Wednesday, August 27, 2014

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - ઑગસ્ટ, ૨૦૧૪

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ઑગસ્ટ, ૨૦૧૪ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.

આ પહેલાં આપણે બિન-સંવાદિતા / બિન-અનુપાલનનો વિષય પસંદ કરેલ. માર્ચ ૨૦૧૪નાં સંસ્કરણમાં આપણે “બિન સંવાદિતા” વિષે, એપ્રિલ ૨૦૧૪ના અંકમાં “બિનઅનુપાલન વિષે મે ૨૦૧૪ના અંકમાં "સવાદિતા'વિષે, જૂન ૨૦૧૪ ના અંકમાં 'અનુપાલન'ની અને જુલાઇ ૨૦૧૪ના અંકમાં આપણે એ બધાંની ગુણવત્તા સંચાલનના સંદર્ભે વાત કરી હતી.

એક વાર બિન-અનુપાલન (કે બિન-સંવાદીતા) નક્કી થયા પછી બિન-અનુપાલન (કે બિન-સંવાદિતા)ની એ સ્થિતિમાંથી બહાર આવવાનું પગલું લેવાનું થાય. ગુણવત્તા સંચાલનની પરિભાષામાં એ પગલું સુધારો કે સુધારાત્મક પ્રવૃત્તિ કે નિવારણ પ્રવૃત્તિ તરીકે ઓળખાય છે.

આ મહિનાનાં સંસ્કરણમાં આપણે સુધારો કે સુધારાત્મક પ્રવૃત્તિ કે નિવારણ પ્રવૃત્તિ વિષે વિગતે વાત કરીશું.

સુધારો અને સુધારાત્મક પ્રવૃત્તિ\Correction versus Corrective Action
ખબર પડ્યા પછીનાં બિન-અનુપાલનને ઠીક કરવું એ 'સુધારો' કર્યો કહેવાય. જ્યારે એ બિન-અનુપાલન માટેનું કારણ ફરીથી ન થાય તે માટે જે પ્રવૃત્તિ કરવામાં આવે તે 'સુધારાત્મક પ્રવૃત્તિ' છે.
આ માટે વધારે માહિતી માટેના લેખ માટે
સુધારાત્મક પ્રવૃત્તિ અને નિવારણ પ્રવૃત્તિ\ Corrective vs. Preventive Action - રસ વેસ્ટકૉટ્ટ
[ISO 9001]ની કલમ 8.5.2માં જણાવ્યા મુજબ સુધારાત્મક પ્રવૃત્તિને પરિણામે બિન-અનુપાલન માટેનું કારણ દૂર કરીને તે ફરીથી થવાની સંભવાના દૂર થાય છે, અને કલમ 8.5.3 મુજબ નિવારણ પ્રવૃત્તિને પરિણામે બિન-અનુપાલન માટેનાં સંભવિત કારણને જ પહેલેથી ખોળી કાઢીને દૂર કરવામાં આવે છે જેથી બિન-અનુપાલનની ઘટનાને નિવારી શકાય.

જેને પરિણામે બહુ મોટું નુકસાન ન થાય હોય તેવી બિન-અનુપાલનની છુટપુટ ઘટનાને સમાન્ય સુધારા વડે નિપટાવી શકાય. આવાં પગલાંની વિધિપુરઃસરની નોંધ ન લેવાય તો પણ ચાલે. જ્યારે સારૂં એવું નુકસાન થવાનાં જોખમને અનુરૂપ બિન-અનુપાલનની ઘટના બને ત્યારે તે ઘટના થવા માટેનાં કારણને ખોળી અને દૂર કરવા માટે થતી પ્રવૃત્તિઓ સુધારાત્મક પ્રવૃત્તિ કહેવાય છે. આ પ્રકારની પ્રવૃત્તિઓની વિધિપુરઃસરની દસ્તાવેજી નોંધ રખાવી જ જોઇએ. નિવારણ પ્રવૃત્તિઓ એ સુધારાઓ માટેની એવી પ્રવૃત્તિઓ છે જેને કારણે બિન-અનુપાલનની ઘટના થયા પહેલાં નિવારવામાં આવે છે.આ પ્રવૃત્તિઓની પણ નોંધ રખાવી જ જોઇએ. વિકાસશીલ સુધારાની પ્રવૃત્તિ એ વ્યૂહાત્મક ઉદ્દેશ્યોના સંદર્ભમાં નવી પ્રક્રિયા કે ઉત્પાદનનાં પૂર્વનિશ્ચિત આયોજન કે અમલ વિષેની (એક પ્રકારની) નિવારણ પ્રવૃતિ છે.
સુધારાત્મક પ્રવૃત્તિ અને નિવારણ પ્રવૃત્તિ \ Corrective and preventive action (CAPA, also called corrective action / preventive action, or simply corrective action) સંસ્થામાં બિન-અનુપાલન કે એવી કોઇ અન્ય અનિચ્છનીય પરિસ્થિતિઓનાં કારણો દૂર કરવાની પ્રવૃત્તિ છે. ઉત્પાદનની સારી પ્રથા (GMP)અને અનેક ISO માનકોમાં તે સ્વીકૃત સિદ્ધાંત છે. ખોળી ચૂકાયેલ સમસ્યાઓ કે જોખમોનાં મૂળ કારણોની તપાસ તેનાં કેન્દ્રસ્થાને છે, જેથી કરીને તે પરિસ્થિતિઓ ફરીથી પેદા ન થાય (સુધારાત્મક પ્રવૃત્તિ) કે તે પરિસ્થિતિઓને નિવારી શકાય (નિવારણ પ્રવૃત્તિઓ). ગ્રાહકની ફરિયાદો કે હદ બહારનાં ઉત્પાદનને લગતાં બિન-અનુપાલન પરિણામો, આંતરિક ઑડીટ સમયે જોવા મળેલ અસંગતતાઓ કે ઉત્પાદન કે પ્રક્રિયાઓ પરની આંકડાકીય ગુણવત્તા નિયમન (SPC) પ્રકારની દેખરેખ સમયે નજરે પડેલ પ્રતિકુળ કે અસ્થાયી વલણો જેવી પરિસ્થિતિઓનાં નીરાકરણ માટે સુધારાત્મક પ્રવૃત્તિઓ મહત્ત્વનાં સાધનો બની રહે છે. જ્યારે બિન-અનુપાલનનાં સંભવિત કારણોને પહેલેથી જ દૂર કરવાના સંદર્ભમાં નિવારણ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
અસફળ પરિણામોનાં મૂળભૂત કારણોની પદ્ધતિસરની તપાસ સુધારાત્મક અને નિવારણ પ્રવૃત્તિઓના અસરકારક અમલ માટે બહુ જ નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

સુધારાત્મક પ્રવૃત્તિની યોજના શું છે ? - વ્યાખ્યા, પધ્ધતિઓ અને ઉદાહરણો \ What is a Corrective Action Plan? - Definition, Procedures & Examples - કંપનીના ઉદ્દેશ્યોને વધારે સારી રીતે સિદ્ધ કરવા માટે કોઇ એક ચોક્કસ પરિસ્થ્તિમાં શું ફેરફાર કરવો જોઇએ તેનું વર્ણન સુધારાત્મક પ્રવૃત્તિની યોજનામાં આવરી લેવાયેલ રહે છે.

સુધારાત્મક પ્રવૃત્તિની દેખરેખ \ Monitoring corrective action - (મૂળ લેખમાં દર્શાવેલ) કોષ્ટકમાં ઇલેક્ટ્રોલક્ષમાં જ્યારે પણ પુરવઠાની સાંકળમાં બિન-અનુપાલનની પરિસ્થિતિઓ જોવા મળે ત્યારે લેવાતાં પગલાંઓ દર્શાવાયાં છે. તારણોને ગંભીરતાના હિસાબે સ્વીકાર્ય તારણોથી માંડીને 'બિલકુલ નહીં ચાલે' જેવી કક્ષાઓમાં વર્ગીકૃત કરી નાખવામાં આવે છે.

સુધારાત્મક પ્રવૃત્તિનો પડકાર \Corrective Action Challenge - સમસ્યા-નિરાકરણની ખડતલ પ્રક્રિયા કેમ કરીને ઘડવી ? - આર.ડૅન રૈડ
ISOનાં તકનીકી માનક (TS) 16949નાં દુનિયાભરનાં પ્રમાણીકરણ ઑડીટનાં સર્વેક્ષણમાં જોવા મળ્યું છે કે સુધારાત્મક પ્રવૃત્તિની કલમ 8.5.2 મહત્ત્વનાં બિન-અનુપાલન માટે સહુથી વધારે ઉલ્લેખવામાં આવી છે. ગૌણ બિન-અનુપાલન કિસ્સાઓમાં તેનું સ્થાન આઠમું રહ્યું છે.
ISO 9001ની જરૂરીયાતો ઉપરાંત ISO/TS 16949 આ કલમ માટે નીચે મુજબની વધારાની જરૂરિયાતો સૂચવે છે:
  • સમસ્યા નિરાકરણ.
  • ભૂલ ફેરતપાસ અને સુધારા.
  • સુધારાત્મક પ્રવૃત્તિનો પ્રભાવ.
  • રદ્દ ઉત્પાદનોની કસોટીઓ અને વિશ્લેષણ.

ISO/TS 16949ની કલમ Clause 8.5.2.1 મુજબ સંસ્થા પાસે 'સમસ્યા નિવારણની સુનિશ્ચિત પ્રક્રિયા હોવી જોઇએ જે મૂળભૂત કારણને ખોળી અને તેને દૂર કરી શકે.
અસરકારક સુધારાત્મક પ્રવૃત્તિ યોજનાનું લખાણ \ Writing an Effective Corrective Action Plan
પહેલું પગલું : સમસ્યા કે કચાશ તેમજ તેને સંબંધિત મૂળભૂત કારણનું સ્પષ્ટ કથન.

બીજું પગલું : સુધારાત્મક પ્રવૃત્તિનાં પરિણામો માટે ઉત્તરદેય વ્યક્તિઓની યાદી

ત્રીજું પગલું : મૂળભૂત કારણને સ્પર્શતાં સરળ, માપી શકાય તેવા ઉકેલ.

ચોથું પગલું : દરેક ઉકેલ માટે ઉત્તરદેય વ્યક્તિ.

પાંચમું પગલું : દરેક ઉકેલ માટે સિદ્ધ થઇ શકે તેવી સમય મર્યાદા.

છઠ્ઠું પગલું : યોજનાની પ્રગતિની દેખરેખ.
સુધાર, સુધારાત્મક પ્રવૃત્તિ અને નિવારણ પ્રવૃત્તિ જેવા બહુ ચર્ચિત, અનેક પાસાંઓ વાળા વિષયને બ્લૉગોત્સવ જેવા એક લેખમાં પૂરેપૂરો ન્યાય આપવો શકય નથી. તેથી આટલી પ્રાથમિક ચર્ચા બાદ આજના આ સંસ્કરણમાં આપણે આ વિષય પર થોડો વધારે પ્રકાશ ફેંકતા કેટલાક અન્ય, નમુના સ્વરૂપ, લેખની નોંધ લઇશું:
આ સાથે હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ નજર કરીએ
ASQ Influential Voicesના બ્લૉગીંગ સભ્યોએ બ્લોગ લખવાના અને સામાજિક માધયમોના ઉપયોગના ફાયદાઓ તેમ જ જેમને પણ આ બાબતે રસ હોય તેમણે ક્યાંથી શરૂઆત કરવી તે વિષે પોતાના વિચારો Learning About Social Media With ASQ Bloggers માં જણાવ્યા છે. આ વિષે વધારે ઊંડાણથી જાણવા માટે Quality Progressના જુલાઇ મહિનાના અંકમાં “Blog Boom” લેખ વાંચવો જોઇશે. આ લેખમાં ASQ Influential Voicesના ડૅન ઝ્રીમિયાક, જેનીફર સ્ટેપનીઓવસ્કી, માર્ક ગ્રૅબન, જિમેના કાલ્ફા અને જોહ્ન હન્ટર પોતાના વિચારો લંબાણથી રજૂ કરે છે.

ઉત્કૃષ્ટતાનાં વાતાવરણની સ્થાપના : અરૂણ હરીહરન સાથે ચર્ચા \Establishing a Culture of Excellence: A Conversation With Arun Hariharan માં સતત સુધારણાને અનુકુળ વાતાવરણ પ્રસ્થાપિત કરવામાં મળેલા મુખ્ય બોધપાઠની વાત કરાઇ છે.

જુલાઇ ૨૦૧૪ના Blogger Round Upમાં દૂરંદેશીનું પ્રયોજન શું છે ? \ What’s the Purpose of Vision?ની ચર્ચામાં ASQ’s Influential Voicesના બ્લૉગમિત્રો વોલ્વો અને આઈકીઆમાં સંસ્થાના ઉદ્દેશ્ય ની સિદ્ધિ અને સ્પષ્ટીકરણમાં કેન્દ્રીય વિચારધારાનાં મહત્ત્વ વિષે પૂછાયેલ સવાલના પ્રતિભાવ કહ્યા છે.

અને હવે આપણે ASQ TV ના Quality in Athletics તરફ ધ્યાન કરીએ, જેમાં ગુણવત્તા, ખેલકૂદ અને વ્યાયામ અને સ્વાસ્થ્ય સજ્જતા વચ્ચેની કડીને સમીક્ષા કરાઇ છે.
સંલ્ગન વિડીઓ:
ISO 9001 સૉકર ટીમને દરેક ક્ષેત્રે સુધાર લાવવામાં મદદરૂપ થયેલ છે \ISO 9001 Helps Soccer Team Improve All-Around - મેક્ષીકન ફુટબૉલ ફેડરેશનની ટીમ Monarcas Morelia સાવ છેવાડાના ક્રમે રહેતી હતી, અને તેથી ખોટ પણ કરતી હતી. ગુણવત્તા સંચાલન તંત્રના અમલ અને ISO 9001 પ્રમાણિત થવાથી તેની કામગીરીમાં જે ફેર આવ્યો તે અંગે આ વિડીયોમાં વર્ણવાયેલ વાત ઉપરાંત તેની પૂરી વાત પણ વાંચીએ.

અ મહિનાના આપણા ASQ’s Influential Voice છે ડૉ. માઇકૅલ નોબલ.

Making Medical Lab Quality Relevant ડૉ. માઇકૅલ નોબલનો બ્લૉગ છે. ડૉ. નોબલ વૅન્ક્યુવર, કેનેડાની બ્રિટીશ કોલંબિયા યુનિવર્સિટીનાં રોગ વિજ્ઞાન અને પ્રયોગશાળા ચિકિત્સા વિજ્ઞાન વિભાગમાંના તબીબી સૂક્ષ્મજીવાણુવિજ્ઞાનવિદ છે. તેઓ પોતાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માનકોના વિકાસમાં પ્રવૃત્ત ને ગુણવત્તા-ઉન્મુખ શિક્ષણ અને પ્રયોગશાળામાંનાં ગુણવતા આકારણી કરનાર'તબીબી ગુણવત્તાવિદ' કહે છે.

Making Medical Lab Quality Relevant “ચિકિત્સા પ્રયોગશાળાઓની ગુણવત્તા સુધારવામાં રસ હોય તેવાં લોકો માટે છે. વિવિધ દૃષ્ટિકોણ ધરાવતી, સંકુલ અને મૂળભૂત પ્રયોગશાળાઓ, વિકસીત અને વિકાસશીલ દેશોમાં પ્રવૃત્ત વ્યક્તિના વિચારો અને મનોવલણોનો રસથાળ અહીં જોવા મળશે." બ્લૉગ પરનું વસ્તુ વૈવિધ્ય
જેવાં પાનાંઓમાં ગ્રંથસ્થ થયેલ છે.
આ મહિને પણ Curious Cat Management Improvement Carnival હેઠળ કોઇ લેખ મુકાયો નથી. જો કે આપણે તો તાજેતરમાં પ્રકાશિત થયેલ લેખની મજા તો માણી જ લેતાં હોઇએ છીએ.
આ મહિને આપણી પસંદ Children are Amazingly Creative At Solving Problems પર ઢોળીશું.
રસેલ અક્કૉફ્ફનું આ કથન લેખનો સાર કહી જાય છે : “શાળાજીવનમાં દાખલ થયાં પહેલાં બધાં લગભગ દરેક વાતે જિજ્ઞાસા હોય છે; શાળાજીવન બાદ લગભગ કોઇ વાતે જિજ્ઞાસા રહી નથી હોતી."

સંલગ્ન: Taking Risks Based on EvidenceNaturally Curious ChildrenLearn by Seeking Knowledge, Don’t Only Learn from MistakesEncouraging Curiosity in KidsExtrinsic Incentives Kill Creativity

આપણા બ્લૉગોત્સવને વધારે રસપ્રદ, માહિતીપ્રદ અને ઉપયોગી બનાવવા માટે આપનાં સૂચનો, પ્રતિભાવો અને વિવેચનોની અપેક્ષા સાથે....

No comments: