Saturday, March 28, 2015

મુકેશના ઘડવૈયા : અનિલ બિશ્વાસ - ૧૯૫૦ના દાયકાનાં ગીતો

૨૪-૧-૨૦૧૫ના રોજ આપણે મુકેશના સ્વરમાં અનિલ બિશ્વાસ દ્વારા સ્વરબદ્ધ કરાયેલાં ૧૯૪૦ના દાયકાના ગીતો સાંભળ્યાં હતાં. તેમના સંગાથની સફર ૧૯૫૦ના દાયકામાં ચલુ જ રહી....

જાઓ સિધારો જાઓ સિધારો ઓ રાધાકે શ્યામ - શમશાદ બેગમ, એસ ડી બાતિશ સાથે - આરઝૂ (૧૯૫૦) - ગીતકાર : મજરૂહ સુલ્તાનપુરી

એક નૃત્ય નાટિકાની રજૂઆતનું ત્રિપુટી ગીત

ખબર કિસિકો નહીં - મોહમ્મદ રફી, અને જી એમ દુર્રાની સાથે - બેકસૂર (૧૯૫૦) - ગીતકાર - અહેસાન રીઝવી

બધા જ પુરુષ સ્વરનું એક મજાનું કવ્વાલી શૈલી ત્રિપુટી ગીત

જમાનેકા દસ્તુર હૈ યે પુરાના મીટાકર બનાના બનાકર મીટાના - લતા મંગેશકર સાથે - લાજવાબ (૧૯૫૦) - ગીતકાર - પ્રેમધવન

લતા મંગેશકર અને મુકેશનાં બહુ જ યુગલ ગીતો સમગ્ર યુગલ ગીતોમાં ટોચનાં સ્થાન પર રહ્યાં છે. એ ગીતોમાં પણ આ ગીત તો અગ્રેસર છે જ....

અય જાન-એ-જિગર દિલમેં સમાને આ જા - આરામ(૧૯૫૧) - ગીતકાર - રાજેન્દ્ર કૃષ્ણ

પૂર્વાલાપ અને અંતરા વચ્ચે પિયાનોના ઉત્કૃષ્ટ ઉપયોગને કારણે પિયાનોના મહદ્‍ ઉપયોગ સાથેનાં ગીતોમાં પણ પ્રથમ હરોળનું ગીત મુકેશનાં શ્રેષ્ઠ ગીતોમાં પણ સ્થાન જાળવી રહેલ છે…..

પ્યારકી રાહમેં ભટકનેકા ડર - લતા મંગેશકર સાથે - બડી બહૂ (૧૯૫૧)- ગીતકાર : પી એન રંગીન

બહુ અનોખી લયપર સજ્જ થયેલાં ગીતમાં બંને ગાયકોએ એકદમ સાથેજ ગાવાની અને સાથે ગાતાં છૂટાં પડી જઇ અને ફરીથી સાથે થઇ જવાની શૈલીનો પ્રયોગ કર્ણપ્રિય પણ નીવડ્યો છે.

 કાહે નજરોંમેં કજરા ભરો - લતા મંગેશકર સાથે - બડી બહૂ (૧૯૫૧) - ગીતકાર પ્રેમ ધવન

યુગલ ગીત માટે કંઇક અંશે ઝડપી કહી શકાય એવી લયનો અનોખો પ્રયોગ.


દમ ભરકા થા દૌર ખુશીકા - માન (૧૯૫૪) ગીતકાર સફદર 'આહ'

મુકેશનાં ઓછાં સાંભળવા મળતાં ગીતોમાં નું એક રત્ન

બાદલોંકી પાલકીમેં આયી બરસાત -લતા મંગેશકર સાથે - જલતી નિશાની (૧૯૫૭)- ગીતકાર કમર જલાલાબાદી

વૉલ્ઝ ધુનનું મુખડામાં બહુ જ અનોખી રીતે મિશ્રણ કરીને નવી જ ભાત પાડતું ગીત

નહીં કિયા તો તૂ ભી કર કે દેખ કિસી પે મર કે દેખ - ચાર દિવાલ ચાર રાહેં (૧૯૫૯) - ગીતકાર સાહિર લુધ્યાનવી

ગીતના પૂર્વાલાપમાં વાજીંત્રો પર જે ધૂન સાંભળવા મળે છે તે સંગીતકાર રવિનાં "ભીખારી ગીતો - તુઝકો રખ્ખે રામ - જેવાં ગીતોની જન્મોત્રી કહી શકાય ....!!??.

સાથી રે, સાથી..રે, સાથી... રે, કદમ કદમ દિલ મિલા રહે હૈં હમ - ચાર દિલ ચાર રાહેં (૧૯૫૯)-- મીના કપુર, મહેન્દ્ર કપુર, મના ડે અને સાથીઓ સાથે - ગીતકાર સાહિર લુધ્યાનવી

સાહિર લુધ્યાનવીની ડાબેરી દેશદાઝને ઉજાગર કરતું શૌર્ય રસ જગાડતું ચતુકોષ્ણીય સમૂહ ગીત. પહેલા અંતરામાં @૧.૪૬ અને ૪.૨૫એ પિયાનો ટુકડાનો કેવો અભિનવ કર્યો છે, તે સાંભાળવાનું ચુકશો નહીં. આ ફિલ્મમાં રાજ કપુર અને શમ્મી કપુરે સાથે કામ કર્યું છે.

ઝીંદગીકા અજબ ફસાના હૈ, રોતે રોતે મુસ્કરાના હૈ - છોટી છોટી બાતેં (૧૯૬૫)- લતા મંગેશકર સાથે - ગીતકાર: શૈલેંદ્ર

હજૂ બહુ ગણી સર્જનાત્મકતા ભરી પડી હોવા છતાં નિષ્ઠુર વાણિજ્યિક સ્પર્ધાને કારણે અનિલ બિશ્વાસની આ છેલ્લી ફિલ્મ હતી. અભિનેતા મોતીલાલની પણ આ આખરી ફિલ્મ હતી.

ઝીંદગી ખ્વાબ થા હમેં ભી પતા, પર હમેં ઝીંદગી સે બહુત પ્યાર થા - છોટી છોટી બાતેં (૧૯૬૫) - ગીતકાર શૈલેન્દ્ર

અનિલ બિશ્વાસમાં કેટલી હજૂ જીવંત સર્જકતા હતી તેનો પુરાવો આ ફિલ્મનાં એક એક ગીતમાં ભર્યો પડ્યો છે... પણ નસીબની બલિહારી પણ અકળ હોય છે.. અલવિદા ..અલવિદા…………….સાભાર : The Maker of Mukesh: Anil Biswas

વેબ ગુર્જરી પર ૨૮ માર્ચ ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ છે.
Post a Comment