૧૯૪૫નાં પુરુષ સૉલો ગીતોમાં સુવર્ણ યુગના ત્રણ ગાયકોનાં અને વિન્ટેજ એરાના દસ ગાયકોનાં એકેક ગીતો જ છે. આ ગીતોમાંથી પહેલાં સાંભળેલ હોય એવું એક જ ગીત જગમોહનનું ઓ વર્ષા કે પહલે બાદલ (મેઘદૂત – સંગીતકારz: કમલ દાસગુપ્તા) છે. સુવર્ણ યુગનાં ગાયકોમાંથી એકથી વધારે ગીતો જેમના સ્વરમં છે એવા મોહમ્મદ રફીનું અયે દિલ-એ-નાકામ તમન્ના, અબ જીને કી તમન્ના છોડ દે (હમારા સંસાર – સંગીતકાર: પંડિત ગોવિંદ રામ) અને મુકેશનું દિલ જલતા હૈ તો જલને દે (પહલી નજ઼ર – સંગીતકાર: અનિલ બિશ્વાસ) ખુબ જ જાણીતં રહેલાં ગીતો છે. તે જ રીતે કે એલ સાયગલનું જનમ જનમકા દુખિયા પ્રાણી (કુરૂક્ષેત્ર – સંગીતકાર : પંડિત ગણપત રાવ) પણ ખુબ પ્રખ્યાત થયેલાં ગીતોમાંનું છે. એટલે આ ગીતોને અહીં પસંદગી કરવાની યાદીમાંથી બાજુએ કરીને બાકીનાં લગભગ પ્રથમ વાર જ સાંભળેલાં ગીતોમાંથી ૧૯૪૫નાં વર્ષનાં પુરુષ સૉલો ગીતોમાં મને સૌથી વધારે ગમેલાં પુરુષ સૉલો ગીતો અહીં રજૂ કર્યાં છે.
મોહમ્મદ
રફી - બહુત મુખ્તસર હૈ હમારી કહાની
- શરબતી આંખેં – સંગીતકાર: ફિરોઝ નિઝામી – ગીતકાર: તન્વીર નક઼્વી
વિન્ટેજ એરાની ગાયન શૈલીમાં ગવાયું હોય એવું મોહમ્મદ રફીનું વીરલ ગીત, જેમાં મોહ્હમ્મદ રફીની ગાયન શૈલી ઊભરતી જોઈ શકાય છે.
મુકેશ
- હસીનો કો હસીનો સે મોહબ્બત હો હી જાતી હૈ - મૂર્તિ - ગીતકાર બુલો સી રાની - ગીતકાર પંડિત ઈન્દ્ર
વિન્ટેજ એરાની ગાયકી અસર હેઠળનું ગીત હોવા છતાં મુકેશના આગવા સ્વરની ઓળખને આ ગીત છતી કરે છે.
અશોક કુમાર - આંખેં તો હુઈ બંદ, મગર દર્દ જગા રે – બેગમ - સંગીતકાર એચ પી દાસ - ગીતકાર જી એસ
નેપાલી
અશોક કુમારનં એ સમયનાં ગીતો જે કંઈ
સાંળ્યાં છે તેના કરતાં કંઈક નવી કેડી પરનું આ ગીત લાગે છે.
જી એમ દુર્રાની - ફલક કે ચાંદ કા હમને જવાબ દેખ લિયા – એક દિન કા સુલ્તાન - સંગીતકાર શાંતિ કુમાર - ગીતકાર વલી સાહબ
વિન્ટેજ એરાનું હોવા છતાં સુવર્ણ યુગનાં
રોમાંસનાં ગીતો જેવી ગીતની બાંધણી છે.
સુંદર - મુદ્દત કે બાદ આયે હો, કહાં કૈસે
મિઝાજ઼ હૈ - ઝિદ્દ - સંગીતકાર જી એ ચિશ્તી -
ગીતકાર શાંતિ સ્વરૂપ માથુર
વિન્ટેજ એરાની સંગીત શૈલીનું ગીત-સંગીત
હોવા છતાં ગીતનો હળવા મિજાજ અને એટલી જ હળવી ગીત બાંધણી ગીતને કર્ણપ્રિય બનાવી રહે
છે.
કે એલ સાયગલ
- આયી હો તૂ તો કૈસે દિલ અપના દીખાઉં - કુરૂક્ષેત્ર – સંગીતકાર
: પંડિત ગણપત
રાવ – ગીતકાર: જ઼મિલ મજ઼્હરી
કે એલ સાયગલની ગાયન શૈલીની પૂરી છાપ
ધરાવતું આ ગીત તેની બાંધણી અને રજૂઆતમાં કંઈ નવી ભાત પાડે છે.
મને સૌથી વધારે પસંદ પડેલ ગીત, બેશક, હસીનો કો હસીનો સે મોહબ્બત હો હી જાતી હૈ, જ છે.
સોંગ્સ ઑફ યોરની ૧૯૪૫નાં પુરુષ સૉલો
ગીતોની સમીક્ષામાં દિલ
જલતા હૈ તો જલને દે (મુકેશ - પહલી
નજ઼ર - સંગીતકાર અનિલ બિશ્વાસ) ને શ્રેષ્ઠ ગીત તરીકે પસંદ કરાયું છે.
હવે પછી, ૧૯૪૫નાં વર્ષનાં સ્ત્રી સૉલો ગીતોને ચર્ચાની એરણે લઈશું.
ચર્ચાની એરણે - ૧૯૪૫નાં ગીતો - પુરુષ સૉલો ગીતો ને એક જ ફાઈલ્માં વાંચવા / ડાઉનલોડ કરવા માટે અહીં સંકલિત કરેલ છે.
No comments:
Post a Comment