Tuesday, March 24, 2015

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - માર્ચ ૨૦૧૫


ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં માર્ચ ૨૦૧૫ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.

આ મહિનાનાં આપણાં બ્લૉગ સંસ્કરણમાં આપણે ઉત્પાદન સુધારણા (Improving the manufacturing performance)વિષય પરના લેખોની શોધ કરી અને તેમાંથી પસંદ કરેલા લેખો પર નજર કરીશું. આ વિષય પર લેખોની સંખ્યા તો ઘણી જ વધારે રહે તે સ્વાભાવિક જ છે, તેથી આપણે નમૂના રૂપે, થોડા, લેખો અહીં જોઈશું.

5 Ways to Boost Your Line's Performance -- Right Now... જોહ્ન મિલ્સ
૧. પ્રશિક્ષકોને પુરસ્કૃત કરવા. - આપણને જે વર્તણૂક અપેક્ષિત છે, તે પહેલાં સુનિશ્ચિત કરવી. એ પછીથી સંચાલકોને એ સંદર્ભમાં કે શ્રેષ્ઠ કાર્યપધ્ધતિઓનો કાર્યસ્થળે અમલ કરવા માટે પ્રશિક્ષિત કરવા.
૨. નાની નાની નિષ્ફળતાઓને પણ પુરસ્કૃત કરવી. - ઉત્પાદકતા એ એક પ્રક્રિયા છે, એટલે તેની સાથે એ રીતે જ પેશ આવવું જોઈએ.કર્મચારીઓ ટીમ તરીકે ઉત્પાદકતા વધારવા માટેના નાના પ્રયોગો પર કામ કરે તે વાતને પ્રોસ્તાહિત કરવી, એમાં મળતી સફળતાઓ અને નિષ્ફળતાઓ માટે પુરસ્કાર પણ નક્કી કરવા. કાર્ય સ્થળ પર જે કંઈ પણ પ્રયોગાત્મક કામ થશે તે જ લાંબા ગાળાના ફાયદાઓને ટકાવી શકવાની દિશામાં આગળ વધતું એક એક કદમ છે.
3. કાર્યક્ષમતાને પુરસ્કૃત કરવી - બીજી બધી ગણત્રીઓને ભોગે ઉપજ વિષે વળગણ ન કરવું. પુરસ્કારોનું ઘડતર એવી રીતે કરવું કે ઉત્પાદકતા સુધારણાને કારણે બચાવેલા સમયને લોકો 'બચત ખાતાં'ની જેમ સાચવી શકે અને રજાઓ કે માંદગી સમયે તે બચતને વાપરી શકે
૪. ભાગીદારીઓને પુરસ્કૃત કરવી - આમ તો ઉત્પાદન પ્રક્રિયાને સુધારવા કે વધુ સુદૃઢ કરવામાં બહુ લોકોને એકઠાં કરવાં એ દરેક વખતે ફાયદાકારક રહે તે જરૂરી નથી. પરંતુ એવા ઘણા પ્રસંગો આવશે જ્યાં બહારના સલાહકારો, નિષ્ણાતો કે પુરવઠાકારો સાથે ભાગીદારી સમયની માંગ બની રહે.
૫. પરિણામોને પુરસ્કૃત કરવાં - અને છેલ્લે, ધ્યાન તો ખેલના અંત પર જ હોવું જોઇએ. ઉત્પાદકતા -સુધારણા પહેલ શરૂ કરતાં પહેલાં નક્કર, માપી શકાય તેવાં લક્ષ્ય સ્પષ્ટ હોવાં જોઇએ. દરેક યોજનાનાં ઘડતર અને અમલ માટે અગ્રણી ભૂમિકા ભજવનાર વ્યક્તિઓને પસંદ કરવી અને પરિણામો સિધ્ધ થાય ત્યારે તેમને પુરસ્કૃત કરવી.
Keys to Improving Manufacturing Efficiency
આખાં ઉપક્રમમાં ઉત્પાદનક્ષમતાને સીધી જ રીતે અસર કરે એવા સંકલિત ઉપાયો વડે પુરવઠા સાંકળની દૃષ્ટિગોચરતા, ઉત્પાદનનું સમકાલિકરણ અને કાર્યદક્ષતા પર નિયમન સિધ્ધ શી રીતે કરી શકાય તે આ પૅપરમાં રજૂ કરેલ છે.
A Diagnostic Tree for Improving Production Line Performance - વૉલેસ જૅ. હૉપ્પ, સૈયદ એમ આર ઈરાવાની, બીયીંગ શૌ
ઉત્પાદન તંત્ર વ્યવ્સ્થાની કામગીરી સુધારવાનું કામ મહત્ત્વનું તો ઘણું જ છે, પરંતુ મોટા ભાગે તે અનૌપચારિક પ્રવૃતિ બની રહેતું હોય છે. આવા કામચલાઉ , લાગ્યું તો તીર નહીં તો તુક્કો પ્રકારના પ્રયત્નોને કાર્યદક્ષ અને પધ્ધતિસરની સમીક્ષાઓમાં બદલી નાખવા માટે એક નિદાનાત્મક વૃક્ષ બનાવ્યું છે, જે કામગીરી સુધારણા ઉદ્દેશ્યોને ઉત્તરોત્તર નક્કર ઉપ-ઉદ્દેશ્યોમાં ફેરવીને બહુ જ પ્રછન્ન સુધારણા વ્યૂહરચનામાં પરિણમાવી નાખે છે.ઑપરેશન મૅનેજમૅન્ટનાં સાહિત્યમાંના સિધ્ધાંતોના આધાર પરથી આ વૃક્ષ કોઇ પણ બિન-નિપુણ વ્યક્તિને પણ સુધારાત્મક પ્રવૃત્તિ અને કામગીરી વચ્ચેની કડી સમજાવી આપે છે.તે નિર્ણય પ્રક્રિયાનાં વૃક્ષ અને જરૂરી દસ્તાવેજોને ઇન્ટ્રાનૅટ પર શોધવા માટેનાં સર્ચ એન્જીનસાથે જોડતાં જ્ઞાન આધારિત સંચાલન તંત્ર વ્યવસ્થાનો પાયો નાખવામાં પણ તેનું યોગદાન મહત્ત્વનું બની રહે છે.
Proven Principles for Improving Manufacturing Performance - પૌલ ડેનિસ, ટૉમ નાઈટ
પરિભાષાની ક્લિષ્ટતાની બહાર નીકળીને પુરવાર થયેલ બે માર્ગદર્શક સિધ્ધાંતોની મદદથી કારખાનાંના સંચાલકો બહુ મોટા પાયાની સુધારણાઓ અંકે કરી શકે છે. આ માર્ગદર્શક સિધ્ધાંતો છે - બેન્ચમાર્કીંગ અને માલના જથ્થામાં ઘટાડો તેમ જ લાંબા ઉત્પાદન સમય-ચક્ર જેવા વ્યયની નાબૂદી. કામગીરીના સુધારાઓ નફાકારકતાને ટકાવી રાખે અને સ્પર્ધાત્મક સરસાઇ બનાવી રાખે તે મહત્ત્વનું છે. સંચાલકોએ સુધારણાની કોઇ પણ પ્રવિધિ સૂચવતાં પહેલાં નિદાન કરવું જ જોઇએ.
How big data can improve manufacturing - ઍરિક ઔશીત્ઝ્કી, માર્કસ હૅમર અને અગેશન રાજગૌપાલ
(જ્યારે બહુ બધા આંકડાઓ પેદા થતા હોય [ભલે તેમાંનો મોટો ભાગ ડિજિટલ માધ્યમો પર ન પણ હોય] ત્યારે ઉત્પાદકો અગ્રવર્તી વિશ્લેષકો [advanced analytics]નો ફાયદો ઉઠાવીને પ્રક્રિયાઓની ખામીઓ ઘટાડીને સમય અને નાણાંની બચત કરી શકે છે.)
Jeff Dorman: Improving Performance
જૅફ્ફ ડૉરમૅન અગ્રણીઓ, સંચાલકો અને કર્મચારીઓ તેમજ ટીમની કાર્યક્ષમતાને સંસ્થાકીય સફળતાનાં નિર્ણાયક ઘટક તરીકે તપાસે છે...
Designing performance measures – a structured approach - ઍન્ડી નીલી, હ્યુ રિચર્ડ્સ, જોહન મિલ્સ, કૅન પ્લૅટ્ટ્સ અને માઈક બૌર્ની
(સારી રીતે સંશિધિત કરાયેલ લેખ. લેખમાં આપેલાં કોષ્ટકો પરથી શરૂઆત કરવાથી લેખમાં રજૂ કરાયેલ વસ્તુનો સારો એવો અંદાજ આવી જશે, જેમાંથી આપણી પરિસ્થિતિઓ સાથે સંબંધિત જણાતી પ્રવિધિઓ કે સિધ્ધાંતોની વિગતમાં ઉતરી શકાય.)
Improving Analysis of Key Performance Measures at Four Middle-Sized Manufacturing Companies - શું થઈ ગયું તેના પરથી ધ્યાનને હવે શું કરવું છે તેના પર ખસેડવું - માર્કસ ડૅનીયલસ્સ્ન અને યોહાન હૉલ્ગાર્ડ
આ મહાનિબંધનું પ્રયોજન ત્રણ સંશોધન સવાલોમાંથી ઘડાયેલ છે : તફાવતોની સમજને કારણે કંપનીઓએ તેમના અભિગમ અને વર્તણૂકમાં ફેર શી રીતે કર્યા? તફાવતની સમજનાં પરિણામોને અમલ કરવાની પધ્ધતિ શઈ રીતે અમલ કરવી? અમલની પ્રક્રિયા પર કામ કરતી વખતે કઇ કઇ બાબતો મહત્ત્વની બની રહી શકે છે ?
28 Manufacturing Metrics that Actually Matter (The Ones We Rely On) - માર્ક ડેવીડસન
The MESA (Manufacturing Enterprise Solutions Association) સંસ્થાએ ભૂતકાળમાં ઉત્પાદન ક્ષેત્રને સહુથીઊ વધુ મહત્ત્વનાં સુધારણાઓનાં માપણી કોષ્ટકો નક્કી કરવામાં અને સુધારણા પરિયોજનાઓ અને માપણી કોષ્ટકોનાં ઘટકોના સંબંધ અને તેના સૉફ્ટ્વૅર ઉપાયોને સમજવા માટે સંશોધનઓ કરાવ્યાં છે. આ પૈકી બહુ જ તાજી કોષ્ટક મોજણી અનુસાર, ૨૮ એવાં ઉત્પાદન માપણી કોષ્ટક ખોળી કઢાયાં જે અલગ, પ્રક્રિયા કે સંકર/ બૅચ ઉત્પાદકો દ્વારા સહુથી વધારે વપરાય છે
PERFORMANCE MEASUREMENT
સુધારણાનું પહેલું પગલું માપણી છે. જો કે માપણી એ સાંખ્યિકરણની પ્રક્રિયા જરૂર છે, પણ તેની અસર સક્રિય કાર્યને પ્રોત્સાહિત કરવાની પણ છે……કામગીરીનાં માપને બે મૂળભૂત પ્રકારમાં વહેંચી શકાય: જેને પરિણામો સાથે સંબંધ છે (જેમકે સ્પર્ધાત્મકતા કે નાણાંકીય કામગીરીનાં પરિણામો કે નિપજ) અને જે પરિણામો નક્કી કરવા પર ધ્યાન આપે છે (જેવાં કે ગુણવત્તા, લવચીકતા, સંસાધન વપરાશ અને નવોત્થાન અંગેના નિવેશ [inputs]. કામગીરી માપણીનાં માળખાંકીય તંત્ર પરિણામો અને નિર્ણાયકોની આસપાસ ઘડી શકાય છે તે વિષે અહીં દિશાસૂચન કરાયેલ છે.
Performance Factory – a new approach of performance assessment for the Factory of the Future
અહીં, Performance Factory (PerFact) નામક, માપણી અને આકારણી માટેનાં એક નવાં માળખાં અને તેની વર્તમાન સ્થિતિ રજૂ કરાયેલ છે. તે સાથે Virtual Factory Framework Project (VFF) પણ રજૂ કરાયેલ છે. VFF ‘ભવિષ્યની ફૅકટરી’ (the Factory of the Future) સાથે સુસંગત છે, જેમાં વાસ્તવિક ફેક્ટરીને ટેકો કરવા અને સુધારવા માટે યથાર્થ ફેક્ટરીની કલ્પના મૂર્ત કરવામાં આવે છે. આને કારણે PerFactના અમલ માટે ખરેખરની કામગીરીના વિચારાધીન અંશ કે આયોજનને લગતાં કોઇ ચોક્કસ દૃશ્યની પસંદગી શક્ય પણ બને છે.
આ મહિને બીજા ભાગમાં આપણે Influential Voices Blogroll Alumniના બ્લૉગ, Innovate on Purpose, ની મુલાકાત લઇશું.અહીં પ્રકાશિત થયેલા લેખો વડે આપણને નવોત્થાનનાં વિવિધ પાસાંઓની રજૂઆતનાં આ બ્લૉગનાં કાર્યક્ષેત્રનો પરિચય થાય છે –
અને હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએઃ

ત્રણ ભાગમાં પ્રકાશિત કરવાનું આયોજન કરાયેલ ‘A Leader’s Roadmap to a Culture of Quality: Building on Forbes Insights-ASQ Leadership Research’નો પહેલો ભાગ, ASQ CEO, Bill Troy આપણી સમક્ષ મંથન અર્થે રજૂ કરે છે. Creating a Customer-Centered Culture: Leadership in Quality, Innovation and Speed પુસ્તકના લેખક રૉય લૉટન સફળ કામગીરીનાં ખૂટતાં, પણ જરૂરી એવાં નિશ્ચિત ઘટકોની રજૂઆત આ શ્રેણીમાં કરવાના છે.અહીં રજૂ થયેલા પહેલા ભાગમાં મુદ્દા #૧ - ગુણવત્તા સંસ્કૃતિનાં ઘડતર માટે દરેક કર્મચારીએ કોઇ પણ વ્યૂહ રચનાનાં ચાર મહત્ત્વનાં પાસાંને તો ધ્યાનમાં લેવાં જ જોઇએ -ની વિગતે છણાવટ કરાયેલ છે. (પૃષ્ઠ 8: Boeing’s Ken Shead).

Julia McIntosh, ASQ communications તેમના February Roundup: Is Quality “Global”?’માં 'ગુણવત્તા વૈશ્વિક સ્તરે' લઇ જવી, કે વૈશ્વિક સ્તરે છે, તે વિષે ASQ’s bloggersનાં મંતવ્યોને રજૂ કરે છે. જો ગુણવત્તા વૈશ્વિક સ્તરે હોય તો ગુણવત્તા વિષેનું જ્ઞાન પણ વૈશ્વિક સ્તરે વહેંચાતું જોવા મળે છે કે કેમ તેની પણ અહીં ચર્ચા કરાઇ છે.

આ માસનું ASQ TVવૃતાંત છે: A New Look at Risk Management.- ISO 9001: 2015 સંસ્કરણમાં જોખમની ભૂમિકા, જોખમનાં મૂળભૂત કારણોની મત્સ્ય-પિંજર આકૃતિ વડે આકારણી. જોખમ વ્યવસ્થાપન સૂત્રની ખોજ જેવી ચર્ચાની સાથે રમકડાંનાં ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાત 'લેગો' તેમનાં જોખમો સાથે કેમ કામ લે છે તે વિષે જાણવા મળે છે -
આ મહિનાનાં ASQ’s Influential Voice છે - અંશુમાન તિવારી.
શ્રી અંશુમાન તિવારી ઇન્ડસ્ટ્રીયલ એન્જીનીયર, ગુણવત્તા કન્સલટન્ટ અને કાપડ થી માંડીને નાણાંકીય સંચાલન જેવાં ઔદ્યોગિક ક્ષેત્રોમાં પ્રોગ્રામ મેનેજર અને ગુણવત્તા નિષ્ણાત તરીકે બેંગલુરુમાં પ્રવૃત્ત છે. તેમના બ્લૉગ Quality—The Unfair Advantageમાં તેઓ ગુણવત્તા વિષય પરની સમીક્ષાઓ, લેખો, સમાચારો, રોજગારીની શક્યતાઓ જેવાં વિવિધ પાસાંઓની ચર્ચા કરતા રહે છે.
સુધારણાની સફરમાં આપણે જે નવી કેડીને અનુસરવાનું શરૂ કરેલ છે તેને હજૂ વધારે અથપૂર્ણ કરવા માટે આપનાં સૂચનો અને ટિપ્પ્ણીઓ આવકાર્ય છે.

No comments: