Sunday, January 24, 2021

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - જાન્યુઆરી, ૨૦૨૧

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૯મા સંસ્કરણના જાન્યુઆરી, ૨૦૨૧ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.

૨૦૨૦ના ગુણવત્તા બ્લૉગોત્સવનાં ૮મા સંસ્કરણની પૂર્ણાહુતિ આપણે ગુણવત્તાનું ભવિષ્યની વાત લઈને કરેલ. ૨૦૨૧માં આપણે એ ચર્ચાને સંપોષિત સફળતાનાં ઘડતર અને જાળવણીની દૃષ્ટિએ ભવિષ્યમાં XXXXની ભૂમિકાના સંદર્ભમાં ૨૦૨૧માં ૯મા સંસ્કરણમાં આગળ ધપાવીશું.

'ભવિષ્યનું XXXX ' વિશેની ચર્ચાના દરેક અંકનો મુળભૂત હેતુ થોમસ આલ્વા એડિસનનાં આ કથનની આસપાસ ખોડાયેલા રહેવાનો રહેશે - મારી ખોજ અન્ય લોકોએ જે વિચારને સફળતાપૂર્વક ઉપયોગમાં લીધેલ છે એ દિશામાં રહે. આપણે જે સમસ્યાનો ઉપાય શોધવા / અમલ કરવા માગીએ છીએ તે બાબતે એ વિચાર આપણે મૌલિકપણે આત્મસાત કરી શકીએ તે વધારે મહત્ત્વનું છે.'

આ આશયને વાસ્તવમાં અમલી કરવા માટે ગુણવત્તા સંચાલન સાથે સંકળાયેલ કોઈ એક વિષય લઈને તેનાં ભવિષ્ય વિશે અન્ય લેખો અને બ્લૉગ્સમાં શું કહેવાયું છે તેની સંક્ષિપ્ત રજૂઆત કરવાનું વિચારેલ છે.

અ માટે જે માહિતી સ્રોતો પર નજર કરી છે તેમના પર એક નજર કરીએ -

TED.com પરની વિડીયોશ્રેણીઓ:

The history of the future - ભવિષ્યના દાયકાઓ વિશે આપણે ભૂતકાળમાં સું વિચાર્યું હતું.

What direction is the future headed? - આપણા સામુહિક ભવિષ્યમાં શું સંગ્રહાયેલું હશે તે વિશેની ખોજ અને તે અનાગત વિષે આપણે મળીને શી રીતે આયોજન કરી શકીએ.

What does the future look like?  - કારથી માંડીને ઇન્ટરનેટ સુધીના વિષયો બાબતે ભવિષ્યનું માનવજાતનાં હિતનું દીર્ઘદર્શન.

અગ્રણી મૅનેજમૅન્ટ સંસ્થાઓ, વ્યાપાર ઉદ્યોગ સંગઠનો કે સામયિકો દ્વારા કરાતી ચર્ચાઓ-

Is your organization prepared for the future?મૅક્કીન્ઝીની Organizing for the Future બ્લૉગશ્રેણી જે સંસ્થાઓને ભવિષ્યના વિકાસમાં મદદરૂપ બની શકે

Future of Work - કામની દુનિયામાં સ્વચાલનને પરિણામે થતાં પરિવર્તનો સાથે સરકારો, વ્યાપાર ઉદ્યોગ, કામદારો અને સમાજે અનુકૂલન સાધવું રહે.

The Future of Production | McKinsey and the World Economic Forum - The McKinsey-WEF જ્ઞાન સહયોગની ચર્ચા -ભવિષ્યનું ઉત્પાદન અને ચોથી ઔદ્યોગિક ક્રાંતિ દ્વારા અદ્યતન ઉત્પાદનનાં 'દીવાદાંડી' કારખાનાંઓની કેડીએ થતું નવઘડતર 

The Future of Climate Risk | McKinsey and the World Economic Forum - હવામાનના ફેરફારોની પ્રાકૃતિક મુડી અને જૈવિક વૈવિધ્ય પરની અસરો તેમ જ એરલાઈન્સની સંપોષિતતા વિશે The McKinsey-WEF જ્ઞાન સહયોગની રજૂઆત

Future shocks: 17 technology predictions for 2025 | World Economic ...

New Nature Economy Report II: The Future Of Nature And Business ...

સ્વતંત્ર લેખો, જેવા કે

The Future of the Past? Santosh Desai in City City Bang Bang, India, TOI

ભવિષ્યકથનો, જેવાં કે

Twenty for ‘20: the questions that will shape the next decade by EY Global

એકંદરે, આજના વિહંગાવલોકનના દૃષ્ટિકોણને ધ્યાનકેન્દ્રિત કરવા માટે આ કથનને નજરમાં રાખીએ


હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીએ.

આપણા આજના અંકમાં ASQ TV પર, પ્રકાશિત વૃતાંત, The State of the Quality Profession, વડે ૨૦૨૧ની સંભાવનાઓનાં એક અગત્યનાં પાસાંને ધ્યાનમાં લઈએ  : ASQની એક નવતર સંશોધન પહેલ આપણને ગુણવત્તાની વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિનો ચિતાર રજૂ કરે છે : ASQ World Conference on Quality and Improvementમાં હાજર રહેલ ગુણવત્તા વ્યાવસાયિકોનાં મંતવ્યો ।  નિયમન આલેખોનો પરિચય અને Quality Progress પાત્રનું ટીવી પર પદાર્પણ

નિયમન આલેખ અને તેની ટેમ્પ્લેટ વિશે વધુ જાણવા http://asq.org/learn-about-quality/data-collection-analysis-tools/overview/control-chart.html ની મુલાકાત લેશો

  • New Roles for Quality Professionals - ગુણવત્તા વ્યાવસાયિકો ઉત્પાદકતા સુધારણા, ગ્રાહકનો સંતોષ અને નફાકારકતામાં સુધારણા કરવા માટે પોતાનાં કૌશલ્યોને નવી વ્યાવ્સાયિક ભૂમિકાના સંદર્ભમાં શી રીતે વિકસાવી શકે તે વિશેની ચર્ચા dqdt Inc.ના મુખ્ય સંચાલક, પીટર-અલાયસ અલીશ્ચ, અહીં કરે છે.

Jim L. Smithની Jim’s Gems નો આ લેખ ગુણવત્તા વ્યાવસાયિકો માટે જેટલો ગઈકાલે પ્રસ્તુત હતો, તેટલો જ આજે છે અને આવતી કાલે પણ રહેશે -  

People, like businesses, need to be creative or stagnate - આ વિષય પર અનેક લેખો અને પુસ્તકો
લખાયાં છે
, જે પૈકી જેમ્સ એમ હિગ્ગિન્સનાં બે પુસ્તકો બિનપરંપરાગત વિચારસરણી રજૂ કરે છે. “101 Creative Problem-Solving Techniquesમાં વ્યાપાર ઉદ્યોગ માટે નવા વિચારો રજૂ કરવા પર ભાર મુકાયો છે,  તો “Escape from the Mazeમાં વ્યક્તિગત સર્જનાત્મકતા માટેનાં નવ પગલાં રજૂ કરાયાં છે.….. સર્જનાત્મકતાને વધારે સતેજ કરવા માટેનાં આ બધાં સાધનો અને તકનીકો ઉપરાંત છ માનવીય સ્થિતિઓ પણ સર્જનાત્મકતાને, અને તેના થકી નવોત્થાનને, ખીલવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.

૧. એકાંત - જ્યાં વ્યક્તિ પોતાન વિચારો અને કલ્પનાઓ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકે.

૨. નિષ્ક્રિયતા - રોજબરોજની પ્રવૃત્તિઓમાંથી વિરામ મેળવવા માટે આયોજનબદ્ધ નિષ્ક્રિયતા 

3. દિવાસ્વપ્ન - નિશ્ચિત ચોકઠાંને અતિક્રમીને રચનાત્મક (અભિનવ) વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કલ્પનાનો સ્વૈરવિહાર.

૪. સાલસતા - તર્કસંગતતા કે વિવેક માટેનો આગ્રહ તેમ જ પોતાની માન્યતાઓ અને પૂર્વગ્રહોને ભુલીને આંતરસૂઝના અવાજને સાંભળવાની સહજતા.

૫. સતર્કતા અને શિસ્ત. - થોમસ અલ્વા ઍડિસનનાં કથનને થોડું બદલીને કહીએ તો 'સર્જનાત્મકતા એ ૧૦% પ્રેરણા અને ૯૦% પરસેવો છે'.

૬. માનસિક મંથનને ફરી ફરી વાગોળવું - ભૂતકાળના સર્જનાત્મક અનુભવો તેમ જ આધાતજનક સંધર્ષોની હેતુલક્ષી પુનઃમુલાકાતમાંથી વર્તમાન સંદર્ભ માટે આવશ્યક સંકેત કે કડીઓની ખોજ

ગુણવત્તા બ્લૉગોત્સવના આ અંકથી આપણે Quality Magazineના સંપાદક, ડેર્રીલ સીલૅન્ડ,ની કૉલમ ‘From the Editor'ની પણ અહીં નિયમિતપણે સંક્ષિપ્ત નોંધ લઈશું.

The Wave as a Metaphor - પ્રકૃતિનું એક બહુ જ શક્તિશાળી દૃશ્યસ્વરૂપ - તરંગ - એક બહુ જ પ્રભાવશાળી અર્થાલંકાર પણ બની રહ્યું છે. તરંગો અવિરત હોય છે. પાણીનાં મોજાં કિનારે પછડાય અને પાછાં પાણીના સમુહમાં ભળી જતાં રહે. એક તરંગ જાય તો બીજું આવે અને બીજું જાય તો ત્રીજું, એમ એ પ્રવાહ, પોતાની આગવી મસ્તી અને લયમાં, વણથંભ્યો ચાલ્યા જ કરે. …...તરંગો બહુ જ શક્તિશાળી પણ હોઈ શકે છે. શાંત તરંગોમાં વહેતી વ્યક્તિ શાંત ચિત્ત થઈ શકે છે અને કિનારાની સલામતીને પહોંચી શકે છે. વહાણ ગમે તેટલું શક્તિશાળી હોય, પણ મોજાંની વિરૂધ્ધ પોતાનો માર્ગ બનાવવામાં અને આગળ ધપવામાં તે સફળ રહેવાની શક્યતાઓ બહુધા ઓછી બનતી જાય છે.

સંપોષિત સફળતાનાં ઘડતર અને જાળવણીની દૃષ્ટિએ ભવિષ્યમાં XXXXની ભૂમિકા વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

.                                   આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

No comments: