત્રણ ગીતમાંથી કમ સે કમ એક ગીતમાં તાલ વાદ્ય વગાડ્યં છે તેવો સર્વસ્વીકૃત એક અંદાજ છે, Arrangers and Musicians શ્રેણીમાં આ પહેલાં Sebastian D’ Souza, Anthony Gonsalves, Enoch Daniels, Kishore Desai  Manohari Singh,  S Hazara Singh,  V Balsara, Ramlal , Dattaram , Van Shipley  અને Goody Seerwai આવરી લેવાયેલ છે.


વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો ના ૯મા સંસ્કરણના જાન્યુઆરી ૨૦૨૪ના અંકમાં તલતમહેમૂદ અને આશા ભોસલેનાં ૧૯૫૪ અને ૧૯૫૫નાં વર્ષોનાં યુગલ ગીતોને યાદ કર્યાં છે. તલત મહેમૂદના જન્મ દિવસના મહિનામાં તેમનાં ગીતોને યાદ કરવાના આપણા ઉપક્રમમાં આપણે ઓછાં સાભળવા મળતાં તલત મહેમૂદનાં યુગલ ગીતોની સફરની કેડી પકડી છે. તે અનુસાર, આપણે

૨૦૧૭માં તલત મહેમૂદનાં વિસારે પડેલાં કેટલાંક યુગલ ગીતો

૨૦૧૮માં તલત મહેમૂદ: ઓછો સંગાથ થયેલાં સહકલાકારો સાથેનાં યુગલ ગીતો

૨૦૧૯માં તલત મહમુદનાં મુબારક બેગમ અને મધુબાલા ઝવેરી સાથેનાં યુગલ ગીતો,

૨૦૨૦માં તલત મહેમૂદનાં યુગલ ગીતો - ગીતા (રોય) દત્ત સાથે - ૧૯૫૦થી ૧૯૫૨

૨૦૨૧માં તલત મહેમૂદનાં યુગલ ગીતો  ગીતા દત્ત સાથે - ૧૯૫૪ થી ૧૯૫૭,

૨૦૨૨માં તલત મહેમૂદ અને શમશાદ બેગમનાં યુગલ ગીતો અને

૨૦૨૩માં તલત મહેમૂદ અને આશા ભોસલેનાં વર્ષ ૧૯૫૧, ૧૯૫૨ અંને ૧૯૫૩નાં યુગલ ગીતો

સાંભળ્યાં છે 

 તસ્વીરો દ્વારા Celebrating cinema:



હવે નજર કરીએ અન્ય વિષયો પરના કેટલાક લેખો પર

Songs with Homonyms - સમનામી શબ્દની (અંગ્રેજી) જોડણી અને ઉચ્ચાર સરખાં હોય છે પણ અર્થ સાવ જ અલગ હોય છે. હિંદી ફિલ્મોમાં એક જ પંક્તિમાં આવા સમનામી શબ્દપ્રયોગો વડે અલગ અલ્ગ ભાવ પેદા કરવાનો ચાલ બહુ અનોખો રહ્યો છે. એ પ્રયોગ - સચોટતા બરકારાર રાખવા માટે ગીતકારનું શબ્દભંડોળ તો વ્યાપક હોવું જ જોઈએ પણ તેમની સર્જકતા માં ચબરાકીયું કલ્પના તત્ત્વ પણ હોવું જોઈએ. આ સમનામી શબ્દ પ્રયોગ પૂર્વાલાપ - સાખીમાં, મુખડામાં, અંતરામાં ગમે ત્યાં પ્રયોજાતો હોય છે. જેમકે, ભૂલે સે કભી યાદ કર અય ભૂલનેવાલે - એક રોઝ (૧૯૪૭) - નસીમ અખ્તર - ગીતકાર સર્શાર સૈલાની - સંગીત શ્યામ સુંદર

ઇન્ડિયન એક્ષપ્રેસનાં Sampada Sharma નાં અઠવાડીક કોલમ, Bollywood Rewind, ના લેખો

અને હવે વિવિધ વિષયો પરની નિયમિત શ્રેણીઓના લેખો તરફ નજર કરીએ

ફેબ્રુઆરી ૨૦૨૪માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:

ફિલસુફીભર્યાં ગીતો૧૯ : चल अकेला …

શીર્ષક આવરતા ગીતો – 

બીરેન કોઠારીની ફિલ્મનાં ક્રેડીટ ટાઈટલ્સ સાથે વાગતાં ટાઈટલ સોંગની શ્રેણીમાં કુંવારા બાપ (૧૯૭૪)નાં ટાઈટલ ગીતને રજૂ કરે છે.

વાદ્યવિશેષ શ્રેણીમાં પિયૂષ પંડ્યા અને બીરેન કોઠારી આ મહિને સિતારને  લગતાં હજુ કેટલાંક બીજાં યાદગાર ગીતોને બીજા ભાગમાં રજૂ કરે છે..

ભગવાન થાવરાણી ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ શ્રેણીમાં સોએક ફિલ્મી ગીતકારોનો સંક્ષિપ્ત પરિચય એમણે ફિલ્મો માટે લખેલી ગઝલો દ્વારા કરાવી રહ્યા છે. મહિને નિદા ફાઝલી, કતીલ શિફાઈ, પ્યારેલાલ ( P L ) સંતોષી અને દીનાનાથ (D N) મધોક ની ગઝલો પેશ કરે છે.

આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ. ૨૦૨૪માં આપણે મોહમ્મદ રફી વિશે અન્ય લોકોએ જે કંઈ કહ્યું છે તેની યાદી બનાવીશું.

Burjor Lord talks Rafi Sahab



હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો આવકાર્ય છે.

અહીં રજૂ કરાયેલ, લેખો, બ્લૉગ પૉસ્ટ્સ, તસ્વીરો અને વિડીયો / ઓડીયો લિંક્સના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.

No comments: