Thursday, June 30, 2022

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - સંપુટ # ૧૦ – મણકો : ૬_૨૦૨૨

 

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના ૧૦ મા સંપુટના મણકા - _૨૦૨૨માં આપનું સ્વાગત છે.

Songs of Yore completes twelve years, એ પસંગે હું આભારવશ એમ કહેવાની તક ઝડપી લઈશ કે વાંચન સામગ્રી તરીકે બ્લૉગને એક વિકલ્પ તરીકે વિકસાવવામાં અને પછીથી મને પોતાને જ મારી બીજી ઈંનિગ્સમાં એક સક્રિય પ્રવૃત્તિ તરીકે બ્લૉગીંગ તરફ વાળવામાં સોંગ્સ ઑફ યોરનું પ્રદાન બહુ જ મહત્વનું બની રહ્યું છે.  

આજના અંકમાં આપણે સીધાં જ અંજલિઓ અને યાદોને સાંકળતા લેખો  તરફ વળીશું  

Sunil Dutt fell in love with Nargis as she took care of his ill sister: ‘I knew she was the one’Sampada Sharma - નરગીસની જન્મ જયંતિ અવસરે બીજાં માટે બહુ જ સમાનુભૂતિ ધરાવતાં આ ઉમદા સન્નારીના જીવન પ્રસંગો ફરી એક નજર કરીએ. તેમના સ્વભાવની આ લાક્ષણિકતાને કારણે જ સુનિલ દત્ત તેમના પ્રેમમાં પડી ગયા.
Radio Ceylon — the Sri Lankan channel India turned to when AIR banned film music in 1952 - Raghav Bikhchandani - પોતાના મધ્યાહ્નમાં રેડિયો સિલોને દિવસનાં સમય પત્રકને હિંદી, તેલુગુ અને તમિળ ભાષના કાર્યક્રમો એવી રીતે વહેંચી કાઢ્યું હતું કે ભારતનાં મનોરંજનનાં વિદ્યુત તરંગો પર તેનો જાદુ છવાયેલો રહેતો.

Remembering a Genius…. સજ્જાદ હુસૈન ને તેમની ૧૫ જૂનની જન્મજયંતિ પર યાદ કરતાં નોંધ લઈએ કે અમુક બોલને લંબાવવાની તેમની લાક્ષણિકતાને કારણે, થોડી કઠિન બાંધણીમાં નિરૂપાવા છતાં તેમનાં ગીતો અલગ જ તરી આવતાં.

Nabendu Ghosh’s Dadamoni: The Life and Times of Ashok Kumar - નબેન્દુ ઘોષનાં પુસ્તક, Dadamoni:


The Life and Times of Ashok Kumar
(Speaking Tiger Books, 2022) માં શરૂ શરૂમાં રઘવાયો, ઢચુપચુ, કકર્શ લાગે તેવા તીણા સ્વરવાળો અભિનેતા સિનેમાનાં સૌથી વધારે સફળ અને મહાન અભિનેતા, અશોક કુમાર, કેમ બની શક્યો તેનાં રહસ્ય છતાં કરે છે.

The year-wise review of Lata Mangeshkar’s career, ની શ્રેણીમાં the 1951 – Lata Mangeshkarમાં  લતા મંગેશકરે ૧૯૫૧માં ૪૯ ફિલ્મો માટે ગાયેલાં ૧૫૫થી વધુ સૉલો અને ૬૦થી વધુ યુગલ ગીતોમાં ચૂંટેલાં ગીતો સાંભળી શકાય છે.

The Many Moods of Nutan moods માં નુતનના ૮૬મા જન્મ દિવસના ઉપલક્ષ્યમાં નુતને પર ફિલ્માવાતેલાં અલગ અલગ મૂડનાં ગીતો રજૂ કરાયાં છે.

O Nigahen Mastana – Remembering Nutan માં ૪થી જૂને નુતનના જન્મ દિવસે તેમનાં કેટલાંક શ્રેષ્ઠ કહી શકાય એવાં શ્વેત-શ્યામ ગીતો યાદ કરાયાં છે.

Asad Bhopali – The Unsung Ghalib માં અસદ ભોપાલીએ લખેલાં વિવિધ ભાવનાં દસ ગીતો સાંભળવા મળે છે.

જૂન, ૨૦૨૨ના વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો માં દત્તારામ – દેખી તેરી દુનિયા અરે દેખે તેરે કામમાં દત્તારામે ૧૯૬૮માં ફરિશ્તા અને ૧૯૬૯માં - ફરિશ્તા, બાલક અને બેક઼સુર- એમ ત્રણ ફિલ્મો માટે રચેલાં ગીતો સાંભળીશું  અત્યાર સુધી , આપણે  દત્તારામે રચેલાં

૧૯૫૭ થી ૧૯૫૯નાં વર્ષનાં ગીતો ૨૦૧૮માં ,

૧૯૬૦ અને ૧૯૬૧નાં વર્ષનાં ગીતો ૨૦૧૯માં,

૧૯૬૨ અને ૧૬૩નાં વર્ષનાં ગીતો ૨૦૨૦માં, અને

૧૯૬૫નાં વર્ષનાં ગીતો ૨૦૨૧માં

સાંભળી ચૂક્યાં છીએ.

હવે નજર કરીએ અન્ય વિષયો પરના કેટલાક લેખો પર

How Satyajit Ray achieved historical accuracy in his first Hindi film ‘Shatranj ke Khilari’ - Sarbajit Mitra - ફિલ્મ માટેના યથાર્થ   સંદર્ભોની ખોજ સત્યજિત રાયને ચક્ષુગમ્ય સંદર્ભો શોધવા માટે લંડનની ઈન્ડિયા રેફરન્સ લાયબ્રેરી સહિત અનેક પુરાલેખ સંગ્રહો અને ભંડારોની મુલાકાત લેવી પડી.

વધારાનું વાંચન:

The ‘magical mystery tour’ that was Satyajit Ray’s ‘Shatranj Ke Khilari’

‘Is this man for real?’ Notes from the sets of Satyajit Ray’s ‘Shatranj Ke Khilari’

Why Lata Mangeshkar's Dil Jo Na Keh Saka lost to Mohammad Rafi's version - AJAY MANKOTIAજોડીયાં ગીતોના વિકાસ પાછળ મુખ્ય કારણ કદાચ એક સરસ ગીતને બે વાર વાપરી લેવાની પ્રાસંગિક આવશ્યકતા હોઈ શકે છે. '૮૦ના દાયક અપછી જોડીયાં ગીતોની પ્રચલિતતા ઓછી થવા લાગી. જે થોડાં ગીતો આવતાં તે પણ બહુ જ અલગ સ્વરૂપે બનવા લાગ્યાં.

The Sea Side Songs, સમુદ્રતટ પરનાં ગીતોને પસંદ કરતી વખતે ખાસ ધ્યાન રખાયું છે કે આખું ગીત સમદ્રતટ પર જ ગવાયું હોય.

Haunting, Charming Humming Songs - ગુજન એટલે બોલ વગર ગવાતી કોઈ પણ સુરાવલી - એટલે 'આ આ આ ' 'ઓ ઓ ઓ' તરીકેની ગાવાની રીત એક પ્રકારનું ગણગણવું જ થયું. સામાન્ય રીતે ગુંજન ગીતના પૂર્વાલાપમાં વધારે પ્રયોજાય છે. પરંતુ , કેટલાંક ગીતો એવાં પણ છે કે જેમાં ગીતના અંતરામાં કેં અતમાં પણ તે પ્રયોજાયેલ હોય.

Songs of Narcissists એવાં ગીતો છે જેમાં ખુલ્લંખુલ્લા સ્વપ્રશસ્તિ છલકતી હોય.

Ten of my favourite bicycle songs, માં ૩જી જૂનના વિશ્વ બાયસિકલ દિવસના સંદર્ભમાં એવાં સાઈકલ ગીતો પસંદ કરવામાં આવ્યાં છે જેમાં કમસેકમ પોણું ગીત તો સાઈકલ પર હોય.

My Favourites: Train Songs એવાં ટ્રેનમાં (કે ઉપર) ગવાતાં ગીતો છે તે આખેઆખું ટ્રેનમાં જ (કે ઉપર) ગવાયું હોય.

ઇન્ડિયન એક્ષપ્રેસનાં Sampada Sharma નાં અઠવાડીક કોલમ, Bollywood Rewind, ના લેખો

  • Sharmila Tagore’s Safar has a woman suffering because the men in her life can’t stop being attention seekers - 'સફર'માં ખાસ, ચાલાક, પુરુષોનો બચાવ નથી કરાયો તેમ જ નિર્દ્પ્ષ સ્ત્રીઓનો પણ બચાવ નથી કરાયો. એમાં શર્મિલા ટાગોરની નીલાને પોતાનાં કામને પસંદ કરવા માટે સજા થાય છે, પણ તે સાથે  પણ સ્વીકારાયું છે કે તેની જિંદગીમાં આવેલા પુરુષોથી આઘા જવાથી જ તેનો વિકાસ થશે.
  • When Amitabh Bachchan played a horrible husband to Nutan in 1973’s Saudagar - નુતન અને અમિતાભ બચ્ચન અભિનિત 'સૌદાગર' લગ્નજીવનમાં સ્ત્રી-પુરૂષ વચ્ચેની અસમાનતાની વાત છે. જે સામાજિક  પૃષ્ઠભૂની આ વાત છે તેમાં સ્ત્રીઓને તો બિના દામની મજૂરણો ગણવામાં અને બધા લાભો પુરુષોના પક્ષે જ હોય.
  • Why Rajesh Khanna-Sharmila Tagore’s Avishkaar is the antithesis of Bollywood romcoms - હિંદી સિનેમામાં રોમેન્ટિક કોમેડીઓથૉ ડઝનોના હિસાબે બની છે, પણ એકદમ અંગત સંબંધોની કડવાશની વાસ્તવિકતાઓને નજીકથી જોવાના પ્રયાસો આપણને ઓછા પસંદ પડે છે. બાસુ ભટાચાર્યની ૧૯૭૪ની ફિલ્મ 'આવિષ્કાર' આ પ્રયોગ બહુ  સંતુલિત રીતે કરે છે.
  • Sanjeev Kumar-Rehana Sultan’s National Award-winning film Dastak examines loneliness in Bombay through the prism of morality - રાજિન્દર સિંગ બેદીની 'દસ્તક' શહેરનાં એકલતાભર્યાં વાતાવરણમાં પોતાનાં નાનકડાં ઍપાર્ટમેન્ટમાં કેદ એક એવી સ્ત્રીની વ્યથાની વાત છે, જેની પાસે કોઈ કામ કરવા જવાનો વિકલ્પ પણ નથી.

અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :

ન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ'  કોલમના જૂન, ૨૦૨૨ના લેખો:

અભિનય 'મિલન'થકી અવિસ્મરણીય  અભિનય જુગલબંધી

અભિનેતા ભારતભૂષણનું સંગીતલક્ષી અભિનય ભૂષણ

પુત્રી પ્રત્યેના પિતાના પ્રેમની પ્રછન્નતા

અપ્રચલિત છતાં અપ્રતિમ સ્વરસ્વામી સંગીતકારની સંગીત સમૃદ્ધિ

સોનલ પરીખ 'જન્મભૂમિ'ની 'મલ્ટિપ્લેક્ષ' પૂર્તિમાં કોઈ એક ગીતને લઈને 'છૂ કર મેરે મન કો' કોલમના જૂન, ૨૦૨૨ના લેખો.

ઓ બસંતી પવન પાગલ ….

            

હંસનેકી ચાહને મુઝે કિતના રુલાયા હૈ

શ્રી અજિત પોપટની કોલમ 'સિને મેજિક'માં કલ્યાણજી આણદજીની જોડી વિશે વાત કરી રહ્યા છે. જૂન, ૨૦૨૨ માં હવે નીચે મુજબ આ વાત આગળ ધપે છે .

ગીત પછી રામાનંદ સાગરની લલકારના સંગીતે રજત જયંતી કરવામાં ફાળો આપ્યો

અડધો અડધ ગીતો રાગ આધારિત છતાંયાદગારનાં ગીતોએ મેદાન માર્યું...

વાર્તા જૂની, પરંતુ માવજત અને સંગીતથી કાલીચરણ ફિલ્મે સિલ્વર જ્યુબિલી ઊજવી

કલ્યાણજી આણંદજીના સદાબહાર ગીતોમાં સ્થાન પામે એવું સંગીત કોરા કાગઝમાં હતું...

જૂન, ૨૦૨૨માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:

जलना, जलानाને આવરતા ગીતો – जलनेवाले जला करे

બંદિશ એક, રૂપ અનેક (૮૮) “તુમ રાધે બનો શ્યામ”

जलना, जलानाને આવરતા ગીતો – जलनेवालो से दूर

બીરેન કોઠારીની ફિલ્મનાં ક્રેડીટ ટાઈટલ્સ સાથે વાગતાં ટાઈટલ સોંગની શ્રેણીમાં અમાનુષ (૧૯૭૫)નાં ટાઈટલ ગીતને રજૂ કરે છે.

નલિન શાહના પુસ્તકMelodies, Movies & Memories – માંથી ચૂંટેલા લેખોના શ્રી પિયૂષ . પડ્યા વડે કરાયેલા ગુજરાતી અનુવાદની શ્રેણીસૂરાવલિ, સિનેમા અને સ્મૃતિઓમાં સમયના વહેણમાં વીસરાયેલા પ્રકરણ રજુ કરે છે.

ભગવાન થાવરાણીની શ્રેણી 'ઈંગમાર બર્ગમેનનું આંતર – વિશ્વ' માં તેઓ ફિલ્મ પાનખરનું સંગીત – Autumn Sonata ( 1978 ) – HOSTOSONATEN ( સ્વીડીશ ) નો આસ્વાદ કરાવે છે.

હિન્‍દી ફિલ્મીસંગીતના વાદકો અને નિયોજકોનો પરિચય કરાવતીફિલ્મસંગીતના નક્શીકારોશ્રેણીનું સમાપન પિયૂષ પંડ્યા કહાં ગયે વોહ લોગ ! થી કરે છે

'ચર્ચાની એરણે ૧૯૪૩નાં ગીતો' શ્રેણી પુરુષ સૉલો ગીતો [૧] - જી એમ દુર્રાની સિવાયના ગાયકોનાં સૉલો ગીતો ના મણકાથી આગળ વધે છે. એ દરમ્યાન સોંગ્સ ઑફ યોર દ્વારા વિષદ વિશ્લેષણની મદદથી Best songs of 1943: Wrap Up 1  માં વર્ષના શ્રેષ્ઠ ગાયકની પસંદગીની ચર્ચા કરે છે અને 'તાનસેન' માટે કે એલ સાયગલને વર્ષના શ્રેષ્ઠ ગાયક તરીકે વિભૂષિત કરે છે

આપણા આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ. આજના અંકથી કરીને ૨૦૨૨નાં સમગ્ર વર્ષ દરમ્યાન આપણે લતા મંગેશકર અને મોહમ્મદ રફીએ કોઈ પણ સંગીતકાર સાથે પહેલવહેલી વાર ગાયેલ યુગલ ગીત યાદ કરવાનો ઉપક્રમ આગળ વધારીશું.

જા તો સે નહીં બોલું ઘુંઘટ નહીં ખોલું - સમ્રાટ ચંદ્રગુપ્ત (૧૯૫૮) – ગીતકાર: ભરત વ્યાસ – સંગીત:  કલ્યાણજી વીરજી શાહ

કુહુ કુહુ બોલે કોયલિયાં- સુવર્ણ સુંદરી  (૧૯૫૮) -  ગીતકાર:ભરત વ્યાસ - સંગીત: આદિ નારાયણ રાવ

કોઈ ઈકરાર કરે યા ઈન્કાર કરે ….. તુમ હસીં હો તુમ્હેં સબ દિલમેં જગહ દેતે હૈં ……..મૈં તુમ્હીંસે પુછતી હું - બ્લૅક કૅટ (૧૯૫૯) - ગીતકાર: જાં નિસ્સાર અખ્તર - સંગીત: એન દત્તા


ઈસ ઝિંદગી દૌડમેં કાંટે બિખેર ગયા …...મૈંને પીના સીખ લિયા - ગુંજ ઊઠી શહનાઈ - ગીતકાર: ભરત વ્યાસ - સંગીત: વસંત દેસાઈ


ઉન પર કૌન કરે જી વિશ્વાસ - કવિ કાલિદાસ - ગીતકાર: ભરત વ્યાસ- સંગીત: એસ એન ત્રિપાઠી




હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો આવકાર્ય છે.

અહીં રજૂ કરાયેલ, લેખો, બ્લૉગ પૉસ્ટ્સ, તસ્વીરો અને વિડીયો / ઓડીયો લિંક્સના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.

No comments: