Thursday, November 30, 2017

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૧૧_૨૦૧૭



હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ -  ૧૧_૨૦૧૭ બ્લૉગૉત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
નવેમ્બર, ૨૦૧૭ મહિનો હિંદી ફિલ્મ વિશ્વનાં પહેલાં કુટુંબના પહેલા પુરુષ પૃથ્વીરાજ કપૂરની ૧૧૦મી જન્મજયંતિને અને ઠુમરી અને ખયાલનાં આગવાં ગાયક ગિરિજા દેવીની વિદાયને સમર્પિત કરીએ.
Remembering Prithviraj Kapoor on His Birthday - the Dubsmash Way - પૃથ્વીરાજ કપૂરને ૧૯૬૯માં પદ્મવિભુષણ અને ૧૯૭૧માં દાદાસાહેબ ફાળકે પુસ્રકારથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
ઉપર જમણેથી:  આવારા (૧૯૫૧); મુગલ-એ-આઝમ (૧૯૬૦) અને સિકંદર (૧૯૪૨)
The Depth of Girija Devi’s Fluid Notes Will Continue to Anchor the Memory of Banaras by Navina Jafa - ગિરિજા દેવીની ઉભરતી ઉર્જા તેમ જ ખયાલ કે ઠુમરીની તેમની જાદુઈ ગાયકી મહેફિલમાંથી પેદા થતી હતી.
ફોટો સૌજન્ય : મધું ચંદ્ર, દેબપ્રિય અદિકારી અને સમન્વય સરકારની દસ્તાવેજી ચિત્રકથા Girija Devi: A Lifetime in Musicમાંનુ એક સ્થિર ચિત્ર
 તેમની સૌથી વધારે સુપ્રસિધ્ધ ભૈરવી ઠુમરી રસ કે ભરે તોરે નૈન ને સાંભળી ગિરિજા દેવીને આપણી અંજલિ આપીએ.

અને હવે આ ઉપરાંત અંજલિઓ પરની અન્ય પૉસ્ટ્સને પણ ધ્યાન પર લઈએ-
જ્યારે જ્યારે ગીતા દતે શ્યામામાટે પર્શ્વગાયન કર્યું ત્યારે જાદૂઇ વાતાવરણ ખડું થઇ જતું.રોમ રોમને સ્પર્શતી એમના સ્વરની માદકતા આ તેજતર્રાર અભિનેત્રીની અદાકારીમાં પ્રાણ પૂરતી હતી.એ બન્ને એ શ્રીમતીજી જેવી અનેક ફિલ્મો સાથે કરી હતી.
5 Roles That Could’ve Changed Sanjeev Kumar’s Destiny as an Actor : આ પાંચ પાત્રો છે - મિર્ઝા ગ઼ાલિબ (૧૯૮૮)માં મિર્ઝા ગ઼ાલિબ; સારાંશ (૧૯૮૪)માં બી વી પ્રધાન; કાલીઆ (૧૯૮૧)માં જેલર રઘુવીર સિંહ; શોલે (૧૯૭૩)માં ગબ્બર કે વીરૂ અને મીરા (૧૯૭૯)માં રાણા ભોજરાજ
‘Who’s Chitragupta?’ Only the Hindi film music composer of numerous forgotten gems - Rudradeep Bhattacharjee - નવેમ્બર ૧૬ના જેમની જન્મશતાબ્દી ઉજવાઈ એવા આ સંગીતકારના કામને પૂનઃમૂલ્યાંકન કરવાની તાતી જરૂર છે. 


[નોંધઃ આજના આ લેખના અંતમાં આપણે મોહમ્મદ રફીના સ્વરમાં રચેલાં બે વિસારે પડેલાં ગીતોને સંભાર્યાં છે.]

Chitragupt- A Tribute માં પણ ચિત્રગુપ્તનાં વિસારે પડેલાં કેટલાં ગીતોને યાદ કરાયાં છે:
સુના હૈ જબ સે મૌસમ - રામુ દાદા (૧૯૬૧) - ગીતકાર: પ્રેમ ધવન 
ઓ ગોરી ગોરી તોરી બાંકી ચિતવનમેં જિયા મોરા સો બલ ખાયે - આધી રાત કે બાદ (૧૯૬૫)- ગીતકાર: પ્રેમ ધવન
The Uncommon Roshan - અદ્‍ભુત સંગીતકારની કઈ ખૂબીઓ ને કારણે તે તેમના સમવય્સ્ક સંગીતકારોથી લગ તરી આવતા હતા? જેમની રચનાઓની ખાસીયતો કઇ હતી? તેમને જૂદા પાડવાની સાથે આટલા રસપ્રદ શું બનાવે છે ? મોનિકા કાર એક નજર નાખે છે
પીયૂષ શર્માનો ૧૬ નવેમ્બર, ૨૦૧૫ના લેખ - The Magic of the Melodies of Roshan and Chitragupt - રોશન અને ચિત્રગુપ્તને માત્ર ૧૬મી નવેમ્બર - એકની મૃત્યુ તિથિ અને બીજાના જન્મદિવસ-થી જ નથી સાંકળતો....
Actor, producer, novelist and raconteur: Archival documentary reveals Prem Nath’s many roles : ‘Amar Prem Nath: Last of the Titans’ પ્રેમ નાથના દીકરા મોન્ટી નાથે દિગ્દર્શિત કરેલ છે, જે આજકાલ ઝી ક્લાસિક પર જોવા પણ મળે છે....કાલીચરણ (૧૯૭૬)માં પ્રેમનાથ અને અજિત શતરંજ રમતા બતાવાયા છે. ત્યાં દિવાલ પર એક પોલિસ અફસરનું ચિત્ર ટાંગેલું પણ દેખાય છે. એ ચિત્ર પ્રેમનાથના પિતાનું છે!
Remembering Ghulam Haider on his Death anniversary માં ગુલામ હૈદરની કારકીર્દીની તવારીખની ઝલક જોવા મળે છે.
Remembering AMJAD KHAN on his 77th Birth Anniversary માં લોકોની જીભે રમતા અમજદખાનના સંવાદો વડે અંજલિ અપાઈ છે.
Lata Sings For RD માં આર ડી બર્મનનાં લતા મંગેશકરના સ્વરમાં રેકોર્ડ થયેલાં દૂસરી સીતા (૧૯૭૪, ગીતકાર ગુલઝાર) દિન જા રહે હૈ રાતોં કે સાયે જેવાં કેટલાંક ઓછાં સાંભળવા મળતાં ગીતોની યાદ પણ તાજી કરી શકાશે.
વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતોના નવેમ્બર, ૨૦૧૭ના અંકમાં આપણે સલીલ ચૌધરીનાં હિંદી ફિલ્મ ગીતો અન્ય ભાષાઓમાં યાદ કર્યાં હતાં.
અને હવે આપણે અન્ય વિષયો પરની પોસ્ટ્સની મુલાકાત કરીશું :
Percussion Discoveries: Kathak Bols Can Be Great Just for Listening, and I Have Finally Found a Queen of the Dholak!સ્ત્રી ઢોલક વગાડનારની ખોજ આપણને સીતારા દેવીની એક બહુ ઓછી જાણીતી કથ્થક નૂત્યોની એલપી રેકોર્ડથી માંડીને ૧૯૫૧ની 'ઢોલક'નાં મૌસમ આયા હૈ રંગીન ઐસે મેં તૂ હોલે હોલે આ સુધી લઈ આવે છે. આ ગીતમાં ઢોલક સ્ત્રી કળાકારોએ પરદા પર વગાડેલ છે. એટલે ખરેખર ઢોલક વગાડનાર સ્ત્રી કલાકારની ખોજ ભાત કે પાકિસ્તાન કે બ્રિટન કે અમેરિકા સુધી ફરી વળે છે. પણ પરિણામ નથી મળ્યું. એટલામાં પશ્ચિમ ગોળાર્ધના લેટિન અસરના જૅઝની અસર હેઠળના એક દેશમાં આ ખોજ અટકી જાય છે. એ કળાકાર છે ક્યાંક ચંતલ મંગલ કે ક્યાંક ચંતલ  ખદેરોએ તરીકે ઓળખવામાં આવેલ)ચંતલ. તે કેરીબીયન ટાપુઓ - સુરીનામ-ની રહેવાસી છે. અહીં તેની બે વિડીયો ક્લિપ્સ  Sarnami khana pakana અને a live Baithak Ganaમાં તેમને ઢોલક પર જોઈ શકાય છે. યુ  ટ્યુબપર થોડી વધારે શોધખોળ કરતાં ચંતલની હજૂ બે વધારે વિડીયો ક્લિપ્સ - અહીં અને અહીં - પણ મળી આવી.
Bol Ri Kathputli: Personifying the Puppet Perfectly - હિંદી ફિલ્મોમાં નૃત્ય ગીતોમાં જેમનું યાદગાર ફિલ્મીકરણ થયું હોય એવાં ગીતોમાં ૧૯૫૭ની 'કઠપૂતલી'નું શીર્ષ ગીત બોલ રે કઠપુતલી તેનાં નૃત્યનિર્દેશન અને સંગીતના અનોખા પ્રયોગ માટે વિશેષ માનનું સ્થાન પામે છે. આનંદ દેસાઈ અને અંતરા નંદા મોંડલ કઠપુતળીનાં જીવનની વેદનાને વૈજયંતિમાલાએ જે રીતે મૂર્તિમંત કરી છે તેની બારીકીઓનું સુપેરે રસદર્શન કરાવે છે.
Folk Dances in Bollywoodમાં બોલીવુડના કેટલાંક લોકપ્રિય લોકનૃત્યોને યાદ કરાયાં છે.
Merchant Ivory classic ‘Shakespeare Wallah’ restored, to have limited re-release  નોંધ લે છે કે આઈવરી-મર્ચંટ નિર્માણગૃહની ૨૯ ફિલ્મોનું પૂર્વાવસ્થા પુનઃસ્થાપનનું કામ પૂરૂં કરી લેવામાં આવ્યું છે.
And They Made Classics – Director-Writer Duo of Bimal Roy and Nabendu Ghosh - Antara Nanda Mondal - રત્નોત્તમ સેનગુપ્તાએ દિગ્દર્શિત કરેલ And They Made Classics પરદાપરનાં દૃશ્યોની પાછળની દુનિયાની ઝાંકી કરાવવા માટે ૨૦૦૫માં લેવાયેલ નબેન્દુ ઘોષ સાથેના એ ઈન્ટરવ્યુની મદદ લે છે જેમાં તેમણે તેમના બિમલ રોય સાથેના સંગાથની વાત કરી હતી.  પાત્રાંકરણ, દલઈલો, પ્રતિભાવો, તેમની કામ કરવની રીતો જેવાં પર્દા પાછળનાં અનેક પાસાંઓને ફિલ્મમાં સ્થિર ચિત્રો, ક્લિપ્સ, દસ્તાવેજો વગેરેની મદદથી રજૂ કરેલ છે.
સંદર્ભ નોંધ: અંતરા નંદા મોંડલે ૨૬ માર્ચ ૨૦૧૬ના રોજ Nabendu Ghosh: The Master of Screen Writingને નબેન્દુ ઘોષની જન્મ શાતાબ્દિના ઉપલક્ષ્યમાં પ્રકાશિત કરેલ હતો.
The Story of Babul mora naihar chhooto hi jaye-The Queen of Thomris માં આ ખૂબ જાણીતી ઠુમરીની તવારીખ વર્ણવી છે. સાથે સાથે જૂદાં જૂદાં કળાકારોની પ્રસ્તુતિની ક્લિપ્સ પણ અહીં જોવા મળે છે.
RD Burman and His Lyricists - પીયુષ શર્મા અને અંતરા નંદા મોડલ આર ડી બર્મનની જૂદ જૂદા ગીતકારો સાથેનાં કામની સુવર્ણકણિકાઓની ખોજ આદરે છે.
‘Aaj Phir Jeene Ki Tamanna Hai’ from ‘Guide’ is an ode to life -  ૧૯૬૫ની ફિલ્મ 'ગાઈડ'માં વિજય આનંદ વહીદા રહેમાન અભિનિત રોઝીની જીંદગીભરનાં દુઃખ અને ઉપેક્ષામાંથી છૂટકારાને વાચા આપે છે.
S D Burman's Love and Hate for Lata એસ ડી બર્મનનાં લતા મંગેશકરે ગાયેલાં કેટલાંક સદાબહાર ગીતોને યાદ કર્યાં છે.

My Favourite ‘EYE’ Songsમાં આંખો દ્વારા વ્યકત થતા રોમાંચ, શરારત, કરૂણા, શાંત, જાદૂઈ, ભય કે પછી માત્ર સુંદરતાના ભાવનાં ગીતોની યાદી બનાવેલ છે.

એક થા રાજા એકથી રાનીમાં નરગીસની સાથે કિશોરકુમાર હતા. બહુ જ અસાધારણ કહેવાય એવી આ જૉડી પહેલી વાર સાથે બની, પણ ફિલ્મ અધૂરી રહી. ઇન્દર રાજ આનંદદ્વારા લખાયેલી ફિલ્મની વાર્તામાં બન્ને કળાકારો ડબલ રોલમાં હતાં અને ઓળખની થાપના આટાપાટામાં વણાઈ ગયાં હતાં.
Controversy in Bollywood Films  બોલીવુડની એવી ફિલ્મોની વાત કરે છે જે રજૂ થઈ ત્યારે કંઈને કંઈ વિવાદ ખડા થયા હતા.
Is that really a lesbian moment in ‘Khwab Bankar Koi Aayega’ from ‘Razia Sultan’? કમાલ અમરોહીની આ ઐતિહાસિક ફિલ્મ તેનાં ફિલ્માંકન માટે યાદ કરાય છે. ફિલ્મમાં એક દૃશ્યમાં હેમા માલીની અને પરવીન બાબી એક બહુ ઘનિષ્ઠ મુદ્રામાં બતાવાયાં છે. વાર્તાને અનુરૂપ આવું દૃશ્ય ફિલ્માંકન કરવા માટે બન્ને અભિનેત્રીઓની હીમતને દાદ આપવી પડે.
There is Always a Story Behind a Great Song  - હિંદી ફિલ્મનાં જાણીતાં ગીતોની પાછળ કોઈને કોઈ વાત જરૂર હોય છે એમ બહુ ચોક્કસપણે માનવામાં આવે છે. અહીં એવી કેટલીક વાતો અને તેની સાથે સંકળાયેલાં ગીતોને યાદ કરાયાં છે.
સોંગ્સ ઑવ યોરની Best songs of year  શ્રેણીની સફરમાં આપણે ૧૯૪૮નાં જાણીતાં અને ઓછાં જાણીતાં ગીતોની સફર ના સ્ત્રી સૉલો ગીતોના બીજા પડાવની સફરમાં સુરૈયા, ગીતા રૉય, શમશાદ બેગમનાં સૉલો ગીતો સાંભળી ચૂક્યા બાદ હવે આપણે રાજ કુમારી, સુરીન્દર કૌર અને અન્ય સ્ત્રી પાર્શ્વગાયિકાઓનાં સૉલો ગીતો પણ સાભળ્યાં. હવે લતા મંગેશકરનાં સૉલો ગીતોના ત્રણ ભાગ પૈકી પહેલો ભાગ સાંભળી રહ્યાં છીએ.
અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ'  કોલમના નવેમ્બર, ૨૦૧૭ના લેખો:


'ગુજરાત સમાચાર'માં દર શુક્ર્વારે પ્રકાશિત થતી કોલમ 'સિને મેજિક'માં અજિત પોપટ હાલમાં વનરાજ ભાટિયા પર લેખમળા કરી રહ્યા છે.....

ઇસ લડકી કો કહાં સે પકડ લાયે હો મૌશિકાર...? કૈસી આવાઝ નહીં જમેગી...


અને મહિના છેલ્લા શુક્રવારના યુવા પેઢી માટેના તેમના લેખ:

ધૂમનાં ગીતોએ પ્રીતમને એ લિસ્ટમાં પગપેસારો કરવાની તક આપી


નવેમ્બર, ૨૦૧૭માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:


આજના આપણા આ બ્લૉગોત્સ્વના આ અંકના સમાપનની શરૂઆતમાં મોહમ્મદ રફી પરના એવા એક લેખ - The 11 Emotions of Mohammad Rafi - થી કરીશું જેમાં જિંદગીની અલગ અલગ પરિસ્થિતિઓમાંથી પેદા થતા રસને તેમણે પોતાના સ્વરમાં વહેતા કર્યા છે.
અંતમાં ચિત્રગુપ્તે સ્વરબધ્ધ કરેલાં મોહમ્મદ રફીનાં વિસારે પડી રહેલાં બે ગીત યાદ કરીશું :
ધરતી આઝાદ હૈ આસમાન આઝાદ હૈ - સિંદબાદ ધ સેલર (૧૯૫૨) 
ઈતની બડી દુનિયા જહાં ઈતના બડા મેલા ફિર ભી મૈં અકેલા - તૂફાન મેં પ્યાર કહાં (૧૯૬૩)- ગીતકાર: પ્રેમધવન


હિંદી ફિલ્મોનાં વીન્ટેજ અને સુવર્ણ યુગનાં ગીતોને લગતા લેખોના નવા નવ સ્ત્રોત વિષે આપનાં સૂચનો વડે આપણા આ દરેકને વધારે સમૃધ્ધ બનાવવામાં આપનો સહકાર મળતો રહેશે તેવી આશા સાથે....


No comments: