Thursday, January 18, 2018

ચર્ચાની એરણે : ૧૯૪૮નાં ગીતો :: યુગલ ગીતો : સ્ત્રી - સ્ત્રી યુગલ ગીતો



૧૯૪૮નાં સ્ત્રી-સ્ત્રી યુગલ ગીતોને ચર્ચાની એરણે લેવા માટે આ યુગલ ગીતોની હિંદી ફિલ્મ ગીત કોષમાંથી કાચી યાદી બનાવી તો બે પૉસ્ટ્સ થઇ શકે એટલાં ગીતો મળ્યા. જોકે તેમાંથી ડિજિટલ સૉફ્ટ નકલ માંડ અડધાં ગીતોની જ મળી શકી. એનો અર્થ આપણે એમ કરી શકીએ કે અહીં જે ગીતો યુ ટ્યુબ લિંક સાથે મૂકી શકાયાં છે તે વિન્ટેજ સમયના ગીતોના ચાહકોમાં વધારે જાણીતાં અને કદાચ લોકપ્રિય હશે એમ જરૂર માની શકાય. જોકે એ સમયના મારા મર્યાદિત જ્ઞાન અને રસને પણ આ ગીતો એ વધારે સમૃધ્ધ કરેલ છે એ વાતની પણ સાનંદ નોંધ લઈશ.
શમશાદ બેગમ + ગીતા રોય - ઓહ ગોરી તેરા બાંકા છૈયા જીત કે આયા જંગ - એક્ટ્રેસ - શ્યામ સુન્દર - રાજા મહેંદી અલી ખાન 
શમશાદ બેગમ + ગીતા રોય - આંખોં આંખોંમેં દિલ કી બાત કહ ગયે - એક્ટ્રેસ - શ્યામ સુન્દર - નખ્શાબ જ઼રાચવી
અમીરબાઈ કર્ણાટકી + રાજકુમારી - બસંત છાયા ચારોં ઔર, હો છાયા ચારોં ઔર - અમર પ્રેઅમ - દત્તા ઠાકર - મોહન મિશ્રા એમ એ 
શમશાદ બેગમ + ગીતા રોય પ્યારી તેરા મેરા મેરા પ્યાર - અન્જુમન - બુલો સી રાની - મજરૂહ સુલ્તાનપુરી
લતા મંગેશકર + ઈરા નાગરથ - અય દિલ મેરી વફામેં કોઈ કસર નહી હૈ - અનોખા પ્યાર - અનિલ બિશ્વાસ - શમ્સ અજ઼ીમાબાદી
ગીતા રોય+ સુલોચના કદમ - ચંદાકી ચાંદની હૈ મૌજ હૈ બહાર મેં - ચંદા કી ચાંદની - જ્ઞાન દત્ત - ડી એન મધોક 
શમ્શાદ બેગમ + જોહરાબાઈ અમ્બાલેવાલી - બાગ મેં કલિયાં યહી ગાયે રે ઘરકી ઇઝ્ઝત - પંડિત ગોવિંદરામ - ઈશ્વર ચંદ્ર કપૂર
શમશાદ બેગમ + હમીદા - ઓ મોટરવાલી છોરી, દિલ લે જા ચોરી ચોરી - ગૃહસ્થી - ગુલામ મોહમ્મદ - શકીલ બદાયુની
શમશાદ બેગમ + સુરિન્દર કૌર - મેરી ફૂલ બગીયા મેં આયી હૈ, લો આયી હૈ - લાલ દુપટ્ટા - જ્ઞાન દત્ત - મનોહર ખન્ના 
લતા મંગેશકર + ગીતા રોય - ગોરી સખીયોં સે અખીયાં ચુરાય રહી હૈ - મજબૂર - ગુલામ હૈદર - નજીમ પાણીપતી 
ગીતા રોય + રાજકુમારી - રૂમ ઝૂમ મતવાલે કાલે બાદલ છા ગયે, બાલમજી તેરી યાદ દિલા ગયે -સુહાગ રાત - સ્નેહલ - કેદાર શર્મા 
ગીતા રોય + રાજકુમારી - બાજી મોરી પાયલ ઠુન્નક ઠુન્નક સુનો યે સંદેસવા - સુહાગ રાત - સ્નેહલ - કેદાર શર્મા
ગીતા રોય + રાજકુમારી - કિસ પાપી સંગ ઉલઝી અખીયાં હાયે અખીયાં મૈને રો  રો ગવાયી - સુહાગ રાત - સ્નેહલ - કેદાર શર્મા  
શમશાદ બેગમ + ગીતા રોય - મેરી ધડકનોમેં સખી કૌન સમાયા - સુહાગ રાત - સ્નેહલ - કેદાર શર્મા
હવે પછીના અંકમાં આપણે ચર્ચાની એરણે ૧૯૪૮નાં પુરુષ-પુરુષ યુગલ ગીતો અને ત્રિપુટી/ત્રિપુટી+ગીતો સાંભળીશું.

No comments: