Saturday, December 26, 2015

અનિલ બિશ્વાસે સ્વરબદ્ધ કરેલાં, લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલાં, ગીતો : ૬ :



૧૯૫૩ - હમદર્દ, જલીયાંવાલા બાગ કી જ્યોતિ અને મેહમાન

હમદર્દ - નિમ્મી, શેખર અને સ્મૃતિ બિશ્વાસ -માં કુલ ૯ ગીતો છે જે પૈકી લતા મંગેશકરનાં સ્વરનાં બે મન્નાડે સાથેનાં યુગલ ગીતો અને બે સૉલો અહીં આવરી લેવાયાં છે.
જલીયાંવાલા બાગ કી જ્યોતિ - કરણ દિવાન, અચલા સચદેવ, કમલેશ કુમારી, રૂપમાલા-માં કુલ ૭ ગીતો છે, જે પૈકી લતા મંગેશકરનાં ૧ યુગલ ગીત અને ૧ સૉલોને અહીં આવરી લીધાં છે. તે ઉપરાંત મીના કપુર અને રાજકુમારીનાં પણ બબ્બે સૉલો ગીતો પણ ફિલ્મમાં હતાં.
મેહમાનમાં નિમ્મી અને પ્રેમનાથ મુખ્ય ભૂમિકાઓમાં હતાં. આ ફિલ્મમાં પણ કુલ ૮ ગીતો હતાં જે પૈકી લતા મંગેશકરનું એક ત્રિપુટી ગીત અને ત્રણ સૉલો અહીં આવરી લીધેલ છે.

હમદર્દ(૧૯૫૩) : ગીતકાર - પ્રેમ ધવન

ઋતુ આયે ઋતુ જાયે રે સખી, મનકે મીત ન આયે રે - મન્ના ડે સાથે
વસંત, પાનખર અને વર્ષા ઋતુઓને અનુક્રમે રાગ ગૌડ સારંગ, જોગિયા અને ગૌડ મલ્હાર માં રજૂ કરતું એક બહુ જ ઉત્કૃષ્ટ યુગલ ગીત



ઉધર તેરી નઝર બદલી, ઈધર બદલા જહાં મેરા


તેરે સબ ગમ મિલે મુઝકો, તુઝે જમાનેકી ખુશીયાં 


જલીયાંવાલા બાગકી જ્યોતિ (૧૯૫૩)

મુખસે ન બોલું, અખિયાં ન ખોલું, મોહે જો સતાઓ બલમા - તલત મહમૂદ સાથે – ગીતકાર : ઉધવ કુમાર

લતા મંગેશકર - તલત મહમૂદનાં શ્રેષ્ઠ યુગલ ગીતો પૈકીનું અગ્રણી ગીત જે કદાચ બહુ સાંભળવા ન મળતું હોવાને કારણે યાદમાં ધુંધળું પડતું જાય છે....


જાનો ના જાનો પિયા મૈં તો ચલી.. દિલકો થામે મજબુર ચલે આએંગે - ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી

મેહમાન (૧૯૫૩)

આતી હૈ લાજ કૈસે બતાઉં મૈં - શંકર દાસગુપ્તા અને મીના કપૂર સાથે - ગીતકાર : ઉધવ કુમાર

આંખોમેં ચિતચોર સમાયે - ગીતકાર : પી એન રંગીન


લૂટ લિયા હાય.. મેરે સપનોંકા સંસાર કીસીને - ગીતકાર :પી એન રંગીન


તૂ આ યા ન આ, ઓ બિછડનેવાલે - ગીતકાર : રાજા મહેંદી અલી ખાન


૧૯૫૩માં અનિલ બિશ્વાસનાં સંગીત સાથેની એક હજૂ વધારે ફિલ્મ - રાહી - પણ રજૂ થઈ હતી, તેનાં ગીતો હવે પછીના અંકમાં સાંભળીશું.

સાભાર : The Swar-Saamraagyi and the the Sangeet-Maartand: Best of Lata Mangeshkar by Anil Biswas

No comments: