Monday, August 31, 2020

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - ૮_૨૦૨૦

 હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ _૨૦૨૦ બ્લૉગોત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.

હિંદી ફિલ્મ જગતની હસ્તીઓની વિદાયનો સિલસિલો અવિરત ચાલુ જ છે. ૨૬ જુલાઇના રોજ '૫૦ અને '૬૦ના દાયકાનાં બીજી હરોળનાં અગ્રેસર Actor Kumkum passes away.


તેમની યાદોને તાજી કરતી કેટલીક અંજલિઓ –

And…. Kumkum

Actor Kumkum (1934-2020): The face of ‘Kabhi Aar Kabhi Paar’ dies at 86

Yesteryear Actress Kumkum No More

Ten of my favourite Kumkum songs

Seven Favorite Dances Starring or Co-Starring Kumkum

અને હવે અંજલિઓ અને યાદોને તાજી કરતી અન્ય પોસ્ટ

અનેક આયામી સંગીતકાર એવા અજિત મર્ચંટ દ્વારા નિદર્શિત ૮ હિંદી ફિલ્મોનાં ૫૦ જેટલાં ગીતોમાંથી આંગળીના વેઢે ગણાય એટલાં ગીતો આજે નેટ પર સચવાયાં છે. યુ ટ્યુબ પર જે ગીતો અપલોડ કરાયાં છે તેવાં ગીતો અજિત મર્ચંટ - કહ દો અગર તુમ મર કર જી લું માં યાદ કર્યાં છે.


Vijeta is the war film with a difference that deserves a rewatch this Independence Day - ગોવિંદ નિહાલાની દિગ્દર્શિત યુધ્ધકથા પર આધારિત આ ફિલ્મમાં મિગ વિમાનોનાં દૃશ્યો અનેરૂં આકર્ષણ જમાવે છે.

Eleven Songs That Force Us to Think About the True Meaning of Azadi - Siddharth Varadarajan - મૂળે આ લેખ ૧૫ ઓગસ્ટ,૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલો, જે હવે અગીયારમાં ગીતના ઉમેરણ સાથે ફરીથી પ્રકાશિત કરવામાં આવ્યો છે. એ અગીયારમું ગીત છે :

હમને સુના થા એક હૈ ભારત - દીદી (૧૯૫૯) -આશા ભોસલે, સુધા મલ્હોત્રા, મોહમ્મદ રફી – સંગીતકાર: એન દત્તા - ગીતકાર: સાહિર લુધ્યાનવી


સોંગ્સ ઑફ યોર પર પ્રકાશિત Hemant Kumar’s Female Playback Singersમાં હેમંત કુમારની વિવિધ સ્ત્રી ગાયિકાઓના સ્વરરચનાઓ પૈકી ઓછી સાંભળવા મળતી રચનાઓ યાદ કરાઈ છે.

એન વેન્કટરામનના સોંગ્સ ઑફ યોર પરના લેખ, Hemantayan – Part I, ના અનુવાદનો ત્રીજો અંક - …. મગર હમ તુમ્હારે રહેંગે : અંક ૩ :: ૧૯૫૧-૧૯૬૦ હિંદી ફિલ્મ સંગીતક્ષેત્રે પહેલો દાયકો - પણ પ્રકાશિત કર્યો છે.

Remembering Mubarak Begum – Part 1માં મુબારક બેગમનાં સૉલો ગીતો અને Part 2માં યુગલ અને ત્રિપુટી ગીતોને યાદ કરાયાં છે.

Chalti Ka Naam Gaadi — the hit musical comedy that Kishore Kumar had hoped would flop૬૦ વર્ષ પછી પણ ફિલ્મ જોવાની એટલી જ મજા આવે છે. ફિલ્માં કૉમેડી મુખ્ય પાત્રાની એકરસ કેમિસ્ટ્રી અને ખુજ રસપ્રદ, અનેકવાર સાંભળવાં ગમે તેવાં ગીતાનાં અદ્‍ભૂત સંયોજનની કમાલનો એક બેમિસાલ નમુનો અહીં જોવા મળે છે.  

Golden Era of Bollywood પર શૈલેન્દ્ર શર્માએ આટલી પૉસ્ટ્સ મૂકી છે :

Chitragupta’s duets for Rafi: Melody Personified -  મોહમદ રફીની નૌશાદ, શંકર જયકિશન, ઓ પી નય્યર,એસ ડી બર્મન, રોશન, મદન મોહન અને રવિ જેવા સંગીતકારો સાથેની ચીરકલીન ગીતોની સફરને આગળ ધપાવે છે. 

Kishore Kumar and Chitragupt – The Euphonious but Underrated Pair -સંખ્યામાં કિશોર કુમારનાં ચિત્રગુપ્તે રચેલાં ગીતો કદાચ ઓછાં હશે, પણ કિશોરની આગવી ગાયકી અને ચિત્રગુપ્તનાં ગીતમાધુર્યમાં તે પાછાં નથી પડતાં.

Pakeezah is that rare film whose making is as much of a story as the actual plot - પાકીઝાનાં નિર્માણમાં કમાલ અમરોહીને એક દાયકો વીતી ગયો. મીના કુમારીની બીમારીને કારણે નિર્માણ પડેલી ઢીલ ભુલાઈ ને હવે તે 'હિંદી રૂપેરી પરદાની કરૂણ રસની સામ્રાજ્ઞી'નાં હંસ ગીત તરીકે યાદ કરાતી રહી છે.

Music and lyrics: ‘Thodi Si Bewafaii’ and the magic of one-offમાં ખય્યામ અને ગુલઝારના એક માત્ર સહકાર્યની ચર્ચા કરાઈ છે.

ઓગસ્ટ, ૨૦૨૦ના વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો માં  શૈલેન્દ્રનાં એસ એન ત્રિપાઠી, અનિલ બિશ્વાસ અને સી રામચંદ્ર સાથેનાં કેટલાંક ગીતોને આવરી લીધાં છે. અત્યાર સુધીમાં આપણે

૨૦૧૭ - શૈલેન્દ્રનાં 'અન્ય' સંગીતકારો સાથેનાં ગીતો

૨૦૧૮ - શૈલેન્દ્ર અને રોશન

૨૦૧૯ - શૈલેન્દ્ર અને હેમંત કુમાર, રવિ અને કલ્યાણજી (આણંદજી)

ની વિગતે ચર્ચા કરી ચૂક્યાં છીએ

જન્માષ્ટમી,મુઘલ-એ-આઝમ અને રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ - ૫મી ઓગસ્ટે મુઘલ-એ-આઝમ ફિલ્મને રીલીઝ થયાને ૬૦ વર્ષ થયાં એ પ્રસંગે સોનલ પરીખ આ ગીતની ફિલ્મમાં જન્મ કથાની સાથે રઘુનાથ બ્ર્હ્મભટ્ટ દ્વારા કયા સંજોગોમાં રચના થઈ તે યાદ કરે છે.

હવે અન્ય વિષય પરના લેખ  /પોસ્ટ્સની મુલાકાત લઈએ

Dil Tera Deewana may have starred Shammi Kapoor, but the real hero was Mahmood - બધાં જ, ખુબ જ લોકપ્રિય થયેલાં, ગીતો ફિલ્મના હીરો હોવાને નાતે શમ્મી કપૂર પર ફિલ્માવાયાં હોવા છતાં  ડબલ રોલમાં મહેમુદનો કૉમેડી પાત્રનો અભિનય ફિલ્મને આગવી કેડીએ લઈ જાય છે -

Paisa Paisa Paisa – Part 1માં પૈસાની બન્ને બાજુઓને રજૂ કરતાં ગીતોની યાદી છે તો Part 2નાં ગીતોમાં નાણાંનાં ચલણનો વિશેષ ઉલ્લેખ હોય તેવાં ગીતો રજૂ કરાયાં છે,

Gol Maal, with Amol Palekar & Utpal Dutt, was the perfect foil to the Angry Young Man - હૃષિકેશ મુખર્જી દિગ્દર્શિત 'ગોલમાલ' બે સમાંતરે વહેતી કરેલ વાર્તાની પરંપરાગત શૈલીને ઉલટપુલટ કરી નાખે છે.

Ten of my favourite ‘This is what I sell’માં વસ્તુઓના વેંચાણ કરતાં ગીતોને યાદ કરાયાં છે. આમ, સેવાઓનાં વેંચાણને લગતાં ગીતોના લેખ, Ten of my favourite ‘This is my work’ songs   નો આ અનુગામી લેખ છે.

ગીતોની ચર્ચાની એરણે હવે પુરુષ સૉલો ગીતો લીધેલ છે, જેમાં સૌ પ્રથમ સુવર્ણ કાળ સાથે વધારે સંકળાયેલ પુરુષ ગાયકોનાં સૉલો ગીતો ચર્ચા માટે લીધેલ છે.

અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :

જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ'  કોલમના ઓગસ્ટ, ૨૦૨૦ ના લેખો:

અવહેલનાના અનેરા આરોહ-અવરોહ

રાષ્ટ્રપ્રેમ : અપેક્ષા, હતાશા અને પ્રજ્વલિત આશદિપ

સંવત્સરીનાં સાત્ત્વિક તત્ત્વો સિનેમમાં

'ભારત છોડૉ' અને 'ભક્ત વિદુર'નો સહિયારો સ્વાતંત્ર્યસંગ્રામ

સૂફીયાના શાયર શૈલેન્દ્ર

સોનલ પરીખ 'જન્મભૂમિ'ની 'મલ્ટિપ્લેક્ષ' પૂર્તિમાં કોઈ એક ગીતને લઈને 'છૂ કર મેરે મન કો' કોલમ કોલમના ઓગસ્ટ, ૨૦૨૦ ના લેખો.:

કૈસે દિન બીતે કૈસે બીતી રતિયાં...પિયા જાને ના



બોલો મેરે સંગ જય હિન્દ જય હિન્દ.



અય દિલ-એ-નાદાન, આરઝૂ ક્યા હૈ જુત્સજૂ ક્યા હૈ



'ગુજરાત સમાચાર'માં દર શુક્રવારે પ્રકાશિત થતી શ્રી અજિત પોપટની કોલમ 'સિને મેજિક'માં ઓગસ્ટ, ૨૦૨૦ માં હિંદી ફિલ્મ જગતની સંગીતકાર જોડી શંકર જયકિશન પરની શ્રેણી આગળ ધપી રહી છે

યહૂદી કી લડકીની કથાને ઉપકારક થઇ પડે એવું સંગીત પીરસવાની બંનેની નેમ હતી...

અન્ય અદાકારો જેનાથી ડરતા એવા મહેમૂદનાં ગીતોને શંકર જયકિસને યાદગાર બનાવ્યા....

કોમેડિયન મહેમૂદ માટે રચેલાં ગીતોએ એની કારકિર્દીને સુદ્રઢ કરવામાં વિશેષ ફાળો આપ્યો...

મહેમૂદનાં ગીતોનુ સંગીત બાંધવું એક પડકાર હતોઃ એ પણ ઓચિંતો કિશોર કુમાર જેવું કરતો

અભિનયમાં મધ્યમ કક્ષાનો પરંતુ નસીબનો બળિયો- સંગીતે જ્યુબિલી કુમારને તાર્યો

ઓગસ્ટ, ૨૦૨૦ માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:

ઈના મીના ડીકા… કિશોર કુમારે ગાયેલાં સી. રામચંદ્રનાં ગીતો :: ૨ ::

પિયા’ને લગતાં ફિલ્મીગીતો (૨)

નવલકથા અને ફિલ્મો

બંદિશ એક, રુપ અનેક – ૬૯ – "મહમદ શાહ રંગીલે"

ગીત’ શબ્દોવાળા ફિલ્મીગીતો

વેબ ગુર્જરીપર હિંદી ફિલ્મોનાં ટાઈટલ સંગીત પરટાઈટલ મ્યુઝીકસૂરાવલિસિનેમા અને સંભારણાંના થીમ પરની શ્રેણીમાં  ઓગસ્ટ, ૨૦૨૦ માં (૩૯) રતન (૧૯૪૪) અને (૪૦) -સન્નાટા (૧૯૮૧) ની વાત કરવામાં આવી છે.

હિન્‍દી ફિલ્મીસંગીતના વાદકો અને નિયોજકોનો પરિચય કરાવતી ફિલ્મસંગીતના નક્શીકારો શ્રેણીમાં પિયૂષ પંડ્યા સરદાર હઝારાસિંહની પ્રતિભાનો પરિચય કરાવે છે...

શ્રી ભગવાન થાવરાણીએ વેબ ગુર્જરી પર સત્યજિત રાયની જન્મશતાબ્દિ નિમિત્તે તેમની ફિલ્મોનો આસ્વાદ કરાવતી શ્રેણી સત્યજિત રાયની સૃષ્ટિ શરૂ કરી છે. જેમાં પરિચયાત્મક આમુખ બાદ ઓગસટ, ૨૦૨૦માં આગંતુક (૧૯૯૨)  અને પ્રતિદ્વંદી (૧૯૭૦)  નો પરિચય તેઓ કરાવી રહ્યા છે.

આપણા આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ. આજનાં અંકના અંતની શરૂઆતમાં મોહમ્મદ રફીનાં એવાં ગીતો લીધાં છે જેમાં પરદા પર કુમકુમ હોય   

લેહરોં મેં જ઼ૂલ કે - દો ગુન્ડે (૧૯૫૯) - આશા ભોસલે સાથે - સંગીતકાર ગુલામ મોહમ્મદ - ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી



બીત ગયી હૈ આધી રાત - નાચે નાગિન બજે બીન (૧૯૬૦) - લતા મંગેશકર સાથે -  સંગીતકાર: ચિત્રગુપ્ત - ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી



કહીયે કહીયે કૈસા મિઝાજ઼ હૈ આપકા - સલામ મેમસાબ (૧૯૬૨) - આશા ભોસલે સાથે - સંગીતકાર:  રવિ - ગીતકાર: અસદ ભોપાલી



હમ તુઝસે જુદા હોકર જાયેંગે રો રો કે - એક સપેરા એક લુટેરા (૧૯૬૫) સંગીતકાર ઉષા ખન્ના - ગીતકાર અસદ ભોપાલી



ખુલી વાદિયોંઆ યે સફર હૈ - આયેગા આનેવાલા (૧૯૬૭) સંગીતકાર સપન જગમોહન - ગીતકાર નક્શ લ્યાલપુરી



અને આજના અંકનો અંત કરીશું આવાઝ દો હમ એક હૈ (ગૈર ફિલ્મી ગીત - સંગીતકાર ખય્યામ - ગીતકાર જાન નિસ્સાર અખ્તર)થી



હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો આવકાર્ય છે.

અહીં રજૂ કરાયેલ, લેખો, બ્લૉગ પૉસ્ટ્સ, તસ્વીરો અને વિડીયો / ઓડીયો લિંક્સના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.


No comments: