Tuesday, November 30, 2021

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - સંપુટ # ૯મો – મણકો : ૧૧_૨૦૨૧

 હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના ૯મા સંપુટના મણકા - ૧૧_૨૦૨૧માં આપનું સ્વાગત છે.

આ મહિને આપણે શરૂઆત અન્ય તિથિઓને યાદ કરતા લેખોથી જ કરીશું –

મેહફિલમેં મેરીમાં લતા મંગેશકરના ૯૨મા જન્મ દિવસે Lata – Non-film songsમાં આ પહેલાં Part 1માં ૧૯૫૪થી ૧૯૬૫ સુધીનાં, Part 2માં ૧૯૬૫થી ૧૯૭૫ સુધીનાં ગૈર ફિલ્મી ગીતોને યાદ કરાયા પછી હવે  Part IIIમાં ૧૯૭૫થી ૧૯૯૫ સુધીનાં ગીતોને યાદ કરાયાં છે.

Shabana Azmi pens note on mother Shaukat Kaifi: ‘You left and everything went wrong’શૌકત આઝમી નાટ્ય મંચનાં જાણીતાં કલાકાર હતાં. તેમણે ભજવેલાં  સલામ બોમ્બે, બાઝાર, ઉમરાવ જાન, હીર રાંઝા, હક઼ીક઼ત જેવી ફિલ્મોનાં પાત્રો પણ ખુબ જ નોંધપાત્ર રહ્યાં છે.

The Masters: Roshan (૧૪-૭-૧૯૧૭ । ૧૬-૧૧-૧૯૬૭) - હિંદી ફિલ્મ સંગીતના કોઈ પણ ચાહકને રોશને સ્વરબધ્ધ કરેલું એકાદ ગીત તો ખુબ જ પસંદ પડતાં ગીતોની યાદીમાં હોય જ.

The out of sight genius Hansraj Behl - વિન્ટેજ અને સુવર્ણ કાળમાં આગવું સંગીત સર્જનારા હંસરાજ બહલ ની ૧૦૫મી જન્મ જયંતિએ (૧૯ નવેમ્બર ૧૯૧૬ । ૨૦ મે ૧૯૮૪) એ યાદાંજલિ.

Geeta Dutt and ‘haseen sitam’ of her music: Her relationship with Guru Dutt, love of her life and reason for her downfall - શૈખ અયાઝ - જો તેમનું, ૧૯૭૨માં, ૪૧ વર્ષની વયે જ અવસાન ન થયું હોત, અને ગુરુ દત્ત સાથેનું લગ્નજીવન સુખદ રહ્યું હોત, તો હિંદી ફિલ્મ સંગીતનો ઇતિહાસ અલગ જ હોત?

Geeta Dutt sings for Chitraguptચિત્રગુપ્તની ૧૦૪મી જન્મ જયંતિ ૧૬ નવેમ્બર) અને ગીતા દત્તની ૯૧મી જન્મ જયંતિ (૨૩ નવેમ્બર) ની યાદાંજલિ.

ગીતા દત્તની જન્મ જયંતિ પ્રસંગે આપણે સૌનક ગુપ્તાનો એક બહુ પહેલાં પ્રકાશિત લેખ Eternal Wait: The Story Of The Dark Girl By The Meghna (Geeta Dutt) યાદ કરીએ જેમાં તેમણે મેઘના નદીના કિનારેથી ચહેકતી થયેલ બુલબુલ જેના અનેક વૈવિધ્ય સભર સુરોનાં માધુર્યભર્યા રસાળ સ્વરથી, તેમના દુનિયામાંથી અસ્ત થયા પછી પણ  સમગ્ર ફિલ્મ સંગીતના રસિયાઓનાં મનને તરબતર થતાં રહ્યાં એવાં ગીતા (રોય) દત્તનાં બંગાળી ગીતોને યાદ કર્યાં છે.

હરિશ્ચંદ્ર તારામતી (૧૯૬૩)નાં ગીત મેઘવા ગગન બીચ ઝાંખે (ગાયિકા: લતા મંગેશકર- સંગીતકાર: લક્ષ્મીકાંત પ્યારેલાલ – ગીતકાર: પ્રદીપજી) વડે Remembering Helen on her 83rd birthday.


Phani Majumdar: A Journey Through Life… - રનોત્તમા સેનગુપ્તા ફિલ્મકાર ફણિ મજુમદારને ઘટનાઓ સભર અંજલિ આપતાં તેમનાં જીવન કાર્યની ઝાંખી કરે છે. બે ભાગના  લેખ - Special Tribute to Phani Majumdar- ના બીજા ભાગમાં રનોત્તમા સેનગુપ્તા નબેન્દુ ઘોષની આત્મકથા Eka Naukar Jatri/ Journey of a Lonesome Boatમાંથી ફણિ મજુમદારને લગતી યાદોના સંક્ષિપ્ત અવતરણનો અનુવાદ  છે.- 

Remembering Faruq Kaiser - પાંચ દાયકાની તેમની કારકિર્દીમાં ફારૂક઼ કૈસરે ૧૧૫ ફિલ્મોમાં ૩૯૦ જેટલં ગીતો લખ્યાં. તેમની પહેલી ફિલ્મ રૂપલેખા (૧૯૪૯) અને તેમનાં અવસાન પછી રીલીઝ થયેલ છેલ્લી ફિલ્મ નક઼ાબ (૧૯૮૯) હતી. તેમનું અવસાન ૧૦ નવેમ્બર, ૧૯૮૭ના રોજ થયેલ.

Sushmita Sen and Zeenat Aman: Two women, an era apart and always ahead of their time - પોતાની આગવી અદા અને છટા માટે જાણીતાં સુસ્મિતા સેન અને ઝીનત અમાન તેમનો અનુક્રમે ૪૬મો અને ૭૦મો જન્મદિન ઉજવે છે.

Remembering the lovable child artiste- Baby Naaz - ૨૦ નવેમ્બર ૧૯૪૪ના રોજ જન્મે સલમા બેગમને હિંદી ફિલ્મ માટે નાઝ નામાભિધાન કરાયું. જોતજોતામાં તો તે હિંદી ફિલ્મોના સુવર્ણ કાળની સૌથી વધારે પ્રેમપાત્ર બાળ કલાકાર તરીકે જાણીતી થઈ ગઈ. તેમનું અવસાન, કમનસીબે, ૫૧ વર્ષની બહુ નાની ઉમરે ૧૯ ઓક્ટોબર ૧૯૯૫ના રોજ થયું.

Amol Palekar: The relatable boy-next-door who was the antithesis of angry young man - Sampada Sharma - અમોલ પાલેકરના ૭૭મા જન્મ દિવસે પડોશમાં રહેતા સીધાસાદા છોકરાનાં પાત્રને દર્શકોમાં વસાવી દેનાર ગોલમાલ, ચિતચોર, છોટી સી બાત, રજનીગંધા અને એવી અન્ય ફિલ્મોને ફરીથી યાદ કરી લઈએ. આ સંદર્ભમાં ખાસ નોંધપાત્ર બાબત એ છે કે એ જમાનો પરદા પર 'એંગ્રી યંગ મેન'નાં આધિપત્યનો હતો.

.Golden Era of Bollywood પર શૈલેન્દ્ર શર્માએ આટલી પૉસ્ટ્સ મૂકી છે:

સાહિર લુધિયાનવીની જન્મશતાબ્દી નિમિત્તે સાહિર લુધિયાનવીનાં  પ્રેમાનુરાગનાં ગીતોની લેખમાળામાં હવે સાહિર સાથે પાંચ ફિલ્મોનો સાથ કરેલ ઓ પી નય્યરની પ્રેમાનુરાગની રચનાઓની યાદ તાજી કરેલ છે.

નવેમ્બર, ૨૦૨૧ના વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો માં  શૈલેન્દ્રનાં સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલાં હિંદી ફિલ્મ ગીતો૧૯૫૮થી ૧૯૬૦ ની યાદ તાજી કરેલ છે. નવેમ્બર મહિનામાં સલીલ ચૌધરીની યાદને તાજી કરવા આપણે ૨૦૧૭માં સલીલ ચૌધરીનાં હિંદી ફિલ્મ ગીતો : અન્ય ભાષાઓમાં યાદ કર્યાં હતાં. તે પછી, ૨૦૧૮થી દરેક નવેમ્બર મહિનામાં, શૈલેન્દ્રનાં સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલાં હિંદી ફિલ્મોનાં વિસારે પડતાં ગીતોને તેમની ફિલ્મોનાં રજૂઆતનાં વર્ષના ક્રમમાં યાદ કરવાનો ઉપક્રમ શરૂ કરેલ છે. અત્યાર સુધી, આપણે

૨૦૧૮માં વર્ષ ૧૯૫૩ થી ૧૯૫૫,

૨૦૧૯માં વર્ષ ૧૯૫૬,અને

૨૦૨૦માં વર્ષ ૧૯૫૭

નાં ગીતો સાંભળી  ચૂક્યાં છીએ.

BollywooDirect: પ્રકાશિત થયેલ, સ્મૃતિઓને તાજી કરતી તસ્વીર,  remembering Satyen Kappu on his 14th death anniversary (૨૭-૧૦) શોલે (૧૯૭૫)માં રામલાલનાં અવિસ્મરણીય પાત્રમાં, અહીં રજુ કરી છે –


હવે નજર કરીએ અન્ય વિષયો પરના કેટલાક લેખો પર

What was behind the slow decline of Indian art cinema? - Rochona Majumdar - કલાત્મક ફિલ્મોને પહેલો ફટકો '૮૦ના દાયકાં નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશનના પુનર્ગઠનને કારણે પડ્યો. તેણે કરેલ રિચર્ડ એટનબરોની ફિલ્મ 'ગાંધીને નાણાંના ધીરાણે અકલ્પ્ય સ્વરૂપે પરિસ્થિતિ બદલી નાખી. એ સમયે  ટેલીવિઝનના વિકાસે પણ કલાત્મક ફિલ્મોને હાંસિયામાં ધકેલવામાં પોતાનો ભાગ ભજવ્યો. ૧૯૯૧ પછી શરૂ થયેલાં વૈશ્વિકીકરણ અને ટેલીવીઝન પર સામાજિક રીતે વધારે પ્રસ્તુત દૃશ્ય સામગ્રીનાં સ્થળાંતરે કલાત્મક અને વાણિજ્યિક ફિલ્મોની ભેદરેખા જ ભુંસી કાઢી.

Songs of women for the women by the women - આપણી સંસ્કૃતિમાં 'સંસ્કાર'નું ખાસ મહત્વ છે, જે જન્મથી મૃત્યુ સુધીના દરેક પ્રસંગમાં આગવું સ્થાન ધરાવે છે એ દરેક પ્રસંગની ઉજવણીમાં સ્ત્રીઓ વડે ગવાતાં ગીતોની ભૂમિકા બહુ અગ્રિમ રહેતી હોય છે.

What was the secret of the impeccable tuning between composers Laxmikant and Pyarelal? - Rajiv Vijayakar - '૭૦થી '૯૦ના દાયકાની હિટ સંગીત બેલડીની તાજેતરમાં પ્રકાશિત થયેલ જીવનકથામાં તેઓના દીર્ઘકાલીન સાથીદાર અમલ હલ્દીપુરના અનુભવો આ બાબતે ખાસ પ્રકાશ કરે છે.

Songs with Laughter, જેમાં પાર્શ્વગાયક ગીત ગાતાં ગાતાં હાસ્ય પણ કરે છે, આમ અહીં હાસ્ય પશ્ચાદભૂમાં નથી. ક્યારેક હાસ્યનો એ ટુકડો મુખડામાં હોય તો ક્યારેક અંતરામાં પણ હોય.તો ક્યારેક વળી આંતરાલાપની વાદ્યસજ્જામાં પણ સાંભળવા મળે. કોઈકમાં હાસ્યનો આભાસ હોય તો કોઈકમાં ખડખડાટ હાસ્ય હોય.

An Actor’s Actor: Book Excerpt માં હનીફ ઝવેરી અને સુમંત બત્રા દ્વારા લખાયેલ સંજીવ કુમારની અધિકૃત જીવનકથા, An Actor’s Actor: The Authorized Biography Of Sanjeev Kumar માંથી તારવેલ સંક્ષિપ્ત અંશ, સંજીવ કુમારની શ્રેષ્ઠ ફિલ્મો પૈકી એક 'આંધી' (૧૯૭૫) નાં નિર્માણ સમયની ઘટનાઓ પર દૃષ્ટિ ફેલાવે છે.


Around India’s Towns in Ten Songs, માં સામાન્યપણે પ્રવાસ સ્થળોથી અલગ કક્ષાનાં દુર સુદુરનાં શહેરોમાં ફિલ્માવાયેલાં ગીતો યાદ કરાયાં છે. ગીત સાંભળતી વખતે આપણે પણ એ જ શહેરમાં પહોંચી જઈએ છીએ.

The Mela Songs, માં કેટલાંક ગીતો તો મેળામાં જ ગવાય છે તો બીજાં કેટલાકમાં મેળાની વાત કરાઈ છે. મેળામાં જ ગવાતાં ગીતો, સ્વાભાવિકપણે, કોરસ સાથેનાં યુગલ+ ગીતો છે, જેમાં મેળાની ધમાલ પણ અનુભવાય છે..

ઇન્ડિયન એક્ષપ્રેસનાં Sampada Sharma નાં અઠવાડીક કોલમ, Bollywood Rewind, ના લેખો

  • Woh Kaun Thi: When a haunting sound sets up a horror mystery - મનોજ કુમાર અને સાધનાની મુખ્ય ભુમિકા સાથે આ રહસ્ય ફિલ્મ છેક સુધી હ વે શું થશે તેની તાલાવેલીથી જોવી પડે છે
  • Haqeeqat: ‘Ab Tumhare Hawale Watan Saathiyo’ - ધર્મેન્દ્ર, બલરાજ સાહની, સંજય ખાન, વિજય આનંદ વગેરેની મુખ્ય ભૂમિકા સાથેની આ યુદ્ધ ફિલ્મ ૧૯૬૨ની ભારત-ચીન લડાઈની કરૂણતાને તાદૃશ્ય કરે છે.
  • Aar Paar: Guru Dutt blends comedy with noir - રોમાંસની સાથે સળ હાસ્ય અને રહસ્યને વણી લેતી આ ફિલ્મનાં મુખ્ય કલાકારો ગુરુ દત્ત, શ્યામા અને શકીલા છે.
  • Mr. & Mrs. 55 - When Guru Dutt made a film that labeled feminists as vamps - સ્ત્રીઓનું કાર્યક્ષેત્ર તેમનું ઘર જ હોય એવી, આજે ઉંધી લાગતી વાત,ને રજુ કરતી ફિલ્મમાં ગુરુ દત્ત, મધુબાલા અને લલિત અપવાર મુખ્ય ભૂમિકાઓમાં હતાં.

૧૯૪૪નાં વર્ષ માટેની ચર્ચાની પુર્ણાહુતિ  'મને સૌથી વધારે ગમેલ સંગીતકાર'ની ચર્ચા સાથે કરેલ છે.

૧૯૪૪નાં વર્ષ માટે શ્રેષ્ઠ સંગીતકારનું સ્થાન નક્કી કરવા માટે સોંગ્સ ઑફ યોરની 'ખુબ જ ન્યાયી' નિષ્કર્ષ પર પહોચવાની નેમ સાથે કરાયેલ સર્વગ્રાહી સમીક્ષા, Best songs of 1944: Final Wrap Up 4, નૌશાદ, ખેમચંદ પ્રકાશ અને મીર સાહબને સંયુક્તપણે આ સ્થાન માટે પસંદ કરે છે.

૧૯૪૪નાં વર્ષ માટેની ચર્ચાની અલગ અલગ પ્રકાશિત થયેલ પૉસ્ટ્સ, ચર્ચાની એરણે : ૧૯૪૪નાં ગીતો@  Songs of Yore પર ક્લિક કરવાથી એક સાથે વાંચી/ડાઉનલોડ કરી શકાશે.

અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :

જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ'  કોલમના નવેમ્બર,, ૨૦૨૧ના લેખો:

સાચા અર્થમાં 'બાળ ફિલ્મો'

રાધાને માલા જપી શ્યામકી. ...ઓઢી ચુનરિયાં

સંગીત સાથે 'સંગત': સિનેશીર્ષકોની

સોનલ પરીખ 'જન્મભૂમિ'ની 'મલ્ટિપ્લેક્ષ' પૂર્તિમાં કોઈ એક ગીતને લઈને 'છૂ કર મેરે મન કો' કોલમ કોલમના નવેમ્બર, ૨૦૨૧ ના લેખો.

લાખો તારે આસમાનમેં એક મગર ઢુંઢે ન મિલા

હૂં અભી મૈં જવાં, અય દિલ. . .

અય અજનબી તુ ભી કભી આવાઝ દે કહીં સે

શ્રી અજિત પોપટની કોલમ 'સિને મેજિક'માં કલ્યાણજી આણદજીની જોડી વિશે વાત કરી રહ્યા છે. નવેમ્બર, ૨૦૨૧ માં હવે નીચે મુજબ આ વાત આગળ ધપે છે .

કયા ગીતકારો અને કયા કયા ગાયકો સાથે કલ્યાણજી આણંદજીએ સંગીત સર્જ્યું ?

લગભગ ઉપકારની સાથોસાથ રજૂ થયેલી રાઝમાં રાગ આધારિત દર્દીલું ગીત ગાજ્યું

રાઝનાં અન્ય ગીતો પાછળ પણ રસપ્રદ ઘટનાઓ સંકળાયેલી હતી...

ઔર એક નવા ફિલ્મ સર્જકને બ્રેક આપ્યો, પોતાના સુપરહિટ સંગીત દ્વારા..

નવેમ્બર, ૨૦૨૧ માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:

ગમ, શોક દર્શાવતા ફિલ્મીગીતો (૨) – हाय रे हाय गम की कहानी तेरी

બંદિશ એક રૂપ અનેક (૮૩): “ગુઝર ગયા વો જમાના કૈસા..કૈસા” (૨)

જવાની’ પર ફિલ્મીગીતો (૧) – आई मस्त जवानी आई

ઝિંદગી એક સફર હૈ સુહાના – કિશોર કુમારે ગાયેલ શંકર જયકિશનનાં ગીતો – ૫

બીરેન કોઠારીની ફિલ્મનાં ક્રેડીટ ટાઈટલ્સ સાથે વાગતાં ટાઈટલ સોંગની શ્રેણીના નવેમ્બર, ૨૦૨૧ માં મુક્તિ (૧૯૭૭)નાં ટાઈટલ ગીતને રજૂ કરે છે.

આપણા આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએઆજે રોશને સ્વરબદ્ધ કરેલાં,ઓછાં જાણીતાં, કેટલાંક ગીતોને યાદ કરીએ

કહીંસે ઊંચી કહીંસે નીચી સડક ઝમાનેકી - માલકિન (૧૯૫૩) - કિશોર કુમાર સાથે – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ

આ બેદર્દી બાલમા પ્રીત કા કરેં હિસાબ - છોરા છોરી (૧૯૫૫) - લતા મંગેશકર સાથે -  ગીતકાર: કિદાર શર્મા

બડે ખુબસુરત બડે હસીં હૈ મગર ક્યા કરૂં કે વો મેરે નહીં હૈ - જશન (૧૯૫૫) – આશા ભોસલે સાથે – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ

ગુનાહોંકા ચિરાગ કભી જલ ન સકેગા = આગ્રા રોડ (૯૧૫૭) આશા ભોસલે, શમશાદ બેગમ સાથે - ગીતકાર: ભરત વ્યાસ


કડકી તેરા નામ હી ક્લર્કી - અજી બસ શુક્રિયા (૧૯૫૮)– આશા ભોસલે, ગુલામ મોહમ્મ્દ સાથે - ગીતકાર: ફારૂક઼ કૈસર



 

હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો આવકાર્ય છે.

અહીં રજૂ કરાયેલ, લેખો, બ્લૉગ પૉસ્ટ્સ, તસ્વીરો અને વિડીયો / ઓડીયો લિંક્સના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.

No comments: