હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ
યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના ૧૩ મા સંપુટના મણકા - ૪_૨૦૨૫માં આપનું સ્વાગત છે.
Series of yearly review of Rafi’s Hindi film songs માં Rafi – 1950 માં મોહમ્મદ
રફીના વર્ષ ૧૯૫૦નાં ગીતોને યાદ કરાયાં છે.
આજના અંકમાં અંજલિઓ અને યાદોને સાંકળતા લેખો તરફ વળીશું –
OP Nayyar’s transition from Shamshad
Begum, Geeta Dutt to Asha Bhosle – રવિન્દ્ર
કેળકર - ઓ પી નય્યરની જન્મશતાબ્દી અને શ્મશાદ બેગમની ૧૦૬મી જન્મતિથિની ઉજવણી -
૧૯૫૭ સુધીમા ઓપી નય્યર આશા ભોસલે (૯૩ ગીતો), ગીતા
દત્ત (૫૨ ગીતો) અને શમશાદ બેગમ (૩૦ ગીતો) સાથે કામ કરી ચુક્યા
હતા. એટલે ગીતા દત્ત અને શમશાદ બેગમનાં મળીને જેટલાં ગીતો થાય તેના કરતાં વધારે
ગીતો તો ઓ પી નય્યર આશા ભોસલે સાથે કરી ચુક્યા હતા.
O P Naayar's Birth Centenary Year ની
શ્રેણી Shamshad Begum sings for O P Nayyar વડે આગળ
ધપે છે.,
My Favourites: Manoj Kumar Songs - મનોજ
કુમારની શરૂઆતની ફિલ્મોમાં સાચી લાગણીઓ અને દિલથી થતો પ્રેમ બહુ સહજપણે દર્શકોને
પણ સ્વાભાવિક લાગતો. ટિકીટ બારી પર પણ આ ફિલ્મો મહદ અંશે સફળ રહી.
Ten of my favourite Manoj Kumar Songs - એક સમયે મનોજ
કુમાર, દેખાવડો
અને સોહામણો હતો અને ઘણી ફિલ્મોમાં બહુ સારાં ગીતો તેના પર ફિલ્માવાયાં હતાં. અહીં
એવાં કેટલાંક સૉલો અને યુગલ ગીતો રજુ કરાયાં છે જે પરદા પર તેમણે ગાયાં હોય..
R D Burman and His Orchestration
Improvisations – Rhythm Instruments – પંચમના
સુરની આર ડી બર્મનનાં ગીતોના તાલમાં એક ખાસ ઓળખ હતી જે ૩૦૦થી વધારે ફિલ્મોમાં આર
ડી બર્મનના વારસા તરીકે શ્રોતાઓના મનમાં ધબકે છે.
ઇન્ડિયન એક્ષપ્રેસનાં Sampada Sharma નાં અઠવાડીક કોલમ, Bollywood Rewind, ના લેખો –
- Jaya Bachchan has given more stellar performances
than Amitabh Bachchan, but he is the tree who casts a shadow over the
family - જયા બચ્ચન પુરુષ પ્રધાન
ફિલ્મોમાં દેખાવડી હીરોઈનનાં પાત્રો તો ખાસ ક્યારેય કરતાં નહોતાં. પણ
અભિનેત્રી તરીકે તેમની ફિલ્મોમાં તેમનો પ્રભાવ હમેશાં દમદાર જ રહ્યો.
વિશ્વ પુસ્તક
દિવસ પર post on Hindi film characters depicted with books અને તે પછી post a follow-up list: ten other books પછી હવે Hindi Film Characters with Books, Part 3 માં એવાં પુસ્તકોવાળી ફિલ્મો છે જે
આજે પણ ઓનલાઈન ખરીદી શકાય છે.
હવે નજર કરીએ અન્ય વિષયો પરના કેટલાક લેખો પર –
Sun
Mere Bandhu Re - Revisiting Hindi Film Songs of 50s, 60s and 70s રજૂ કરે છે:
Comedy in Hindi Film
Songs | Filmi Geeton Mein Haasya Ras😂 | Sun
Mere Bandhu Re SAAM Podcast Ep 20
Tanzeb Part 2 | Pehnava
/ Costumes in Hindi Films | Sun Mere Bandhu Re — SAAM Podcast Episode #21
Forgotten
Artists of Early Cinema and The Same Name Confusion Book 3, એ “શરૂઆતની ફિલ્મોના ભુલાયેલા અદાકારો અને એક નામની ગડબડ / Forgotten Artists of Early Cinema
and The Same Name Confusion” વિષય પરનાં પુસ્તક 1 અને 2 પછીનું ત્રીજું પુસ્તક છે.
Bunny
Reuben’s Follywood Flashback – A Collection of Movie Memories -
પુસ્તકમાં હિંદી ફિલ્મ જગતને Follywood / મુર્ખ વસાહત કહેલ છે કેમ કે બની રૂબેન ના મતે એ વિશેષણ જ બંધ બેસે છે, જ્યારે બોલીવુડ તો સાવ ખોખલું લાગે છે.
‘Please
don’t Leave / Let me Go’ Songs એવાં ગીતો છે જેમાં વહેલાં ન જતાં રહેવા અથવા તો જવા દેવાની અરજ કરાતી હોય.
Hindi
Film Songs and Scenes of Disruptors - ફિલ્મોમાં ભાગી છૂટેલો ગુનેગાર કે એની પાછળ પડેલી પોલિસ અચાનક જ ચાલુ ગીત વચ્ચે ટપકી પડે અને ચાલુ કાર્યક્રમનો ભાગ બની જાય. ઘણી વાર તો ગીતને પર્દા પર ભજવતાં પાત્રો તેમની સહાનુભુતિમાં તેમને મદદ પણ કરે. વિલનના અડ્ડા પર ગવાતાં ગીતો અહીં નથી લેવાયાં.
Ten of
my favourite ‘record player’ songs, એવાં ગીતો છે જે ફિલ્મોમાં કેકર્ડ પ્લેયર પર વાગતાં હોય. (ક્યારેક ગીત રેકર્ડ પ્લેયર પર શરૂ થતું બતાવાય, પણ પછી તો આગળ ગમે ત્યાંથી વધતું રહે.)
The 𝑺𝒑𝒆𝒄𝒕(𝒂𝒄𝒖𝒍𝒂𝒓)
Faces -
શાળા કે કોલેજોનાં સિક્ષકોની ભુમિકા ભજવતાં પાત્રો ને ચ્શમ અપહેરલા બતાવવામાં આવે, કે જેથી એ પાત્રો વધારે ગંભીર, સમજુ અને વિદ્વાન લાગે. ચરિત્ર અદાકારોને ઉમરલાયક બતાવવા શમાં બહુ હાથવગ્ય્ણ સાધન રહ્યું છે. માથાના થોડા ધોળા વાળ સાથે ચશ્મા પાત્રની વધતી જતી ઉમરનાં સૂચક ગણાયા છે. એક અપવાદ્ની નોંધ લઈએ - બાતોં બાતોં મેં (૧૯૭૯)માં અમોલ પાલેકર બહુ ભણેલ ગણેલ પાત્ર ન ભજવતા હોવા છતાં આખી ફિલ્મમાં ચશ્મા પહેરે છે.
post
on Piano songs
માં પરદા પર ગાયન ગાનાર અભિનેતા/ત્રી પિયાનો વગાડતો/તી ન
હતો/તી, Piano
Songs – 1માં તે જાતે પિયાનો પણ સાથે સાથે વગાડે છે, Piano
Songs - 2 માં ૧૯૫૧ થી ૧૯૬૦ના દાયકાનાં ગીતો અને Piano
Songs – 3માં ‘૬૦ના દાયકાનાં ૪૦ જેટલાં ગીતોમાંથી પસંદ,
કરેલાં ગીતો લેવાયા, Piano Songs – 4 માં ૧૯૬૧ થી ૧૯૭૦ સુધીનાં પુરુષ ગીતો અને Piano Songs – 5 માં ૧૯૭૧ થી ૧૯૮૦ સુધીનાં ગીતો પછી, હવે , Piano
Songs – 6 ના છેલ્લા મણકામાં '૮૦ અને તે પછીના દાયકાઓનાં ગીતો આવરી લેવાયાં છે.
અને હવે વિવિધ
વિષયો પરની નિયમિત શ્રેણીઓના લેખો તરફ નજર કરીએ:
એપ્રિલ ૨૦૨૫માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:
આમંત્રણને
લગતાં ગીતો – आओ झूमें गाए
ફિલસુફીભર્યાં
ગીતો – ૩૪
– आनेवाला पल जानेवाला है
બીરેન કોઠારીની ફિલ્મનાં ક્રેડીટ ટાઈટલ્સ સાથે વાગતાં ટાઈટલ સોંગની શ્રેણીમાં કર્ઝ (૧૯૮૦)નાં ટાઈટલ ગીતને રજૂ કરે છે.
વાદ્યવિશેષ શ્રેણીમાં પિયૂષ પંડ્યા અને બીરેન કોઠારી આ મહિને ફૂંકવાદ્યો (૫): શરણાઈ (૨))ને લગતાં યાદગાર ગીતોને રજૂ કરે છે..
ભગવાન થાવરાણી ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ શ્રેણીમાં સોએક ફિલ્મી ગીતકારોનો સંક્ષિપ્ત પરિચય એમણે ફિલ્મો માટે લખેલી ગઝલો દ્વારા કરાવી રહ્યા છે. આ મહિને મુઝતર બેહઝાદી, શ્યામ હિંદી, ભગવતી
પ્રસાદ બાજપાઈ અને સાગર નિઝામીની ગઝલો પેશ કરે
છે.
આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં
ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં
હોઈએ છીએ. ૨૦૨૫માં આપણે ઓ પી
નય્યર રચિત મોહમ્મદ રફીનાં યુગલ ગીતો
યાદ કરીશું. હવે આપણે ઓ પી નય્યર રચિત મોહમ્મદ રફી - ગીતા દત્તનાં યુગલ ગીતોની યાદ તાજી કરીશું. ગીતા દત્તનાં ઓ
પી નય્યર રચિત ગીતો એટલે ગીતા દત્તની આગવી ઓળખ સમાં ગીતો......
ઉધર તુમ હસીન હો
ઈધર હમ જવાં હૈ - મિ. એન્ડ મિસિસ ૫૫ (૧૯૫૫) - ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી
ચલ દિયે બંદા નવાઝ છેડ કે મેરે દિલ કા સાઝ - મિ. એન્ડ મિસિસ ૫૫ (૧૯૫૫) - ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી
જાને કહાં મેરા જિગર ગયા જી - મિ. એન્ડ મિસિસ ૫૫ (૧૯૫૫) - ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી
અચ્છા જી માફ કર દો થોડા ઈન્સાફ કર દો - મુસાફિર ખાના (૧૯૫૫) - ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી
હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે
માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો
આવકાર્ય છે.
અહીં રજૂ કરાયેલ, લેખો,
બ્લૉગ પૉસ્ટ્સ, તસ્વીરો અને વિડીયો / ઓડીયો લિંક્સના પ્રકાશાનાધિકાર
મૂળ રચયિતાના અબાધિત રહે છે.
No comments:
Post a Comment