હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના, '૧૦ / ૨૦૧૩' બ્લૉગૉત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
આપણે ૯_૨૦૧૩નાં સંસ્કરણમાં આશા ભોસલેના જન્મ દિવસને સાંકળતા લેખ / પૉસ્ટ માણ્યાં હતાં. ૨૮મી સપ્ટેમ્બરના રોજ લતા મંગેશકરનો ૮૪મો જન્મ દિવસ હતો. એટલે આજનાં આ સંસ્કરણની શરૂઆત આપણે આ પ્રસંગના સંદર્ભમાં લખાયેલ પૉસ્ટ અને લેખોથી કરીશું.
Songs Of Yore પરની સચીન દેવ બર્મનની ગાયકો સાથેનાં સંયોજનની શ્રેણીમાં Lata Mangeshkar’s best songs by SD Burman વણી લેવામાં આવેલ છે.
Dances On Foot Path, ૧૯૫૦ના દાયકાના લતા મંગેશકરના ફૉટૉગ્રાફ્સ અને, તેમની તે સમયની ગાયકીની અદાને રજૂ કરતાં 'તીન બત્તી ચાર રસ્તા'નાં ગીતને Happy Birthday, Lataમાં આવરી લે છે.
Coolone160 એમની આગવી પસંદગીનાં ગીતો વડે Lata Mangeshkar-The Queen of Melodyનાં બિરૂદને તરાશે છે.
તો Conversations Over Chaiની પૉસ્ટ, My Favourites: Manna Dey-Lata Mangeshkar Duets, તો અનાગતની અનાયાસ આલબેલ પોકારતી હોય તેમ જણાયું. મન્ના ડે પણ ૨૪મી ઑક્ટૉબરે "तारोंमे देखेगी तू एक हसता हुआ.... सितारा" બની ગયા. તેમના અવાજની મોહિની તો આવતી ઘણી પેઢીઓને મંત્રમુગ્ધ કરતી જ રહેશે, તે તેમનાં ગાયક તરીકેનાં અનેરાં સ્થાનમાટેની સહુથી ઉચિત અંજલિ બની રહેશે.
લતા મંગેશકર પરની આ પૉસ્ટ ઉપરાંત અન્ય કેટલાક વીડિયો પણ આપણે આજનાં આ સંસ્કરણમાં આવરી લઇએ.
SaReGaMaની Lata Mangeshkar - A Musical Journey (Biography) આ પ્રમાણે છ ટુકડાઓ Segment 1 ǁ Segment 2 ǁ Segment 3 ǁ Segment 4 ǁ Segment 5 ǁ Segment 6 માં જોઇ શકાય છે.
આ પ્રસંગે ધ્વનિમુદ્રીત થયેલી કેટલીક મુલાકાતોને રજૂ કરી છે :
Khayyam Saab Talks About Lata Ji - A Musical Journey Of Lata Mangeshkar - The Nightingale Of India ǁ Music Director Pyarelal Ji shares his experience working with Lata Ji.ǁ Veteran actress Waheeda Rehman talks about Lata Ji's Versatile/Legendary voice
lehrentv એ પણ એક કાર્યક્રમ Lata Mangeshkar On Her Musical Journey રજૂ કર્યો હતો.
આ ઉપરાંત લતા મંગેશકરનાં અન્ય કેટલાંક પાદચિહ્નોની પણ નોંધ લઈએ....
Lata Ji Full Biography Video ǁ Hits Of Lata Mangeshkar Songs ǁ Lata Mangeshkar Sings for Ghalib
તેમના ફિલ્મ સમીક્ષાના નિયમિત લેખોમાં અશોક દવેએ "અભિમાન"ની સમીક્ષા દરમ્યાન લતા મંગેશકરના '૭૦ના દાયકાનાં સુમધુર એવાં બે ગીતો - નદિયા કિનારે ગીર આયી કંગના અને અબ તો હૈ તુમસે હર ખુશી અપની એવાં બે બહુ જ અલગ ભાવનાં ગીતો ને યાદ કર્યં છે.
ઑકટૉબરમાં કિશોર કુમારની પણ પુણ્યતિથિ હતી. તેમને યાદ કરતી બે જૂદી પેઢીની વાત કરવાનો અનેરો મોકો આજે મળેલ છે.
મૌલિકા દેરાસરી, તેમના બ્લૉગ "મનરંગી" પર, કોઈ રોકો ના… દિવાને કો…! માં કિશોર કુમારનાં ગીતોના અલગ અલગ મૂડ અને તેની સાથે જોડાયેલ તેમના પોતાનાં પ્રસંગો ની યાદ તાજી કરી છે., તેની જ સાથે તેમની પોતાની પસંદ વડે સંકળાયેલાં કિશોર કુમારનાં અન્ય ગીતોને, કિશોર કુમાર જેવી જ, પોતાની રમતિયાળ છતાં અર્થસભર, આગવી, શૈલીમાં રજૂ કરે છે.
તો, Songs of Yore સચીન દેવ બર્મનની ગાયકોના સંદર્ભની શ્રેણીમાં સચીન'દા અને કિશોર કુમારનાં એક અનોખાં બંધનને, Kishore Kumar’s best songs by SD Burman દ્વારા પ્રતુત કરે છે.
આ ઉપરાંત આપણે અન્ય ત્રણ લેખો - Dances On Footpathના Happy Birthday, Noor Jehan! અને RIP, Zubaida Khanum - તેમ જ Coolone160ના Hema Malini-The Dream girl of Indian Cinemaને પણ અહીં ગ્રંથસ્થ કરીશું.
ABP Newsએ આપણે જેમને શૈલેન્દ્ર તરીકે ઓળખીએ છીએ તેવા શંકર દાસ કેસરીલાલની ફિલ્મજીવનની કહાણીને "ચૌથી કસમ"ના ત્રણ વૃતાંત - Part I ǁ Part II and Part III -માં વણી લેધેલ છે.
SoYની કિશોર કુમાર પરની પૉસ્ટની ચર્ચામાંથી, Canasya હિંદી ફિલ્મ સંગીત સાથે બહુ જ મજબૂત બંધન બંધાયેલાં એવાં માધ્યમ - રેડીયો- ની મુલાકાત આપણને કરાવડાવે છે - એ સમયના સંગીત પરના કાર્યક્રમોના એક બહુ જ લોકપ્રિય એનાઉંસર - અમીન સાયાની- ની સાથે સંકળાયેલા કેટલાક સંદર્ભોથી. અને તેની સાથે સાથે આપણને એટલા જ જાણીતા એવા રેડિયો સિલોનના ગોપાલ શર્માના બે વાર્તાલાપ - Tribute to Shankerji by Gopal Sharma - the renowned radio announcer and one time Head of the Hindi Department of Radio Ceylon અને Remembering Jaikishan - A radio tribute by Gopal Sharma : Part I and Part II- પણ મળી આવ્યા છે.
અને રેડિયો સિલોનની યાદ તો હિંદી ફિલ્મના સુવર્ણકાળ સાથે એક્સૂત્ર થયેલી જ હોય તેમાં તો કોઇ બે મત જ ન હોઇ શકે . Ashwani Kumar's Jara Hat Ke Songs આપણને નૅટ જગત પર ફરીથી રેડીયો સિલોન આપણી સમક્ષ લઇ આવેલ છે. તેમણે યુટ્યુબ પર eraksoldies તેમ જ ડેઇલીમૉશન પર એ જ નામથી ખાસ ચૅનલો બનાવી છે જ્યાં પણ રેડિયો સિલોનના હિંદી ફિલ્મ સંગીતને લગતા કાર્યક્રમો તેઓ મૂકતા રહે છે. પણ બનાવી છે.
રેડિયો અને ફિલ્મ સંગીતના વિષયની વાત કરીએ છીએ, તો Dances On Footpathના A Singer on the Radio (Seven Favorites) લેખને પણ માણવો જ જોઇએ. અહીં માત્ર "રેડિયો પર ગવાઇ રહેલાં ગીતોની જ વાત નથી,પણ એવાં સાત ગીતો રજૂ થયાં છે તેમાં ખાસ કરીને કોઇ એક પાત્ર રેડિયો પર ગીત ગાઇ રહ્યું હોય, એવાં ગીતો સાંભળવા મળશે. ગાયકની સાથે વાદ્ય વૃંદ પણ સાથે હોય (કે ન પણ હોય). અહીં એવું યુગલ ગીત પણ છે જેમાં કોઇ એક પાત્ર રેડિયો પર ગાઇ રહ્યું હોય અને બીજું પાત્ર તેને બહારથી "સાથ(!)" આપી રહ્યું હોય એવો પણ દાખલો આવરી લેવાયો છે.
હવે આપણે જેમની નિયમિતપણે મુલાકાત લેતાં રહ્યાં છીએ એવા બ્લોગ્સ તરફ આપણી નજર કરીશું.
The Pink Bee પર Ava Suriએ પ્રદીપ કુમાર વડે અભિનય કરાયાં હોય એવાં ગીતો રજૂ કર્યાં છે. અહીં પસંદ કરાયેલાં ગીતો વિષય અને મુડનાં વૈવિધ્યને કારણે સાંભળવાની ઑર લીજ્જ્ત આપે છે.
Dusted Off ફરી એક વાર ‘વાહન પરનાં ગીતો' લઈ આવેલ છે. તેમણે આ પહેલાં કાર પર ગવાયેલાં ગીતો, ઘોડાગાડી પર ગવાયેલાં ગીતો અને ટ્રેનમાં ગવાયેલાં ગીતોની સફર તો કરાવી જ છે, એટલે આ વખતે Ten of my favourite boat songs દ્વારા પાણી પર સહેલગાહની મજા માણીએ.
બૉટની વાત ચાલી છે એટલે મને Songs of Yore પરનાં Songs of Naiya યાદ આવી ગયાં.
તો વળી Conversations Over Chai, તેમના હૃદયભંગનાં ગીતો લેખ પરની ચર્ચામાં "પુરૂષોનાં હૃદય પણ તૂટતાં હોય છે" એવી વાતને લઈને My Favourites: Bewafaai Songs પર કૂદી પડેલ છે. જ્યારે દિલ તૂટે છે ત્યારે હિંદી ફિલ્મના નાયક જાહેરમાં તેની પ્રેમિકાને પોતાનાં દુંખડાં તો સંભળાવે તે તો ખૂબી છે જ, પણ સાથે બેવફાઈને પૂરજોશમાં ભાંડી પણ લે, અને તો પણ એ સમારંભમાં હાજર બંને પક્ષનાં નજદીકનાં સંબંધીઓ અને અન્ય આમંત્રિતો ( અને તેમની સાથે આપણે પણ) નાયક કે નાયિકાનાં દર્દની કહાણીને માણતાં હોય! બોલો, આવી (અનેક આયામી) મજા ભારતીય ફિલ્મ જગત સિવાય બીજે ક્યાંય મળે ખરી?
આપણે આ બ્લૉગોત્સવનાં દરેક સંસ્કરણમાં મોહમ્મદ રફીનાં ગીતની વાત તો કરતાં જ હોઇએ છીએ. એટલે આ વખતે આ વિષય પર એક બહું જ યાદગાર અને અનોખાં ગીતની, એક અનોખી વાતની, મજા માણવાનો મોકો તો ચૂકાય જ નહીં ને! સલીલ ચૌધરીએ મોહમ્મદ રફી પાસે, બંને માટે શ્રેષ્ઠ ગીતોની કક્ષામાં આવે તેવાં, ગીતો ગવડાવ્યાં છે. અશોક દવેએ, ફિલ્મોની તેમની નિયમિત સમીક્ષામાં, આ વખતે 'કાબુલીવાલા' પર પસંદ ઉતારી છે. 'હો સબા કહના મેરે દિલદારકો, દિલ તડપતા હૈ તેરે દિદાર કોનાં તેમણે દિલથી વખાણ કર્યાં છે. અને આટલું પૂરતું ન હોય, તેમ આ ગીતની યુટ્યુબ પરની એક ક્લિપમાં Rumahale ઉમેરે છે કે,"'૬૦ના દાયકાની શરૂઆતમાં, પેશાવરમાં આ ગીતની રેકર્ડના, કાળા બજારમાં, ૧૦૦ રૂપિયા બોલાતા હતા! અને હું વધારે અભિભૂત તો એ વાતથી છું કે આજે પણ હજૂ આ ગીત એટલું જ લોકપ્રિય છે."
દિવાળીનાં પર્વ આપ સહુને મંગળમય રહે અને નવું વર્ષ આપ સહુને મધુર સુખ અને સફળતાઓપૂર્ણ રહે તેવી શુભેચ્છાઓ સાથે , આ મહિનાનાં સંસ્કરણ વિષે આપના પ્રતિભાવોની અપેક્ષાઓ સાથે...... આવતે મહિને ફરીથી મળીશું..........
No comments:
Post a Comment