Sunday, October 18, 2020

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - ઓક્ટોબર, ૨૦૨૦

 ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - ઓક્ટોબર, ૨૦૨૦

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ઓક્ટોબર, ૨૦૨૦ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.

૨૦૨૦ ની આપણે કેન્દ્રવર્તી ચર્ચાના વિષય 'ગુણવત્તા' વિશેની કેટલીક પાયાની બાબતોની ફેરમુલાકાત'ના સડર્ભમાં આપણે

વિશે વાત કરી હતી..

હવે, આ મહિને સંપોષિત સફળતા માટે કાર્યસિદ્ધિ વિશ્લેષણ વિશે આપણે ટુંકમાં નોંધ લઈશું.

કાર્યસિદ્ધિની માપણી સાથે કંઈક સંબંધ હોવા જેટલી સામાન્ય સહમતી સિવાય માપણી માટેનાં માપની નિશ્ચિત સમજ વિશે વધારે સર્વસંમતિ જોવા નથી મળતી.[1]


સંસ્થાના બદલતા સંદર્ભ અને સંસ્થાના મૂળ ઉદ્દેશ્યને સિદ્ધ કરવા માટે મહત્ત્વનાં બિનયથાર્ત માપનો ઉપયોગ આજે પણ વ્યાપકપણે જોવા મળે છે. આ સંદર્ભમાં ત્રણ કારણો સૌથી વધારે પ્રસ્તુત જણાય છે :

  •       વધુ પડતા વિશ્વાસનું વલણ
  •       સુલભતા પ્રેરિત અનુમાનોન્મુખી પ્રયોગશીલતા (The availability heuristic)
  •       યથાસ્થિતિ પૂર્વાગ્રહ

સૌથી વધારે ઉપયોગી માપ લાગલગાટ સુસંગત (Persistent] - કોઈ એક પગલાંના અમલનું એક સમયે જોવા મળતું પરિણામ અને બીજા સમયે જોવા મળતાં પરિણામમાં બહુ જ સામ્યતા હોવી - અને ભાવિસૂચક [Predictive]  - પગલાં અને પરિણામનાં કારણ-અસર સંબંધની આગાહી કરી શકે તેવાં - હોય છે. [2]

કોકા-કોલાની એક અસમયની બહુ ખરાબ પરિસ્થિતિમાઠી બહાર નીકાળવની વ્યૂહરચના માટે 'કાર્યસિદ્ધિ' (સંસ્થાની નાણાકીય અને કામકાજની પ્રવૃત્તિઓની કામગીરીનીનાં પરિણામો, જેના દ્વારા હિતધારકોની અપેક્ષાઓ અને જરૂરિયાતોની પૂર્તિ ) અને ‘તંદુરસ્તી’ (સંસ્થાના સર્વમાન્ય ઉદ્દેશ્યની પૂર્તિમાટે કર્મચારીઓ કેટલી અસરકારકતાપૂર્વક સાથે મળીને કામ કરવું)ને સરખું મહત્ત્વ આપવાને કારણભૂત ગણવામાં આવે છે.

Beyond Performance 2.0  'કાર્યસિદ્ધિ અને તંદુરસ્તીનું પંચભુજ માળખું'  - 5As - તરીકે પ્રખ્યાત છે તે કાર્યપદ્ધતિ વર્ણવે છે.

  •      Aspire /આકાંક્ષા. અહીથી હવે ક્યાં પહોંચવું છે?
  •         Assess / આકારણી. ત્યાં પહોંચવા માટે આપણી તૈયારી કેટલી છે?
  •         Architect / (ઘડતર) આલેખન. ત્યાં પહોંચવા માટે શું કરવું જોઈશે?
  •         Act / અમલ. સફરનું સંચાલન શી રીતે કરીશું ?
  •         Advance / આગળની સફર. સુધારણા કરતાં રહેવા શું કરવું જોઈશે ?

સંસ્થામાં પરિવર્તન માટેની પહેલમાં કાર્યસિદ્ધિ અને તંદુરસ્તીને સરખું મહત્વ આપવાથી સફળતાની શક્યતાઓ સુધરવાની સાથે લોકોનું કાર્યજીવન પણ ઓછું કઠિન બને છે, સંસ્થાની પરિવર્તનક્ષમતા અને નવી પરિસ્થિતિ માટેની અનુકૂલનક્ષમતા પણ સુધરે છે તેમ જ પરિવર્તનલક્ષી સંસ્કૃતિ ઘડાય છે.

નીચેની આકૃતિમાં કાર્યસિધ્ધિ અને તંદુરસ્તી પંચભુત માળખાનાં દરેક પાસાંઓને લગતી ચોક્કસ પ્રવૃત્તિઓની સાથે માનવમનનાં બીનતાર્કીક સાહજિક વલણને લગતી શીખ અને તેનો રચનાત્મક ઉપયોગ શી રીતે કરવો તને સાંકળી લેતા 'માસ્ટરસ્ટ્રોક' પણ દર્શાવેલ છે. [3]


સ્ત્રોત સંદર્ભ https://www.mckinsey.com/~/media/McKinsey/Business%20Functions/Organization/Our%20Insights/A%20better%20way%20to%20lead%20large%20scale%20change/SVGZ-Large-ScaleChange-web-EX4.svgz

કાર્યસિદ્ધિની માપણી, સમીક્ષા અને આકલન વિષય પરના વિષય પર અનેક પ્રકારનું, અનેકગણું સાહિત્ય રચાતું રહે છે. તેમાંથી ઉપર પસંદ કરેલા બે લેખ નવી દિશામં વિચારપ્રેરક જણાયા છે. આ ઉપરાંત અન્ય કેટલાક લેખો વધારાનાં વાંચન તરીકે

નોંધ: સંપોષિત સફળતા માટે કાર્યસિદ્ધિ વિશ્લેષણ ની વધુ વિગત સાથેની નોંધ હાયપર લિંક પર ક્લિક કરવાથી વાંચી શકાશે / ડાઉનલોડ કરી શકાશે.

હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીએ.

૨૦૨૦નાં વર્ષમાં આપણે 'સંસ્થાજન્ય સંસ્કૃતિ' પર મહિને એક લેખના હિસાબે એક અલગ બ્લૉગશ્રેણી કરી રહ્યાં છીએ. આ મહિને તે શ્રેણીમાં આપણે સંસ્થાજન્ય સંસ્કૃતિનું રૂપાંતરણ વિશે વાત કરી છે. - પરિવર્તનની આખી સફર દરમ્યાન આંતરિક અને બાહ્યબન્નેવાતાવરણોમાં થતા ફેરફારોને પરિણામે ધીમે ધીમે આપણે (સંસ્થા) શા માટે છીએ તે સંસ્થાનો ઉદ્દેશ્ય સ્પષ્ટ બનતો જાય છે. 'જીવંત સંસ્કૃતિઓમાં કામગીરીઓનાં સ્તર ઊંચાં રહેતાં હોય છેકારણકે તે આંતરિક સંવાદિતા ઘડે છેપ્રતિભાશાળી લોકોને આકર્ષે છે અને કર્મચારીઓનેપોતાનાં તનમનથીથોડી વધારે મહેનતનું જોર કરવા પ્રેરે છે. [4] 

આપણા આજના અંકમાં ASQ TV પર, પ્રકાશિત આજના વિષય સાથે સુસંગત વૃતાંત જોઈએ

  • Dashboards as Management Tools - ડેશબોર્ડ્સનો ઉપયોગ સંસ્થામાંની માહિતીસામગ્રીને એકસૂત્ર કરીને વલણોની આગાહી કરવા માટે અને તેમાંથી પરિણમતાં આવશ્યક પગલાંને સૂચિત કરવા માટે કરાઈ રહ્યો છે.

Jim L. Smithની Jim’s Gems માં આ મહિને આ મહિના વિષય સાથે સુસંગત લેખની વાત કરીશું


  •          Successful Quality Professionals Go Beyond Normal -  અસ્તિતવને ટકાવી રાખવામાં લોકો મોટા ભાગે સુખદ કરતાં દુખદ અનુભવો વધારે યાદ કરતાં જોવ અમળે છે. ગુણવત્ત ક્ષેત્રમાં કામ કરવું એ થોડું અપ્રિય બનાવનારૂં કામ છે, પરંતુ કોઈને કોઈએ તો  કામ કરવું જ રહ્યું. –
     o   ગુણવત્તાને લગતી માહિતી રજૂ કરવા અલગ શબ્દોના પ્રયોગ વડે એ માહિતી અલગ પરિપ્રેક્ષ્યમાં મુકી શકાય,

o   અન્ય વિભાગો સાથે સંવાદ કરતી વખતે એ લોકો વધારે પરિચિત હોય એવા પારિભાષિક શબ્દપ્રયોગો કરવા સારૂ દ્વિભાષી બનો.

o   ગુણવત્તાનાં આર્થિક પાસાંઓને અસરકારકપણે રજૂ કરવા ગ્રાહકના અસંતોષને લગતા મુદ્દાઓ જ કામ આવે છે માન્યતામાંથી બહાર આવો. તેને બદલે જે ગ્રાહક ભલે અસંતુષ્ટ નથી, પણ તેની અપૂર્ણ અપેક્ષાઓ અને જરૂરિયાતોને સમજવા પાછળ અને જે ગ્રાહકો બોલકા નથી તેમની જરૂરિયાતો પૂર્ણ કરવા પાછળ ધ્યાન આપવું વધારે વળતર આપી જાય છે.

o   તમારી ભૂમિકાને નવી દૃષ્ટિથી જૂઓ - સ્પેસીફીકેશન્સ, સ્ટાન્ડર્ડ્સ કે નિયમનોનું અનુપાલન કરનાર અને કરાવનારની તમારી પરંપરાગત ભૂમિકાને સંસ્થાના ઉદ્દેશ્યન સંદર્ભમાં વધારે હકારાત્મક ભૂમિકામાં રજૂ કરો.

'તમારાં નવાં સ્વરૂપ'ને જે પ્રતિભાવ મળશે તે તમારા માટે સુખદ આશ્ચર્યરૂપ હશે. ગૂણવત્તાની ફરિયાદો જ તમારી પાસે લાવવાને બદલે હવે લોકો તમને ઉદ્દેશ્ય પૂર્તિમાટે નવા વિચારો રજૂ કરવા માટે મળવા આવતા થઈ જશે.

સંપોષિત સફ્ળતા સિધ્ધ કરવામાં અને જાળવી રાખવામાં ગુણવત્તાની પાયાની બાબતો તેમ જ સંશાજન્ય સંસ્કૃતિની ભૂમિકા વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

.                                   આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

No comments: