Sunday, January 21, 2018

ચર્ચાની એરણે : ૧૯૪૮નાં ગીતો :: યુગલ ગીતો :: પુરુષ-પુરુષ યુગલ ગીતો અને ત્રિપુટી/ત્રિપુટી+ગીતો

પુરુષ-પુરુષ યુગલ ગીતો
હિંદી ફિલ્મોમાં દરેક શક્ય સીચ્યુએશનને અનુરૂપ પુરુષ-પુરુષ યુગલ ગીતો પણ બનતાં જ રહ્યાં છે.સ્ત્રી-પુરુષ  યુગલ ગીતો જેટલી લોકપ્રિયતા તો અપેક્ષિત ન જ હોય, પણ સ્ત્રી-સ્ત્રી યુગલ ગીતોના પ્રમાણમાં પણ મોટા ભાગે લોકપ્રિયતા ઓછી મળી હોવા છતાં પણ પુરુષ-પુરુષ યુગલ ગીતોના પ્રકાર પર પ્રયોગો થતા જ રહ્યા છે.
૧૯૪૮ માટે પુરુષ પુરુષ યુગલ ગીતો તરીકે જે બે ગીતો અહીં ચર્ચામાં લીધાં છે તે બનેમાં સાથી સ્વરોની ભૂમિકા એટલી મહત્ત્વની નથી કે એ ગીતોને યુગલ ગીતો ન ગણી શકીએ.
મોહમ્મદ રફી, ખાન મસ્તાના, સાથીઓ - વતનકી રાહમેં વતનકે નૌજવાં શહીદ હો -શહીદ - ગુલામ હૈદર - રાજા મહેંદી અલી ખાન 
મૂકેશ, શૈલેશ, સાથીઓ  - રબ મેરે અરજ સુન મેરી, શરન અબ તેરી - આગ - રામ ગાંગુલી - સરસ્વતી કુમાર દીપક

ત્રિપુટી/ત્રિપુટી+ગીતો
હિંદી ફિલ્મોમાં ત્રિપુટી કે ત્રિપુટી+ ગીતોનું પણ એક ચોક્કસ સ્થાન રહ્યું છે. આ પ્રકારનાં ગીતોમાંના બહુ મોટી સંખ્યામાં ગીતો ખાસ્સાં લોકપ્રિય પણ થતાં રહ્યાં છે. એ સમયમાં આ પ્રકારનાં ગીતોમાં પૈકી ઘણી વાર તો અમુક ગીત અણધારી લોકપ્રિયતા મેળવી જતાં હોય એમ પણ જોવા મળ્યું છે.
હિંદી ફિલ્મ ગીત કોશમાંથી નોંધેલાં ૧૯૪૮નાં ત્રિપુટી, ત્રિપુટી+ ગીતોમાંના લગભગ અડધાં જેટલાં ગીતોની ઇન્ટરનેટપરના હિંદી ફિલ્મ ગીતો બાબતે સમૃધ્ધ કહી શકાય એવા સ્ત્રોતમાં પણ ડિજિટલ નકલ નથી જોવા મળી શકી.  જોકે તેમ છતાં જે કંઈ મળ્યું છે તેમાં ગીત રચના માટે જરૂરી વવિધ્ય મળી રહે એટલા સંગીતકારોની અલગ અલગ સંયોજનોમાં ગાયકો દ્વારા ગવાયેલં ગીતો મળ્યાં છે.
બહુ જાણીતું થયેલ ગીત
મોહમ્મદ રફી, ચિતળકર, જી એમ સાજન, સાથીઓ - અજી ખુશીયાં મનાએ ન ક્યુ  હમ,હમ કિસીસે ક્યું ડરે, કિસ્મત હમારે સાથ હૈ, જલનેવાલે જલા કરે - ખીડકી - સી રામચંદ્ર - પી એલ સંતોષી
આ ગીતનું શમશાદ બેગમ, લતા મંગેશકર, મોહનતારા તલપડે અને સાથીઓના સ્ત્રી સ્વરોમાં ગવાયેલું પ્રતિઘોષ સમું બીજું વર્ઝન પણ ઘણું લોકપ્રિય થયું હતું.

ઓછાં સાંભળેલાં ગીતો
શમશાદ બેગમ, લતા મંગેશકર, અજાણ સ્વર - હેલો હેલો જેન્ટલ મેન મિલાતે નહીં ક્યું હમ સે નૈન - એક્ટ્રેસ - શ્યામ સુંદર - રાજા મહેંદી અલી ખાન

મોહમ્મદ રફી, ચિતળકર, શમશાદ બેગમ - અજી મેરા ભી હાલ સુનો.. - ખીડકી - સી રામચંદ્ર - પી એલ સંતોષી
લતા મંગેશકર, ગીતા રોય, ચિતળકર - તેરે બિના સુના સુના મન કા મેરા અંગના - ખીડકી - પી એલ સંતોષી
સુરૈયા, સુરિન્દર કૌર, મીના કપૂર - કભી પનઘટ પે આજા મેરે સપનો કે રાજા - પ્યાર કી જીત - હુસ્નલાલ ભગતરામ - રાજેન્દ્ર કૃષ્ણ
સુરૈયા, સુરિન્દર કૌર, મીના કપૂર - રૂત રંગીલી હૈ, સુહાની રાત હૈ, તુમ ચલે આઓ તો ક્યા બાત હૈ - પ્યાર કી જીત - હુસ્નલાલ ભગતરામ - રાજેન્દ્ર કૃષ્ણ 
મોહમ્મદ રફી, શમશાદ બેગમ, સુલોચના કદમ - ચલો જમુના કે પાર - લાલ દુપટ્ટા - જ્ઞાન દત્ત - ?
ચિતળકર, લલિતા દેઉલકર, પી ચંદર , એસ એલ પુરી - કઠવા કે નય્યા બનઈહે રે મલહવા, નદીયા કે પાર તેજ ધાર - નદીયા કે પાર - સી રામચંદ્ર મૉતી બી એ 
હવે પછીના અંકમાં આપણે ૧૯૪૮નાં મારાં ગમતાં યુગલ ગીતોથી યુગલ ગીતોની ચર્ચા પૂરી કરીશું.

No comments: