Tuesday, March 31, 2015

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૩_૨૦૧૫

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ - ૩_૨૦૧૫ બ્લૉગૉત્સવ સંસ્કરણ’માં આપનું સ્વાગત છે.
ઉત્તર ભારતમાં માર્ચ મહિનાનું મહત્ત્વ એ સમયે આવતા હોળીના તહેવારને કારણે પણ અદકું બની રહ્યું છે. હોળીના તહેવારની ઉજવણી સમાજના દરેક વર્ગમાં, અલગ અલગ પ્રદેશોમાં, એ પ્રદેશની આગવી ભાતની છાંટ સાથે થતી રહી છે. તહેવારનાં આટલાં વ્યાપક પ્રસાર પછી પણ હિંદી ફિલ્મોમાં પણ તે નિયમિતપણે સ્થાન ન પામે તો જ નવાઇ લાગે !

આપણા આ બ્લૉગોત્સ્વનાં આ મહિનાનાં સંસ્કરણનો પ્રારંભ હોળી પરના લેખોથી કરવો જ ઉચિત કહેવાય.

Songs of Holi એ SoY પર એક પૂર્ણ લેખનાં સ્વરૂપે રજૂ કરાયો છે. ૨૦૧૫નું વર્ષ નૌશાદનાં વર્ષ તરીકે ઉજવવાનું છે એટલે અહીં પણ નૌશાદનાં હોળી ગીતોનો કેન્દ્રવર્તી (અછડતો) ઉલ્લેખ જરૂર છે, પણ મુખ્યત્વે તો હોળી પરનાં જાણીતાં અને યાદદાસ્ત પરથી ઘસાતાં જતાં ગીતોની સાથે શાસ્ત્રીય ગાયનની રજૂઆતને સારી રીતે સંતુલિત કરાઈ છે.

Atul's bollywood song a day- with full lyrics પર તો "Holi" festival song શીર્ષકથી આખો અલગ વિભાગ જ છે, જેમાં આજની તારીખે ૩૯ લેખો થયેલા જોવા મળે છે.

આ ઉપરાંત પણ અલગ અલગ માધ્યમ પર પણ ઘણા લેખો હોળીના સમયે પ્રકાશિત થતા રહે છે. તેમાંના કેટલાક લેખો અહીં મૂકેલ છે-
અને હવે આપણે તિથિઓની યાદમાં લખાયેલા લેખો તરફ વળીએઃ

૨૪મી ફેબ્રુઆરી તલત મહમૂદની જન્મતિથિ (૧૯૨૪) હતી. આ પ્રસંગે Conversations over Chai એ ત્રણ લેખો રજૂ કર્યા છે.

The Legends: Talat Mahmoodમાં લેખિકા તેમની આગવી શૈલીમાં તલત મહમૂદની કારકિર્દીની કિતાબનાં કેટલાંક ચર્ચાસ્પદ તો કેટલાંક રસપ્રદ પાનાંઓ ખોલી આપવાની સાથે અલગ અલગ સંગીતકારોએ તલત મહમૂદ પાસે ગવડાવેલાં ગીતો રજૂ કરે છે. આ લેખ અને તેના પરની વાચકોની ચર્ચા વાંચતાં વાંચતાં મને તુમ તો દિલ કે તાર છેડ કે ખો ગયે (રૂપકી રાની, ચોરોંકા રાજા - ૧૯૬૧ - શંકર જયકિશન) યાદ આવી ગયું. આડ વાત એ કે આ ગીતનું લતા મંગેશકરના સ્વરમાં જોડીયું ગીત પણ છે. તે ઉપરાંત, બીજાં કેટલાંક ગીતોની શોધ કરતાં નકાબ (૧૯૫૫)નું ગોવિંદરામે સ્વરબધ્ધ કરેલ તેરા ખયાલ દિલ કો સતાયે તો ક્યા કરેં સાંભળવા મળી ગયું.

તે પછી, My Favourites: Talat Mahmood - Lata Mangeshkar Duetsમાં તલત મહમૂદ ને લતા મંગેશકરનાં યુગલગીતોની યાદ તાજી કરી છે. વાંચકો યાદ કરેલાં ગીતો પૈકી પ્રમાણમાં જે ઓછાં સાંભળવા મળે છે તેવાં કેટલાંક ગીતો આ સાથે મૂકેલ છે –
ત્રીજો લેખ છે The Legends: Talat Mahmood - Part 2, જેમાં તલત મહમૂદનાં અન્ય ગાયકો સાથેનાં યુગલ ગીતો પેશ કરાયાં છે.
SoY પર નૌશાદ-કેન્દ્રીત લેખોની શ્રેણીમાં, Talat Mahmood by Naushad and C Ramchandra તલત મહમૂદના સંદર્ભમાં સી રામચંદ્ર સાથેની સરખામણી પણ નવા રંગ ઉમેરે છે. આશ્ચર્યની વાત એ છે કે નૌશાદે તલત મહમૂદનો બે વાર જ ઉપયોગ કર્યો. બાબુલ (૧૯૫૦)નાં ગીતોની અનહદ લોકપ્રિયતા છતાં નૌશાદે તલત મહમૂદને ફરીથી છેક આદમી(૧૯૬૮)નાં મોહમ્મદ રફી સાથેનાં યુગલ ગીત, કૈસી હસીન યે આજ બહારોંકી યે રાત હૈ માટે યાદ કર્યા. ગીતની રેકર્ડ બહાર પડી પણ ફિલ્મમાં આ ગીત મહેન્દ્ર કપુરના સ્વરમાં બદ્લાઇ ચૂક્યું ! જ્યારે સી રામચંદ્ર એ તલત મહમૂદનાં ઘણાં યાદગાર ગીતો આપ્યાં. પણ નસીબની બલિહારી અહીં પણ કમાલ કરી ગઇ છે. આઝાદ (૧૯૫૫)નાં યુગલ ગીત, કિતના હસીં હૈ મૌસમ, કિતના હસીં સફર હૈ માટે દિલીપ કુમારની પસંદ તલત મહમૂદ હતા, પણ સંજોગોએ એ ગીત ચીતલકરને ફાળે મૂકી આપ્યું.

Naushad-C Ramchandra duel for Amirbai Karnatakiમાં ની ૫૦મી અવસાન તિથિ (૧૯૦૬-૧૯૬૫)ના લક્ષ્યમાં અમીરબાઇ કર્ણાટકીને પણ નૌશાદ અને સી રામચંદ્રની સરખામણીના પરિપ્રેક્ષ્યમાં SoY અંજલિ આપે છે. લગભગ આઠ વર્ષના ગાળામાં સાત ફિલ્મોમાં નૌશાદે અમીરબાઈ કર્ણાટકી પાસે ૧૫ ગીતો ગવડાવ્યા, તો સામે સી. રામચંદ્રએ પણ એટલા જ સમયમાં આઠ ફિલ્મોમાં ૧૫ ગીતો ગવડાવ્યાં. બંને સાથે ગયેલાં ગીતો સફળ પણ રહ્યાં...અમીરબાઈની સમગ્ર કાર્કિર્દી પર નજર કરીએ તો દેખાશે કે તેમને પહેલ વહેલી પ્રસિદ્ધિ 'કિસ્મત' (૧૯૪૩)માં અનિલ બિશ્વાસે અપાવી; તેમનાં સહુથી વધારે ગીતો ગ્યાન દત્ત સાથે થયાં છે (અને ગ્યાન દત્તનાં સહુથી વધારે ગીતો પણ અમીરબાઇએ જ ગાયાં છે!)... વિદુર સૂરીએ Amirbai Karnataki - A Legendary Indian Singerમાં અમીરબાઈ કર્ણાટકીની કારકિર્દીની ઘણી વિગતો બહુ સારી રીતે રજૂ કરી છે....તેમણે Atul's bollywood song a day- with full lyrics પર અમીરબાઈ કર્ણાટકીનાં નરસી ભગત (૧૯૪૦)નાં ગીત દીનદયાલ સકલ દુખભંજન પર પણ લેખ કર્યો છે..... Atul's bollywood song a day- with full lyrics પર અમીરબાઇ કર્ણાટકીના વિભાગ પર ગીતો પરના ૧૧૮ લેખો અને તેમનાં સોલો ગીતો પરના ૭૮ લેખો વાંચવા મળશે.

‘Bags, Books and More’ રવિને તેમની ત્રીજી અવસાન તિથિ પ્રસંગે, My favourite Sahir Ludhianvi – Ravi songsમાં રવિનાં સાહિર લુધ્યાનવીનાં ગીતોને યાદ કર્યાં છે. ઓછાં સાંભળવા મળતાં ગીતોને ખાસ યાદ કરવાની રૂએ આપણે આ ગીતોમાંથી બહુ બેટી (૧૯૬૫)નું મહેન્દ્ર કપુર - આશા ભોસલેનું રંગીન ફિઝાં હૈની અહીં નોંધ લઇશું.

અને હવે આપણે આપણે જેમની નિયમિત મુલાકાત કરીએ છીએ તે બ્લૉગ્સ પરના અન્ય લેખો પર નજર કરીએ –

Tennis, Pathakji and ‘Tere sadke balam’ - કોઇ (ફિલ્મી) ગીત સાથે આપણી ખાસ યાદ સંકળાઇ હોય એવો અનુભવ તો ઘણાં લોકોને હશે. પણ એ યાદોને આટલી રસિક ઉત્ક્ટતા સાથે બધાં સાથે વહેંચવાની કળા કેવી હોવી જોઇએ તેનું એક સ-રસ ઉદાહરણ અહીં પૂરૂં પાડે છે.

Film Songs Based on Classical Ragas (8) – Pilu - ઘણા લાંબા અંતરાલ પછી સુબોધ અગ્રવાલની મહેમાન કલમ પીલુ રાગ પરનાં હિંદી ફિલ્મનાં ગીતો અને કેટલાક ઉદાહરણીય શાસ્ત્રીય ટુકડાઓનું ચિત્રણ ઉપસાવી રહેલ છે. માટીની સુગંધને બહુ જ સ્વાભાવિક રીતે પીલુ રજૂ કરી શકતો જણાય છે કારણ કે એ જ્યાંના ઉનાળા લાંબા અને આકરા હોય તેમ જ જ્યારે વરસે ત્યારે મનમૂકીને વરસતા વરસાદના ચોમાસાંના ગંગાના તટીય પ્રદેશનો તે રાગ છે. આ મૂડ સારા આકાશ (૧૯૬૯)ના આ ટુકડામાં કદાચ સહુથી વધારે સારી રીતે રજૂ થયો છે.

Ten of my favorite spring songs - વસંતની શરૂઆત હોય, એટલે તેની વધામણીની ખાસ પૉસ્ટ પણ લખાઇ જ હશે એવી અપેક્ષા અસ્થાને ન જ કહેવાય! આ અપેક્ષા પૂરી કરે છે. વસંત, બહાર એક એવા સમાનાર્થી શબ્દો પહેલી લીટીમાં જ હોવા જોઇએ, વસંત કે (ખાસ કરીને) બહાર જેવા મુખ્ય શબ્દો રૂપક તરીક નહીં પણ ખરા અર્થમાં ઋતુનો જ ઉલ્લેખ કરતા હોવા જોઇએ જેવા નિયમો પૉસ્ટમાંનાં ગીતોની પસંદગીને વધારે રસપ્રદ બનાવે છે.

Ten of my favourite cloud songs એ એક વિષય પરનાં ગીતોનો લેખ છે, જેમાં વાદળ કે તેના સામાનાર્થી શબ્દ પહેલી લીટીમાં જ વપરાયો છે. તે ઉપરાંત વાદળ શબ્દનો પ્રયોગ કોઇ રૂપકના અર્થમાં ન થયો હોવો જોઇએ. ડસ્ટેડઑફ પર આ જ પ્રકારના આ પહેલાં વરસાદનાં ગીતો અને પવનનાં ગીતો વિષય પર પણ લેખો થઇ ચૂક્યા છે.

ફિલ્મ Ijaazat (1987) ની સમીક્ષા લખાવાનું મૂળ You've Stolen My Heart: Songs from R.D. Burman's Bollywoodમાં સમાવાયેલું એ ફિલ્મનું ગીત, મેરા કુછ સામાન લૌટા દો, છે.

Word Play: Shaam presents the Shaam songs પોતે જ નક્કી કરેલા નિયમો - ગીતનો ઉપોદ્ઘાત ગણત્રીમાં લીધા સિવાય ગીત મૂળ થીમ શબ્દથી જ શરૂ થવું જોઇએ, કે બીજો શબ્દ હોવો જોઇએ તેમજ શબ્દનાં અન્ય સ્વરૂપો નહીં ચાલે-ની સીમામાં રહીને 'શામ' શબ્દ પરનાં ગીતોની રજૂઆત છે. અહીં રજૂ થયેલાં ગીતોમાંથી ઓછાં સાંભળવા મળતાં ગીતોની અહીં નોંધ લઇશું -
  • શામ ગયી રાત ગયી - શ્રી ૪૨૦ (૧૯૫૫) - લતા મંગેશકર - શંકર જયકિશન - 'Mystery of the Missing Songs'માં બંધ બેસે તેવું ગીત જે રેકર્ડ કરાયું અને પછીથી વપારાયું નહીં, ન તો આ ફિલ્મમાં કે ન તો પછી પણ.
  • શામ દેખો ઢલ રહી હૈ - અનજાન હૈ કોઈ (૧૯૬૯)- મોહમ્મદ રફી, ઉષા ખન્ના - ઉષા ખન્ના
આ પહેલાં આ જ પ્રકારે રાત, પિયા અને ચાંદ પરથી પણ ત્રણ લેખ પ્રકાશિત થઈ ચૂક્યા છે.
આહ (૧૯૫૩)એ ફિલ્મનું બહુ જ સંક્ષિપ્ત વિવેચન છે. બધાં ગીતોને જ્યુકબોક્ષ પર મૂકીને, ફિલ્મનાં એક બહુ જ સફળ અંગને માણી શકવાની વ્યવસ્થા કરવાનું બહુ મોટું કામ કર્યું છે.

Dances By Egypt’s Naima Akef - ૧૯૪૦ના દાયકાથી શરૂ થઈને '૬૦ના દાયકા સુધીનો ઈજીપ્તની સિનેમાનો સુવર્ણ કાળ પણ ભારતની સિનેમાના સુવર્ણકાળને સમાંતર ચાલ્યો છે. બંન્નેમાં નૃત્ય ગીતોના ઉપયોગની સમાનતા પણ રહેલ છે, ફરક માત્ર એટલો કે ઇજીપ્શીયન ફિલ્મોનાં નૃત્યો મોટે ભાગે મધ્ય પૂર્વની સંસ્કૃતિનાં નૃત્યો પર જ આધારીત રહ્યાં છે……..પ્રસ્તુત લેખમાં નૈમા ઍકૅફનાં બહુ જ નવી ભાતના આધુનિક નૃત્ય "મેમ્બો"થી શરૂઆત કરી છે. તે પછીનાં છ નૂત્યગીત આધુનિક કેબ્રેથી લઈને પરંપરાગત ઈજીપ્શીયન લોક નૃત્ય સુધીનાં વૈવિધ્યને આવરી લે છે. ગીતોની ચર્ચામાં પડ્યા સિવાય, ગીતોને પોતેજ બોલવા દેવામાં ઑર મજા આવે છે...

Kahan Le Chale Ho Bat Do Musafir – Beena Rai – ૧૯૫૧ની 'કાલી ઘટા'થી શરૂ થયેલી ૧૮ ફિલ્મોની સફર ૧૯૬૮માં 'અપના ઘર, અપની કહાની' સુધી ઘણા ઊંચનીચના ચડાવ ઉતારની કહાની છે. પૉસ્ટને અંતે બીના રાયનાં જાણીતાં થયેલાં ગીતોની લિંક આપેલી છે.

બીના રાયની વાત માંડતાંની સાથે તેમની શમ્મી કપૂરની સાથેની ૧૯૬૨ની ફિલ્મ 'વલ્લાહ ક્યા બાત હૈ'નો અશોક દવે એ, તેમની પોતાની આગવી શૈલીમાં કરેલ રિવ્યૂ પર નજર કરી લેવાનું મન થઇ આવે છે, ખાસ તો તેનાંઆ બે ગીતો માટે-
Enjoyable western beatsમાં બોન્ગો, કોંન્ગો કે ડ્રમ જેવાં પાશ્ચત્ય તાલ વાદ્યો ગીતમાં અમુક સમય પુરતાં મુખ્ય વાદ્ય તરીકે વપરાયાં હોયે તેવાં પંદર ગીતોનાં સંકલન વડે ૧૯૫૦થી '૭૦ સુધીનાં ગીતોની (અને એક ૧૯૮૦નાં ગીતની પણ) સફર કરાવે છે.

Rhythm of Castanets- કાસ્ટનૅટ આપણાં મંજીરા જેવું બહુ નાનકડું તાલ વાદ્ય છે, જે હાથની હથેળીમાં પણ આરામથી સમાઇ જ ઇ શકે છે. મૂળે યુરોપીયન સંગીતમાં વપરાતું આ વાદ્ય બહુ જ ઝડપી તાલ કે દરેક ક્લિક પર અલગ અલગ રીતે વગાડી શકાય છે. આ વાદ્યના ઉપયોગથી સજાવાયેલાં ગીતો અહીં મૂકેલ પ્લૅયર પર એક સાથે સાંભળી શકાય છે.

Jinhen Naaz Hai Hind Par, from Pyaasa 1957 આપણને સાહિર લુધ્યાનવીનાં આ બળબળતાં ગીતના મધુકર શુક્લાના અંગ્રેજી અનુવાદની સાથે સાથે રોમન ઉર્દૂમાં મૂળ અને ફિલ્મમાટેનાં પરિવર્તીત સ્વરૂપ પ્રસ્તુત કરાવી આપે છે, ગીતના આ વિડીયોમાં @ ૬.૨૬ પર મને બહુ જ પસંદ એવા આ ટુકડાને સાંભળ શકાશેઃ
વો ઉજલે દરીંચોંમેં પાયલકી છન-છન
થકી હારી સાંસો પે તબલેંકી થન-થન
યે બે-રૂહ કમરોંમેં ખાંસી કી ઠન-ઠન
જિન્હેં નાઝ હૈ હિંદ પર વો કહાં હૈ?

અંગ્રેજીમાં અનુવાદ:
The jingling trinklets at casement bright,
Tambourins athrob’ mid gasping life;
Cheerless rooms with cough alive;
Where are they who praise, the pious eastern ways?
અને મેં કરેલો ગુજરાતી અનુવાદઃ
એ ચમકતાં બારીઓનાં કમાડોમાંની ઝાંઝરની છન છન
થાકેલ હારેલ સાંસ પર તબલાંની થાપની થન થન
બેજાન ઓરડાઓમાંથી ચળાતી રહેતી ખાંસીની ઠન ઠન
હિંદુસ્તાન પર જેને ગૌરવ છે એ બધાં ક્યાં ગયાં?
The Hindi film song & the soundtrack of our lives- સંતોષ દેસાઇનો તેમની કૉલમ City City Bang Bang માટેનો લેખ -..હિંદી ફિલ્મી ગીતામાં આવી ગયેલ બદલાવને આજના જાહેર સંવાદોમાં આવી ગયેલ ગુસ્સાભર્યા આકરા અવાજના શબ્દોની ફૂટતી ધાણી સાથે સરખાવવું કદાચ વધારે પડતું લાગે, પણ માધુર્યના જે ટાપુ પર શાંતિ મળી શકતી તે હવે નજરે નથી પડતા એ વાત પર વિવાદ નથી. મન ઠરે એવાં કોઇ વ્યક્તિત્વ હેઠળ આશરાની, કે ઉદાસ હોઠોં પર પણ ગણગણી શકાય એવાં ગીતોની, ગેરહાજરીમાં આપણી આસપાસની દુનિયા પોતાની કઠોરતા સાથે જીવી લેવા સિવાય આપણી પાસે કોઇ રસ્તો નથી બચ્યો.

The "Indian" Dances in Kali Yug (1963, Italy/France/Germany)- આ ફિલ્મનાં ચારે ચાર નૃત્ય (ભારતીય)વિદેશી જણાતાં નામ વાળાં પાત્ર અમૃતાની આસપાસ ઘૂમે છે. આ પાત્રની ભૂમિકા જેમ્સ બોન્ડની ફિલ્મોની નાયિકા, ફ્રેંચ અભિનેત્રી, ક્લૉડીન ઔગર ભજવે છે.

અને હવે મોહમ્મદ રફી પરના લેખો...imageહોળી પરનાં ગીતોની શોધમાં લેખક અને પત્રકાર વિનોદ વિપ્લવના લેખ होली से कटती मुंबइया फिल्में પર જઇ ચડવાની તક મળી ગઇ. પછીથી એ બ્લૉગ પર હજૂ વધારે ખાંખાંખોળાં કરતાં બ્લૉગનો મોહમ્મદ રફી પરનો અલગ વિભાગ જોવા મળ્યો, જ્યાં વિનોદ વિપ્લવનાં મોહમ્મદ રફીનાં જીવન ચરિત્રાત્મક પુસ્તક મેરી આવાઝ સૂનો (ISBN – 81-904097-1-9)ની બીજી આવૃતિ વિષે જાણવા મળ્યું. ત્યાંથી હજૂ વધારે આગળ ખોળતાં
Mohammad Rafi's Audio Biography (FM Gold) -by Vinod Viplav – Part -1 and Part 2
Mohammad Rafi - a short film on his songs and life – Part 1, Part 2nd and Part 3rd
                                                                                                                        સુધી પહોંચી જવાયું.
માર્ચ ૨૦૧૫માં વેબ ગુર્જરીની 'ફિલ્મ ગીતની સફર'માં –
ગીત ગાતાં ગાતાં વેપાર કરવાની કેવી મજા, ભાઇ કેવી મજા… (૩)
બંદિશ એક, રૂપ અનેક.. (૭):"ઝન ઝન ઝન પાયલ"
હોઠોં પે ઐસી બાત…
મુકેશના ઘડવૈયા : અનિલ બિશ્વાસ – ૧૯૫૦ના દાયકાનાં ગીતો
                                                                                                                        પ્રકાશિત થયેલ છે.
શશી કપૂરને તેમનાં ફિલ્મ જગત માટેનાં અનોખાં પ્રદાન માટે દાદાસાહેબ ફાળકે સન્માન એનાયત થયું તેની સહર્ષ નોંધ લઇએ.
૨૦૧૫નાં વર્ષમાં આપણા બ્લૉગોત્સવને વધારે સમૃદ્ધ અને રસપ્રદ બનાવવા માટે આપનાં સુચનો આવકાર્ય છે........















































No comments: