ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં સપ્ટેમ્બર, ૨૦૨૦ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
૨૦૨૦ ની આપણે
કેન્દ્રવર્તી ચર્ચાના વિષય 'ગુણવત્તા' વિશેની કેટલીક પાયાની બાબતોની ફેરમુલાકાત'ના સડર્ભમાં આપણે
- જાન્યુઆરી, ૨૦૨૦ માં ગુણવત્તાના ઈતિહાસ'
- ફેબ્રુઆરી, ૨૦૨૦ માં 'સંપોષિત સફળતા'
- માર્ચ, ૨૦૨૦ માં સંસ્થાજન્ય સંદર્ભ
- એપ્રિલ, ૨૦૨૦ માં હિતધારકોની જરૂરિયાતો અને
અપેક્ષાઓ
- મે, ૨૦૨૦ માં જોખમ અભિમુખ વિચારસરણી
- જૂન, ૨૦૨૦માં તક અભિમુખ અભિગમ
- જુલાઈ, ૨૦૨૦ માં સંપોષિત સફળતા માટે સંસ્થાજન્ય
જ્ઞાનનું યોગદાન
- ઓગસ્ટ, ૨૦૨૦ માં કાર્યસક્ષમ લોકો - સંપોષિત સફળતાનું આવશ્યક પરિબળ
વિશે વાત કરી હતી..
હવે, આ મહિને પ્રક્રિયા સંચાલનનું
સપોષિત સફળતા માટેનું મહત્ત્વ વિશે આપણે ટુંકમાં ની નોંધ
લઈશું.
સંસ્થાની સંચાલન તંત્રવ્યવસ્થાનાં પાયાનાં એક
મહત્ત્વનાં ઘટક તરીકે પ્રક્રિયાનું મહત્ત્વ હવે સાર્વત્રિકરૂપે સ્વીકારાય છે.
જોકે, તે સાથે સાથે એ બાબત પણ સખેદ નોંધ લેવી જોઈએ કે
મહદ અંશે, હજુ પણ અરસપરસ સંકળાયેલી પ્રવૃતિઓને કરવામાં
મદદરૂપ સાધન તરીકેના તેના મૂળતઃ વિકાસના મર્યાદિત દૃષ્ટિકોણથી 'પ્રક્રિયા' વિશેની સમજ હજુ બહાર નીકળી નથી શકી. બહુ બહુ તો
પ્રક્રિયાને સમગ્ર સંચાલન તંત્રવ્યવસ્થાની સાંકળની એક
મહત્ત્વની કડી તરીકે જોવામાં આવે છે. જેને પરિણામે સંસ્થાની કામગીરીની અસરકારકતા
અને કાર્યકુશળતામાં પુનરાવર્તીય સુધારણા કરવામાં પ્રક્રિયાનું મહત્ત્વ નજરઅંદાજ થઈ
જાય છે.
સંસ્થાની પ્રક્રિયાઓમાં સહજપણે સંગ્રહિત થયેલ
સંસ્થાજન્ય જ્ઞાન ક્યાં તો ધૂળ ખાતા દસ્તાવેજો કે વિશાળ માહિતીસામગ્રી સમાવી
રહેલાં સર્વરોમાં જડબેસલાક સલામતી વચ્ચે
કુંઠિત થઈ જાય છે. પ્રક્રિયા સંચાલનનો આ પરંપરાગત અભિગમ, પ્રક્રિયાને જ્ઞાન અને પ્રત્યાયનનાં જીવંત વાહન તરીકેના ઉપયોગમાંથી વંચિત રાખે
છે :[1]
આ મર્યાદાઓમાંથી
આપણને પ્રક્રિયા સંચાલન મંચનો એવો દિશાપાથ મળે છે જે પ્રક્રિયાની ઉત્ક્રૂષ્ટતા
સિધ્ધ કરવા માટે મદદરૂપ બની શકે છે અને સંસ્થાને વ્યાપક સફળતાના માર્ગ પર મૂકી આપી
શકે છે:[2]
ISO સ્ટાન્ડર્ડ ૯૦૦૪નો જે રીતે તબક્કાવાર વિકાસ થયો છે તેમાં પણ
સંસ્થાની સંપોષિત સફળતા સિધ્ધ કરવામાં અને ટકાવી રાખવામાં પ્રક્રિય સંચાલનનાં
મહત્ત્વનાં વિવિધ પાસાંઓ ખીલતાં જતાં જોવા મળે છે. સુધરેલી
કામગીરી માટેની માર્ગદર્શિકાના સમુહથી શરૂ કરીને, સંપોષિત સફળતા
સિધ્ધ કરવામાં પ્રક્રિયા અભિગમની આગવી
ભૂમિકાથી લઈને હવે તેને સંપોષિત સફળતા માટે આવશ્યક એવી સંસ્થાની ગુણવત્તા
સાથે જોડી લેવામાં આવેલ છે.
આ સ્ટાન્ડર્ડની કલમ ૮ સંસ્થાની મૂળભૂત અને મદદરૂપ પ્રક્રિયાઓનાં સંચાલનને સંસ્થાની સંપોષિત સફળતા માટે પરદા પાછળ ભૂમિકાને સાંકળી લે છે. પરિણામરૂપે એવી સંવેદનશીલ તંત્રવ્યવસ્થાનું નિર્માણ અપેક્ષિત છે જ્યાં ગ્રાહકો અને સંબંધિત હિતધારકોની જરૂરિયાત ને અપેક્ષાઓને ્યથોચિત સ્થન મળે અને સકારાત્મક પ્રતિભાવો મળતા રહે તે પ્રકારની સંસ્થાની ગુણવત્તાનું વાતાવરણ બન્યું રહે. અહીં સંસ્થાની ગુણવત્તાની વ્યાખ્યા યાદ કરી લઈએ - સંસ્થાની સ્વાભાવિક અને સહજ લાક્ષણિકતાઓમાં સંપોષિત સફળતા સિધ્ધ કરવા માટે આવશ્યક એવી ગ્રાહકો અને અન્ય સંબંધિત હિતધારકોની જરૂરિયાતો અને અપેક્ષાઓની સંતુષ્ટિની માત્રા.'
ISO ૯૦૦૪ સ્ટાન્ડર્ડનાં ૨૦૧૮નાં વર્ષનાં સંસ્કરણમાં એ વાત પર ખાસ ભાર મુકાયો છે કે સંસ્થાની કામગીરીનાં અગ્રેસર (leading) મુખ્ય સૂચકો (KPIs)ની પસંદગીમાં સમયની સાથે બદલતા જતા સંસ્થાના સંદર્ભ સાથે સંકળાયેલ સંસ્થાનાં સંબંધિત હિતધારકોની જરૂરિયાતો અને અપેક્ષાઓની સાંકળી લેવાથી 'પ્રક્રિયાઓની જાળ દ્વારા સંકળાયેલી સંસ્થાની પ્રવૃત્તિઓ વડે સંસ્થા સંપોષિત સફળતાનાં મૂલ્યો સિધ્ધ કરી શકે છે.' [3]
નોંધ: પ્રક્રિયા સંચાલનનું સપોષિત સફળતા માટેનું મહત્ત્વની વધુ વિગત સાથેની નોંધ હાયપર લિંક પર ક્લિક કરવાથી વાંચી શકાશે / ડાઉનલોડ
કરી શકાશે.
હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીએ.
૨૦૨૦નાં વર્ષમાં આપણે 'સંસ્થાજન્ય સંસ્કૃતિ' પર મહિને એક લેખના હિસાબે એક અલગ બ્લૉગશ્રેણી કરી રહ્યાં
છીએ. આ મહિને તે શ્રેણીમાં આપણે સંસ્થાજન્ય સંસ્કૃતિની માપણી વિશે વાત કરી છે. - સંસ્થાજન્ય
સંસ્કૃતિની માપણી સંસ્કૃતિની અને કામગીરીની સુધારણા માટેના નકશાની તૈયારીમાં એ
પ્રકારની મદદરૂપ ભૂમિકા ભજવી શકે છે,જે વધારે સારા નિર્ણયો,વધારે રસ લેતાં લોકો અને વધારે
સુગઠિત સંસ્કૃતિમાં પરિણમી શકે છે, અને જેને કારણે કામગીરીમાં પણ સુધારો થવા લાગે છે.
આપણા આજના
અંકમાં ASQ TV પર, પ્રકાશિત આજના
વિષય સાથે સુસંગત વૃતાંત જોઈએ–
- What is the Baldrige Program? - ધ બાલ્ડ્રીજ ઉત્કૃષ્ટ કામગીરી કાર્યક્રમ ૧૯૮૭માં શરૂ થયો. તે સંસ્થાની વિવિધ પરિમાણો પરની માપણીના આધાર પર સંસ્થા દ્વારા ઉત્પાદનો અને સેવાઓનાં અસરકારક નિયમન દ્વારા વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બની રહેવાની સંસ્થાની ક્ષમતાને પુરસ્કૄત કરે છે.
બાલ્ડ્રીજ પુરસ્કાર વિષે વધુ જાણવા માટે Click Here.
Jim L. Smithની Jim’s Gems માં આ મહિને આ મહિના વિષય સાથે સુસંગત લેખની વાત કરીશું –
Advantages of Wait Time અને એ સમયનું આપણે શું કરીએ છીએ - જ્યારે કોઈ બાબતે અણધારી રાહ
જોવામાં સમય જોવાની પરિસ્થિતિ આવી પડે ્છે ત્યારે ક્યાં તો આપણે અકળાઈએ, ગુસ્સે થઈએ કે હાથ પર હાથ ધરીને બેસી રહીએ છીએ, કે પછી એ પરિસ્થિતિને સમયની અણ્ધારી ભેટ ગણીને તેનો સદુપયોગ કરવાનું કરીએ છીએ. વણમાગી ફુર્સત આવી જ પડી હોય તો અન્યથા સમયની ખેંચે ને કારણે જે જે કામો હાથ પર નહોતાં લઈ શકાતાં તેમાનાં વધારે પ્રાથમિકતા મુજબનાં કામ હાથ પર લઈ શકાય, કે તે માટેનું આયોજન વિચારી શકાય. કંઈ જ ન કરી શકાય તેમ હોય તો મમને પ્રફુલ્લિત કરેત્વી પ્રવૃત્તિ / વિચારમાં ખુલ્લું મુકીને આપણી તનમનની બેટરીઓ રીચાર્જ તો જરૂર કરી શકાય.આ પ્રસંગે જે સમય મળે છે તેના સદુપયોગ કરવા વિકલ્પોની યાદી ખૂટ્યેખૂટે નહીં તેટલી છે. તેની મર્યાદા અંકાય છે આપણી કલ્પના અને પ્રતિબધ્ધાતાની મર્યાદા શક્તિઓથી. એક વાત તો વિના વિવાદ સ્પષ્ટ છે કે આ સમય પોતાની, કે આપણો જેમની પર થોડો ઘણો પણ કંઈ પ્રભાવ શકય છે તેમની, અંગત, વ્યાવસાયિક કે કૌટુંબીક જીવનપળોને થોડે થોડે અંશે નવપલ્લવિત અને સમૃધ્ધ તો જરૂર કરી શકાય.સંપોષિત સફ્ળતા
સિધ્ધ કરવામાં અને જાળવી રાખવામાં ગુણવત્તાની પાયાની બાબતો તેમ જ સંશાજન્ય
સંસ્કૃતિની ભૂમિકા વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો /
ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો અવકાર્ય છે.
. આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.
No comments:
Post a Comment