Tuesday, February 26, 2013

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૨ /૨૦૧૩


હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના '૨ /૨૦૧૩' બ્લૉગૉત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.

બ્લૉગોત્સવનાં આ સંસ્કરણની શરૂઆત કરીએ ચિત્રપટસંગીત દ્વારા પ્રસ્તુત ૧૯૫૦/૬૦ના સમયકાળની એક પ્રતિભાવાન નાયિકા કુમકુમની નૄત્યક્ષમતાને સાદર,એક બહુ જ યોગ્ય અને આગવી યાદાંજલિથી. જન્મે હસૈનાબાદ, બિહારની મેહરૂન નિશ્શા, કુમકુમ પ્રશિક્ષિત કથ્થક નૄત્યકારા હતી. પ્રસ્તુત પૉસ્ટ - કુમકુમ- એક મહાન નૃત્યાંગના\Kumkum – Tribute to a great dancer - કુમકુમ પર ફિલ્માવાયેલાં યાદગાર શાસ્ત્રીય નૃત્યો તેમ જ કેટલાંક અન્ય વિવિધ મૂડનાં નૃત્યો રજૂ કરે છે, જેમાં ખાસ કરીને,કુમકુમની અભિનયભંગીની લાક્ષણીકતાને ઉજાગર કરીને લેખકે તેમની આગવી રજૂઆતની પરંપરા જાળવી રાખી છે. અહિં રજૂ થયેલાં ગીતો પૈકી મારી પસંદના, ખય્યામ દ્વારા સ્વરબધ્ધ થયેલ, એક અનોખાં નૃત્યગીત - રંગ રંગીલા સાવરા- અને લેખક્ની પસંદગીનાં, સુબીરાજ અને કુમકુમ પર ફિલ્મવાયેલાં ટીખળગીત - હમ હૈં તુમ્હારે, તુમ હો હમારે-નો, હું ખાસ ઉલ્લેખ કરીશ.આ ગીતમાં કુમકુમના હાવભાવ ચિત્તમોહક છે. કુમકુમ જેમાં સંકળાયેલ હોય તેવાં ચલચિત્રોની અસંખ્ય પૉસ્ટ, http://dustedoff.wordpress.com/tag/kumkum/ અને http://memsaabstory.com/tag/kum-kum/ ટૅગશ્રેણીઓપર જોવા મળે છે.

સંજોગવશાત, પ્રસ્તુત સંસ્કરણમાં આપણને નાયિકાપ્રધાન લેખો વધારે માણવા મળશે.

હિંદી ફિલ્મ જગતની પ્રથમ હરોળની નૃત્યનાયિકા, સશક્ત અભિનયક્ષમતા અને સુંદર ભાવવાહી ચહેરો એવાં અનેક વિશેષણો જેમને સહેલાઇથી બંધ બેસી જાય એવાં વહીદા રેહમાન વિષે આ સંસ્કરણમાં જુદા જુદા દ્રષ્ટિકોણના લેખ જોવા મળે છે.

‘જન્મભૂમિ પ્રવાસી’માં શ્રી શ્રીકાંત ગૌતમે તેમના નિયમિત સ્તંભ - રાગરંગ -માં 'એકવિધ ભૂમિકામાં અનેકવિધ અભિનયક્ષમતા' શિર્ષક હેઠળ વહીદા રેહમાનની, "ક્યાંક સ્થૂળ તો ક્યાંક સુક્ષ્મપણે" ભજવેલાં 'અધર વુમન'નાં પાત્રો અને ભૂમિકાઓ રજૂ કરેલ છે. [લેખનો પહેલો ભાગ અહીં અને બીજો ભાગ અહીં વાંચી શકાશે.]. અહીં આપણે તે પાત્રો / ભૂમિકાઓને ઉજાગર કરતાં ગીતોની નોંધ લઇશું:

ગુલાબો - પ્યાસા - જાને ક્યા તુને કહી - ગીતા દત્ત - સચીન દેવ બર્મન
જેબા - સાહિબ બીબી ઔર ગુલામ - ભંવરા બડા નાદાન - આશા ભોસલે - હેમંત કુમાર
શાંતિ - કાગઝ કે ફૂલ - વક્તને કિયા ક્યા હસીં સિતમ - ગીતા દત્ત - સચીન દેવ બર્મન 
કાયદેસર પત્ની જે તેના પતિની પહેલી પત્નીની ભૂતાવળી હાજરીનાં ધુમ્મસમાં ખોવાયેલી રહે છે - કોહરા  - ઓ બેકરાર દિલ - લતા મંગેશકર - હેમંતકુમાર
રૉઝી - ગાઇડ - કાંટો સે ખીંચ કે યે આંચલ - લતા મંગેશકર - સચીન દેવ બર્મન
રાધા - ખામોશી - હમને દેખી હૈ ઉન આંખોમેં મહેકતી ખૂશ્બુ - લતા મંગેશકર - હેમંત કુમાર - 
એવી મા , જે પોતાની પરિણીતા દીકરીની નજરોમાં તેનાં લગ્નજીવનની સ્પર્ધક બની રહી છે - ફાગુન - સંધ્યા જો જાયે - લતા મંગેશકર - સચીન દેવ બર્મન  

સીમી ગરેવાલ સાથે, તેમના શૉ, રૉન્ડીવૂ,પરની તેમની ગૂફ્તગુમાં પણ વહીદા રેહમાન તેમની આ ભૂમિકાને યાદ કરે છે. [ આ શૉની વિડિયો ક્લિપનો પહેલો ભાગ અને બીજો ભાગ જોવા મળે છે.]

Conversations Over Chai એ પણ વહીદા રેહમાન પર The Greats શ્રેણીમાં એક સ-રસ લેખ કરેલો છે.

સીમી ગરેવાલની પોતાની વૅબસાઇટ પર પોતા પર જ ફિલ્માવાયેલાં ગીતોની યાદી જોવા મળશે.

આજનાં આ સંસ્કરણના નારીલક્ષી વિષયને ‘Dusted Off’ પોતાની પસંદગીનાં સ્ત્રી-પિયાનીસ્ટ ૧૦ ગીતો વડે ચાલુ રાખે છે. આ ગીતોની ખાસીયત એ છે કે અહીં નારી પાત્ર જાતે પિયાનો વગાડી રહેલ છે. અને આ ૧૦ ગીતો ઉપરાંત ૪૦થી પણ વધારે ગીતો તો વાંચકોએ “comments”માં ઉમેર્યાં છે!

“Dances On Footpath” પણ નારીલક્ષી વિષયને Happy Birthday, Suman Kalyanpur!, A slightly belated happy birthday to Cuckoo. અને Songs from the Pakistani Choo Mantar, Starring Noor Jehan એમ ત્રણ બહુ જ અનોખાં ગીત સભર લેખથી સુપેરે આગળ ધાપાવે છે.

At The Edge પર રેહાના સુલ્તાનનો દિલધડક ફૉટૉગ્રાફ, Tum se kahoon ek baat paron se halkiમાં, મુકાયો છે. તેનાપરની comment મોહમ્મદ રફીના ભાવપ્રચુર અવાજમાં ગવાયેલ આ ગીતનાં ચિત્રીકરણને "હિંદી ગીતોનામાંનું શ્રેષ્ઠ ફિલ્માંકન' કહે છે તો બ્લૉગના લેખક વિનાયક રાઝદાન 'હૃષિકેશ મુખર્જીનાં મહાન સંકલન'ને પણ યાદ કરે છે.

તો વળી “Conversations Over Chai” પસંદગીના શબ્દની રમતને Word Play: Piyaમાં રજૂ કરે છે. "પિયા"નો એક જ અર્થ અહીં લેવાયો છે - પ્રિયા, અને નહી કે 'પીવું' પણ. મુખડાની પહેલી જ લીટીમાં 'પિયા' પહેલો કે બહુ બહુ તો બીજો જ શબ્દ હોવો જોઇએ તેવી શરત સાથે મુકાયેલાં ૧૦ ગીતો પર “comments”માં ૪૦થી વધારે ગીતોની રજૂઆત લટકામાં સાંભળવા મળશે.
અને હવે, આપણે 'સામાન્ય' રસના વિષયો ભણી નજર પણ કરીએઃ

Hareypam’s Blogપરની ‘pacifist’ની મહેમાન પૉસ્ટ, This Singing Business મા, નાના વેપારીઓના વ્યવસાયને ઉજાગર કરતાં ગીતો રજૂ કરાયાં છે. આ પ્લેલિસ્ટ પર પણ આ ગીતો સાંભળી શકાય છે. મજાની વાત તો એ છે નાના વેપારનાં ભાતીગળ સ્વરૂપને ૩૦થી પણ વધારે અન્ય ગીતો વડે વાંચકોએ સમૃધ્ધ કરેલ છે.

આજનાં આપણાં સંસ્કરણમાં મર્દાના અંદાજ પણ એટલો જ ગતિશીલ છે. Rafi harmonic for charming Shashi Kapoor પર ઇકબાલ કુરેશીએ સ્વરબધ્ધ કરેલું, ૧૯૬૩ની મોહમ્મદ રફીના તેજીલા અરબી ઘોડાની ઝડપે ભાગતું ગીત, લોગ કહતે હૈં, તો સચ હી કહતેં હોંગે સાંભળતાં મને 'જબ જબ ફૂલ ખીલે'નું કલ્યાણજી આણંદજીએ સ્વરાંકીત કરેલું હમ કો, તુમ સે, પ્યા...ર આ...યા યાદ આવી ગયું.

Songs Of Yore (SoY) “એક ગીત, અનેક સ્વરૂપ શ્રેણી”ને ગયાં સંસ્કરણમાં જોવા મળેલ લેખના પછીના મણકા - Multiple Version Songs (3): Both versions by male playback singers – Different Moods; શ્રી અરૂણકુમાર દેશમુખ વડે રજૂકારાયેલ અભ્યાસપૂર્ણ Multiple Version songs (4): Hindi and Marathi અને એન.વેન્કટરામન વડે લખાયેલ વિગતવાર રસાસ્વાદ કરાવતા Multiple Version Songs (5): Hindi and Tamil film songs (1) – ‘Inspired and adopted’ songs - વડે આગળ ધપાવે છે.

આ શ્રેણીમાં પહેલી વાર રજૂ થતા Dr.Mandar V. Bichu, હિંદી સિનેમાનાં, સહુથી વધુ વ્યાખ્યાયીત કરતાં, પાંચ ગીતો રજૂ કરે છે. આ ગીતો' હિંદી સિને સંગીતના છેક ૧૯૩૦થી માંડીને નવી સદી સુધીની વિકાસયાત્રાને આવરી લે છેઃ૧. જબ દિલ હી તૂટ ગયા -શાહજહાં – ગાયક: કે.એલ.સાયગલ - વર્ષ ૧૯૪૬;
૨. બરસાતમેં હમસે મિલે તુમ - બરસાત - ગાયકઃ લતા મંગેશકર - વર્ષ ૧૯૪૯
૩. આ..આજા આજા મૈં હું પ્યાર તેરા - તિસરી મંઝિલ - ગાયકઃ મોહમ્મદ રફી અને આશા ભોસલે - વર્ષ ૧૯૬૬
૪. રૂપ તેરા મસ્તાના - આરાધના - ગાયકઃ કિશોર કુમાર - વર્ષ ૧૯૬૯
૫. જય હો - સ્લમડૉગ મિલિયનૅર - ગાયક/સ્વરકારઃ- એ. આર. રહેમાન - વર્ષ ૨૦૦૯
બ્લૉગૉત્સવનું આ સંસ્કરણ અનકેવિધ ગીતૉથી ભરપૂર છે, તેથી તેને સાંભળવા અને માણવામાં સમય જરૂર લાગશે. પરંતુ તે સમયનું વળતર તગડું મળી રહેશે એમાં કોઇ શંકાને સ્થાન તો નથી જ. 

બ્લૉગૉત્સવ શ્રેણીની વધુ સમૃધ્ધ અને વૈવિધ્યપૂર્ણ કરવા માટે આપનાં સૂચનો આવકાર્ય છે.
Post a Comment