Friday, November 30, 2018

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - ૧૧_૨૦૧૮


હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ -  ૧૧_૨૦૧૮ બ્લૉગોત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
નવેમ્બર, ૨૦૧૮ના આપણા બ્લૉગોત્સ્વના અંકનાં કેન્દ્રસ્થાને આપણે સંગીતકાર રોશન(લાલ નાગરથ)ની ૫૧મી મૃત્યુ તિથિના ઉપલક્ષ્યમાં લખાયેલી પૉસ્ટને રાખીશું.
રોશનની ૧૯૫૯ સુધીની પ્રમાણમાં ઓછી ચર્ચાતી કારકીર્દીની સફરની વિગતે રજૂઆત, તેમના પરની બે લેખની સ્રેણીના પહેલા મણકા Early Days of Roshan માં કરવામાં આવી છે. એ પછી, Roshan – The concluding postમાં રોશનની કારકીર્દીનાં ૧૯૬૦-૧૯૬૮ વર્ષોની રજૂઆત કરવામાં આવી છે. આ વર્ષોમાં એકાદ બે અપવાદને બાદ કરતાં, બધી જ ફિલ્મોમાં રોશનનાં સંગીતે ફિલ્મ સંગીતના ચાહકોમાં અનેરૂં સ્થાન બનાવી લીધું હતું. આ સમયની ઓછી જાણીતી, વૉરંટ (૧૯૬૧), જેવી ફિલ્મોમાં પણ રોશનની સર્જનાત્મકતા તો ઝળકે જ છે, જેમ કે - હોઠોં પે હસીં આંખોંમેં શરારત રહેતી હૈ (લતા મંગેશકર), નિગાહોંમેં યે મસ્તી ક્યું હૈ (ગીતા દત્ત) કે ઓ બેઈમાન મૈંને તુઝે પહેચાન લિયા (આશા ભોસલે).
Rafi’s duets by Roshan  - રોશને રચેલાં મોહમ્મદ રફીનાં ૯૨ ગીતોમાંથી ૩૫ સૉલો અને ૫૭ યુગલ ગીતો છે. આગીતોમાંથી ત્રીજા ભાગનાં જ ગીતોની રચના, ૧૯૪૯થી ૧૯૫૯નાં, પહેલાં ૧૧ વર્ષમાં તેમણે  કરી હતી. તે પછીનાં ૧૯૬૦થી ૧૯૬૮નાં નવ વર્ષમા તેમણે બકીનાં બધાં ગીતો રચ્યાં છે.
રોશન રચિત મશહુર કવાલીઓ ઉપરાંત તેમણે જે જે ગીતોમાં 'અન્ય' ગાયકોનો પ્રયોગ કર્યો તે બધાં ગીતો બહુ જ યાદગાર ગીતો બન્યાં છે. જેમ કે યે ઈચ બીચક છુરર્ર.... - બાવરે નૈન (૧૯૫૦)

હવે આપણે નવેમ્બર મહિનામાં આવતી  વર્ષગાંઠ અને અવસાનતિથિઓને ઉદ્દેશીને લખાયેલ પૉસ્ટ્સ વાંચીશું.
A Eulogy that Touches the Heart - આજથી લગભગ પોણી સદી પહેલાં, પંજાબમાં એક અતિપ્રતિભાસંપન્ના બાળક, માસ્ટર મદને, ગાયક તરીકે ધૂમ મચાવી દીધી હતી. ગઝલો, ઠુમરીઓ અને ગુરબાની તેની શાસ્ત્રીય સંગીતની અનોખી રજૂઆત ચારે તરફ વીજળીની ઝડપે પ્રસરતી હતી. કમનસીબે, એક અફવા મુજબ, પંદર વર્ષની ઉમરે તેને કોઈએ પારો ખવડાવીને તેની હત્યા કરી નાખી.તેની માત્ર ૮ રેકોર્ડ્સ જ બની છે, પણ સાગર નિઝામીને બે જ ગ઼ઝલો યું ન રહે રહે કે હમેં તરસાઈયે અને હૈરત સે તક રહા હૈ જહાં-એ-વફ઼ા મુઝે તેમને અમર કરઈ દેવા માટે પૂરતી છે. …. હિંદી ફિલ્મોમાં બાળકોની ભૂમિકાનું એક આગવું અગત્ય રહ્યું છે. તેમના ભાગે પર્દા પર ગીત ગાવાનું પણ આવ્યું છે. પ્રસ્તુત પૉસ્ટમાં માત્ર બાળકોએ પર્દા પર ગાયાં હોય તેવાં ગીતોને પંડિત જવાહરલાલ નહેરૂના જન્મદિને યાદ કરાયેલ છે.
Sohrab Modi - His films always carried Social or National Message - (જન્મ ૨ નવેમ્બર, ૧૮૯૭) ૧૯૩૦-થી ૧૯૫૦ના દાયકામાં સામાજિક અને ભવ્ય ઐતિહાસિક ફિલ્મોના નિર્માતા તરીકે યાદ કરાય છે. તેમનાં નિર્માણ ગૃહનું નામ મિનરવા મુવીટોન હતું.
સોહરાબ મોદી ધ ગ્રેટ મુઘલ ઑફ હિસ્ટોરિકલ્સ (ઐતિહાસિક ફિલ્મોના મહાન શહેનશાહ) અમૃત ગંગર ISBN : 8183281087, 9788183281089
In the Musical Memory of Meena Kapoor - શાલન લાલ મીના કપૂરને તેમની પહેલી અવસાન તિથિ (જન્મ: ૧૯૩૦ – અવસાન: ૨૩ નવેમ્બર, ૨૦૧૭)ના અંજલિ લેખમાં મીના કપૂરની કારકીર્દીની સર્વગ્રાહી સમીક્ષા દરમ્યાન તેમની પહેલી ૧૦ ફિલ્મોની વિગતે ચર્ચા કરે છે.
S D Burman Was Someone Who Adjusted To Changing Times, Therein Lies His Greatnessઅનિરૂધ્ધ ભટ્ટાચાર્જી અને બાલાજી વિટ્ટલનું આખું પુસ્તક, S D Burman – The Prince Musician, એસ ડી બર્મનને લગતી નજીવી બાબતો, તેમનાં કામની ઝીણી ઝીણી વિગતો, તેમની કારકીર્દી, તેમનાં રીલીઝ ન થયેલાં ગીતો અને કામ વિષેની ધ્યાન પર ન આવેલી બાબતોને ધ્યાનમાં રાખવાની સાથે તેમનાં સંગીતને કેન્દ્રમાં રાખે છે.
Mehfil Celebrates ‘S D Burman’ Month ની એસ ડી બર્મન પરની ગયે મહિને શરૂ કરેલ લેખામાળાને S D Burman – the 60s પછીથી The Concluding Post – S D Burman વડે પૂરી કરાઈ છે.
The Song "Gata Rahe Mera Dil" was the Last Addition in Guide  એ કદાચ હવે બહુ ન જાણીતી વાત નથી રહી, તેમ છતાં પ્રસ્તુત લેખમાં તેની રજૂઆત રસપ્રદ રહી છે.
Usha Uthup - A Journey from Night Club to Bollywood - 'હરે રામ હરે કૃષ્ણ'માં તેમનાં ગીતોની નોંધ લેવાઈ તે પહેલાં ઉષા ઉત્તુપે Greenback Dollar" EP રેકોર્ડમાં "Jambalaya" અને The Kingston Trio's  જેવાં બે અંગ્રેજી પૉપ ગીતોનાં કવર ગીતો વડે ધ્યાનાકર્ષિત કરેલું.
Runa Laila - The Melody Queen Beyond Borders માં પાકિસ્તાની ફિલ્મ 'હમ દોનો'નું ગીત રજૂ થયું છે.

Mala Sinha - One of the most sought-after actresses in the 1950s, 1960s – (જન્મ ૧૧ નવેમ્બર, ૧૯૩૬) ૧૯૫૮થી ૧૯૬૫નાં વર્ષોમાં સૌથી બધારે મહેતાણું મેળવતાં નાયિકા હતાં
Baazi- The Film that was a trendsetter and gave Bollywood many Legends, જેમ કે દેવ આનંદને હીરો તરીકેની પહેચાન, ગુરુ દત્તનો એક કાબેલ દિગ્દર્શક તરીએ પરિચય, એસ ડી બર્મનની બહુઆયામી સંગીતકાર તરીકે સ્વીકૃતિ, અને દેવ આનંદનાં ભવિષ્યમાં પત્ની થવાનાં હતાં તેવાં કલ્પના કાર્તિક.
ડસ્ટેડ ઑફ્ફના ૧૦મા જ્નમ દિવસે, Ten of my favourite songs from films I haven’t watchedમાં લેખિકાએ જોયાં ન હોય તેવી ફિલ્મોનાં ગીતો રજૂ કરવાનો અપવાદ કર્યો છે. (જોકે મારા જેવા તેમના વાચકોએ તો તેમના ફિલ્મ રિવ્યુ અને ગીત સંકલનના લેખોને એટલે જ માણ્યા છે કે એ એમાંની મોટા ભાગની ફિલ્મો મેં જોઈ નથી !.)
હવે આપણે અન્ય વિષયો પરના લેખો તરફ નજર કરીએ.
Rahi (1952) - India's First Film to Venice and Moscow International Film Festivals in 1954 માં કે એ અબ્બાસનાં દિગ્દર્શનમાં દેવ આનંદ, નલીની જયવંત અને બલરાજ સહાનીની મુખ્ય ભૂમિકાઓ હતી. મુલ્ક રાજ આનંદની નવલથા "Two Leaves and a Bud" પર આધારિત આ ફિલ્મ હિંદીમાં 'રાહી' શીર્ષકથી અને અંગ્રેજીમાં The Wayfarer શીર્ષકથી પ્રદર્શિત થઈ હતી.તે રશિયનમાં પણ ડબ કરાઈ હતી.
When The Moon And Romance Go Together - કવિઓ અને પ્રેમીઓને ચાંદનું આકર્ષણ અને કામણ રહ્યું છે.  તેની સુંદરતાએ કવિઓને પ્રેમી અને પ્રેમીઓને કવિ કરી મૂક્યાં છે. આપણે ત્યાં તો લોકગીતોમાં પણ ચાંદનાં લાવણ્યનાં વર્ણનો છે. પ્રસ્તુત પૉસ્ટમાં આવાં જ કેટલાંક ગીતોને યાદ કરાયાં છે.
ઓક્ટોબરના રોજ ઉજવાતા વિશ્વ આહાર દિવસની અનોખી ઉજવણીની Introducing Food and Food Movie Month on Dustedoff  વડે ગયા મહિને શરૂઆત થયેલી તે The Food and Food Movie Project, Part 4 થી આગળ વધી,  Onscreen Chefs: The Myth and the Realityનો રસપ્રદ પડાવ પૂરો કરી અંતમાં Ten memorable food scenes from Hindi cinemaરજૂ કરે છે.
મિર્ઝા ગ઼ાલિબ મિત્રોને કેરીનો અલગ સ્વાદ ચખાડે છે - મિર્ઝા ગ઼ાલિબ (૧૯૫૪)
Top 20 Bollywood film soundtracks of Golden Era ૧૯૪૦થી ૧૯૭૫ દરમ્યાન રજૂ થયેલી ફિલ્મોમાંથી ચુંટેલી ફિલ્મોને અલગ તારવે છે.
Coming Down the Musical Notesસંગીતની સરખામણી સાહસપૂર્ણ ખેલની સાથે કરવી હોય તો આરોહમાં પર્વતારોહણ જેટલો જ રોમાંચ છે તો બરફન પહાડ પર નીચે લસરવા જેવી મજા છે. સા રે ગ મના કોઈ પણ સ્વરથી શરૂ કરીને  મુખડામાં જ થતો આરોહ પૂર્વાંગ પ્રાંરભ ગીત કહેવાય છે જ્યારે સપ્તકના નિ, , પના સ્કી ઢોળવ પર થતો મુખડામાં અવરોહ ઉત્તાંગ પ્રારંભ ગીત કહેવાય છે. મોટા ભાગનાં  ગીતો પૂર્વાંગ પ્રારંભ જ જોવા મળશે, ઉત્તરાંગ પ્રારંભનાં ગીતો જલદી શોધ્યે નહીં મળે. પ્રસ્તુત પૉસ્ટમાં આવાં ઉત્તરાંગ પ્રાંરંભ ગીતોની એક યાદી બનાવાઈ છે, જેમાંથી એક ખૂબ જ સ-ર્સ ગીત અહીં મૂક્યું છે :
આજા ઓ જાન-એ- જાન, મેરે મહેરબાં - ગીત ગાયા પથ્થરોંને (૧૯૬૩) – ગાયિકા: આશા ભોસલે – સંગીતકાર: રામ લાલ – ગીતકાર: ભરત વ્યાસ 

Mi Raat Taakli Mi Kaat Taakli – Jait Re Jait – Liberated In Love - જ્યારે શૈલેન્દ્રએ લખ્યું હશે કે 'તય કર લિયા... આજ ફિર જીનેકી તમન્ના હૈ, આજ ફિર મરનેકા ઈરાદા હૈ' ત્યારે તેમને કલ્પના નહીં હોય કે તેઓ કેટલીય સ્ત્રીઓના અકથ્ય બોલને વાચા આપી રહ્યા છે. 'ગાઈડ'ની રોઝી કે 'માયા મેમસાબ'ની માયા એવી સ્ત્રીઓનાં ઉદાહરણો છે જેમને મળેલા અસ્વીકાર્ય સંજોગોની સામે માથું ઊંચું કર્યું. જબ્બાર પટેલની મરાઠી ફિલ્મ ' જૈત લે જૈત (જીતી લે જીતી)નું ગીત કળામાં કળાને સંતાડી દઈને રજૂ કરવાની કળાનું સરસ ઉદાહરણ છે. ફિલ્મમાં જિંદગી જીતી જવાય છે , પણ પ્રેમ હારી જાય છે.

The Punjabification of Bollywood - ગુલામ હૈદર જેવા સંગીતકારો સંગીતમાં પંજાબી તાલને રજૂઅ કર્યા બાદ બી આર ચ્પરા અને રાજ કપૂર જેવા દિગ્દર્શકોએ હિંદી ફિલ્મોને પંજાબીકરણનો રંગ ચડાવ્યો. '૫૦ અને '૬૦ના દશકાઓમાં ઉર્દુ અને મુસ્લીમ અસરનાં ગીતોની સાથે બંગાળી પ્રભાવનાં ગીતો પણ સાંભળવાં મળતાં રહ્યાં હતાં.
Urdu sounds are disappearing from Bollywood songsમાં રીઝવાન અહમદ, મુઘલ-એ-આઝમથી લઈને માય નેમ ઈઝ ખાન સુધીની ઉર્દુ ઉચ્ચારણની પડતી દશાની સમીક્ષા કરે છે.
To Each His Colourફિલ્મોના ઈતિહાસનું એક મહત્ત્વનું પાસું શેતશ્યામથી કરીને રંગીન વૈવિધ્યના વિકાસનું પણ રહ્યું છે. વચ્ચેના ગાળમાં અમુક ફિલ્મોમાં માત્ર અમુક દૃશ્યો - ગીતો જ રંગીન ફિલ્માવાતાં. ઓછાં બજેટવાળી, બી-ગ્રેડની ફિલ્મો તરીકે ઓળખાતી, ફિલ્મોમાં અદાકારો ઓછાં ખર્ચમાં મળે તેવા લેવાતા, સ્વાભાવિક છે કે આવી ફિલ્મો શ્વેતશ્યામમાં જ બનતી. એ સમયે ફિલ્મ નિર્માતા વાડીઆ બ્રધર્સે ફિરોઝ ખાન અને સયીદા ખાનની મુખ્ય ભૂમિકાવાળી ચાર દરવેશ (૧૯૬૪) રંગીન ફિલ્મ બનાવી હતી.પ્રસ્તુત પૉસ્ટમાં 'આશિક રંગીન' ફિલ્મોનાં ગીતોને યાદ કરાયાં છે.
From BIG DATA to Small Cinema? Challenges & Opportunities of Cinema in New Media -  છેલ્લાં થોડાં વર્ષોમાં મોબાઈલ ઇન્ટરનેટના વપરાશકારોમાં ખૂબ ઝડપથી વધારો થઈ રહ્યો છે...બિગ ડૅટા' પર થઈ રહેલાં વિવિધ પ્રકારના અભ્યાસોને કારણે ગ્રાહકની પસંદનાં વિશ્લેષણના અભાસ પણ આક્રમકપણે તવાલાગ્યા છે. સિનેમામાં પણ સમયની સાથે તેનાં ફોર્મેટમાં જ નહીં, પણ પ્ર્જેક્શન ટેક્નોલોજિને પણ કારણે બદલાવ આવી રહ્યા છે. મોટા પરદા પર ફિલ્મો જવાનો પ્રવાહ હજૂ ઘટ્યો નથી, પણ ટીવી અને સ્માર્ટફોનના નાના પર્દા સાથે તેની હરિફાઈનાં એંધાણ વર્તાવા લાગ્યાં છે. હવે ખરો સ્વલા એ છે કે પર્દાના માપ સિવાય દર્શક વર્ગના વ્યાપક અભ્યાસ ઉપરાંત સિનેમામાં ખરેખર 'નાનું' કંઈ બચ્યું છે ખરૂં?
Raat bhar ka hai mehmaan andhera લતા જગતીઆણી ફિલમના સાઉંડટ્ર્ક પર જ સાંભળવા મળતી કડીને યાદ કરે છે.
યૂં હી દુનિયામેં આકર ન જાના
સિર્ફ આંસુ બહા કર ન જાના
મુસ્કુરાહટ પે ભી હક઼ હૈ તેરા
કિસકે રોકે રૂકા હૈ સવેરા…
Tere mere milan ki ye rainaઅહીં મોનિકા કાર હૃષિકેશ મુખર્જીની પતિ-પત્નીના સંબંધોના ભુખરા રંગની છાયાઓની ખોજની વાત માડે છે.
તેમની કોલમ 'ટુ ધ પોઇન્ટ'ના તેમના લેખ - ફિલ્મ સંગીત અને રાગ-સંગીત વચ્ચે સગ્ગા ભાઇબહેન જેવો સંબંધ છે એ હકીકત સ્વીકારવી રહી...! - માં અજિત પોપટ આ વિષય પરની ચર્ચાના સંદર્ભમાં જણાવે છે કે, ઠુમરી, દાદરા, ભજન, ગઝલ, વગેરે ગાયન-પ્રકારોને પંડિતો 'ઉપશાસ્ત્રીય ગાયન પ્રકાર' તરીકે ઓળખાવે છે. ફિલ્મ સંગીત આ પ્રકારના ગાયન પ્રકારમાં આવે છે. કોઇ પણ ફિલ્મ સંગીતકાર મનગમતા રાગનો આધાર લઇને કોઇ ગીતની તર્જ એ રાગમાં બાંધે ત્યારે સંગીતના જાણકારો ઉપરાંત કોમન મેનને નજર સામે રાખીને તર્જ બનાવે છે. ફિલ્મ સંગીત કોમન મેન માટે તૈયાર થાય છે, પંડિતો માટે નહીં.
આ મહિને આપણે ૧૯૪૭નાં પુરુષ-પુરુષ યુગલ ગીત અને ત્રિપુટી/ત્રિપુટી+ગીતો સાંભળ્યાં અને યુગલ ગીતોની ચર્ચાનું સમાપન મને સૌથી વધારે ગમેલાં યુગલગીતો વડે કર્યું. ૧૯૪૭નાં ગીતોની ચર્ચાનો અંત હંમેશની જેમ મને સૌથી વધારે પસંદ પડેલા સંગીતકારો વડે કર્યો છે. ચર્ચાની એરણે : ૧૯૪૭નાં ગીતો પર ક્લિક કરવાથી ૧૯૪૭નાં ગીતોની ચર્ચાની અલગ અલગ પ્રકાશિત પૉસ્ટ્સ એક સાથે વાંચી/ડાઉનલોડ કરી શકાશે.
અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ'  કોલમના નવેમ્બર, ૨૦૧૮ના લેખો:


