હિંદી
ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ - ૧_૨૦૧૯ બ્લૉગોત્સવ સંસ્કરણમાં આપનું
સ્વાગત છે.
નવાં વર્ષની શરૂઆત અશ્વિન ભંડારકરની સોંગ્સ ઑફ યોર પરની મહેમાન પૉસ્ટ Swing a song of sixpence નાં ગીતો સાથે હીંચકીને કરીશું.
કુન્દનલાલ સાયગલની સાયગલ
કાશ્મીરીથી સુરસમ્રાટ સુધીની સફર માં શિરીષ મહેતા સાયગલના ફિલ્મ જગતમાં
પદાર્પણ કરવા પહેલાંના દિવસોની એવી ઘટનાને યાદ કરી છે જેની અસર સાયગલની
કારકીર્દીને આસમાનની ઉંચાઈએ લઈ જવામાં
અદૃશ્યપણે મદદ કરતી રહી હોઈ શકે.
Mrinal Sen: The Man Who Fought Through
Cinema
– મૃણાલ
સેનની પહેલી હિંદી ફિલ્મ, ભુવન શોમ' એક એવી માર્મિક કટાક્ષનું કથાનક છે જેની સફળતાએ હિદી સિનેમા માટે ઈતિહાસ
સર્જ્યો જેને પરિણામે ભારતનાં ભાતીગળ સામાજિક સાંસ્કૃતિક રંગપટને રજૂ કરી શકે એવા
કાબેલ દિગ્દર્શકોનો વિશાળ ફાલ ઊભરી આવી શક્યો.
Scroll.in માં પ્રકાશિત થયેલ મૃણાલ સેનને અપાયેલ કેટલીક અંજલિઓ
–
- Mrinal Sen on his acclaimed film ‘Bhuvan Shome’: 'હાસ્યજનક અને પ્રેરિત વાહિયાત નકલ' - બંગાળના નામી દિગ્દર્શક મૃણાલ સેનની પહેલી હિંદી ફિલ્મ ઠીક ઠીક સફળ થૈ અને સત્યજીત રે સાથે શબ્દયુધ્ધ છેડાઈ પડવાનું કારણ બની રહી.
- Nandita Das on Mrinal Sen: ‘My friend, philosopher and guide, in a way few have been’ - નંદિતા દાસ તેમનાં મૃણાલ સેન સાથેનાં વીસ વર્ષના પરિચયને યાદ કરે છે.
જાન્યુઆરી, ૨૦૧૯ શાયર કૈફી આઝમીના જન્મ શતાબ્દિનો મહિનો
છે.તબલાનવાઝ ઝાકીર હુસૈન,ગાયક-સંગીતકાર શંકર મહાદેવન, ગીતકાર જાવેદ અખ્તર અને ફિલ્મ નિર્માતા ફીરોઝ અબ્બાસ ખાને મળીને રજૂઆત કરેલ છે 'Raag Shayari' to mark Kaifi Azmi's
centenary celebrations.
આપણે રાજ્ય સભા ટીવી
પરની એક વિડીયો ક્લિપ Remembering
Kaifi Azmi યાદ કરીએ
On Kaifi Azmi's centenary year, Garm
Hava writer Shama Zaidi - આજકી રાત ગર્મ હવા ચલી હૈ - પર્દા પર બલરાજ સહાની
માટે કૈફી આઝમીનો પાર્શ્વ સ્વર
Shakeel-Naushad: Classy Confluence,
Seamless Flow – 2
– પહેલા ભાગમાં શકીલ બદાયુની અને
નૌશાદનાં સહસર્જનની માંડેલી વાતનું અનુસંધાન હવે વિજય કુમાર
મુગલ-એ-આઝમથી આગળ ધપાવે છે.
Bharat Vyas – The Prolific Lyricist
– I
અને Bharat Vyas – The Prolific Lyricist
– II
- ભરત વ્યાસની જન્મ શતાબ્દિનાં વર્ષમાં તેમનાં ગીતો ને
યાદ કરતી અંજલિઓ.
OP Nayyar, the Music Maestro Who
Regretted Nothing,
- ઓ પી નય્યરની જન્મશતાબ્દિના અવસર પર પુનઃપ્રકાશન - Listen to OP Nayyar jukebox here. પર ક્લિક કરવાથી ઓ પી નય્યરનાં ગીતો સાંભળી
શકાય છે.
Remembering poet and lyricist Neeraj,
who gave us some great lyrics and enduring ideas - કવિ 'નીરજ' ના ૯૪મા જન્મદિવસે ત્રણ જીવલેણ અકસ્માતમાંથી બચાવ પર પશ્ચાત નજર અને ફિલ્મ
સંગીત પર તેમના વિચાર.
- Javed Akhtar - A journey from a
Ghost Writer to Su...
- 50 Years of Satyakam
- Kaifi Azmi - A Multifaceted
Personality
- The Raga based Bollywood Songs-
Raga Pahadi Part-1...
- Shayar 1949 film Review
- Mahendra Kapoor - The Most Popular
Voice of Patri...
- The Lengthiest Songs of Hindi
Cinema
- C Ramchandra - The Composer who
Introduced Rock & ...
- The Great Raga Based Songs of R D
Burman
- Chetan Anand - The Most Underrated
Film Maker of h...
- 50 Years of the film PRINCE
The flashback series: why you should
watch Kala Bazar
- સિને તારલાઓની આછેરી ઝલક, વૈવિધ્યપૂર્ણ
સાઉન્ડ ડીઝાઈન, વિજય આનંદના ગિદ્ગર્શન નએ અભિનયની ઉભર્તી કિરણોની મજા મણવા
માટે 'કાલા બાઝાર' ફરી એક વાર જરૂર જોવી જોઈએ.
Pancham And His Jalpari – Tale Of Choral Tail – જલપરી રૂપક પરના પહેલા
લેખમાં ગીતની શરૂઆતમાં લાગણીઓ / પ્રિયતમ માટેની ઝંખનાની ઉત્કટતાની ભરતીને જે
રીતે આર ડી બર્મનનાં ગીતોમાં વણી લેવાઈ છે તેને મત્સ્યગંધાનાં મુખડાના મર્મીલાં
આકર્ષણ સાથે સરખાવવામાં આવેલ હતું. હવે તેના અનુસંધાને આ બીજા ભાગમાં મત્સ્યગંધાની
મોહમયી પૂંછડીથી સર્જાતાં લહરોના સમુહના મધુર નાદ જેમ આર ડી બર્મનનાં ગીતોનો
લહરાતો સમુહ સ્વરોને વણી લેતો ગીતનો અંત ચિત્રિત કરાયો છે. જેમ કે 'સાગર કિનારે'નું લતા મંગેશકરના
સ્વરનું આ કરૂણ રસનું ગાયન
‘Do
Gaz Zameen Ke Neeche’ – હિંદી
ફિલ્મોના ખ્યાતનામ ચરિત્ર અભિનેતા જયંતના મોટા પુત્ર ઈમ્તિયાઝે યાદોંકી બારાત, ધર્માત્મા, ઝ્ખ્મી, ઝોર્રો, કાલા સોના, કબીલા, અને દરવાજ઼ા જેવી અનેક ફિલ્મોમાં મહત્વની
ભૂમિકાઓ અદા કરી, પણ તેમનો
પ્રથમ પ્રેમ તો દિગ્દર્શન જ રહેલ.
ડાબેથી - ઈમ્તિયાઝ, જયંત અને અમજદ |
JAIDEV- A composer with the highest number of unreleased filmsમાં જયદેવની પ્રકાશિત ન થયેલી ફિલ્મોનાં કૅટલાંક સાંભળવા મળી જાય છે.
હવે આપણે અન્ય વિષયો પરના લેખો તરફ નજર કરીએ.
Welcomed with Arrows - હિંદી ફિલ્મોનાં ગીતોમાં તીર અને બાણનાં રૂપકનો પણ ગીતકારોએ અવનવી રીતે પ્રયોગ
કર્યો છે. એ પ્રયોગોમાં ક્યાંક કામદેવનાં બાણમાંથી છૂટેલાં તીરને કારણે પ્રજ્વળી
ઉઠતા પ્રેમની ઝલક છે તો ક્યાંક એ પ્રેમની પીડાની કહાની છે. પ્રસ્તુત પૉસ્ટમાં બાણ
અને ધનુષ રૂપકને આવરી લેતાં ગીતોની યાદી જોવા મળે છે.
Greatness in the shadow of the giants:
Pandit Shyam Sundar
- ૧૯૫૫માં અકાળે અવસાન પામેલા શ્યામ સુંદરની કારકીર્દી
૧૯૩૯થી ૧૯૫૩નાં ૧૪ વર્ષોમાં ૪ પંજાબી અને ૨૦ હિંદી ફિલ્મોમાં સમાઈ જતી દેખાતી ભલે
હોય, પણ નુર જહાં, લતા મંગેશકર કે મોહમ્મદ રફી જેવાંની કારકીર્દીને તેમના
ઉચ્ચ આયામ પર પહોંચાડવામાં શ્યામ સુંદરનો ફાળો મહત્ત્વનો ગણાય છે. સુલોચન કદમની તો
ગાયક તરીકેની પહેચાન પ્રસ્થાપિત જ તેમણે કરી એમ કહી શકાય.
The Irony of an
Iron Building – ઉપહારગૃહ કે ભોજનાલય આપણે ત્યાં રહેવાનાં સ્થળ માટે વપરાતા 'હોટેલ'નાં પર્યાય ક્યારે બની ગયાં હશે તે કહી શકાય તેમ નથી. પરંતુ હિંદી ફિલ્મી
ગીતોમાં 'હોટેલ'નું સ્થાન જાણવા પ્રસ્તુત પૉસ્ટમાંનું ગીત - આઓ હમારી હોટલમેં ચાય પીઓજી ગરમ
ગરમ બિસ્કુટ ખાલો નરમ નરમ - કુંદન (૧૯૫૫) એસ ડી બાતિશ, સુધા મલ્હોત્રા - જરૂર સંભળવું જોઈએ
Shehnai (1947) and a Sad Video About the
River in the “Chhuk Chhuk Chhaiya Chhaiya” Scene - પ્રતુત ગીતમાં નદીનાં જે ચોખ્ખાં વહેતાં પાણીની વાત કરી છે તે તો ક્યારેય
ભૂતકાળ બની ગયેલ છે. 'કાંદીવલીની 'પોઈસર' ' આજે તો ગંધાતું નાળું બની ચૂક્યું છે.
More Than Meets the Eye - તડકા સામે રક્ષણ મેળવવા પહેરાતાં ચશ્માંની એવી તે શી ખાસીયત હશે જેને કારણે તે
વ્યક્તિત્વની ઓળખ કે ફેશનનું પ્રતિક બની ગયેલ હશે? હિંદી ફિલ્મ્નાં ગીતો ગાતી વખતે પણ આવાં ગોગલ્સ પહેરી રાખવાનો ચાલ છે, જે પ્રતુત પૉસ્ટમાં યાદ કરાયેલાં ગીતોમાં જોવા મળે છે.
ચોક્કસ ગીતોને યાદ કરતી આ મહેમાન પૉસ્ટ્સની મુલાકાત લઈએ –
· Kanha main tose haari, by Deepa Buty
· Matwala Jiya, by Gaurav Sahay
· Dukh bhare din beete re bhaiya, by Pisharoty Chandran
અને હવે મુલાકાત
કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ પ્રવાસીની
રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ' કોલમના જાન્યુઆરી, ૨૦૧૯ના લેખો:
સોનલ પરીખ 'જન્મભૂમિ'ની 'મલ્ટિપ્લેક્ષ' પૂર્તિમાં કોઈ એક ગીતને લઈને 'છૂ કર મેરે મન કો' કોલમ કોલમના જાન્યુઆરી, ૨૦૧૯ના લેખો.:
'ગુજરાત સમાચાર'માં દર શુક્રવારે
પ્રકાશિત થતી કોલમ 'સિને મેજિક'માં અજિત પોપટ જાન્યુઆરી, ૨૦૧૯માં હિણ્દી ફિલ્મ જગતની પહેલી સંગીતકાર જોડી
હુસ્નલાલ ભગતરામ
પરની શ્રેણી પૂરી કરી
છે-
પુરુષ ગાયકોના કંઠનો પણ હુશ્નલાલ ભગતરામે સરસ ઉપયોગ કર્યો
પુનરાવર્તનના આક્ષેપ છતાં આ બંનેએ કરેલાં સર્જનની અવગણના થઇ શકે નહીં
એકલપંડે કારકિર્દી શરૂ કરેલી, પાછળથી ભાઇ સાથે જોડાયો, એય કેવો અજબનો ઇત્તેફાક !
મહિનાના આખરી શુક્ર્વારે
નવા સંગીતકાર પરના લેખની પરંપરામાં હાલમાં અમિત ત્રિવેદી ઉપર લેખમાળા ચાલી રહી છે.
જાન્યુઆરી, ૨૦૧૯ના, છેલ્લા શુક્રવારે, 'દેવ ડીનાં વધુ ગીતોનો
રસાસ્વાદ ડાન્સ સોંગમાં તર્જ કરતાં લય વધારે પાવરફૂલ હોય'માં દેવ ડીનાં ઢોલ ગીતનો આસ્વાદ કરાવાયો છે.
જાન્યુઆરી, ૨૦૧૯માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:
એક ગીતનાં અનેક સ્વરૂપ – ૯ – સરખા મુખડા, ફિલ્મો જૂદી, અંતરા અને બીજું ઘણું જૂદું [૧૧]પરદેશીને લગતાં ફિલ્મીગીતોબંદિશ એક, રૂપ અનેક : ૫૧ : “અય ચાંદ છુપ ના જાના” રાગ : “કાનનદેવી”અભિનેત્રીઓ અને પિતા-પુત્રની જોડી (૨)કિશોર કુમારે ગાયેલાં ચિત્રગુપ્તનાં ગીતો : ઐસા મૌસમ મિલે ફિર કહાં……[૧]
'વેબ ગુર્જરી' પર હિંદી ફિલ્મોનાં
ટાઈટલ સંગીત પર, ટાઈટલ મ્યુઝીક: સૂરાવલિ, સિનેમા અને સંભારણાંના થીમ પરની નવી શ્રેણી શરૂ થઈ
છે.
તેનો ટાઈટલ મ્યુઝીક: સૂરાવલિ,
સિનેમા અને
સંભારણાં : પરિચાયક લેખ , અને
જાન્યુઆરી, ૨૦૧૯માં પ્રકાશિત
થયેલા લેખો:
આપણા આ
બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે મોહમ્મદ રફીને લગતો લેખ અથવા તો પોસ્ટ અથવા
આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં ગીત યાદ કરતાં હોઈએ
છીએ. આજના અંકમાં કેટલાંક ગીતો પસંદ કરેલ છે.
ચાંદ કી સુંદર નગરીમેં પરીયોંકૉ રાની રહેતી થી - ઢોલક (૧૯૫૧) - ઉમા દેવી અને કોરસ સાથે – સંગીતકાર: શ્યામ સુંદર – ગીતકાર: અઝીઝ કાશ્મીરી
કોઈ એક આના કોઈ દો આના કોઈ તીન આના કોઈ ચર આના - ધુન (૧૯૫૩) - સતીશ બાત્રા, મદન મોહન અને બાબુલ સાથે – સંગીતકાર: મદન મોહન – ગીતકાર: ભરત વ્યાસ
ઈશ્ક઼મેં મેરે ક્યા ક્યા જુનૂન કી - ખુનુસ
(અપ્રકાશિત) – સંગીતકાર: જયદેવ – ગીતકાર: બહાદુર શાહ ઝફર
વો તીર ચલા જો તેરી કમાનમેં હૈ - આરતી (૧૯૬૨) -
આશા ભોસલે સાથે – સંગીતકાર: રોશન – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
નૈન મિલા કે પ્યાર જતા કે આજ ના જાના - મેરા ભાઈ મેરા દુશ્મન (૧૯૬૭) - જગજિત કૌર સાથે – સંગીતકાર: ખય્યામ – ગીતકાર: કૈફી આઝમી
જિનકે પાસ હાથી ઘોડા ઉનકે પાસ દિલ થોડા - દિલકા રાજા (૧૯૭૦) - આશા ભોસલે અને
મન્ના ડે સાથે - સંગીતકાર આર ડી બર્મન - ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી
હિંદી ફિલ્મનાં ગીતોની વધારે વૈવિધ્યપૂર્ણ માહિતી આપણા આ બ્લૉગોત્સ્વમાં રજૂ કરતાં રહેવા માટે નવા માહિતી સ્રોતો સૂચવતાં તમારાં સૂચનો જરૂરથી આવકાર્ય છે….
No comments:
Post a Comment