Sunday, December 20, 2020

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - ડિસેમ્બર, ૨૦૨૦

 ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ડિસેમ્બર, ૨૦૨૦ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.

૨૦૨૦ ની આપણે કેન્દ્રવર્તી ચર્ચાના વિષય 'ગુણવત્તા' વિશેની કેટલીક પાયાની બાબતોની ફેરમુલાકાત'ના સંદર્ભમાં આપણે

  • સપ્ટેમ્બર, ૨૦૨૦ માં પ્રક્રિયા સંચાલનનું સપોષિત સફળતા માટેનું મહત્ત્વ
  • ઓક્ટોબર, ૨૦૨૦ માં સંપોષિત સફળતા માટે કાર્યસિદ્ધિ વિશ્લેષણ
  • નવેમ્બર, ૨૦૨૦ માં સંપોષિત સફળતા માટે સુધારણા - એક પ્રક્રિયાથી લઈને વ્યક્તિગત તેમજ સામુહિક માનસિકતા સુધીનું ફલક

વિશે વાત કરી હતી..

આ મહિને હવે ''ગુણવત્તા' વિશેની કેટલીક પાયાની બાબતોની ફેરમુલાકાત'ની આપણી ચર્ચાનાં સમાપનમાં ગુણવત્તાનું ભવિષ્ય વિશે આપણે ટુંકમાં નોંધ લઈશું.

બહુ સ્વાભાવિક છે કે લોકો ગુણવત્તાનાં ભવિષ્યને, મોટા ભાગે 'હતો', કે પછી 'છે' પરંતુ ભાગ્યે 'હવે શું?'ના  પોતપોતાના વ્યક્તિગત, કે સંસ્થાજન્ય, સંદર્ભના કાચમાંથી જોતાં હોય છે.

દર વર્ષે, ઘણાં સામયિકો, કે મૅનેજમૅન્ટ કન્સલ્ટિંગ સંસ્થાઓ કે વ્યાપાર ઉદ્યોગ સંગઠનો પણ 'XXXX નું ભવિષ્ય' એવી બહુ અર્થસભર ચર્ચાઓ પણ કરે છે. આપણે 'ગુણવત્તા'ને લગતી આવી કેટલીક તાજેતરની ચર્ચાઓની અહીં નોંધ લઈશું.

ચર્ચાઓ પૈકી કેટલી ચર્ચાઓ અહીં વધુ વિગતે વાંચનાર્થે રજૂ કરી છે :

ક્વૉલિટી ડાઈજેસ્ટ પર ટોમ ટોર્મિનાની   પર ચર્ચા શ્રેણી પ્રકાશિત થયેલ  -

ક્વૉલિટી ડાઈજેસ્ટના ડિસેમ્બર, ૨૦૨૦ના અંકમાં પણ અલગ અલગ ક્ષેત્રને લગતી ચર્ચાઓ પ્રકાશિત થઈ છે:

કેપજેમિનિ, સૉગેટી અને માઈક્રો ફોકસ દ્વારા સંયૌક્તપણે પ્રકાશિત થયેલ World Quality Report 2020-21 (WQR)નું ૧૨મું સંસ્કરણ ગુણવત્તા પ્રતીતિનું નેપથ્યમાં ભાગ ભજવતાં એક આગવાં કાર્યક્ષેત્રમાંથી સમગ્ર સંસ્થાને આવરી લેતાં ડીજિટલ રૂપાંતરણના ક્રમિક વિકાસને આવરી લે છે. સર્વેમાં ભાગ લેનારાં ૭૪% લોકો માટે ચકાસણીઓ અને ગુણવતા પ્રતીતિનો મુખ્ય આશય વ્યાપારમાં વૃદ્ધિ અને અંતિમ પરિણામો પર અસરકારક પ્રભાવ હતો, જે ૨૦૧૮ કરતાં %નો વધારો દર્શાવે છે. આખો અહેવાલ અહીંથી મેળવી શકાય છે.

જિમેના કાલ્ફાનો ૨૦૧૪ નો એક લેખ The Future of Quality: Evolutionary or Revolutionary? ફરી એક વાર પ્રતુત બનતો જણાય છે. લેખમાં તેમનું કહેવું છે કે સતત સુધારણાને ક્રમુક વિકાસના સમાનાર્થ તરીકે જોઈએ તો, દરેક તબક્કે ગુણવત્તાનો ક્રમિક વિકાસ થતો રહે છે જે એક સમયે ક્રાંતિકાકરક કક્ષાએ પહોંચે છે, અને તે પછી ફરીથી નવા સંદર્ભમાં ક્રમિક વિકાસ ચાલુ થાય છે.

માણીકરામ સિંઘલ તેમના લેખ Here’s the formula of success you were searching for માં એક સૂત્ર સુચવે છે -

ભવિષ્યનું મુલ્ય = વર્તમાન મુલ્ય (+વળતર) સમયખંડનાં વર્ષો, જેને

સફળતા = પ્રયાસો (+પરિણામો)સમયખંડનાં વર્ષો નાં સ્વરૂપે પણ દર્શાવી શકાય

સૂત્રને સાદી ભાષામાં કહેવું હોય તો એમ કહી શકાય કે પ્રયત્નોની સફળતામાં પરિવર્તન થવાના કોઇ પણ દર માટે જેમ સમયગાળો વધારે તેમ દરેક વર્ષ દરમ્યાન કરાયેલ  સાતત્યપૂર્ણ પ્રયાસો વધારે સારાં પરિણામોમાં પરિવર્તિત થઈ શકે છે.

Quality 4.0: The Future of Quality?માં  કહેવામાં આવ્યું છે કે ગુણવત્તા . દ્વારા ઇન્ડસ્ટ્રી ૪.૦ની વિક્ષેપકારક ટેક્નોલોજિઓનો ઉપયોગ ગુણવત્તા કાર્યક્ષેત્રને સંસ્થાના ઉદ્યોગ વ્યાપારના હેતુની સિધ્ધિ માટેની વ્યાપક દીર્ઘકાલીન વ્યુહરચના સાથે સાંકળી લેવાની તક મળી છે.

ટુંકા ગાળે, માલસામાન, લોકો કે માહિતીસામગ્રીની હેરફેરને નવી ઉદભવતી ડિજિટલ ટેક્નોલોજીઓ, અને તેનો રોજબરોજનાં જીવનમાં વપરાશ, નવેસરથી ઘડશે. [1] 

એકંદરે તારણ કાઢતાં એમ કહી શકાય કે, ભવિષ્યમાં સફળતાને ટકાવી રાખવા માટે સફળ લોકો જે કંઈ કરે છે તે કરવા જેટલું મહત્ત્વનું છે અસફળ લોકોએ જે કર્યું તે કરવું. જોકે એમ કરી શકવા માટે ઘણું ઊંડાણમાં જવું પડે. ક્લિષ્ટ ભાષાપ્રયોગ પરિભાષામાં કહેવું હોય તો એમ કહેવાય કે, 'ઉત્તરજીવિત પક્ષપાતી વલણ (Survivorship Bias)ને અતિક્રમવું રહ્યું.

નોંધ: ગુણવત્તાનું ભવિષ્યની વધુ વિગત સાથેની નોંધ હાયપર લિંક પર ક્લિક કરવાથી વાંચી શકાશે / ડાઉનલોડ કરી શકાશે.

''ગુણવત્તા' વિશેની કેટલીક પાયાની બાબતોની ફેરમુલાકાત' માં ચર્ચા કરેલ બધા વિષયોને એક જ ફાઈલમાં વાંચવા / ડાઉનલોડ કરવા હયપરલિંક પર ક્લિક કરો

હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીએ.

૨૦૨૦નાં વર્ષમાં આપણે 'સંસ્થાજન્ય સંસ્કૃતિ' પર મહિને એક લેખના હિસાબે એક અલગ બ્લૉગશ્રેણી કરી રહ્યાં છીએ. આ મહિને તે શ્રેણીમાં આપણે સંસ્થાજન્ય સંસ્કૃતિને સંપોષિત રાખવી વિશે વાત કરી છે. - અહીં એ ખાસ યાદ રાખવું પણ જરૂરી બની જાય છે કે સંસ્થાજન્ય સંસ્કૃતિએ અંતિમ લક્ષ્ય નહીં પણ અંતિમ લક્ષ્ય સિધ્ધ કરવા માટેનાં વિવિધ સાધનોમાંનું એક છે. અંતિમ લક્ષ્ય તો સંસ્થાની વ્યૂહાત્મક કાર્યસૂચિ છે. આમ, સંસ્થાજન્ય સંસ્કૃતિને સંપોષિત રાખવાને સીધો સંબંધ, સંસ્થાના ગતિશીલ ઝડપે બદલતા રહેતા વ્યાપક સંદર્ભને પ્રસ્તુત રહે તે રીતે સંસ્થાની સંપોષિત સ્પર્ધાત્મક સરસાઈ જાળવી રાખવા સાથે છે. બીજા શબ્દોમાં કહીએ તો, વ્યૂહાત્મક વિકલ્પોની પસંદગીને અને સંસ્થાની રોજબરોજની કાર્યપધ્ધતિઓને અતિક્રમીને ક્ષિતિજ સુધી પ્રસરેલાં અનાગત ભવિષ્ય સુધી દીર્ઘદર્શનને વિસ્તારવાની આ વાત છે.

નોંધસંસ્થાજન્ય સંસ્કૃતિના ૨૦૨૦માં મહિનાવાર પ્રકાશિત થયેલ અલગ અલગ મણકાને એકસૂત્રે એક જ ફાઈલમાં ગોઠવ્યા છે, જે હાયપરલિંક પર ક્લિક કરવાથી વાંચી  / ડાઉનલોડ કરી શકાય છે.

આપણા આજના અંકમાં ASQ TV પર, પ્રકાશિત આજના વિષય સાથે સુસંગત વૃતાંત જોઈએ

The Golden Age of Quality - રાલ્ફ દ લ વેગા, AT&Tના પૂર્વ વાઈસ ચેરમેનનું અહીં કહેવું છે કે વર્તમાન સમય ગુણવત્તા માટે સુવર્ણ યુગ છે; આ એવો સમય છે જ્યારે કંપનીઓ તેમની પેદાશો અને સેવાઓમાં ગુણવત્તાને વણી લેવી જોઈએ અને સમસ્યાઓ થાય તે પહેલાં જ તેમને પારખી લેવી જોઈએ.

Jim L. Smithની Jim’s Gems નો આ મહિનાનો લેખ ગુણવત્તા વ્યાવસાયિકો માટે જેટલો ગઈકાલે પસ્તુત હતો, તેટલો જ આજે છે અને આવતી કાલે પણ રહેશે -  

  •         The Moment of Truth - આપણે સમજી શકીએ કે નહીં, પણ ગુણવત્તા વ્યાવસાયિકો સહિત 'એ દરેકનું કામ છે' તે અંતે તો પોતની સંસ્થાને મદદરૂપ થવાનું જ  કામ બની રહે છે. વ્યાપાર જગતમાં આ કામને સંસ્થાને સઓષિત સ્વરૂપે નફો કરતી રાખવી એમ પણ કહી શકાય. જેટલી હદે અસરકારક સશક્ત પ્રક્રિયાઓ, ગ્રાહકની જરૂરિયાતો પુરી કરતી સ્પર્ધાત્મક પેદાશો અને સક્ષમ લોકોની સંસ્થાને ફુલગુલાબી તંદુરસ્ત સ્થિતિમાં ચાલતી રાખવા માટે આવશ્યક છે, એટલું જ જરૂરી છે કે સંસ્થામાં કામ કરતી દરેક વ્યક્તિ, સભાનપણે, તેમજ અભાન અવસ્થામાં પણ. આત્મસાત કરી રાખે કે ગ્રાહક સાથેનો (અને આમ તો દરેક સંબંધિત હિતધારક સાથેનો) પ્રત્યેક, પ્રત્યક્ષ તેમ જ અપ્રત્યક્ષ, વહેવાર એવી નિર્ણાયક પળ (moment of truth ) છે,જે સંસ્થાને તંદુરસ્ત સ્થિતિમાં રહેવાની તકને હતી નહતી કરી નાખી શકે છે.

સંપોષિત સફ્ળતા સિધ્ધ કરવામાં અને જાળવી રાખવામાં ગુણવત્તાની પાયાની બાબતો તેમ જ સંશાજન્ય સંસ્કૃતિની ભૂમિકા વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

.                                   આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.


ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - ૨૦૨૦ ના જાન્યુઆરીથી ડિસેમ્બર મહિનાના દરેક અંકને એક સાથે હાયપર લિંક પર ક્લિક કરવાથી વાંચી  / ડાઉનલોડ કરી શકાશે.


ગુણવત્તા બ્લૉગોત્સવ આપ સૌને ગુણવત્તાસભર ૨૦૨૧નાં  નવાં વર્ષની શુભે્ચ્છાઓ પાઠવે છે.

No comments: