Tuesday, January 23, 2018

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - જાન્યુઆરી, ૨૦૧૮



ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં જાન્યુઆરી, ૨૦૧૮ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
આપણા આ બ્લૉગોત્સ્વનાં છઠ્ઠાં વર્ષના પ્રાંરભના આ જાન્યુઆરી, ૨૦૧૮ અંકમાં આપણે વિરુદ્ધના નિયમ વિષયને ચર્ચાનાં કેન્દ્રમાં રાખીશું.
'વિરુધ્ધ' શબ્દપ્રયોગ આપણને સૌથી પહેલી તો ન્યુટનના ત્રીજા નિયમની જ યાદ અપાવડાવે: દરેક ક્રિયાને હંમેશાં એટલી જ પ્રતિક્રિયા હોય છે. વધારે તકનીકી શબ્દપ્રયોગ વડે જોઈએ તો, 'બે વસ્તુઓની એકબીજા પરની પારસ્પારિક ક્રિયાઓ હમેશાં સરખી અને વિપરિત દિશામાં હોય છે.
વ્યવહારૂ વિજ્ઞાનમાં, વિરૂદ્ધના સિધ્ધાંતને કાર્લ જંગનાં વિશ્લેષ્ણાત્મક માનસવિજ્ઞાનની મિમાંસામાં બહુ મહત્ત્વનું સ્થાન મળેલ છે. મનની કામગીરીને જંગ ત્રણ સિદ્ધાંતો દ્વારા સમજાવે છે. વિરૂદ્ધના સિધ્ધાંત [Principle of Opposites] દ્વારા તેઓ જણાવે છે કે મનની ઉર્જા બે વિરુદ્ધ વિચારો કે ઉત્કંઠાઓની ભિન્નતામાંથી આવે છે. તે પછી, સમકક્ષતાના સિદ્ધાંત [Principle of Equivalence] અનુસાર, જો એ એ વિરૂદ્ધ વિચારને સ્વીકારી લેવામાં તો મનનો વિકાસ થાય છે; જો સ્વીકાર ન કરવામાં આવે તો એ ઉર્જા તળસ્વરૂપની આસપાસની ગ્રંથિમાં ગંઠાવા લાગે છે.એ પછી આવે છે નિષ્ક્રિય ઉર્જાનો સિદ્ધાંત [Principle of Entropy]. આ સિદ્ધાંત અનુસાર આપણે જેમ જેમ મોટાં થતાં જઈએ છીએ તેમ તેમ નર અને નારી જેવા આત્યંતિક તફાવતો માટેની માનસીક ગ્રંથિ ઓછી આત્યંતિક બનવા લાગે છે. આપણે વિરુધ્ધ વલોણોને સારી રીતે સ્વીકારવા કે અતિક્રમવા લાગીએ છીએ, જે આપણી વધારે સંતુલિત અને સ્થિર માનસીકતામાં ફેરવાતી જાય છે. ….આમ, આ મોડેલ મુજબ, પોતાના મનમાં રહેલા વિરૂદ્ધોને અતિક્રમવાનું લક્ષ્ય રહે છે જેમાં સભાન કે અવચેતન, વ્યક્તિગત કે સામુહિક જેવા દરેક અર્થમાં,એક સંતુલિત વ્યક્તિતવ વ્યક્ત અને એકસૂત્ર થાય છે.
વિરુદ્ધના નિયમને સાદી ભાષામાં આ રીતે રજૂ કરી શકાય - જેવું તમે કંઈ પણ તમારી વાસ્તવિકતાના દાયરામાં લઈ આવશો તેવું - હંમેશાં પહેલાં - જ તેનું વિરૂધ્ધ પણ દેખાશે.
Law of OppositesDr. Mahboob Khan :  Conversations with Godમાં જણાવ્યું છે કે, જેવું તમે કંઈક જાહેર કરશો તેવું જ તેનાથી સાવ ભિન્ન અસ્તિત્વમા આવે છે. આ 'વિરૂદ્ધનો નિયમ' છે. 
આપણી પસંદગીઓ માટે પૂરેપૂરી જવાબદારી સ્વીકારવાની આદર્શ તક વિરૂદ્ધનો નિયમ પૂરી પાડે છે. આપણે જે ઝંખીએ છીએ તેની પાછળ પડવાને બદલે, મોટા ભાગે આપણે નાની નાની, થોડી કષ્ટદાયક પણ સગવડકારક પસંદગીઓ કરી લેતાં હોઈએ છીએ.
એટલે પછી આપણા મનમાં સવાલ પેદા થશે કે આકર્ષણના નિયમ કરતાં વિરૂદ્ધનો નિયમ ક્યાં જૂદો પડે છે? વિરૂદ્ધનો નિયમ આપણી પસંદગીઓની અનુભૂતિ માટેનો સંદર્ભ મંચ પૂરો પડે છે. કંઈ પણ નવા સર્જન સાથે અનુભવવા મળતા આનંદ અને શક્તિનો અહેસાસ આ નિયમ દ્વારા કરાતા અવરોધ વિના જાણી નથી શકાતો. જીવન અનુભવવા માટે છે અને તે માટે આપણી ઈચ્છઓનાં સામા છેડાના પર્યાયનું સાથે હોવું જરૂરી છે. બંધાણ, ઘેલછા કે મજબૂરીને અતિક્રમવા માટે આ જાણવું ખૂબ જરૂરી છે, કેમકે એ માટે એ બધાંની પાર જે કંઇક છે તેના પર ભરોસો કરવો આવશ્યક છે. પહેલાં તો આપણે એ માનવું પડશે કે જે બીજાને લાગુ પડે એ મને પણ લાગુ પડે. પછી જે નજરે નથી ચડતું તેના પર પણ વિશ્વાસ કરવો પડશે. જ્યારે  આ પૂર્ણ વિશ્વાસ્ના ફળ ચાખવા લાગીએ ત્યાર પછી તેને આગળ ધપાવવું રહ્યું.
Appreciating The Law of Opposites To Manifest What You Wantઆ સાત બાબતો ધ્યાનમાં રાખીએ:

૧. અનુભવ માટે આભાર માનો - જે થાય છે તે સારા માટે જ થાય છે.
૨. આપણે જે કંઈ અનુભવી રહ્યાં છે તેમાં સંભવિત રૂપે પણ કારણભૂત થતી સચેતન કે અવચેતન માન્યતાઓ કે યોજનાઓને ખરા અર્થમાં સ્વીકારી લેવાની તૈયારી હશે તો જ સાજાં થવાશે કે છૂટાં થવાશે કે બદલી શકાશે.
3. તમારી અંદરની સૂઝ અને માર્ગદર્શનને સ્પષ્ટતા અને યથાર્થતા માટે સાંભળો. આ સૂઝનું વરદાન જ આપણને દિવાલ કે દરવાજા વચ્ચેનું અંતર જાણવાની ગુરુ ચાવી છે.
૪. તમારી જિજ્ઞાસા અને આશ્ચર્યોને વધારે આનંદદાયક તરફ અનુભવ ભણી દોરવા દો. ક્ષિતિજે દેખાતી શક્યતાઓ અને તકો વિષે સ્વપ્ન સેવવા માટે તમારી કલ્પનાશક્તિને છૂટી મૂકો.
૫. આપણી જીંદગીમાં મળેલ બધી ભેટ અને શુભેચ્છાઓ પર ધ્યાન કેન્દ્રિત કરો. કૂતજ્ઞતા આપણાં વલણોને બદલી શકનારૂં મહત્ત્વનું પરિબળ છે, જે આપણને સંકડામણમાંથી મોકળાશ ભણી લઈ જઈ શકે છે.
૬. યાદ રહે કે વિરૂદ્ધનો નિયમ તમારી ઈચ્છાના માર્ગને અજવાળવા માટે છે. મનમાં ગુંચવાતી કહાનીઓ અને ભમણાઓને માનવાને બદલે સત્યને જોઈ શકાય અને અનુભવી શકાય એ માટે તમારા વિચારો અને નિર્ણય પર નજર રાખો.
૭. તમારાં મન અને ઈશ્વરી શક્તિ સાથે જોડાયેલાં રહેવા માટે તમારી આધ્યાત્મિક પ્રવૃતિઓ્નો ઉપયોગ કરો. જે કરવામાં આનંદ આવે એ બધું કરો. તમને ચાહતા હોય અને જેમને તમારો સંગાથ ગમતો હોય એવાં લોકો સાથે ભળતાં રહો.

The Important Law of Opposites ..: નથી જોઈતું તેનો ડર ન રાખો...તેને બદલે તેનો સાધન તરીકે ઉપયોગ કરીને શું જોઈએ છે તેનું સ્પ્ષ્ટ ચિત્ર તૈયાર કરો અને તેના માટે ત્વરિત પગલાં લેવાની પ્રેરણા મેળવો.
The Law of Opposites—How Backward Thinking Can Change Your Life : વિરૂદ્ધના નિયમનું કહેવું છે કે નકારાત્મક ઉર્જાને બદલે સકારાત્મક ઉર્જાને કામે લગાડીને બગડેલી પરિસ્થિતિને સુધારવાની શકયતાઓ વધે છે.
માનસિક, આધ્યાત્મિક અને વિભાવના સ્તરે વિરૂદ્ધ નિયમની ઉપયોગીતા વિષે આટલા લેખ વાંચતાં વાંચતાં એક લેખ જોવા મળે છે જે આ નિયમને વ્યાપારઉદ્યોગનાં જગત સાથે સીધો જ સાંકળી આપે છે.
Law 9 of The 22 Immutable Laws of Marketing : Law of opposite:
તમારૂં નિશાન જો બીજા નંબરનું સ્થાન હશે તો તમારી વ્યૂહરચના પહેલા નંબરવાળા નક્કી કરશે.
પહેલા નંબરવાળાની તાકાતને તેની નબળાઈમાં ફેરવી કાઢો.
તમારી આગળવાળા કરતાં બહેતર થવાને બદલે તેનાથી અલગ કેડી કંડારો, જેમ કે ૪ જી ડેટા નેટવર્ક દ્વારા મોબાઈલ બજારમાં દાખલ થતી વખતે રિલાયન્સ જિઓએ ૪ જી ડેટાની સાથે 'ફ્રી' વોઈસ અને એસ એમ એસ આપીને હાલના પ્રસ્થાપિત ખેલાડીઓની દેખીતી સ્પર્ધાના ખેલને સમુળગું નવું જ સ્વરૂપ આપી દીધું. આજે ૧૮ મહિનામાં તો તેણે નફો પણ કરવાનું શરૂ કરી દીધું છે.
જો તમે પહેલા નંબરનું સ્થાન જ લેવા કૃતનિશ્ચયી હો  તો આ વ્યૂહરચના લાગૂ ન પણ પડે. જેમકે માઈક્રોસોફ્ટે એક્ષસેલને વિન્ડોઝ જેમ એક માત્ર વપરાતી એપ્લીકેશન બનાવવાના લક્ષ્યને સિધ્ધ કરવા માટે લોટસ ૧-૨-૩ કરતાં જૂદાં પડવાને બદલે તેનાથી વધારેને વધારે સારાં, વધારે ગ્રાહકોપયોગી થવા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. લોટસ ૧-૨-૩ ૨૦૧૩માં દફન કરી દેવાયું.
હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીશું.
Management Matters Network પરની કોલમ The Drucker Perspective માં પ્રકાશિત લેખ Maximizing Opportunity (Not Profits) Is The Name Of The Game માં વ્યાપાર જગતના વિખ્યાત વ્યવસાયિકો પાસેથી શીખી ને વધારે અસરકારક સ્પર્ધક બનવાની તક પડેલી જોવા મળે છે.
આપણા આજના અંકના ASQ TV પરનું વૃતાંત:
Quality and Technology માં ગુણવત્તા અને ટેક્નોલોજિને કેમ સાથે વણી લેવાય તેની વાત કરી છે. સુનીલ કૌશિકે વર્ચ્યુઅલ રીઆલિટીના વપરાશ થઈ વર્તમાન પ્રક્રિયાઓને સુધારવા માટેના રસ્તા ખોળી કાઢ્યા છે. બિલ હૅથૅવેનું કહેવું છે કે એજાઈલ પ્રક્રિયા વડે પ્રક્રિયા ડીઝાઈનને ટેક્નોલોજિના વિકાસ સાથે કદમ મિલાવવામાં મદદ મળે છે.

  Jim L. Smithનાં ડીસેમ્બર, ૨૦૧૭નાં Jim’s Gems પૉસ્ટ્સ:

Power To Achieve:  બેન્જામીન ફ્રેન્કલીન સૌથી પહેલા હતા જેમણે કહ્યું કે, 'તૈયારી ન કરવી એ નિષ્ફળતાની તૈયારી ન કરવા બરાબર છે.' એટલે કે નિષ્ફળતા સફળતાનો એક માત્ર વિકલ્પ બની જાય છે. એક વાર એક લક્ષ્યને નિશાન પર લીધું, આપણું મગજને તેને જીપીએસની જેમ પ્રતિસાદ તરીકે ઉપયોગમાં લઈને આપણને માર્ગ પર રાખતું રહે છે. આપણા આંતરિક કે બાહ્ય વાતાવરણમાંથી આવતા આ સકારાત્મક કે નકારાત્મક પ્રતિસાદ વડે આપણી વર્તણૂક અને પ્રવૃત્તિઓને પરિસ્થિતિને અનુકૂળ કરાતી રહે છે.આપણાં લક્ષ્ય અંગે સ્પષ્ટ દર્શન હોવું આવશ્યક છે. એક વાર એટલું થઈ જાય પછી, તેને સિદ્ધ કરવા માટેનાં  સીમાચિહ્નો નક્કી કરો અને એ દરેક તબક્કે તમારી પ્રગતિની સમીક્ષા કરતાં રહો. આપણે કરેલ આયોજનને લખી કાઢવાથી આપણો માર્ગ વધારે સ્પષ્ટ બને છે. જોકે સાથે સાથે જરૂર મુજબ પરિવર્તન કરવા જેટલી લવચિકતા પણ જાળવી રાખવી જોઈએ..
Self-fulfilling Prophecy:  જે કંઇ થઈ રહ્યું છે તેના પર આપણું બહુ નિયંત્રણ નથી હોતું, એટલે સામે આવેલી પરિસ્થિતિમાં આપણે બહુ ફરક નથી કરી શકતાં. પરંતુ તેની સામે શું પ્રતિક્રિયા આપાવી તે આપણા હાથમાં છે...સ્વયં-પરિપૂર્ણ ભવિષ્યવાણીને, જોકે, બીજી દિશામાં વાળી શકાય. એક સીધું સાદું અભિવાદન કે હાર્દિક સ્મિત ભલભલા તણાવને - આપણામાં અને સામાવાળામાં પણ - હળવાં પાડી શકે છે. પાછું એ બહુ ચેપી છે!.. નિરાશાઓ અને પડકારો માટે તૈયાર રહેવું જોઈએ, પણ તેમનો સામનો તો સકારાત્મક અભિગમથી જ કરવો જોઈએ.
રોજબરોજનાં અંગત તેમ જ વ્યવાસાયિક જીવનને લગતા ગુણવત્તાને લગતા લેખો અને બ્લૉગપોસ્ટસના આપણા બ્લૉગોત્સવને વધારે ને વધારે રસપ્રદ અને ઉપયોગી બનાવવા માટે આપનાં સૂચનો, ટિપ્પણીઓ, ટીકાઓ કે નવા વિચારો જરૂરથી મોકલશો.
આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

No comments: