ગુણવત્તા
સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ડીસેમ્બર
૨૦૧૫ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
૨૦૧૫નાં
વર્ષના આ અંતિમ સંસ્કરણમાં આપણે સપ્ટેમ્બર
૨૦૧૫માં પ્રકાશિત થયેલ ISO 9001:2008 ની
સંવર્ધિત આવૃતિ, ISO 9001:2015 માં
કરાયેલા મુખ્ય ફેરફારોથી પરિચિત થશું.
ISO TC/176/SC2 (જાહેર માહિતી)નાં ગૃહ પૃષ્ઠ પર, Revision
of ISO 9001માં, મુખ્ય
ફેરફારોને લગતી વ્યાપક માહિતી અને સામગ્રી રજૂ કરાઈ છે :
•
A
presentation on the ISO 9001 revision નો
ગુજરાતી અનુવાદ - ISO
9001:2008 થી
ISO 9001:2015 ભણી: ફેરફારોનો સંક્ષિપ્ત અહેવાલ
ISO 9001:2015 ભણી: ફેરફારોનો સંક્ષિપ્ત અહેવાલ
•
ISO
9001:2008 અને ISO/DIS
9001નાં માળખાં અને કલમનાં એકબીજા સાથેનાં સંબંધનું કોષ્ટક \ ISO
9001:2008 and ISO/DIS 9001 Correlation matrices
•
ISO
9001:2015 Revision Frequently Asked Questions (FAQs)નો
સંકલિત અનુવાદ - ISO
9001:2015 પુનઃસંસ્કરણને લગતા
વારંવાર પૂછાતા પ્રશ્નો
ISO 9001:2008માં રજૂ કરાયેલા ગુણવત્તા સંચાલનના ૮
સિદ્ધાંતોને હવે, ISO 9001:2015માં ૭ ગુણવત્તા સંચાલન સિધ્ધાંતોમાં પરિવર્તિત કરાયા છે:
ગુણવતા સંચાલનના ૮ સિદ્ધાંતો
|
ગુણવતા સંચાલનના ૭ સિદ્ધાંતો
|
સિધ્ધાંત ૧ : ગ્રાહક કેન્દ્રી
અભિગમ
|
ગુણવત્તા સંચાલન સિધ્ધાંત ૧ : ગ્રાહક કેન્દ્રી
અભિગમ
|
સિધ્ધાંત ૨ : નેતૃત્વ
|
ગુણવત્તા સંચાલન સિધ્ધાંત ૨ : નેતૃત્વ
|
સિધ્ધાંત ૩: લોકોનો સમાવેશ
|
ગુણવત્તા સંચાલન સિધ્ધાંત ૩: લોકોની પ્રતિબદ્ધતા અને ક્ષમતા
|
સિધ્ધાંત ૪: પ્રક્રિયા અભિગમ
|
ગુણવત્તા સંચાલન સિધ્ધાંત ૪: પ્રક્રિયા અભિગમ
|
સિધ્ધાંત ૫ : સંચાલન પ્રત્યે તંત્ર
રચના વ્યવસ્થા અભિગમ
|
|
સિધ્ધાંત ૬ : સતત સુધારણા
|
ગુણવત્તા સંચાલન સિધ્ધાંત ૫ : સુધારણા
|
સિધ્ધાંત ૭ : નિર્ણય પ્રક્રિયામાં
હકીકતલક્ષી અભિગમ
|
ગુણવત્તા સંચાલન સિધ્ધાંત ૬ : માહિતગાર નિર્ણય પ્રક્રિયા
|
સિધ્ધાંત ૮ : પૂરવઠાકાર સાથેના
સંબંધોમાં અન્યોન્યને ફાયદાકારક અભિગમ
|
ગુણવત્તા સંચાલન સિધ્ધાંત ૭ : સંબંધોની જાળવણી
|
ISO 9001:2015 – What are the main changes?
૧/
સ્ટાન્ડર્ડ ઉચ્ચ સ્તરીય માળખાં\HLS (High Level Structure) મુજબ
ફરી લખાયું છે.
૨/
જોખમ સંચાલન સ્ટાન્ડર્ડનો પાયામાં વણી લેવાયેલ છે
૩/
નેતૃત્વ
4/ સ્ટાન્ડર્ડ હવે ધ્યાનપૂર્વકપણે સેવાઓ
ઉદ્યોગની સંસ્થાઓ માટે વધુ સુગમ
5/ ગુણવત્તા
મેન્યુઅલ હવે આવશ્યકતા નથી ?!
૬/
પ્રમાણિત સંસ્થાની આસપાસનાં વાતાવરણના સંદર્ભને
તેમ જ તેના હિતધારકોને મહત્ત્વ આપાયું
૭/
જાણકારી પણ બીજાં સંસાધનોની સમકક્ષ
Significant Changes in ISO 9001 Revision 2015:
૧.
પારિભાષિક શબ્દ 'પેદાશ'ને
બદલે 'માલસામાન
અને સેવાઓ' હવે
વપરાશે.
2. સંસ્થાના
સંદર્ભની સાથે સંકળાયેલ બે નવી કલમો ઉમેરાઈ :
૪.૧ સંસ્થા અને તેના સંદર્ભની સમજ
૪.૨
લાગતાવળગતા હિતધારકોની જરૂરીયાઓ અને અપેક્ષાઓની સમજ .
૪.૪.૨
પ્રક્રિયા અભિગમ
૫.
પારિભાષિક શબ્દો 'દસ્તાવેજ\document'
અને 'નોંધ\records'ને
બદલે હવે 'દસ્તાવેજીકૃત
માહિતી\documented information' ઉપયોગમાં
લેવાયેલ છે.
૬.
માલસામાન અને સેવાઓના બહારથી પૂરા પડાતા પૂરવઠાના વ્યાપમાં હવે બહારથી પૂરી પડાતી
દરેક પ્રકારની સામગ્રી આવરી લેવાઈ છે.
૭.
પારિભાષિક શબ્દ 'સતત
સુધારણા\ continual
improvement'ને પણ બદલીને 'સુધારણા \ Improvement' હવે ઉપયોગમાં લેવાયો .
‘Infographic: ISO 9001:2015
vs. 2008 revision – What has changed?’ માં બધીજ માહિતી સચિત્ર રજૂ કરાઈ
છે.
‘What are the main
differences between ISO 9001:2008 and ISO 9001:2015?’ માં સુધારાયેલાં સ્ટન્ડર્ડની ૧૦ કલમોને
પહેલાંનાં સ્ટાન્ડર્ડની ૮ કલમો સાથે એક કોષ્ટકમાં મૂકી આપવાની સાથે સાથે આ કલમોને PDCA cycleના
ક્રમમાં પણ ગોઠવી આપી છે:
ISO 9001:2015નું સમગ્ર માળખું અને પારિભાષિક શબ્દો
હવે બીજાં બધાં જ સંચાલન સ્ટાન્ડર્ડ્સ માટે નિશ્ચિત કરાયેલ 'ઉચ્ચ સ્તરીય માળખાં\High
Level Structure’ (HLS)મુજબની વ્યવસ્થામાં ઢાળવામાં આવેલ છે.
ISO 9001:2015માં પ્રક્રિયાના નિવેશ\input અને નિપજ\outputને માપવા અને તેમની યોગ્ય રીતે આકારણી કરવા ઉપર ભાર મૂકાયો
છે.
આપણા
આજના વિષય પરનાં થોડાં પ્રેઝન્ટેશન્સ પણ જોઇએઃ
What Changes Will ISO 9001 : 2015 Bring ? – A Bureau Veritas presentationKey changes and transition - DNV GL
આજના
વિષય પરની કેટલીક વિડિયો ક્લિપ્સ પણ રસપ્રદ બની રહેશેઃ
All you
need to know about ISO 9001:2015
ISO
9001:2015 Revision Training Webinar
ISO
9001:2015 Part 1: Prepare for Impending Changes in ISO 9001:2015 \ ISO 9001:2015માં કરાઈ રહેલા ફેરફારો બાબતે તૈયાર રહીએ
ISO 9001:
2015 (Part 3): Risk-based Thinking Goes from Implicit to Explicit \ ISO
9001:2015માં હવે જોખમ આધારિત વિચારસરણી સ્પષ્ટ ભાર સાથે જોવા
મળે છે
Risky
Business: Surviving ISO 9001:2015 :- Part 1 of 3 માં ISO 9001:2015ની વિકાસ પ્રક્રિયાની
તડકી છાંયડીની ચર્ચા કરાઇ છે. હવે જોખમ આધારિત વિચારસરણી સ્પષ્ટ ભાર સાથે જોવા મળે
છે. ISO TC 176 સમિતિ સ્ટાન્ડર્ડની
ગુણવત્તા પર પૂરતું ધ્યાન આપી શકે તે પહેલાં જ તેમણે સ્ટાન્ડર્ડને પ્રસિદ્ધ કરી
નાખવામાં ઉતાવળ કરવી પડી છે
Risky
Business: Surviving ISO 9001:2015 :- Part 2 of 3 - માં ISO 9001:2015ની નવી આવશ્યકતાઓની
સારી અને નબળી બાજૂઓની વાત કરવાની સાથે સાથે 'જોખમ આધારિત વિચારસરણી'ની તીખી આલોચના પણ કરાઈ છે
Risky
Business: Surviving ISO 9001:2015 :- Part 3 of 3 માં ISO 9001:2015 રહી ગયેલી કેટલીક નવી
નબળાઈઓનો લાભ લઇ નવાં સ્ટાન્ડર્ડના ફેરફારોને ગુણવત્તા સંચાલન તંત્રના મહત્તમ
ફાયદાઓમાં વાળી લેવાની વ્યૂહરચનાઓની ચર્ચા કરાઈ છે
NQA ISO
9001:2015 Transition Webinar (8th Sept 2015)
અને
હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએઃ
ASQ CEO, Bill Troy ASQ’s Influential Voice ની આજનાં સંસ્કરણને
લગતી પૉસ્ટ -ISO 9001:2015
is now available! માં ISO 9001:2015પરના સ્ત્રોતની
માહિતી - training
programs, case studies, અને articles - પૂરી પડાઈ છે.
- Transitioning to ISO 9001:2015 : નવાં સ્ટાન્ડર્ડનો અમલ ખાસું મુશ્કેલ કામ પરવડી શકે છે. પણ જે સંસ્થાઓ ઘણાં વર્ષોથી આ સ્ટાન્ડર્ડ અનુસરી રહેલ છે તેમને તો આવા ફેરફારોનો અનુભવ છે. આ વિષય પર બહુ મદદ પણ મળતી રહી શકે છે. head of delegation for to ISO Technical Committee 176 (TAG 176) માટેનાં U.S. Technical Advisory Groupના વડા લૉરી હન્ટનો પૂરેપૂરો ઇન્ટરવ્યુ અહીં જોઈ શકાશે.
- Implementing ISO 9001:2015 : સ્ટાન્ડર્ડ્સના નિષ્ણાત જોહ્ન ડીમારીઆનું કહેવું છે કે ISO 9001:2015માં ઘણી જગ્યાએ જોખમો વવાયાં છે. ASQના ISO 9001 વિષેનાં પુસ્તકો, લેખો, પ્રશિક્ષણ સામગ્રી અને અન્ય માહિતી ધરાવતા સ્ત્રોત સાથે સંપર્ક જાળવી રાખવો હિતાવહ છે
ISO 9001ના ફેરફારોની વિગતમાં જવા માટે આપણે પણ
૨૦૧૬ના આવનારા સમયમાં અલગ અલગ સંકલન લેખો તૈયાર કરીશું. હવે પછીના અંકોમાં આપણે આ
વિષય પરની ચર્ચાને મહત્ત્વનું સ્થાન આપતાં રહીશું.
૨૦૧૫ના
અંતિમ દિવસોનું ઉત્સવપૂર્ણ વાતાવરણ આપનાં જીવનમાં પણ ગુણવત્તાસભર ખુશીની પળો લાવે
તેમજ ૨૦૧૬નું નવું વર્ષ તમારાં સુનિશ્ચિત કરેલ ધ્યેયની સિદ્ધિઓના આનંદથી ફળે તેવી
શુભેચ્છાઓ સાથે.......
No comments:
Post a Comment