Wednesday, February 28, 2018

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - ૨_૨૦૧૮



હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ -  _૨૦૧૮ બ્લૉગોત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
ફેબ્રુઆરી,૨૦૧૮ના આપણા આ બ્લૉગોત્સવની શરૂઆત આપણે ભારત દર્શનની ગીતોભરી યાત્રાથી કરીશું -  Bharat Darshan in Songs (1): Small towns દ્વારા ભારતનાં નાનાં શહેરોની અને Bharat Darshan in Songs (2): Metros  દ્વારા મહાનગરોની આગવી ખાસીયતો જાણવા મળે છે.
ભારત યાત્રા કર્યા પછી દુનિયાની પણ ગીતોની સૈર કરવી જ જોઈએ ને! એ માટે આપણા માટે Around the World in Songs નું માધ્યમ તૈયાર છે.
યાત્રાનાં નામ જાણ્યા માત્રથી એ યાત્રામાં શું શું જોવા મળશે તેનો અંદાજ ન આવે એ વાતનો પણ સ્વીકાર કરીએ અને દરેક યાત્રાનાં એક એક ગીતના નમૂનાને માણી લઈએ:
તૂમ દિલ્લી મૈં આગ્રા મેરે દિલસે નીકલે હાયે - પહલે આપ (૧૯૪૪) - શ્યામ સુંદર અને મોહમ્મદ રફી - સંગીતકાર: નૌશાદ - ગીતકાર:ડી એન મધોક 
બોમ્બે પુરાની કલકત્તા પુરાના - ઉમર ક઼ૈદ (૧૯૬૧) - મોહમ્મદ રફી અને કમલ બારોટ - સંગીતકાર: ઈક઼બાલ ક઼ુરેશી - ગીતકાર: હસરત જયપુરી
એક દિન લાહોર ઠંડી સડક પર શામ કો જા રહે થે - સગાઈ (૧૯૫૧) - ચીતળકર, મોહમ્મદ રફી અને શમશાદ બેગમ - સંગીતકાર: સી રામચંદ્ર - ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ
ભારત દર્શનના લેખોની પ્રેરણાએ  Around the World in Ten Songs ની દુનિયાની ગીત-સફરની એક બીજી યાત્રા પણ થઈ. અહીં જે ગીતો પસંદ કરાયાં છે તેમાં વિદેશનાં એકાદ દૃશ્યને બતાવીને કામ પાર પડાયું હોય એવાં અકેલે અકેલે કહાં જા રહ હો, ઓ મેરે શાહેખુબાન, રાત કે હમસફર, અય મેરી જિંદગી તૂ અજનબી તો નહીં જેવાં ગીતોને નથી સમાવાયાં. અહીં સમાવાયેલાં ગીતોમાં વિદેશનાં શહેરનાં નામ છે, ગીત એ શહેરમાં ભલેને ન ફિલ્માવાયું હોય. જેમકે, બડે ભૈયા લાયે હૈ લંડનસે છોરી - એક હી રાસ્તા (૧૯૫૬) (આશા ભોસલે – સંગીતકાર: હેમંત કુમાર – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી)
અને હવે, જાન્યુઆરી, ૨૦૧૮ના આપણા ગયા અંક પછીની તેમ જ ફેબ્રુઆરી, ૨૦૧૮ની કેટલીક અંજલિઓ / તિથિઓનાં ઉપલક્ષ્યમાં લખાયેલ પૉસ્ટ્સ તરફ વળીશું:
સૌથી પહેલાં તો વેલેન્ટાઈન દિન પરની પાંચ પૉસ્ટ્સ દ્વારા એ દિવસની પ્રેમ અભિવ્યક્તિની જૂદી જૂદી રીતને ઉજાગર કરતાં ગીતોને યાદ કરીએ:

  • Valentine’s Day! - કોઈ ખાસ વ્યક્તિ સાથે પ્રેમમાં પડી ગયા બાદ જે લાગણીઓ અનુભવાય એ કેટલાંક ગીતોમાં ઝીલી લેવાય છે. પ્રેમી નાચતાં કુદતાં જાય અને પોતાનાં મિત્ર સાથે પ્રેમનો એકરાર પણ કરતાં જાય.. તો ક્યારેક હીરો હીરોઈનને જાહેરમાં ચીડવીને પણ પ્રેમ વ્યક્ત કરે !
  • Ten from the heart માં વેલેન્ટાઈન દિન પર પ્રેમનાં ગીતોની યાદી રજૂ કરાઈ છે...
  • બદલાની ભાવના સિવાયના પ્રેમની ઝંખના દર્શાવતી ફિલ્મો/ગીતો કે કલાકારોનાં ગીતમય Lessons on unrequited love from Hindi masala movies.
  • લેખકે તેમને સૌથી વધારે પસંદ પ્રેમ ગાથાઓને રજૂ કરતાં હિમ્દી ફિલ્મોનાં ગીતોને Some love stories last. . . forever માં યાદ કર્યાં છે.
  • શાશ્વત ભેટ બની રહે એવાં 25 Beautiful Bollywood songs that you can dedicate to your partner in order to express love

વેલેન્ટાઈન દિન મધુબાલાની પણ જન્મતિથિ છે. ૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૮ એમની ૮૫મી જન્મ તિથિ હતી. આમ પણ તેમનાં અનુપમ સૌંદર્યનાં તેજમાં લોકો તેમની અભિનયક્ષમતાને જોવાનું ભૂલી જતાં. તેમાં પાછી નાદુરસ્ત તબિયત અને કુદરતે ટુંકાવેલ કાઢેલ આયુષ્યરેખાને કારણે તેઓ જે કંઇ અનેકવિધ ભૂમિકાઓ ભજવી શક્યાં હોત તે ફળીભૂત જ ન થઇ શકી. The Many Moods of Madhubalaમાં મધુબાલાએ ભજવેલા જૂદા જૂદા ભાવનાં ગીતો પેશ કરાયાં છે.
Barsat Ki Raat Part 1: સંગીતમય રોમાંસ - વેલેન્ટાઈન દિન નિમિત્તે અને હિંદી ફિલ્મોની સૌંદર્યસામાજ્ઞી મધુબાલાના જન્મદિવસની યાદમાં મોનિકા કર જિંદગીભર ન ભૂલાય એવી સંગીતમય ફિલ્મ 'બરસાતકી રાત' (૧૯૬૦)ના સંગીતમય રોમાંસ મઢ્યાં ગીતો અને દૃશ્યોને મમળાવે છે. [આ લેખનો ફિલ્મની કવ્વાલીઓ પરનો બીજો ભાગ પ્રકાશિત  થયે આવતા મહિનાના આપણા બ્લૉગોત્સ્વના અંકમાં આવરી લેશું.]
સુમન કલ્યાણપુરના ૨૮મી જાન્યુઆરી, ૨૦૧૮ના ૮૧મા જન્મ દિવસે Happy Birthday Suman Ji!માં તેમનાં પ્રતિનિધિ સૉલો ગીતો રજૂ કરાયાં છે. તે પછી Suman Kalyanpur – Duetsમાં તેમનાં કેટલાં યુગલ ગીતોને પણ યાદ કરાયાં છે. તેમાંથી આપણે તેમનાં લગ્ન બાદ કરેલ શરૂ શરૂની, ૧૯૫૯ની ફિલ્મ 'સટ્ટા બાઝાર'નું બહુ ઓછું સાંભળવા મળતું એક યુગલ ગીત અહીં લીધેલ છે. મજાની વાત એ છે કે આ ગીતની ધૂનનો આધાર આપણા ગરબાની ધૂન છે:
જરા ઠહેરો અબ્દુલ ગફ઼ાર રૂમાલ મેરા લેકે જાના - મોહમ્મદ રફી સાથે – સંગીતકાર: કલ્યાણજી આણંદજી – ગીતકાર: ગુલશન બાવરા
OP Nayyar — Music Alchemist  - Silhouette સામયિકમાં જાણીતા ફિલ્મસંગીતજ્ઞ અને લેખક
માણેક પ્રેમચંદ સુપ્રસિદ્ધ સંગીતકાર ઓ પી નય્યરને અંજલિ અર્પવા સારૂ ઓ પી નય્યર પર લખાયેલા અનોખા લેખોનો સંગ્રહ રજૂ કરે છે. માણેક પ્રેમચંદ RTS groupના એડમિન સંચાલક છે. આ ગ્રૂપનું નામ માણેક પ્રેમચંદનાં જ્ઞાનકોશીય વિગતમાં હિંદી ફિલ્મોના ગીતોના ઈતિહાસને રજૂ કરતાં પુસ્તકનાં શીર્ષક, ‘Romancing the Song’, પરથી રાખવામાં આવેલું છે.
Khayyam: The Poets’ Musician - ખય્યામની કુશાગ્ર સંગીતમયતાની ધગશ અને ઊંડાણના પરિપાક રૂપે આપણને અનેક બનમૂન ગઝલ, ગીતો અને નઝ્મો મળી છે, જેમણે હિંદી ફિલ્મ સંગીતની દુનિયામાં માધુર્યને અનોખી ઓળખ બક્ષી છે. ખય્યામની કેટલીક  ચિરસ્મરણીય રચનાઓને Vijay Kumar સંગીતકારના ૧૮ ફેબ્રુઆરી, ૨૦૧૮ના ૯૦મા જન્મદિવસે રજૂ કરે છે.
૨૧ ફેબ્રુઆરી, ૨૦૧૮નાં જન્મભૂમિ પ્રવાસીમાં તેમની નિયમિત લેખમાળા 'રિફ્લેક્શન'માં સોનલ પરીખે ખય્યામનાં કામને 'શબ્દો અને મૌન વચ્ચે જે વહે, તેને સંગીત કહે છેમાં યાદ કરેલ છે.
Pankaj Mallik-The Singer,Composer Admired By Rabindranath Tagore - રવિન્દ્ર સંગીત તરીકે ઓળખાતા ફિલ્મ સંગીતના એક પ્રકારને પ્રચલિત કરવાનું શ્રેય પંકજ મલ્લિકે સંગીતબધ્ધ કરેલ ફિલ્મ 'મુક્તિ'ને ફાળે રહે છે.
Zindagi Bhar Nahin Bhoolegi: Bharat Bhushan’s Unforgettable Singer-Poet Musicals -  Peeyush Sharma -ભારત ભુષણનાં સુશિક્ષિત, સભ્ય, શાંત અને વિનમ્ર વ્યક્તિત્ત્વને કારણે ઐતિહાસિક ગાય, કવિ કે શાયરનાં પાત્રો પરની સંગીતમય ફિલ્મોમાં તેમની ભૂમિકાઓ અવિસ્મરણીય બની રહી છે.
ફેબ્રુઆરી, ૨૦૧૮માં વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતોમાં તલત મહમૂદ: ઓછો સંગાથ થયેલાં સહકલાકારો સાથેનાં યુગલ ગીતોને યાદ કરેલ છે. ફેબ્રુઆરી, ૨૦૧૭ના આ શ્રેણીના લેખમાં આપણે તલત મહમૂદનાં, જૂદાં જૂદાં સહગાયકો સાથેનાં, વિસારે પડેલાં કેટલાંક યુગલ ગીતો સાંભળ્યાં હતાં. હવે પછી દરેક મહિને આ જ રીતે એ મહિનાના કળાકારનાં ગીતોની ગયા વર્ષથી શરૂ કરેલી અનજાન સફરને જ આગળ વધારવાની નેમ છે.
એ પછી હવે અન્ય વિષયો પરની પૉસ્ટ્સને ન્યાય આપીએ:
The mesmerizing Qawwaalis from Hindi movies - બહુ સ-રસપણે રચાયેલ અને ગવાયેલ કવ્વાલીને સાંભળતાં સાંભળતાં તો આપણું મન સમાધિની અવસ્થામાં જતું રહી શકે છે. હિંદી ફિલ્મોએ કવ્વાલીની પરંપરાને લગાતાર જાળવી છે.
આપણા આ બ્લૉગોત્સવના મંચ પર માણેક પ્રેમચંદની પહેલી પૉસ્ટ તરીકે Bombay Returnedને રજૂ કરૂં છું.પ્રસ્તુત લેખમાં એવાં કલાકારો, ફિલ્મ નિર્માતાઓ, ગાયકો કે સંગીતકારોને યાદ કરાયાં છે જેઓ એક સમયે પોતાનાં મૂળ કાર્યક્ષેત્રને છોડીને હિંદી ફિલ્મ જગતમાં પોતાનું નસીબ અજમાવવા આવ્યાં, પણ હિંદી સિનેમામાં તેમને તેમનાં મૂળ ક્ષેત્ર જેટલી સફળતા ન મળી અને તેઓ પાછાં ફર્યાં.
Great Theme Music of Bollywood - ફિલ્મના આરંભમાં કે ક્રેડીટ ટાઈટલ્સમાં કે ક્યારેક અંતમાં ખાસ મુકાતું આ સંગીત ફિલ્મની એક આગવી ઓળખ બની રહે છે. જેમ કે - 'પાકીઝા'માં નૃત્ય સંગીતનો આ એક ટુકડો અને તે પછી રેલાતો આલાપ કે 'ચલતે ચલતે યું હી મિલ ગયા થા'ના અંતમાં સંભ્ળાઅતી ટ્રેનની પ્રલંબ વ્હીસલ રેડીયો અને ટીવીનાં પણ શરૂઆતનાં વર્ષોમાં ઘણાં ખ્યાતનામ કલાકારો પોતાની સાથે એક ખા ગીતને સાંકળી દેતાં જે તેમની આગવી ઓળખ બની રહેતાં.
‘Bandini’ is about crossings real and imagined, literal and metaphorical - Rudradeep Bhattacharjee - હિંદી ફિલ્મ સંગીતની દુનિયામાં ગીતકાર તરીકે પદાર્પણ બિમલ રોયની ૧૯૬૩ની ફિલ્મ 'બંદિની'નાં ગીત મોરા ગોરા રંગ લૈલે મોહે શ્યામ રંગ દૈદેથી કર્યું. આ ગીત એસડી અને લતાના અણબનાવની સુલેહ પછીનું સૌથી પહેલું ગીત પણ છે. એ ગીત લખવાની તક ગુલઝારને એટલે મળી હતી કે એસ ડી બર્મન અને શૈલેન્દ્ર વચ્ચે કંઈક અણબનાવ ચાલતો હતો. પણ પછી તો બંદિની'નાં બધાં ગીતો શૈલેન્દ્રએ લખ્યાં. એ કારણે ચિંતાગ્રસ્ત થયેલા બિમલ રોયે ગુલઝારને સમાંતરે હેમેન ગુપ્તા નિર્દેશિત કરી રહ્યા હતા એ 'કાબુલીવાલા' માટે પણ એક ગીત લખવા કહ્યું. એ ગીત છે: ગંગા આયે કહાં સે ગંગા જાયે કહાં રે
25 All Time Great Whistling Songs Of Bollywood - વ્હીસલીંગ - સિસોટી વગાડવી- ફિલ્મી ગીતોમાં છેક '૩૦-'૪૦ના દાયકાથી વપરાતી આવેલ કળા છે. વ્હીસલ આનંદ બતાડે કે પ્રેમિકાને પોકાર દે. મોટા ભાગનાં ગીતોમાં હીરોની ગીતમાં એન્ટ્રી જ વ્હીસલની સાથે થતી જોવા મળશે. હીરો મસ્તીથી ચાલતો, કે (એ સમયની પ્રચલિત સ્થિતિ મુજબ) સાયકલ પર કે '૬૦-'૭૦ના દાયકા પછી) કારમાં નીકળી પડ્યો હોય એ દૃશ્ય પણ અવિભાજયપણે વણાયેલું જોવા મળશે..
‘Gharonda’ remains one of the most resonant films about Mumbai’s housing woes - Nandini Ramnath - ઘરની શોધ કરતાં પ્રેમી જોડલાં ઘર મળતાં પહેલાં જ વિખુટાં પડી જાય છે.
Devika Rani is a free-spirited bird in ‘Main Ban Ki Chidiya’ - Archana Nathan - ફ્રેન્ઝ ઑસ્ટેન દ્વારા નિર્દેશિત 'અછૂત કન્યા'નું પ્રસ્તુત ગીત દેવીકા રાણીનાં વ્યક્તિત્વને ચરિતાર્થ કરતું ગીતકાવ્ય જ કહી શકાય.
Zara Dekhiye Meri Saadgi’ – Dara Singhએકાદ નાનાં પાત્રમાં કુસ્તીબાજની જ ભૂમિકા કર્યા પછી થોડો પણ અભિનય કરવો પડે એવી દારા સિંગની પહેલી ફિલ્મ હતી ભક્તરાજ (૧૯૬૦). પણ હીરો તરીકે તેમની પહેલી ફિલ્મ હતી 'લૂટેરા' (૧૯૬૩). એ પછી એમણે બધું મળીને ૮૦ જેટલી ફિલ્મોમાં મુખ્ય પાત્રની ભૂમિકા ભજવી. તેમના ભાગે ગીત ગાવાની ભાગ્યે જ આવ્યું હશે. પ્રેમિકાની પાછળ લટકાં મટકાં કરતા બાગબગીચામાં ગીત ગાવાનું તેમને ભાગે પણ આવ્યું હતું. નસીહત (૧૯૬૭)નું એ ગીત સ્વરબધ્ધ ઓ પી નય્યરે કર્યું હતું અને ગાયું હતું મહેન્દ્ર કપૂરે, જેના શબ્દો  પ્રસ્તુત લેખનાં શીર્ષકમાં પ્રયોજાયા છે.
સોંગ્સ ઑવ યોરની Best songs of year  શ્રેણીની અંતિમ કડીઓ -મને સૌથી વધુ ગમેલાં યુગલ ગીતો અને મને સૌથી વધારે પસંદ પડેલા સંગીતકારો -ની સાથે ૧૯૪૮નાં ગીતોની આપણી ચર્ચા આપણે પૂરી કરી.  ચર્ચાની એરણે : ૧૯૪૮નાં ગીતો પર ક્લિક કરવાથી ૧૯૪૮નાં જાણીતાં અને ઓછાં જાણીતાં ગીતોની સફરને એક સાથે માણી શકાશે. 
અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ'  કોલમના ફેબ્રુઆરી, ૨૦૧૮ના લેખો:

'ગુજરાત સમાચાર'માં દર શુક્ર્વારે પ્રકાશિત થતી કોલમ 'સિને મેજિક'માં અજિત પોપટ વનરાજ ભાટિયા ની લેખમાળા જાન્યુઆરી, ૨૦૧૮માં પૂરી કરી છે..... અને હવે ફેબ્રુઆરી, ૨૦૧૮માં તેઓ 'મદન મોહન' વિષે વાત માંડે છે:
પુત્રનાં લક્ષણ પારણામાં નહીં બાળપણમાં. તે આનું નામ...!
જન્મ્યો ત્યારથી જ ઘાટઘાટનાં પાણી પીધેલાં અને ધુરંધર સંગીતજ્ઞોને નિ...રાં--તે માણેલા
ચાલો ત્યારે માણીએ ગઝલ કે શેહઝાદે ગણાયેલા એ સમૃદ્ધ સંગીતકારને ....!

મહિના આખરી શુક્ર્વારે નવા સંગીતકાર પરના લેખની પરંપરામાં હાલમાં પ્રીતમ ઉપર લેખમાળા ચાલી રહી છે.  ૨૪-૨-૨૦૧૮ના શુક્રવારે ક્રાઇમ થ્રીલર કહેવાય એવી ફિલ્મ, પણ પ્રીતમનાં સૂફી ગીતો સરસ ગાજ્યાંમાં પ્રીતમનાં કેટલાંક ગીતો વિષે જાણવા મળશે.
ફેબ્રુઆરી, ૨૦૧૮માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:

સચિન દેવ બર્મન અને મન્ના ડે યુગલ ગીતો

આ ઉપરાંત ગાંધી નિર્વાણ દિન નિમિત્તે નીતિન વ્યાસે મહાત્મા ગાંધીજીના જીવન પર બનેલી ફીચર ફિલ્મો અને ગાંધીજીના જીવનના સન્દર્ભે બનેલી ફિલ્મો એમ બે ભાગમાં ગાંધીજી સાથે સંકળાયેલ ફિલ્મોને રજૂ કરી હતી.
આપણા દરેક અંકનો અંત મોહમ્મદ રફી પરના લેખ કે તેમનાં ગીતોથી આપણે કરતાં આવ્યાં છીએ. આજના અંકંના અંત માટે મોહમ્મદ રફીની બહુ ન સાંભળેલાં ગીતો મળી આવ્યાં છે તેની કડીઓનાં મૂળ આજના આ બ્લૉગોત્સવના માટેના લેખ વાંચતી વખતે જ રોપાયેલાં હતાં. આપણે સુમન કલ્યાણપુર સાથેનું એક યુગલ ગીત અને ઓ પી નય્યર અને રોશને સ્વરબધ્ધ કરેલ એક એક ગીતથી આજના અંકનું સમાપન કરીશું.

આંકડેકા ધંધા એક દિન તેજી એક દિન મંદી એક દિન મંદી - સટ્ટા બાઝાર (૧૯૫૯) – સંગીતકાર: કલ્યાણજી આણંદજી – ગીતકાર: ગુલશન બાવરા

શરાબકા સહારા લેકે બહલ સકા ન મેરા દિલ - કોમર્શીયલ પાયલોટ ઑફિસર (૧૯૬૩) – સંગીતકાર: રોશનગીતકાર: આનંદ બક્ષી 

બનાદે બનાદે પ્રભુજી તૂ બીગડી બના દે પ્રભુજી - ફાગુન (૧૯૫૮) - આશા ભોસલે સાથે સંગીતકાર: ઓ પી નય્યર ગીતકાર: ક઼મર જલાલાબાદી

આ ગીત ફિલ્મમાં મધુબાલા અને ભારત ભુષણે ગાયું છે.:


હિંદી ફિલ્મોનાં સુવર્ણ યુગની આપણી આ સફરને વધારે રસમય, આનંદપ્રદ અને વાચ્ય બનાવવા માટે આપનાં સૂચનો, ટીકા-ટિપ્પણીઓ તેમજ નવા સ્ત્રોતો માટેના સુઝાવો માટે દિલથી ઈંતઝાર રહેશે.

No comments: