Tuesday, January 24, 2017

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - જાન્યુઆરી,૨૦૧૭



ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં જાન્યુઆરી,૨૦૧૭ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
આપણા આજના અંકથી આપણે ફરીથી આ બ્લૉગોત્સવમાં ગુણવત્તાની વિભાવનાના જીવનનાં જુદાં જુદાં પાસાં પર પ્રભાવને લગતા લેખો અને બ્લૉગપોસ્ટ્સને રજૂ કરીશું.
A Look at Quality’s Past - જ્યારે જ્યારે આપણે ગુણવત્તાની વાર્ષિક તિથિઓ પર નજર કરતાં હોઇએ છીએ ત્યારે ૨૦૧૭નું વર્ષ ગુણવત્તા વ્યવસાય માટે શું લઈ આવશે એ તો નથી કળાતું, પરંતુ એટલું તો નક્કી છે કે ગુણવત્તા વ્યવસાય તો દુનિયા માટે કંઇને કંઇ નવું જરૂર આપશે.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુણવત્તાને માત્ર જરૂરિયાત નથી માનવામાં આવતી, પણ તે સાથે  વ્યાપાર ઉદ્યોગમાં તેનાં નોંધપાત્ર યોગદાન પણ ઘણી સંસ્થાઓને નજરે નથી પડતાં. આજના અંકમાં આ બન્ને અંતિમ પર બદલતા જતા દૃષ્ટિકોણને સ્પર્શતા કેટલાક લેખો વાંચીશું -

Quantifying the Financial Benefits of Quality - Holly Lyke-Ho-Gland


  • Part One—How You Use Quality Matters - એક વાર સંસ્થાને ગુણવત્તાની નાણાંકીય અસરો સમજાવા લાગે એટલે પછીનું પગલું છે ગુણવત્તાની કઇ પ્રક્રિયાઓ અને પ્રક્રિયાની કામગીરીના કયા માપણી દંડો નાણાકીય મૂલ્યમાં વધારો કરી શકે છે તે સમજવાનું.
  • Part Two - Quantifying the Financial Benefits of Quality -- the Role of Governance and Transparency - સંસ્થાએ નક્કી કરેલી નીતિ સંસ્થા સમગ્ર વ્યાપારઔદ્યોગિક એકમ તેમ જ ગુણવત્તા સંચાલન તંત્રનાં રુપરેખા આલેખન, અમલીકરણ અને સતત સુધારણા વડે શી રીતે 'કાર્યરત' કરે છે તેનો આધાર સંસ્થાની શાસનાવ્યવસ્થા પર છે...જો કે આ પહેલાં થયેલ સંશોધનોથી એમ જોવા મળે છે ગુણવત્તાનો સફળ વિકાસ સંસ્થાનાં વરિષ્ઠ સંચાલક મડળના ટેકા અને માર્ગદર્શનથી થાય છે. તેમ છતાં જે સંશાઓમાં વિવિધ કાર્યક્ષેત્રના અગ્રણીઓને આવરી લેતી સમિતિઓ ગુણવત્તાને લગતી બાબતોમાં સક્રિય રહી છે તે સંસ્થાઓને સારો એવો નાણાકીય ફાયદો થતો જોવા મળ્યો છે. આમ થવું સમજી પણ શકાય તેમ છે કેમ કે વિવિધ કાર્યક્ષેત્રના અગ્રણીઓથી બનેલી ટીમ વ્યાપક દૃષ્ટિકોણ પૂરો પાડે છે, ગુણવત્તા વિચારસરણીની સ્વીકૃતિ બળવત્તર કરે છે અને ગુણવત્તાને, તેના ફાયદાઓની સમજનાં અને સર્વસ્વીકૃત માનકો અપનાવવા માટેનાં વાતાવરણને પોષે છે.
  • Part Three - Bringing Suppliers into the Fold - પોતાનાં ક્ષેત્રમાં શ્રેષ્ઠ ગણાતી ગુણવત્તાભિમુખ સંસ્થાઓ તેમના પુરવઠાકારોને તાલીમ દ્વારા તેમના સુધી ગુણવત્તા વિચારસરણીને કાર્યરત કરે છે. આ પ્રકારની સંસ્થાઓ અન્ય સંસ્થાઓ કરતાં તેમના પુરવઠાકારોને તાલીમ આપવામાં બમણો રસ પણ લે છે. તાલીમબધ્ધ પુરવઠાકારો સંસ્થાની પુરવઠા સાંકળની મૂલ્યવાન કડીઓ તરીકે સંસ્થાનાં ગુણવત્તાનાં ધોરણો અને કોઇપણ પગલાં બાબતે સંસ્થાના ગુણવત્તાયુક્ત અને કાર્યક્ષમ અભિગમને ભલી ભાંતિ સમજે છે અને સ્વીકારે છે. તેને કારણે તેમના દ્વારા પૂરાં પડાતાં ઉત્પાદનો અને સેવાઓ સંસ્થાની પ્રક્રિયામાં વિશ્વસનીય નિવિષ્ટ સામગ્રી બની રહે છે. પરિણામે સંસ્થા ઊંચી ગુણવત્તાવાળી પેદાશો અને સેવાઓ પૂરી પાડવામાં ઊંચી કાર્યક્ષમતાનું સ્તર જાળવી શકવા સક્ષમ બને છે.
  • Part Four – Employee training and incentives - પોતાનાં કાર્યક્ષેત્રમાં શ્રેષ્ઠ સંસ્થાઓ તાલીમ દ્વારા તેના કર્મચારીઓમાં ગુણવત્તા માટેની પ્રતિબધ્ધતા વિકસાવે છે, જેને કારણે કર્મચારીઓને અંતિમ ગ્રાહકને થનારા પૂર્ણ સંતોષકારક અનુભવની તેમ જ ઉચ્ચ મૂલ્યોની ગુણવત્તા સિધ્ધ કરવામાં પોતાની ભૂમિકા પણ સમજાય છે. જો કે કર્મચારીઓને અપાતી તાલીમના પ્રકાર કે કયાં કર્મચારીઓને કઇ તાલીમ આપવી કે કયાં, કેવાં અને શા માટે પ્રોત્સાહનો આપવાં તે સુધ્ધાં નક્કી કરતાં પહેલાં આમ કરવા માટે સંસ્થાનો લાંબાગાળાનો મૂળભૂત હેતુ શું છે તે અંગે સ્પષ્ટ હોવું જરૂરી છે.

ડૉ. અરમન્ડ ફૈગૅનબૌમનું કહેવું છે કે -

  • Managing for Quality - એટલું સમજી લેવી જોઈએ કે ગુણવત્તાની સમસ્યાઓ પણ કેળાંની જેમ જ્યારે આવે છે ત્યારે આખી લુમનાં સ્વરૂપે જ આવે છે. એક એક કેળાંનાં પકવવામાં બાકીનાં કેળાં જેમ વધારે પડતાં પાકીને બગડી જતાં હોય છે તેવું જ ગુણવત્તાની સમસ્યાઓનું છે.
  • the Cost of Quality and the Hidden Factory - ગુણવત્તાનાં પડતર ખર્ચના હું બે અર્થ કરૂં - સુધારવાનું ખર્ચ અને જો ન સુધરી શકે તો ભોગવવું પડતું ખર્ચ.

Results driven improvement પ્રક્રિયાની કેટલીક ખાસિયતો:
૧. સંચાલન મંડળનો હસ્તક્ષેપ હોય કે પછી પ્રક્રિયાનું નવીનીકરણ,જરૂર હોય તો જ કરવાનું;
૨. સામાન્ય પ્રયોગમૂલક કસોટીથી જ ખબર પડી જાય કે શું ચાલશે અને શું નહી;
૩. ભલે નાની નાની પણ ઉપરા છાપરી થતી સફળતાઓ સુધારણા માટે જરૂરી ઉર્જા પૂરી પાડતી રહે છે ;
૪. દરેક તબક્કામાં જે નવું શીખવા મળે તેનો નવા તબક્કામાં સતત અમલ કરવાથી નવું શીખવાની પ્રક્રિયા સતત ચાલતી રહે છે.
Quality & Excellence: The Quality 136 ગુણવત્તા પરના યાર્દચ્છિક વિચારો રજૂ કરવાની સાથે ટોમ પીટર્સ પરંપરાગત ગુણવત્તા કાર્યક્રમોમાં જે ઘટકો ખૂટતાં હોય છે તેના પર ભાર મૂકે છે.
Quality management: caught in the tensions between quality, costs and time - Willfried Heist, Vice President Quality, Product Safety and HSE Management, T/QM, Knorr-Bremse SfN GmbH - ઉત્પાદનોમાં વધતી જતી જટિલતાને કારણે પૂરવઠા સાંકળમાં બીજાં ક્ષેત્રની કંપનીઓ પણ જોડાતી જોવા મળે છે. આને પરિણામે આજના ગુણવત્તા સંચાલક સામે નવા નવા પડકારો આવતા રહે છે, જેમ કે, નવી કંપનીઓને ઈષ્ટતમ રીતે પુરવઠા સાંકળમાં કેમ જોડી દેવી? વૈશ્વિક સાંકળની દરેક કડી સુધી આપણા ગુણવત્તા માપદંડો અમલ થશે તેની ખાતરી કેમ કરવી? 
Risk: A four letter word for quality management?   - બ્રાયસ ડે - Catch ના મુખ્ય સંચાલન અધિકારી અને બહુ જ અસકારક સંચાલન સાધન Enterprise Tester પાછળનું ચાલક બળ - એક સંચાલકને નાતે મારી દૃષ્ટિએ ગુણવત્તા એટલે હું કેટલું જોખમ ઉઠાવવા માગું છું તેનું પ્રતિબિંબ. દાખલા તરીકે, રસ્તા પર અટકી પડવાનું જોખમ બહુ ઉઠાવવાની તૈયારી ન હોવાથી હું ઉચ્ચ ગુણવત્તાવાળી કાર ખરીદવાનું જ પસંદ કરૂં. પણ બે રૂપિયાનું રમકડું ફટાકવારમાં તૂટી જાય તે માટે મારૂં વધારે જોખમ ઉઠાવવાની તૈયારી છે.
Why Customer Care is the Life Blood of any QMS  - ક્રિસ્ટોફર સ્ટૈનૉ - ગુણવત્તા સંચાલન ધ્યેયમાં ગ્રાહકને આગળ પડતાં કેમ રાખી શકાય તે માટે પ્રતુત લેખમાં કેટલાંક સૂચનો છે...
Quality Management in Everyday Life and Work  - યોગથી બાળકની સંભાળ, મિટિંગ્સ થી ઘરકામ, બૉર્ડ રૂમથી માંડીને ઘરની વ્યૂહરચના જેવાં જીવનનાંદરેક પ્રકારનાં દરેક ક્ષેત્રનાં પાસાંમાં આ સાધનો હાથવગાં બની રહી શકે છે.
આ મહિનાથી આપણે ASQ પરના એક નિયમિત વિભાગ - Ask The Experts - માંથી રસપ્રદ અને માહિતીપ્રદ એક લેખ સમાવીશું. આ મહિના માટે મેં Creating a Culture of Quality પસંદ કરેલ છે.સંસ્થાનાં દરેક સ્તરે ગુણવત્તાને વિચારસરણીના મુખ્ય પ્રવાહમાં કેમ સામેલ કર્યે રાખવી એ મોટો પ્રશ્ન છે. જેના જવાબમાં નિષ્ણાતનું કહેવું છે કે કોઈ પણ સંચાલન મંડળને ફાયદો ક્યાં છે તે તરત જ સમજ આવતું હોય છે. એટલે સંસ્થાની 'દુખતી નસ' બાબતે ગુણવત્તા સંચાલન તંત્ર વ્યવસ્થા અને તેનાં સાધનો કેમ કામ આવી શકે તેનાથી શરૂઆત કરવી જોઈએ. 
હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએ -

ASQ TV પરનું છેલ્લું વૃતાંત :

The Hidden Factory - આ વૃતાંતમાં છુપાયેલાં કારખાનાના ખ્યાલ વિષે જાણવા મળે છે. આ એક એવી બાબત છે જે વ્યાપાર ઉદ્યોગનાં કોઈ પણ ક્ષેત્રને એકસરખી રીતે લાગુ પડી શકે છે. વૃતાતમાં એમ પણ જણાવાયું છે કે ગેરમાર્ગે દોરતાં માપને કારણે ઉત્પાદકતા ગુણવત્તા કરતાં આગળ ભાગતી પણ દેખાવા લાગે છે.

Jim L. Smithનાં ડીસેમ્બર, ૨૦૧૬નાં Jim’s Gems:

ISO 9001 is only the Foundation - જો માફકસરની ગુણવત્તા સંચાલન તંત્ર વ્યવસ્થા જોઈતી હોય તો ઘડતરના તબક્કાથી જ એ રીતની શરૂઆત કરવી પડે. જો વધારે પડતું કાગળપત્તર ચીતરામણ નિરાશા માટેનું કારણ હોય તો એનો એક અર્થ એ થયો કે ISO 9001ની આવશ્યકતાઓનો અમલ ખોટી રીતે થયો છે.

આપણા આ બ્લૉગોત્સવમાં આપણે ગુણવત્તાના દરેક પાસાંનો જીવનના દરેક પાસાં સાથે સંબંધનો રંગપટ આપણી નજર સમક્ષ લાવવા ઈચ્છીએ છીએ. આપના આ બાબતે થયેલા અનુભવો આ રંગપટને વધારે અર્થપૂર્ણ બનાવશે. આપના અનુભવો અને સુચનો અમારી સાથે વહેંચવાનું અમારું હાર્દિક ઈજન છે.....
આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

No comments: