Friday, April 30, 2021

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - સંપુટ # ૯મો – મણકો : ૦૪_૨૦૨૧

 હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના ૯મા સંપુટના મણકા૦૪_૨૦૨૧માં આપનું સ્વાગત છે.

સૌ પ્રથમ આપણે ૪.૪.૨૦૨૧ના રોજ દેહવિલય થયેલાં શશીકલા (જાવળકર)ને અંજલિ આપતા લેકો વાંચીશું –

Kyon Muje Itani Khushi De Di – Shashikala બીતે હુએ દિન – શિશિર કૃષ્ણ શર્મા - માં શશીકલાનાં અંગત અને વ્યાવસાયિક જીવનક્રમની ઓછી જાણીતી વાતો આવરી લેવાઈ છે. આ લેખ મૂળે સાત વર્ષ પહેલાં એક ઇન્ટરવ્યુના આધાર પર 'બીતે હુએ દિન' પર પ્રકાશિત થયેલ.

The Greats: Shashikala માં શશીકલાએ પરદા પર ભજવેલ યાદગાર ભૂમિકાઓને યાદ કરાઈ છે.

Ten of my favourite Shashikala songsમાં શશીકલાએ પરદા પર ગાયાં હોય એવાં સૉલો કે યુગલ ગીતોને રજૂ કરાયાં છે.

દિલ જો ન કહે સકા - આશિષ ભીંડે શશિકલાને અંજલિ આપે છે

તે સાથે એ યોગાનુયોગ પણ યાદ કરીએ કે માર્ચ, ૨૦૨૧ના 'વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો' અંકમાં આપણે સોળ વર્ષનાં  શશીકલાને મસ્તી ભરી બહારને મસ્તાના કર દિયા (પગડી, ૧૯૪૮; શમશાદ બેગમ - સંગીતકાર ગુલામ મોહમ્મદ - ગીતકાર શકીલ બદાયુની) મસ્તીથી ઝુમતાં જોયાં હતાં.

હવે તિથિની યાદ સ્વરૂપ લેખો તરફ વળીએ-

8 songs that prove Anand Bakshi was Hindi cinema’s lyricist for the common man - Unnati Sharma and Shreyas Sharma - સાહિર,મજરૂહ , ગુલઝાર જેવા આનંદ બક્ષીના વરિષ્ઠ સમકાલીનો તેમનં ગીતોના બોલમાં જેટલું કાવ્યતત્ત્વ રાખતા, એટલા આનંદ બક્ષી સરળ બોલ પ્રયોજતા. તેમની પાસે શ્રોતાની નાડની પરખ હતી.

A Daughter’s Tribute - Ratnottama Sengupta - ફિલ્મ્સ ડિવિઝનના ઉત્સવ, ‘A Daughter’s Tribute’ માં તેમનાં માતા કે પિતાની આગવી પ્રતિભાને ઉજાગર કરતી ત્રણ દસ્તાવેજી ફિલ્મો રજૂ કરાઈ - પ્રયા દત્ત ની 'નરગીસ. રત્નોત્તમા સેનગુપ્તાની 'એન્ડ ધે મેડ ક્લાસિક્સ' અને શબનમ સુખદેવની ધ લાસ્ટ અડ્યૂકોલકત્તામાં રજૂ કરાઈ. ઉસ્તવનાં સંગ્રહપાલ રત્નોત્તમા સેનગુપ્તા આ વિચાર ને ઉસ્તવના અનુભવો વિશે જણાવે છે.

બાલ્યવયનાં નરગીસ - 'નરગીસ'માંનું એક સ્થિર ચિત્ર

Book Review: Vinod Mehta’s ‘Meena Kumari: The Classic Biography’ - મીના કુમારીની જીવનકથા વાંચવા માટે કોઈનું પણ મહત્ત્વનું કારણ હોય તેમની સિનેકારકિર્દી વિશે જાણવાનું. પરંતુ અહીં વિનોદ મેહતા મીના કુમારીની અંગત જિંદગી પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે જૂએ છે કે મીના કુમારીની અંગત જિંદગી અસર તેમની વ્યાવસાયિક જિંદગી પર કેવી પડી.

‘Kohinoor’, the 1960s gem that had Bollywood’s tragedy king & queen at their comical best - Unnati Sharma - એ સમયનાં 'કરૂણામૂર્તિઓ', દિલીપ કુમાર અને મીના કુમારીને સાવ હળવાં પાત્રોમાં દિગ્દર્શક એસ યુ સન્નીએ રજૂ કર્યાં છે.

Golden Era of Bollywood પર શૈલેન્દ્ર શર્માએ આટલી પૉસ્ટ્સ મૂકી છે:

·        Bollywood Songs for Expecting Mother or Parents

·        The Songs written by Hasrat Jaipuri for Other Musi...

·        Shamshad Begum - The Highest Paid Female Playback .

હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ' ના સંદર્ભે 'હેમંત કુમારની કારકિર્દીનાં પોતમાં અનોખી ભાત પાડતા કેટલાક મહત્ત્વના સંબંધોના તાણાવાણા'માં હેમંત કુમાર અને ઉત્તમ કુમારના વ્યાવસાયિક સહયોગની વાત કરેલ છે..

એપ્રિલ, ૨૦૨૧ના વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો માં હસરત જયપુરીએ શંકર જયકિશન સિવાયના સંગીતકારો માટે લખેલાં ૧૯૫૯નાં વર્ષમાં લખેલાં ગીતો યાદ કર્યાં છે. તેમણે અન્ય સંગીતકારો માટે રચેલાં ગીતો પૈકી ઓછાં સાંભળવા મળતાં ગીતોને આપણે વર્ષ ૨૦૧૭થી દર એપ્રિલ મહિનાના આપણી આ શ્રેણીના અંકમાં યાદ કરીએ છીએ.

૨૦૧૭માં ૧૯૫૦થી ૧૯૫૩નાં વર્ષોનાં,

૨૦૧૮માં ૧૯૫૩થી ૧૯૫૫નાં વર્ષોનાં,

૨૦૧૯માં ૧૯૫૬ અને ૧૯૫૭નાં વર્ષોનાં, અને,

૨૦૨૦માં ૧૯૫૮નાં વર્ષનાં

હસરત જયપુરીએ અન્ય સંગીતકારો માટે રચેલાં  કેટલાંક ગીતો આપણે યાદ કર્યાં હતાં.

હવે નજર કરીએ અન્ય વિષયો પરના કેટલાક લેખો પર

Jogi, Bhogi or Dhongi  હોળીના તહેવારના ખુશખુશાલ મૂડને ઉજાગર કરે છે.

Hindi songs with Tonga (Ghoda Gadi) beats માં એક સંગીતકારનું એક જ ગીત લેવાનું ગોઠવ્યું છે. અહીં પસંદ કરેલાં ગીતોમાંથી આ ગીત ઓછું સાંભળવા મળે છે - ઓ મતવારે સાજના, ચલા ગયા મેરા પ્યાર, દિલ ધડકે મૈં ક્યા કરૂં હુઆ યે પહલી બાર - ફૌલાદ (૧૯૬૩) - આશા ભોસલે – સંગીતકાર: જી એસ કોહલી – ગીતકાર: ફારુક઼ ક઼ૈસર

Songs with a Regional Twist માં હિંદી ફિલ્મોનાં એવો ગીતોની વાત છે જેમાં એકાદ બે બોલ કે પંક્તિ કોઈ અન્ય ભાષાની હોય, પણ બાકીનું આખું ગીત હિંદીમાં જ હોય.

Triad of Singers માં વળી એક જ ફિલ્મમાં ત્રણ કે તેથી વધુ ગાયકોના પાર્શ્વસ્વર એક જ અભિનેતા (કે અભિનેત્રી) માટે પ્રયોજાયા હોય એવાં ગીતોની યાદી રજૂ કરાઇ છે  જેમ કે  - 'શહીદ' (૧૯૪૮, સંગીતકાર ગુલામ હૈદર)માં કામિની કૌશલ માટે ગીતા દત્ત (આ જા બેદર્દી બાલમા), લલિતા દેઉલકર (બચપનકી યાદ ધીરે ધીરે પ્યાર બન ગઈ) અને સુરીન્દર કૌર (બદનામ ન હો જાએ મુહબ્બત કા ફસાના, ઓ દર્દ ભરે આંસુઓ આંખોંમેં ન આના)ના સ્વરમાં ગીતો રેકોર્ડ થયાં હતાં.

How vicarious songs came to the aid of bashful actors in Hindi films - Ajay Mankotia @ajaymankotia - હિંદી ફિલ્મોમાં બે પાત્રો એકબીજાંને પોતની વચ્ચે સ્ફૂરી રહેલા પ્રેમની કે પોતાના વિરહની કે અન્ય કોઈ પણ વાત સીધે સીધી ન કરી શકે ત્યારે  ફરતાં ફરતાં નટ બજાણીયાંઓ તેમના વતી ગીત ગાઈને એ ભાવને અભિવ્યક્ત કરે.

The ‘College’ Songs માં એવાં ગીતો રજૂ કરાયાં છે કોલેજ કેમ્પસ કે પછી કોલેજમાં ગવાતાં હોય.

Best songs of 1944: And the winners are? સોંગ્સ ઑફ યોર આ શ્રેણીનો બીજો અધ્યાય શરૂ કરે છે.

અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :

જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ'  કોલમના એપ્રિલ, ૨૦૨૧ના લેખો:

અર્ધનારીશ્વરનાં સિનેઆંગણે ઓવારણાં

વો 'નાદાન' પ્યાર ક્યા જાને

'લાલિત્ય'થી 'લાલસા' સુધીની સિનેભૂમિકાઓ

સનમની સુખાકારી વાંછતી વિરહવેદના

સોનલ પરીખ 'જન્મભૂમિ'ની 'મલ્ટિપ્લેક્ષ' પૂર્તિમાં કોઈ એક ગીતને લઈને 'છૂ કર મેરે મન કો' કોલમ કોલમના એપ્રિલ, ૨૦૨૧ ના લેખો.:

ખુદા કરે કે ક઼યામત હો ઔર તૂ આયે


મેરા જીવન કોરા કાગઝ કોરા હી રહ ગયા

           

દુનિયા બનાનેવાલે ક્યા તેરે મનમેં સમાઈ

મૈં અકેલા હી ચલા થા જાનિબે મંઝિલ,મગર...

'ગુજરાત સમાચાર'માં દર શુક્રવારે પ્રકાશિત થતી શ્રી અજિત પોપટની કોલમ 'સિને મેજિક'માં એપ્રિલ, ૨૦૨૧ માં હિંદી ફિલ્મ જગતની સંગીતકાર જોડી શંકર જયકિશન પરની શ્રેણી આગળ ધપી રહી છે

સુવર્ણયુગના લગભગ બધા સંગીતકારોમાં ભૈરવી આટલી બધી લાડકી કેમ હતી ?

પૂર્વજન્મના ઋણાનુબંધે ઉત્તર-દક્ષિણ જેવા પરસ્પર વિરોધી લાગતા બે સ્વરનિયોજકોને એક કર્યા..

ભૈરવીથી સૂરીલી કારકિર્દીના શ્રી ગણેશ અને એજ ‘સર્વદા સુખદાયિની’ ભૈરવીથી સમાપન પણ.... !

અહીં શંકર જયકિશન પરની દીર્ઘ લેખમળા પૂરી થાય છે. હવે અહીં અજિત પોપટ એક બીજી સફળ જોડીની વાતનું મંડાણ કરે છે

સાગના સોટા જેવો પાતળો, લાંબો એ હસમુખો યુવાન વિનમ્રતાથી સૌને જીતી લેતો....

એપ્રિલ, ૨૦૨૧ માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:

સવેરે કા સૂરજ તુમ્હારે લિયે હૈ… કિશોર કુમારે ગાયેલાં ઓ પી નય્યરનાં ગીતો [૧]

ઇઝાઝત / પરવાનગી

બંદિશ એક, રૂપ અનેક (૭૭) : ” દિલ-એ-નાદાન તુઝે હુઆ ક્યા હૈ”

ઝુલ્ફને લગતાં ફિલ્મીગીતો [૧]

હિન્‍દી ફિલ્મીસંગીતના વાદકો અને નિયોજકોનો પરિચય કરાવતી ફિલ્મસંગીતના નક્શીકારો શ્રેણીમાં પિયૂષ પંડ્યા એન્થની ગોન્ઝાલ્વીસની પ્રતિભાનો પરિચય કરાવે છે...

નલિન શાહના પુસ્તક – Melodies, Movies & Memories – માંથી ચૂંટેલા લેખોના શ્રી પિયૂષ મ. પડ્યા વડે કરાયેલા ગુજરાતી અનુવાદની શ્રેણી સૂરાવલિ, સિનેમા અને સ્મૃતિઓના ત્રીજા અંકમાં બીજી કડીનું અનુસંધાન આગળ ચલાવે છે.  

આપણા આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ.

દિલ કો છેડતી હૈ તમન્ના તુમ હી તો  - લચક (૧૯૫૧) - આશા ભોસલે સાથે – સંગીતકાર: મોતી રામ – ગીતકાર: હસરત જયપુરી

મેરે દિલબર મુજ઼પર ખફા ન હો - ધર્મપૂત્ર (૧૯૬૧) – સંગીતકાર: એન દત્તા – ગીતકાર: સાહિર લુધ્યાનવી

અજી ઐસી નજ઼ર કો ક્યા કહીએ જો યાર ન અપના પહેચાને - જોહર મેહમૂદ ઈન ગોવા (૧૯૬૫) – સંગીતકાર: કલ્યાણજી આણંદજી – ગીતકાર: ફારૂક઼ ક઼ૈસર

હાયે ક્યા શરારત, ક્યા અદા હૈ, તૌબા રે યે શરારત ક઼ુરબાન એક અદા કે - જંગ ઔર ઈમાન (૧૯૬૮) – સંગીતકાર: જી એસ કોહલી – ગીતકાર:  અનજાન



હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો આવકાર્ય છે.

અહીં રજૂ કરાયેલ, લેખો, બ્લૉગ પૉસ્ટ્સ, તસ્વીરો અને વિડીયો / ઓડીયો લિંક્સના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.

No comments: