Sunday, August 23, 2020

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - ઓગસ્ટ, ૨૦૨૦

 

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ઓગસ્ટ, ૨૦૨૦ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.

૨૦૨૦ ની આપણે કેન્દ્રવર્તી ચર્ચાના વિષય 'ગુણવત્તા' વિશેની કેટલીક પાયાની બાબતોની ફેરમુલાકાત'ના સડર્ભમાં આપણે

વિશે વાત કરી હતી..

હવે, આ મહિને વિશે આપણે ટુંકમાં કાર્યસક્ષમ લોકો - સંપોષિત સફળતાનું આવશ્યક પરિબળની નોંધ લઈશું.

(કાર્ય)ક્ષમતા પ્રત્યક્ષ દેખાય એવી ખાસીયતો અને કૌશલ્યોનું સંયોજન છે જેને પરિણામે કાર્યકુશળતામાં અને કામ પરની કામગીરીમાં સુધારો શક્ય બને છે. કાર્યક્ષમ હોવા માટે પરિસ્થિતિનું તેના સંદર્ભમાં અર્થઘટન કરી શકવાની આવડત વ્યક્તિમાં હોવી જોઇએ, તે પરિસ્થિતિ સાથે કામ લેવા માટે શક્ય પગલાંઓ શું હોઈ શકે તેનું તેની પાસે જ્ઞાન કે અનુભવ ભંડોળ હોવું જોઈએ અને તે સાથે યોગ્ય પગલાંનો અમલ કરી શકવા માટે જરૂરી તાલીમ હોવી જોઈએ. જોકે કોઈ  ખાસ તાલીમ સિવાય પણ કાર્યક્ષમતા અનુભવ સાથે, જાણ્યેઅજાણ્યે, ઘડાતી જતી હોય છે. વ્યક્તિની નવું શીખવાની ધગશ, શીખતાં રહેતાંની આવડત અને પરિવર્તનશીલતા જેવાં પરિબળો કાર્યક્ષમતામાં થતા વધારાને પ્રવેગ આપી શકે છે. [1]

સંચાલકો પાસે નાણાકીય  કે સંસ્થાનાં કામકાજને લગતી ઘણી કામગીરી માપવા માટેનાં સાધનો હવે ઉપલબ્ધ થવા લાગ્યાં છે, પરંતુ સંસ્થાની કે વ્યક્તિની ક્ષમતામાં વધારો કરવા માટે તેને માપી શકાય તેવાં પરિબળો હજુ સહેલાઈથી નથી મળતાં 

આ આવશ્યકતાને ધ્યાનમાં લઈને સંસ્થાની, અને વ્યક્તિની, એવી ૧૪ ખાસિયતોની યાદી અહીં રજૂ કરી છે જેને પાંચ સમુહમાં વર્ગીકૃત કરી શકાય છે. આ ખાસિયતો પર ભાર મુકવાથી  સંપોષિત સફળતા માટેના સંસ્થાના પ્રયત્નોને પણ બળ મળે.

ઉચ્ચ કક્ષાની કામગીરી કરી બતાવતી રહેતી સંસ્થાઓ તેમની વ્યાપાર સંબંધી વ્યૂહરચનાઓને લોકોને લગતી વ્યૂહરચનાઓમાં અસરકારક રીતે પરિવર્તિત કરી શકતી હોય છે. [2]

સંસ્થાને ઉત્સાહસભર અને સંપોષિત બનાવવા માટેની ચાવી છે સંસ્થાના સૌથી ઉ્ચ્ચથી લઈને  સૌથી છેવાડાનાં કર્મચારી સુધીનાં દરેકને સંસ્થાની સંપોષિત થવાની મુસાફરીમાં દરેક નાનાં મોટાં કામમાં એકસૂત્રે વણી લેવાં.… કર્મચારીનાં વ્યક્તિગત મૂલ્યો અને સંસ્થાની વ્યાવસાયિક પ્રણાલિઓ વચ્ચેનાં અંતરને ઓછું કરવા માટે આઠ કાર્યપધ્ધતિઓનો અમલ કરવાથી સંસ્થાને સંપોષિત થવા માટે આવશ્યક કાર્યકુશળ કર્મચારીઓનો મંચ તૈયાર થઈ શકે છે. [3]

તે દરમ્યાન, આજની સતત ઝળુંબી રહેલી અનિશ્ચિતતા, બહુભાષીય કર્મચારી વર્ગ અને જ્ઞાનની પ્રસ્તુતતાની ઘટતી જાતી આવરદાને કારણે પુનઃકોશલ્યપ્રાપ્તિ કે ઊંચાં સ્તરનાં કૌશલ્યની પ્રાપ્તિનું મહત્ત્વ વધી ગયું છે. ડિજટલ જ્ઞાન આધારિત અર્થતંત્ર તરફના વધતા જતા ઝુકાવને પરિણામે ઉત્સાહસભર કર્મચારીવર્ગનું મહત્ત્વ પહેલાં કરતાં અનેકગણું વધી ગયું છે, જેને પરિણામે સંસ્થામાંની નવું શીખવાની તાલીમ અને વિકાસ પ્રવૃત્તિઓનું મહત્ત્વ પણ વધી ગયું છે.

તાલીમ અને વિકાસ પ્રવૃત્તિઓની પ્રાથમિક જવાબદારી લોકોના વિકાસની છે આ કામ એવી રીતે કરવાનું રહે છે કે સંસ્થાની અન્ય મુખ્ય પ્રાથમિકતાઓને મદદ મળી રહે. તાલીમ અને વિકાસ પ્રવૃત્તિઓની વ્યૂહાત્મક ભૂમિકા પાંચ કાર્યક્ષેત્રોને આવરી લે છે –

સમયની સાથે સાથે, સશ્કત તાલીમ અને વિકાસ વિભાગનાં ઘડતરમં મદદરૂપ થાય એવાં. જમીની પરિક્ષણમાં સફળ રહેલ, નવ પરિમાણ ઘટક ધ્યાન પર આવેલ છે. આ નવ ઘટકોને સંગઠિત કરીને ACADEMIES માળખું તૈયાર કરાયું છે, જે અપેક્ષાઓથી લઈને અસરની માપણી સુધીના તાલીમ અને વિકાસ કાર્યક્ષેત્રના દરેક તબક્કાને આવરી લે છે. [4]


સંસ્થા જ્યારે ભીડમાં હોય ત્યારે લોકોને લગતી બાબતોને પ્રાથમિકતા આપવા અંગે ચાર બાબતો મહત્ત્વની બની રહે છે[5]  -

૧) લોકોને  લગતી બાબતોને પ્રાથમિકતા આપો - તેમને સાંભળો, તેમને સમાનુભૂતિની ભાવનાની અનુભૂતિ થાય તે માટે આવશ્યક એ બધું જ કરો, અને તેમની સાથે ભળીને તેમની ચિંતાઓ, મંતવ્યો, માન્યતાઓ શું છે તે સમજો.

૨) જે બાબતો સૌથી વધારે મહત્ત્વની છે તે અંગે સ્પષ્ટતા રહે તેમ કરો. અગ્રણી વર્ગના દૃષ્ટિકોણથી, નિશ્ચિતતા અને આશાની ભાવનાને જગાવવાનું કદમ સંકટની ઘડીને પાર કરી જવામાં મદદરૂપ ભૂમિકા ભજવી શકે છે.

૩) સંકટની ઘડી વિકસવાની ગતિશિલતા તરફ (સંજોગોને અનુરૂપ પરિવર્તનશીલ) તરલતા અને પ્રતિભાવાત્મકતા દાખવવી.

૪) વ્યાપક દૃષ્ટિકોણ કેળવવો. સંકટના શરૂઆતના સમયમાં, બહુ મર્યાદિત દૃષ્ટિકોણ રાખીને તાત્કાલિક બાબતોને હાથ પર લેવા પુરતી એકાગ્રતા સ્વાભાવિક છે. પરંતુ બને તેટલું વહેલું, નજર સમક્ષ વ્યાપક ચિત્ર આવી રહે તેટલું અંતર સમસ્યાથી ઊભું કરી દેવું જોઈએ. નજદીકના પ્રશ્નોની લાંબા ગાળાની- ખાસ તો સંસ્થા સાથે સંકળાયેલાં લોકો પર - અસરો પર હવે ધ્યાન આપવું જોઈએ. તેને કારણે ભવિષ્યની ઘટનાઓ માટે તૈયાર રહેવાની ક્ષમતા કેળવવાનો સમય મળી રહેશે.

વર્તમાન સંદર્ભને અનુરૂપ ક્ષમતા કેળવવાની સાથે ઝડપથી બદલતાં રહેતાં ભવિષ્યના પડકારો જીલવા માટેનું - લોકોનું, અને તેના દ્વારા સંસ્થાનું - સામર્થ્ય વિકસાવવાનાં મહત્ત્વને તો સામેની દિવાલ પર કોતરી રાખવું જોઈએ.

વધારાનું સુચિત વાંચન:

નોંધ: સક્ષમ લોકો - સંપોષિત સફળતાનું આવશ્યક પરિબળની વધુ વિગત સાથેની નોંધ હાયપર લિંક પર ક્લિક કરવાથી વાંચી શકાશે / ડાઉનલોડ કરી શકાશે.

હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીએ.

૨૦૨૦નાં વર્ષમાં આપણે 'સંસ્થાજન્ય સંસ્કૃતિ' પર મહિને એક લેખના હિસાબે એક અલગ બ્લૉગશ્રેણી કરી રહ્યાં છીએ. આ મહિને તે શ્રેણીમાં આપણે સસ્થાજન્ય સંસ્કૃતિને સમજવી વિશે વાત કરી છે. - નૃવંશશાસ્ત્રી માર્ગરેટ મીડનું જેમ કહેવું રહ્યું છે કે લોકો જે કહે છેલોકો જે કરે છે અને એ લોકો પોતે શું કહે  છે કે કરે છે તેના વિશે જે કહે છે તે બધું સાવ જ અલગ અલગ હોઈ શકે છે." પરિણામે સપાટીની નીચે જે હોય છે તેના પર ક્યાં તો ધ્યાન નથી આપતાં કે પછી તેને અવગણે છે. [6]


આપણા આજના અંકમાં ASQ TV પર, પ્રકાશિત આજના વિષય સાથે સુસંગત વૃતાંત જોઈએ

  • Process Needs a Culture - ટોની કર્નનું  ASQ Lean and Six Sigma Conference, 2014  માટેનું ચાવીરૂપ વક્તવ્ય

Jim L. Smithની Jim’s Gems માં આ મહિને આ મહિના વિષય સાથે સુસંગત લેખની વાત કરીશું

  • Core DNA મૂલ્યો, નૈતિકતા અને પ્રામાણિકતા એ ત્રણ સાંસ્કૃતિક ઉત્કૃષ્ટતા સિધ્ધ કરતી સંસ્થાઓ  /વ્યક્તિઓની આગવી ખાસિયતો છે. - મૂળભૂત રંગસુત્રો સમાન મૂલ્યો યથોચિત વ્યાવસાયિક વર્તણૂક માટે દિશાસૂચક માર્ગસ્તંભ તરીકે કામ કરે છે. મૂલ્યોનું ઘડતર કરવા માટે, તેમજ મૂળભૂત મૂલ્યો સાથે સુસંગત રહે તે મુજબનો વ્યાપારનો વિકાસ કરવા સારૂ તીવ્ર સંવાદો થવા જરૂરી છે. મૂલ્યો પ્રત્યે ધ્યાન આપવું એટલે ભૂતકાળ વિષે રોકકળ કરતાં કરતાં નહીં પણ ભવિષ્યને નજરમાં રાખીને વિજય મેળવવો.…. સંસ્થા જેમ જેમ વિકસતી જાય છે તેમ તેમ મૂલ્યો પણ મૂલ્યો આકરી
    કસોટીએ ચડીને 
    વધારે પરિપક્વ બને છે. દાયકાઓ સુસંગત રહીને ટકી રહે તેવાં મૂલ્યોનાં ઘડતર કરવા માટે સંસ્થાએ સર્વસામાન્યપણે લાગુ થતાં ધારાધોરણો નક્કી કરવાં જોઇએ અને પછી તેને વળગી રહેવું જોઈએ.… વ્યાપકપણે પ્રચલિત એક માન્યતા છે કે વ્યાપારનો વિકાસ પણ કરવો, સંસ્થાનાં હિતોની જાળવણી પણ કરવી અને નૈતિક ધોરણો સ્વચ્છ અને ઊંચાં રાખવાં એ એક મ્યાનમાં બે તલવાર રાખવા જેવું છે.…. પરંતુ સંસ્થાનાં નૈતિક ધોરણોને દિશાસૂચક માર્ગદર્શિકાઓ સ્વરૂપે જાહેર કરીને, સંસ્થા તેનાં હિતોની જાળવાણી માટેનો માટેનો પાયો નાખી શકે છે. આને કારણે થતા લાભાલાભ ટુંકા ગાળામાં આંકડામાં કદાચ મુકી ન શકાય, પણ લાંબે ગાળે તે સંમૃદ્ધિનો મજબૂત પાયો બની રહી શકે છે.….આ દિશામાં સફળ થવા માટે સંસ્થાએ તેનાં મૂલ્યોને અપેક્ષિત પરિણામો સાથે સાંકળી લેવાં જોઈએ. વ્યાપારનાં કામકાજને લગતી કોઈ પણ બાબતોનાં મૂળમાં નૈતિકતા અને પ્રામાણિકતાનું હોવું જરૂરી બની રહે છે.

સંપોષિત સફ્ળતા સિધ્ધ કરવામાં અને જાળવી રાખવામાં ગુણવત્તાની પાયાની બાબતો તેમ જ સંશાજન્ય સંસ્કૃતિની ભૂમિકા વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો અવકાર્ય છે.

.                                   આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

No comments: