હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ - ૨_૨૦૧૯
બ્લૉગોત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
મધુબાલાના ૮૬મા જન્મદિવસે અંજલિ આપતું, મુહમ્મદ સાજિદનું ગુગલ ડુડલ |
‘6
Iconic fashion statements we owe to Madhubala!’ માં મધુબાલાએ
શરૂ કરેલ અને આજે પણ પ્રચલિત એવી છ ફેશનને યાદ કરવામાં આવી છે.
આ મહિને વેલેન્ટાઈન દિવસ પણ હતો. પોતાનાં પ્રેમીજન (અને
અહીં સમાવાયેલ ગીતોમાં દેખાતાં એકાદ બે બનાવટી પ્રેમી) માટે ગવાયેલાં
પ્રેમગીતોને Ten
of my favourite romantic serenadesમાં યાદ કરવામાં આવ્યાં છે.
For the Love of a
Goddess ની શરૂઆત એમી કેટલિન-જૈરાભોય અને (હવે સ્વ.)નઝૂર અલી
જૈરાભોયનાં પુસ્તક / ડીવીડી Music for
Goddess (by Amy Catlin-Jairazbhoy and Nazir Ali Jairazbhoy) ના પરિચયથી થાય
છે. આ પુસ્તકમાં રેણુકા / યેલમ્મા દેવી અને દેવદાસીઓનાં નૃત્યો અને પરંપરાગત
વિધિઓની વિગતે વાત કરવામાં આવી છે. તેની સાથે દેવદાસીઓ કે દેવદાસો જે વાદ્યનો
તેમનાં નૃત્યગીતોમાં વ્યાપકપણે ઉપયોગ કરે છે એ વાદ્ય ચૌંડકા (ચૌંડકે)નો પણ પરિચયા
પણને થાય છે. ચૌંડડકાનો નાદ ડમરૂ જેવૉ બહુ લાગે છે. છેલ્લે, લેખમાં ચૌંડકાનો ઉપયોગ કરાયો એવા હિંદી ફિલ્મ ગીતોની યાદી રજૂ કરાઈ છે.
Suman
Kalyanpur – Sweetness Personified - નામ સામભળતાં જ
કંઈકેટલાંય મીઠાં, મધુરાં, રમતિયાળ ગીતોની યાદ
આવવા લાગે જેને કારણે હિંદી ફિલ્મ સંગીતનું વૈવિધ્ય સમૃદ્ધ બની રહ્યું છે. સંગીત
ચાહકોની અનેક પેઢીઓએ યાદ કરેલાં અને માણેલાં કેટલંક ગીતોને પિયૂષ શર્માએ
અહીં યાદ કર્યાં છે. મોહમ્મદ રફી સાથે તેમણે ગાયેલાં સૌથી પહેલાં બે યુગલ
ગીતોમાંનું દિન હો યા રાત હમ રહે તેરે સાથ (મિસ બોમ્બે, ૧૯૫૭, સંગીતકાર હંસરાજ બહલ, ગીતકાર પ્રેમ ધવન) વધારે યાદ રહ્યું છે, તો દુનિયા યે કહેતી હૈ...મેરી કિસ્મતમેં લીખી હૈ વો જો મેરે પીછે બૈઠી હૈ વધારે રમતિયાળ છે.
ભરત વ્યાસની જન્મશાતાબ્દિની અંજલી રૂપે Bharat
Vyas – The Prolific Lyricist – I માં અને Bharat
Vyas – The Prolific Lyricist – II માં તેમની કારકીર્દીનાં શરૂઆતનાં અને મધ્યકાળનાં ગીતો આવરી લેવાયાં હતાં હવે part
III માં બાકીનો કાર્યકાળ આવરી લેવાયો
છે.
‘જે જાણ્યું, અનુભવ્યું, વિચાર્યું તે સર્વ સિનેમાની કલાને આપ્યું - સત્યજીત રે’માં- સોનલ પરીખ સત્યજીત રેનાં કથન 'આછાઘેરા પડછાયાઓમાં આવૃત એ(સાધારણ માણસ)ની સાધારણતા મારે પકડવી છે'ની સાથે સત્યજીત
રેની જીવનયાત્રાને સંક્ષિપ્તમાં રજૂ કરે છે.
Here’s
to the Birth or Death Anniversaries of Three Classic Hindi Film Artists Who
Certainly Should Not Have Died In Poverty – અહીં કકુ, મૉના શોરી અને રાજકુમારીની વાત કરવામાં આવી છે. [આજના
આ લેખને અંતે મોહમ્મદ રફીનાં ગીતોમાં એવાં ગીતો મૂક્યાં છે જે આ દરેક કલાકાર સાથે
અનુક્રમે સંબંધ ધરાવતાં હોય. ]
- Navketan's Guide- From Pages to Celluloid
- I S Johar - A Versatile Bollywood Personality
- The First Generation Composers of Bollywood
- Madhubala- A Journey from Baby Mumtaz to
Madhubala...
- The Great Dacoit Films of Bollywood
- Pakeezah was the Taj Mahal for Kamal Amrohi
- Songs were the Integral Part of Dev Anand
Personal...
- Jagjit Singh and Chitra Singh’s chemistry worked
l...
- The Rise and Fall of Iconic Studios and Banners
of...
- Bhagwan Dada- The Original Dancing Star of
Bollywo...
- Waheeda Rehman- A Journey from Kamini(C I D) to
Nu...
- S D Burman was the Soul of Navketan Films
ભૂતકાળ પર નજર કરતી
શ્રેણીમાં why you should watch Waqt (1965) ની વાત એટલા સારૂ કરી છે કે 'મસાલા ફિલ્મ' શબ્દ ચલણી બન્યો તે પહેલાં એ ફિલ્મ આ શબ્દપ્રયોગને
યથાર્થ ઠરાવવા માટેનો આદર્શ દાખલો છે. તેજ રીતે why you should watch Mem Didi (1961) માં મોટી ઉમરના
ત્રણ પાત્રો વચ્ચે જીવનમાં કેટલો સ-રસ સુમેળ છે દર્શાવાયું છે.
Waheeda
Rehman 2.0 – The Grand Diva Of Hindi Cinema - કારકીર્દીના મહત્ત્વના તબક્કે પ્રસ્તુત રહી શકવું એ ફિલ્મ જગતમાં સક્રિય
કલાકારો માટે બહુ મહત્ત્વની જરૂરિયાત છે. વહીદા રહેમાન કારકીર્દીને તબક્કે બહુ સરળતાથી
એ ફેરફારો કરી શક્યાં. પ્રસ્તુત લેખમાં તેમના આ દરેક તબક્કાની ચર્ચા કરવામાં આવી
છે.
Zameen
Kha Gayi Aasman Kaise Kaise – Some Non-picturised Songs Of R D Burman – Part
1 and
Part
2 – માં રેકોર્ડ થયેલાં પણ ફિલ્માવાયાં ન હો કે પછી ફિલ્માવાયાં
જ નોય એવાં કેટલાંક ગીતોને યાદ કરાયાં છે.
ફેબ્રુઆરી, ૨૦૧૯ના વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો અંકમાં તલત મહમુદનાં મુબારક બેગમ
અને મધુબાલા ઝવેરી સાથેનાં યુગલ ગીતોને યાદ કર્યાં છે. આ શ્રેણીમાં આ
પહેલાંનાં વર્ષોમાં તલત
મહમૂદનાં વિસારે પડેલાં કેટલાંક યુગલ ગીતો અને તલત
મહમૂદ: ઓછો સંગાથ થયેલાં સહકલાકારો સાથેનાં યુગલ ગીતો આવરી લીધેલ હતાં..
હવે આપણે અન્ય વિષયો પરના લેખો તરફ નજર કરીએ.
Romancing the Pardesi માં પરદેસીના સંદર્ભમાં વિખૂટા પડવાનાં, મળવાની આશાના, છેહ દેવાનાં અને અરમાનોનાં ગીતો
રજૂ કરાયાં છે.
With
Claps As Percussion – Songs With A Difference માં પસંદ કરાયેલાં ગીતો માટે ઓ પી નય્યરનાં તળી-ગીત' ને લેવાં જેવી શરતોના
ધાર પર ગીતોની યાદી બનાવાઈ છે, જેમાંનું ઉદાહરણરૂપ એક ગીત છે - નાચો ઝૂમ ઝૂમ કે - સરહદ (૧૯૬૦) - ચિતળકર - સંગીતકાર સી
રામચંદ્ર - ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી
By the
Sea Shore માં '૫૦-૬૦ અને '૭૦ના દાયકાનાં સમુદ્ર કાંઠે કે
કિનારે ફિલ્માવાયેલાં ગીતો રજૂ કરાયાં છે.
Reluctant
Singer? Take a Boat Ride - નાવ કાંઠો છોડે તેના થોડા સમયમાં લોકોમાં પરિવર્તન આવે છે. 'અમારેને ગીતને શું લેવા દેવા?' વાળાં લોકોએ નૌકા ચાલુ થયા પછી
ગાયેલાં ગીતો અહીં યાદીમાં સમાવાયાં છે. આ એ લોકો છે જે પોતે જ નાવને હંકારે છે.
છત પર જવા માટેનાં
બહાંનાંઓ પર બનેલાં કેટલાંક રોમેન્ટીક અને અનોખાં ગીતોને Tujhe
chaand ke ‘bahaane’ dekhun ki ‘chhat’ par aa ja goriye માં રજૂ કરાયાં છે.
‘The
Guide’ in English: The story of Dev Anand’s abortive attempt to storm Hollywood - આર કે નારાયણની એ જ નામની નવલકથા પરથી આઠ અઠવાડીયાંના
સ્મયમાં બનેલ અંગ્રેજી આવૃતિનું દિગ્દર્શન ટેડ
ડેનીઅલવ્સ્કીએ સંભાળ્યું હતું. વિવેચકોને કથાવસ્તુની રજૂઆત બિનાકુનેહ અને કળાહીન
લાગી હતી.
Mose
Chhal Kiye Jaaye – Kya Se Kya Ho Gaya – Guide – The Twofold Stunner - દિગ્દર્શક / કથાલેખક, વિજય આનંદ, તેમની ફિલ્મોમાં ગીતો દ્વારા વાર્તાને આગળ ધપાવવાનું પસંદ કરે છે. અહીં તેમણે
ઉપરાઉપરી બે ગીતો મૂકવાનું પસંદ કર્યું, જેને એસ ડી બર્મને અનોખી
રીતે સંગીતમાં બાંધ્યાં, બન્ને ગીતની બાંધણીનો પાયો એક જ
સરખો રાખીને. લતા મંગેશકરના સ્વરનાં ગીતમાં છેતરામણીની
શિકાયત છે તો મોહમ્મદ રફીના સ્વરમાં પોતાના પ્રેમ માટે
ભાવનાપ્રધાન આજીજી છે.
दास्तान- ए
– हाल – ए -दिल વર્ણવતાં ગીતોમાં, સામાન્યતઃ, આક્રોશ, ખળભળાટ વણી લેવાતો હોય છે તો કેટલાંક ગીતોમાં
પ્રેમીજન પોતાના દિલની લાગણીઓને કુમાશથી પણ રજૂ કરે છે.
Songs
in the Snow: Ten of my favouritesની નોંધ લેવાનું થયું ત્યાં
સુધીમાં વાતાવરણ બરફ પીગળવાની શરૂઆતનું થવા લાગ્યું છે. અહીં પસંદ કરેલાં ગીતોમાં
કૃત્રિમ બરફનાં પશ્ચાદભૂમાં ફિલ્માવાયેલાં ગીતો પણ આવરી લેવાયાં છે, બશર્તે એ સાવ જ દેખીતી રીતે કૃત્રિમ ન લાગે.
અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ' કોલમના ફેબ્રુઆરી, ૨૦૧૯ના લેખો:
શાંત કોલાહલસમી સહેમી સહેમી ભૂમિકાઓનારી નિર્દેશિકાઓની નવલી પહેલ
નિષ્ફળ-સફળ ઊભરામાં ખરા ઉતર્યા ખય્યામ
સળગતી સમસ્યાનું સિનેસમાધાન - વીરતાભર્યું વર્સીસ વેવલાઈભર્યું
સોનલ પરીખ 'જન્મભૂમિ'ની 'મલ્ટિપ્લેક્ષ' પૂર્તિમાં કોઈ એક
ગીતને લઈને 'છૂ કર મેરે મન કો' કોલમ કોલમના ફેબ્રુઆરી, ૨૦૧૯ના લેખો.:
'ગુજરાત સમાચાર'માં દર શુક્રવારે પ્રકાશિત થતી કોલમ 'સિને મેજિક'માં અજિત પોપટ ફેબ્રુઆરી,
૨૦૧૯માં હિણ્દી ફિલ્મ જગતની પહેલી
સંગીતકાર
જોડી હુસ્નલાલ
ભગતરામ પરની શ્રેણી પૂરી કરી છે-
મહિનાના આખરી શુક્રવારે નવા સંગીતકાર પરના લેખની પરંપરામાં હાલમાં અમિત ત્રિવેદી
ઉપર લેખમાળા ચાલી રહી છે. ફેબ્રુઆરી, ૨૦૧૯ના, છેલ્લા શુક્રવારે અજિત પોપટ જણાવે છે કે કેમ, '2010નું વર્ષ અમિતને સંગીતકાર તરીકેટકી રહેવામાં ઠીક ઠીક સહાયરૂપ નીવડયું’.
ફેબ્રુઆરી, ૨૦૧૯માં વેબ ગુર્જરી
પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:
એક ગીતનાં અનેક સ્વરૂપ – ૯ – સરખા મુખડા, ફિલ્મો જૂદી, અંતરા અને બીજું ઘણું જૂદું [૧૨]'વેબ ગુર્જરી' પર હિંદી ફિલ્મોનાં ટાઈટલ સંગીત પર, ટાઈટલ મ્યુઝીક: સૂરાવલિ, સિનેમા અને સંભારણાંના થીમ પરની શ્રેણીમાં ફેબ્રુઆરી, ૨૦૧૯માં ટાઈટલ મ્યુઝીક (3) : મેરે મહબૂબ (૧૯૬૩) અને ટાઈટલ મ્યુઝીક : ૪ : ધોતી લોટા ઔર ચૌપાટી (૧૯૭૫) ની વાત કરવામાં આવી છે.
ફિલ્મીગીતો અને શીર્ષક – ૧૫બંદિશ એક, રૂપ અનેક : ૫૨ : “તને જાતાં જોઈ પનઘટ ની વાટે”
એસ ડી બર્મન અને સ્ત્રી પાર્શ્વગાયકો – શમશાદ બેગમ: ૧૯૫૧સપના/ખ્વાબને લગતાં ફિલ્મીગીતો
આપણા આ
બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે મોહમ્મદ રફીને લગતો લેખ અથવા તો પોસ્ટ અથવા
આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં ગીત યાદ કરતાં હોઈએ
છીએ. આજના અંકમાં
કેટલાંક ગીતો પસંદ કરેલ છે.
અખિયાં મિલા કે જ઼રા બાત
કરો જી - પરદેસ (૧૯૫૦ ) - લતા મંગેશકર સાથે - સંગીતકાર: ગુલામ મોહમ્મદ - ગીતકાર: શકીલ
બદાયુની
આઓ ચલે મનવા મોરે દૂર
ચલે કહીં રે - અમર પ્રેમ (૧૯૪૮) - રાજકુમારી સાથે - સંગીતકાર: દત્ત ઠાકુર - ગીતકાર: મોહન
મિશ્રા
તુમ્હેં ચુપકે સે દિલ
દિયા -
એક દો તીન (૧૯૫૩) - આશા ભોસલે સાથે - સંગીતકાર: વિનોદ - ગીતકાર: આઝીઝ કશ્મીરી
ચૌપાટી કલ જો તુઝસે - અફસાના (૧૯૫૧) -
શમશાદ બેગમ સાથે - સંગીતકાર: હુસ્નલાલ ભગતરામ - ગીતકાર: ચંદર ઓબેરોય
કેહ દો કેહ દો જહાં સે
ઈશ્ક઼ પર જ઼ોર નહીં - એપ્રિલ ફૂલ (૧૯૬૪) =
સુમન કલ્યાણપુર સાથે - સંગીતકાર: શંકર જયકિશન - ગીતકાર: હસરત જયપુરી
ઔરતોં કે ડીબ્બેમેં મરદ
આ ગયા
- મુડ મૂડ કે ન દેખ (૧૯૬૨)- સુમન કલ્યાણપુર સાથે - સંગીતકાર હંસરાજ બહલ - ગીતકાર
પ્રેમ ધવન
તેરે પીછે ફિરતે ફિરતે
હો ગય પુરા સાલ - મુડ મુડ કે ન દેખ (૧૯૬૨) - સુમન કલ્યાણપુર સાથે - સંગીતકાર હંસરાજ બહલ -
ગીતકાર પ્રેમ ધવન
હિંદી ફિલ્મનાં ગીતોની વધારે વૈવિધ્યપૂર્ણ માહિતી આપણા આ બ્લૉગોત્સ્વમાં રજૂ કરતાં રહેવા માટે નવા માહિતી સ્રોતો સૂચવતાં તમારાં સૂચનો જરૂરથી આવકાર્ય છે….
No comments:
Post a Comment