ગુણવત્તા
સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં મે,૨૦૧૭ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
આજના આપણા ગુણવત્તા બ્લૉગોત્સવના આ અંકમાં ગુણવત્તાને સાવ જ અલગ દૃષ્ટિએથી જોશું.
Zen
and the Art of Quality - - ૨૪ એપ્રિલ, ૨૦૧૭ના રોજ Zen
and the Art of Motorcycle Maintenance અને Lilaના લેખક રોબર્ટ એમ પીર્સીગનું ૮૮ વર્ષની વયે અવસાન થયું. તેમણે પુસ્તક તો આ બે જ લખ્યાં, પરંતુ બન્નેને આધુનિક ફીલૉસૉફીમાં ક્લાસિક્સ તરીકે સ્થાન મળેલ છે. રોબર્ટ પીર્સીગ વિષે ઓછું જાણનારાંઓ માટે એ જાણવાનું મહત્ત્વનું બની રહેશે કે બન્ને પુસ્તકોમાં સર્વસામાન્ય વિચાર ગુણવત્તાનો છે. રોબર્ટ પીર્સીગ ગુણવત્તાને મોટા અક્ષરોમાં લખવાનું પસંદ કરે છે કેમ કે તેમના માટે એ એક ખાસ ઘટના છે. જ્યારે વિષય અને વસ્તુ (કે કલાકાર અને તેનું કલાપ્રદર્શન)એક બીજામાં એટલી હદે ભળી જાય છે ત્યારે બન્નેને એકબીજાંથી અલગ કરવાં શકય નથી બનતું. બન્ને જ્યારે એક બની જાય છે, ત્યારે એ સંબંધમાંથી એક ખાસ તત્ત્વ ઉદ્ભવે છે, જેને પીર્સીગ (મોટા અક્ષરોમાં) ગુણવત્તા કહે છે. તેમનાં પુસ્તક Zen and the Art of
Motorcycle Maintenanceમા તેઓ લખે છે કે 'ભવિષ્યના કોઈ હેતુ માટે જ જીવવું એ તો બહુ છીછરૂં છે. જીવન તો પર્વતોનાં પડખામાં વસે છે તેની ટોચ પર નહીં. ટોચ પર જે ઝેન (જ્ઞાન, શાંતિ) મળે છે તે તો આપણે આપણી સથે લઈ આવ્યાં છીએ તે જ હોય છે.'“
તેમનાં અવસાન પર અનેક અંજલિઓ અપાઈ છે. દરે અંજલિમાં તેમનાં જીવન અને કામની કોઈને કોઈ વિશિષ્ટ બાબતનો ઉલ્લેખ થયો છે.આ અંજલિઓ પૈકી બે અંજલિઓ આપણે અહીં વિગતે વાંચીશું :
- Robert Pirsig obituary
- How Robert Pirsig’s ‘Zen and the Art of Motorcycle Maintenance’ changed the way I think
રોબર્ટ પીર્સીગ : ફોટો સૌજન્ય વિલીયમ મૉર્રૉ - હાર્પરકૉલિન્સ |
એ તો હવે આપણને સમજાઈ ચૂક્યું છે કે રોબર્ટ
પીર્સીગે ગુણવત્તા શબ્દનો પ્રયોગ પરંપરાગત અર્થમાં નથી કર્યો. તેમણે સમજેલી
ગુણવત્તાની વિભાવના સમજવા માટે અપણે અહીં કેટલાક લેખસ્ત્રોત મૂક્યા છે.
તેમનાં તત્વજ્ઞાનીય પુસ્તક Zen and the Art of Motorcycle
Maintenance
(૧૯૭૪) માં રોબર્ટ પીર્સીગે આપણી સમક્ષ રજૂ કરેલ
વાસ્તવિકતાનો સિધ્ધાંત રજૂ કર્યો તેને
ગુણવત્તાનું અધિભૌતિકશાસ્ત્ર [Metaphysics
of Quality (MoQ)]તરીકે ઓળખવામાં આવે છે. તે પછીનાં તેમનાં
પુસ્તક Lila: An Inquiry into Morals (૧૯૯૧)માં
તેમણે આ વિચારને વિકસાવ્યો. MOQમાં પૂર્વ એશિયાઇ
ફિલોસૉફી, વ્યવહારશીલતા, એફ એસ સી નોર્થકૉર્પની
વિચારસરણી અને અમેરિકાની તળ ફિલોસૉફીના જેવાં જૂદાં જૂદાં પાસાંઓ આવરી લેવાયાં છે.
પીર્સિંગનું કહેવું છે કે પશ્ચિમના પરંપરાગત વસ્તુલક્ષી-હેતુલક્ષી દ્વૈત મનોભાવને
વદલે વાસ્તવિકતાને જોવા માટે, પૂર્વમાં ઉદ્ભવેલ , MOQ એ વધુ
સારો કાચ છે. પુસ્તકમાં આ પરંપરાગત દ્વિદૃષ્ટિને બદલે तत्त्वमसि ની
વિભાવનાની વાત કરાઈ છે.
Robert
Pirsig’s Metaphysics of Quality પર આ
વિષય પર વિપુલ વૈવિધ્યના સ્ત્રોત જોવા મળશે. MOQ.org પર આ વિષયની ચર્ચાને સ્થાન અપાવાની સાથે વિષયના
અભ્યાસ માટે પણ સામગ્રી ઉપલબ્ધ છે.
આ વિષય
પરના કેટલાક વિડીયો પણ જોઈએ
What is the
Metaphysics of Quality?
Robert M
Pirsig NPR Interview July 12, 1974 એ બહુ
સ-રસ ઇન્ટરવ્યૂ છે
યુ ટ્યુબ
પર આ વિષય પર જ હજૂ બીજા વિડીયો પણ જોવા મળી શકશે.
હવે આપણે
આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીશું.
Management Matters Network પરની કોલમ - Drucker
Perspectiveનો Abandonment,
Concentration & Pareto's Law: A Tested Way to Achieve Quantum Leaps in
Individual and Organizational Productivity લેખ આપણે આ મહિનાના આપણા અંકમાટે પસંદ કરેલ છે.
"આર્થિક કારણો માટે ધ્યાન કેન્દ્રીત કરવું
મહત્ત્વનું છે. આર્થિક પરિણામો સિધ્ધ કરવા માટે સંચાલકોએ નાનામાં નાની સંખ્યામાં
ઉત્પાદનો કે ઉત્પાદન શ્રેણીઓ, સેવાઓ, ગ્રાહકો, બજારો, વિતરણ
વ્યવસ્થાઓ કે અંતિમ વપરાશકારો જેવાં પરિબળો પર ધ્યાન કેન્દ્રીત કરવું રહે છે...
જેથી કરીને મહત્તમ વકરો શક્ય બને." — પીટર એફ.
ડ્રકર
ડ્રકર, ઝિપ્ફ, જુરાન
નોંધે છે કે માહિતી સામગ્રીનાં એકત્રીકરણને કારણે સંચાલકને ખોટી માહિતી મળી શકે છે
કે ખોટી દિશા મળી શકે છે કે પછી તે ખોટી રીતે દોરવાઈ શકે છે.…અસરકારક થવા માટે દરેક સંચાલકે પહેલેથી માનીને
ચાલવું જોઈએ કે સંસાધનોની વહેંચણીમાં હંમેશ કંઇને કંઈ અસંતુલન હોય છે. તેણે આ સંતુલનના ગુણોત્તરને તબક્કાવાર
સુધારતાં રહેવાં માટે મહેનત કરતા રહેવું પડે. આ સંતુલનની સ્થિતિ ૬૫/૩૫,૭૦/૩૦, ૮૦/૨૦ કે
૯૯/૧ એવાં કોઈ પણ પ્રમાણમાં હોઈ શકે છે... મહત્ત્વનું એ છે કે પ્રયત્નો અને
પરિણામના ગુણોત્તરને હંમેશાં એક યથેષ્ટ સ્તરે જાળવી રાખવો.
ASQ પરના
વિભાગ - માંથી
આજના આપણા આ અંક માટે Defining Qualification,
Verification, and Validation સવાલ
પસંદ કર્યો છે. જવાબમાં ISO 9000ની
વ્યાખ્યાઓની સાથે અલગ અલગ દૃષ્ટિકોણથી વિચાર કરી શકાય તેવી પણ વ્યાખ્યાઓ રજૂ કરાઈ
છે. ગુણવત્તા વ્યાવસાયિકો પણ આ વ્યાખ્યાઓને સમયે સમયે ફેરતપાસતાં રહેવું જોઈએ.
આ મહિને હજૂ
સુધી . ASQ
CEO, Bill Troy વિભાગમાં કંઈ
નવું ઉમેરણ નથી થયું જોવા મળતું.એ તકનો લાભ લ ઈને મેં A View from the Qના એકદમ શરૂઆતની પૉસ્ટ તરફ નજર દોડાવી, જ્યાં The Century of
Quality આપણું ધ્યાન
ખેંચે છે. બીજા શબ્દોમાં આ શીર્ષકને જોઈએ, તો એમ કહેવાનું થાય કે
'૨૧મી સદીની ગુણવત્તની સદી કરવા માટે શું કરવું જોઈએ?' સમગ્ર
ગુણવત્તા સમુદાય માટે આ પડકાર છે. આ માટે આપણે આપણી સાથેનાં અન્ય લોકો સાથે સંવાદ
સાધવો પડશે અને ગુણવતા બાબતે જરૂરી દોરવણી પૂરી પાડવા માટે તેમને સમજાવવાં પડશે. આ
માટે આપણે કેવી ભાષા વાપરીશું? જેનીફર સ્ટેપ્નીઑવસ્કી આ બાબતે બહુ સ્પષ્ટ સલાહ આપે છે — keep
it simple and relevant….આપણી સાથેનાં જે લોકો આ કરી શકે છે તેમના તરફ આપણે વિશેષ ધ્યાન આપીએ અને તેમનો
અવાજ વધારે બુલંદ કરવામાં મદદરૂપ બનીએ,
- Ralph de la Vega, Vice Chairman at AT&T આજના સમયને ગુણવત્તાનો સુવર્ણ યુગ કહે છે જ્યારે કંપનીઓએ ગુણવત્તાને તેમનાં ઉત્પાદનો અને સેવામાં જ સમાવી લેવી પડે અને પ્રશ્નો ઊભા થાય તે પહેલાં જ તેમને શોધી કાઢવા પડે.
- SR and Quality: A Perfect Fit - QS Consultના સ્થાપક અને પ્રમુખ, વિલી વાંન્ડરબ્રાન્ડૅનું ગુણવત્તા વ્યાવસાયિકોને કહેવું છે કે તેમની સંસ્થાની સામાજિક જવાબદારીને લગતી પહેલ ઉપાડી લેવા માટે તેઓ સૌથી આદર્શ સ્થિતિમાં છે. સામાજિક જવાબદારી ગુણવત્તાનાં ભવિષ્યમાં બરાબર બંધ પણ બેસે છે.
- Lean, Change, and Invaluable People - Prosciના Vice President of Growth સ્કૉટ મૅકએલીસ્ટર પરિવર્તન સંચાલનની અસરકારકતા અને સુધારણાનાં વ્યાવસાયિક પરિણામો વચ્ચે સીધો સંબંધ સમજાવે છે. સંશોધનો વડે એમ પણ જોવા મળ્યું છે કે સમર્થન અ સૌથી વધારે પ્રભાવક પરિબળ બની રહી શકે છે. પ્રાયોજકોનો મહત્તમ લાભ લેવા માટેની રીત પણ મૅકએલીસ્ટર જણાવે છે.
- Root Cause Analysis - Five Whys અને Root Cause Analysis વિષે નવા દૃષ્ટિકોણને જાણીએ.તે ઉપરાંત “Is/Is Not” વિશ્લેષણ વધારે જાણવા ઉપરાંત “Why not?” ક્યારે ન પૂછવું તેનો પણ કિસ્સો જોઈએ.
- Asking "Why Not?" - Five whys પધ્ધતિની મદદથી સમસ્યાનાં ઊંડાણ સુધી પહોંચી શકાય છે. તેની સાથે "why not?" સવાલ ઉમેરવાનું પણ વિચારવું જોઈએ.
- Is/Is Not Comparative Analysis Tool - "Is/Is Not"વડે કરી શકાતાં તુલનાત્મક વિશ્લેષ્ણ વડે મૂળ કારણ શોધવું કે હકીકતે સમસ્યા શું છે (કે નથી) તે જાણવું સરળ બની શકે છે.આ સાધન ત્યારે બહુ કામમાં આવી શકે છે ક્યારે ઘણાં શકય કારણોમાંથી સંભવિત કારણને અલગ તારવવાનું હો. અહીં સમસ્યા સાથે કોઇ બાબતને સંબંધ છે કે નહીં તે ખોળી કાઢવામાં મદદ મળે છે.
- ગુણવતા સાધન ગમે તેટલું કામનું કે મહત્ત્વનું હોય, પણ તેનો અમલ તો પ્રક્રિયા સાથે સંકળાયેલ લોકો વડે જ કરવાનો રહેતો હોય છે, સીક્ષ સિગ્માની બાબતે એનો અર્થ એ થયો કે ટીમના સભ્યના પટ્ટાના રંગથી ઘણું આગળ જોઈને એ સમ્ભ્યનું ટીમ સાથે સમગ્ર ટીમનું એ સભ્ય સાથેનાં સમીકરણનાં રસાયણશાસ્ત્ર પર વધારે ધ્યાન આપવું જોઈએ.
You
Become What You Think - જ્યારે આપણે
RT = E + Bને
ધ્યાનમાં રાખીએ છીએ ત્યારે આપણી વિચાર પ્રક્રિયા મહત્ત્વની બની રહે છે. આપણા
વિચારો (thoughts)થી
પરિણામો (results) આવે છે, જે પેદા થાય છે આપણી લાગણીઓમાંથી (emotions) અને જે આગળ જતાં આપણાં વર્તન (behavior)ને ઘડે છે. આમ આપણી વર્તણૂક નક્કી કરે છે કે
પરિણામ સારાં આવશે કે નહીં. ઉદ્યોગ સાહસિક અને ખ્યાતનામ લેખક, માઈક ડૂલીનું કહેવું છે કે “પસંદ કરવામાં કાળજી રાખજો કેમકે વિચારો જ
વસ્તુઓ બની જાય છે.(Choose Them wisely: Thoughts Become Things).”
આપણા આ
બ્લૉગોત્સવમાં આપણે ગુણવત્તાના દરેક પાસાંનો જીવનના દરેક પાસાં સાથે સંબંધનો રંગપટ
આપણી નજર સમક્ષ લાવવા ઈચ્છીએ છીએ. આપના આ બાબતે થયેલા અનુભવો આ રંગપટને વધારે
અર્થપૂર્ણ બનાવશે. આપના અનુભવો અને સુચનો અમારી સાથે વહેંચવાનું અમારું હાર્દિક
ઈજન છે.....
આ
અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.
No comments:
Post a Comment