સોનલ પરીખ 'જન્મભૂમિ'ની 'મલ્ટિપ્લેક્ષ' પૂર્તિમાં કોઈ એક ગીતને લઈને 'છૂ કર મેરે મન કો' કોલમ કોલમના નવેમ્બર, ૨૦૧૮ના લેખો.:



સલામ-એ-હસરત કુબૂલ કર લો
 

'ગુજરાત સમાચાર'માં દર શુક્ર્વારે પ્રકાશિત થતી કોલમ 'સિને મેજિક'માં અજિત પોપટ નવેમ્બર, ૨૦૧૮માં હિણ્દી ફિલ્મ જગતની પહેલી સંગીતકાર જોડી હુસ્નલા ભગતરામ પરની શ્રેણીને આગળ વધારે છે-
મહિનાના આખરી શુક્ર્વારે નવા સંગીતકાર પરના લેખની પરંપરામાં હાલમાં અમિત ત્રિવેદી ઉપર લેખમાળા ચાલી રહી છે. નવેમ્બર, ૨૦૧૮ના, આજે,  છેલ્લા શુક્રવારે, અમિત ત્રિવેદીની બીજી ફિલ્મની વાત કરતાં કહે છે કે મારે તો ફિલ્મ સંગીતકાર બનવુંજ નહોતું, પરંતુ દેવ ડીએ મારું જીવન પલટી નાખ્યું...'
નવેમ્બર, ૨૦૧૮માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:


આપણા આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે મોહમ્મદ રફીને લગતો લેખ અથવા તો પોસ્ટમાં સામાન્યતઃ જે વિષયનું પ્રાધાન્ય હોય તેને અનુરૂપ ઓછાં સાંભળવા મળતાં મોહમ્મદ રફીનાં ગીતને યાદ કરતાં હોઈએ છીએ. આજના અંકમાં કેટલાંક ગીતો પસંદ કરેલ છે.
ખાલી જેબેં હો કડકી હો, મેરા દિલ માગે વો લડકી હો - છોરા છોરી (૧૯૫૫) -  સંગીતકાર: રોશન – ગીતકાર: કેદાર શર્મા 
ચાંદ તકતા હૈ ઈધર આઓ કહી છૂપ જાએં, કહીં લાગે ના નઝર આઓ કહીં છૂપ જાએં - દૂજ઼ કા ચાંદ (૧૯૬૪) - સુમન કલ્યાણપુર સાથે – સંગીતકાર: રોશન – ગીતકાર: સાહિર લુધ્યાનવી

મેરે પ્યારમેં તુઝે ક્યા મિલા - સુહાગન (૧૯૬૪)- સંગીતકાર: મદન મોહન – ગીતકાર: હસરત જયપુરી

ગુસ્સેમેં તુમ ઔર અચ્છી લગતી હો - ચાર દરવેશ (૧૯૬૪) - સંગીતકાર: જી એસ કોહલી – ગીતકાર: અન્જાન

હિંદી ફિલ્મોનાં સુવર્ણ યુગની આપણી આ સફરને વધારે રસમય, આનંદપ્રદ અને વાચ્ય બનાવવા માટે આપનાં સૂચનો, ટીકા-ટિપ્પણીઓ તેમજ નવા સ્ત્રોતો માટેના સુઝાવો માટે  દિલથી ઈંતઝાર રહેશે.

No comments: