Sunday, December 5, 2021

સાહિરનાં પ્રેમાનુરાગનાં ગીતો : સાત ફિલ્મોનો સંગાથ

સાહિર લુધિયાનવીનાં પ્રેમાનુરાગનાં કાવ્યો તેમના સમયના બીજા કવિઓના કાવ્યોમાં જોવા મળતી પ્રેમના ભાવ સાથે વણાયેલી મૃદુ લાગણીઓ કરતાં જુદી ભાત પાડતાં. સાહિરનૂં તળ એક વિદ્રોહી અને માનવતાવાદીનું હતું, એટલે તેમનાં પ્રેમાનુરાગનાં કાવ્યોમાં પણ એ બે ભાવોના ઓછાયા દેખાય એ સ્વાભાવિક છે, જેમકે -

ઝિંદગી સિર્ફ મુહબ્બત નહીં કુછ ઔર ભી હૈ

ઝુલ્ફ રૂખસારકી જન્નત નહીં કુછ ઉર ભી હૈ

મૈને તુમસે હી નહીં સબસે મુહબ્બત કી હૈ

તો વળી બીજે ક્યાંક તેમના પ્રેમાનુરાગના ભાવોમાં ગહન ઉદાસી કે ક્યાંક ઉદાસીનતા પણ ઝલકતી રહે, જેનું શ્રેષ્ઠ ઉદાહરણ કદાચ તેમના પહેલા કાવ્યસંગ્રહ તલ્ખિયાંમાં સમાવિષ્ટ ગ઼ઝલ કભી કભી મેરે દિલમેં ખ્યાલ આતા હૈ..માં જોવા મળે છે. 

ગ઼ઝલ દેવનાગરીમાં અહીં વાંચવા મળે છે અને અહીં તે સાંભળી પણ શકાય છે.

૧૯૭૬ની ફિલ્મ 'કભી કભી' માટે આ કાવ્યને સાહિરે એક પ્રેમાનુરાગના નિર્ભેળ ભાવમાં પણ એટલું જ સહજતાથી જ ઢાળ્યું. તેમનાં કવિત્વની જે આ ખુબ વિસ્તીર્ણ પહોંચ હતી તેને કારણે જ તેઓ  પોતાનાં કવિત્વનાં સ્વરૂપમં બાંધછોડ કર્યા સિવાય ૧૯૭૦ પછીના દાયકાની નવી પેઢીની હિંદી ફિલ્મ સંગીતની બદલાયેલી રુચિઓને પણ  અનુકુળ બની રહી શક્યા હતા. આજના આ મણકામાં આવરી લેવાયેલાં સાહિરનાં પ્રેમાનુરાગનાં ફિલ્મી ગીતોનો સમયકાળ પણ '૭૦નો દાયકો જ છે.

આ વર્ષોમાં સાહિર લુધિયાનવી સાથે સાત ફિલ્મોનો સગાથ લક્ષ્મીકાંત-પ્યારેલાલ અને ખય્યામ (૨.૦)નો રહ્યો....


લક્ષ્મીકાંત
(શાન્તારામ કુડાળકર  । ૧૯૩૭ -૧૯૯૮) અને પ્યારેલાલ (રામપ્રસાદ શર્મા। ૧૯૪૦)ની જોડી હિંદી ફિલ્મ સંગીતમાં એક અપવાદરૂપ ઘટના કહી શકાય કે જેઓ સંગીતવાદ્યોના વાદકમાંથી સહાયક સંગીતકારો બન્યા અને પછીથી તેમના સમયના ખુબ જ સફળ સંગીતકારોમાં સ્થાન પામ્યા. શંકર જયકિશનનાં વળતાં પાણી અને પછીથી જયકિશનનાં મૂત્યુને કારણે જે ખાલી જગ્યા પડી તેને આ જોડીએ ૫૦૦ ફિલ્મોમાં ૩,૦૦૦થી વધુ ગીતો રચીને પુર્ણપણે ભરી દીધી. જોકે સમય વીતવાની સાથે બદલતી જતી રુચિઓને અનુકુળ થવામાં તેમનું સંગીત તાલ પર વધારે ઢળવા લાગ્યું હતું.

સાહિર લુધિયાનવી અને લક્ષ્મીકાંત પ્યારેલાલના સંગાથની શરૂઆત, જયલલિતાની એકમાત્ર હિંદી ફિલ્મ, 'ઈઝ્ઝત' (૧૯૬૮)થી થઈ. તેને પગલે પગલે લક્ષ્મીકાંત પ્યારેલાલને બીઆર ચોપરાનાં નિર્માણગૃહનાં 'દાસ્તાન' (૧૯૭૨)માં પણ સાહિર સાથે કામ કરવા મળ્યું. યશ ચોપરાએ સ્વતંત્ર દિગ્દર્શક તરીકે પોતાનાં આગવાં નિર્માણગૃહ યશરાજનું નિર્માણ કર્યું ત્યારે તેની પહેલી ફિલ્મ 'દાગ'(૧૯૭૩)માં એ સંગાથ ચાલુ રહ્યો. 

'જાગૃતિ (૧૯૭૭) માં કોઈ ગીત પ્રેમાનુરાગના વિષયને અનુરૂપ નથી.

યે દિલ તુમ બીન કહીં લગતા નહીં હમ ક્યા કરેં, તસ્સવુરમેં કોઈ બસતા નહીં હમ કયા કરેં તુમ હી કહ દો અબ જાન-એ-વફા હમ ક્યા કરેં, લુટે દિલમેં દિયા જલતા નહીં હમ ક્યા કરેં - ઇઝ્ઝત (૧૯૬૮) - મોહમ્મ્દ રફી, લતા મંગેશકર

કિસીકે દિલમેં બસ કર દિલકો તડપાના નહીં અચ્છા

નીગાહોં કો જલક દે દે કર છુપ જાના નહીં અચ્છા

ઉમ્મીદોં કે ખીલે ગુલશનકો જ઼ુલસાના નહીં અચ્છા

હમેં તુમ બીન કોઈ જચતા નહીં હમ ક્યા કરેં

મોહબ્બત કર તો લેં લેકિન મોહબ્બત રાસ આયે ભી

દીલોંકો બોજ઼ લગતે હૈં કભી ઝુલ્ફોંકે સાયે ભી

હજારોં ગમ હૈ દુનીયામેં અપને ભી પરાયે ભી

મોહબ્બત કા ગમ તન્હા નહીં, હમ ક્યા કરેં

બુજ઼ા દો આગ દિલ કી યા ખુલકર હવા દે દો

જો ઇસ કા મોલ દે પાયે ઉસે અપની વફા દે દો

તુમ્હારે દિલમેં ક્યા હૈ બસ હમેં ઈતના પતા દે દો

કે અબ તનહા સફર કટતા નહીં હમ ક્યા કરેં


ક્યા તુમ વહી હો, ક્યા તુમ વહી હો, જો  નીદોં મેં ચોરી સે આતા રહા હૈ જો સાસોંમેં છુપછુપ કર ગાતા રહા હૈ, મેરે અછુએ જિસ્મકો  જિસકા સાયા બડે પ્યાર સે છુકે જાતા રહા હૈ, ક્યા તુમ વહી હો - મનકી આંખેં (૧૯૭૦) - મોહમ્મદ રફી, સુમન કલ્યાણપુર

મૈં જિસકે લિયે ફુલ ચુનતી રહી હું

તમ્મનાઓંકે હાર ચુનતી રહી હું

ધડકતે હુએ દિલ સે શેહનાઈયોંમેં

સદા જિસકે કદમોંકી સુનતી રહું હું

ક્યા તુમ વહી હો……

વો સુરત જો દિલમેં મચલતી રહી હૈ

નીગાહોં મેં કરવટ નદલતી રહી હૈ

વો તરાશા હુઆ જિસ્મ પરછાઈં જિસકી

સદા મેરે હમરાહ ચલતી રહી હૈ

ક્યા તુમ વહી હો ….


વોહ કોઈ આયા લચક ઊઠી કાયા કી દિલ મેરા બસમેં નહીં, શર્માઉં લાખ બલ ખાઉં કી જૈસે પર બીના મૈં ઉડતી જાઉં…….  કી દિલ મેરા બસમેં નહીં - દાસ્તાન (૧૯૭૨) - આશા ભોસલે

જિસકે લિયે જિંદગી ફુલ ચુનતી થી

જિસકે લિયે મૈં સદા ખ્વાબ બુનતી થી

રાતોંકો મૈં ધડકનેં જિસકી મૈં સુનતી થી

આયા વો મુરાદે લિયે જાદુ ભરે વાદે લિયે

નાચું મચલ કર ગાઉં કી દિલ મેરા બસમેં નહીં

મોતી ભરું આજ મૈં અપને બાલોમેં

તારોંકે લૌ જગ ઊઠે નરમ ગાલોમેં

આયા હૈ દિન આજકા કિતને સાલોંમેં

સોચું તો લચક ઊઠું  ફુલોં સી મહક ઊઠું

નાચું મચલકર ગાઉં કે દિલ મેરા બસમેં નહીં


હમ ઔર તુમ તુમ ઔર હમ ખુશ હૈ આજ મિલ કર જૈસે કિસી સંગમ પર મિલ જાયે દો નદીયાં તન્હા બહતે બહતે - દાગ (૧૯૭૩) - કિશોર કુમાર, લતા મંગેશકર

મુડકે ક્યોં દેખેં પીછે ચાહે કુછ ભી હો

ચલતે હી જાયેં નયી મંઝિલોંકો

રાસ્તે આસાન હૈ નહીં આજ હમ દો

તુ મેરી બાહોંમેં મૈં તેરી બાહોંમેં

લેહરાયે રાહોંમેં ચલે જ઼ુમતે

હમ ઔર તુમ તુમ ઔર હમ …..

ઝુલ્ફોંકો ખીલને દો સાંસોંકો ઘુલને દો

દિલ સે દિલ તુલને દો

દીવાને હો જાયે કોહરેમેં ખો જાયેં

મિલકે યું સો જાયેં

જૈસે કિસી પર્બત પર મિલ ગયે દો બાદલ તન્હા ઉડતે ઉડતે

હમ ઔર તુમ તુમ ઔર હમ…...

તુમકો દેખા તો સમજ઼મેં આયા, લોગ ક્યું બુત કો ખુદા માનતે હૈં - દીદાર-એ-યાર (૧૯૮૨) - લતા મંગેશકર

બુતમેં બુતગરકી જ઼લક હોતી હૈ

ઈસકો છુકર ઉસે પહ્ચાનતે હૈ

પહલે અન્જાન થે અબ જાનતે હૈ

તુમકો દેખા તો સમજ઼્મે આયા

તાજ છોડે ગયે ઔર તખ્ત લુટે

ઐસો ફરહાદએ અફસાને બને

પહલે અન્જાન થે અબ જાનતે હૈ

જિનકી અંગાડાઈતાં પર તોલતી હૈ

જ્નકે શદાબ બદન બોલતે હૈ

પહલે અન્જાન થે અબ જાનતે હૈ

દિલ-એ-ઉલ્ફત મેં યહી રસ્મ ચલી આયી હૈ

લોગ ઈસે કુફ્ર ભી કહતે હો તો  ક્યા હોતા હૈ

પહલે અન્જાન થે અબ જાનતે હૈ


હાથાપાઈ ના કરો ઉમર અભી કચ્ચી હૈ,જ઼ુઠ કભી કહતી નહીં મૈં બાત મેરી સચ્ચી હૈ, સિર્ફ દેખો હમેં….. છુનેકી……..તમન્ના ન કરો - જિયો ઔર જિને દો (૧૯૮૨) - આશા ભોસલે


ફુલકે રંગ સે ખુશ્બુસે તાકુક઼ રખો
ફુલકી પત્તિયાં બિખરા કે … તમાશા ના કરો
હુસ્નકે નાઝ ઉઠાને કી ભી આદત ડાલો

સિર્ફ અપની તમન્નાઓં કા …….. ચર્ચા ના કરો
યે બદન આંખોંકી ગર્મીસે પીઘલ જાયેગા
ઈસકો બાહોંમેં જ઼્કડનેકા, ……..ઈરાદા ના કરો

મોહમ્મદ ઝયુર 'ખય્યામ' હાશ્મી  (૧૯૨૭ -૨૦૧૯) એવા વિરલ સંગીતકારોમાંના એક હતા જેમણે વાણિજ્યિક ગણતરીઓની એરણે પોતાનાં સંગીતને ક્યારે પણ કુરબાન ન થવા દીધું. તેઓની સાહિત્યમાં પણ રુચિ સંગીત જેટલી જ હતી. ખય્યામના પદ્ય તરફના લગાવને કારણે તેઓ અન્ય મજરૂહ સુલ્તાનપુરી,

પ્રેમ ધવન જેવા શાયર-ગીતકારો સાથે સંપર્કમાં રહેલા. સાહિર લુધિયાનવીનાં પદ્યથી તેઓ પરિચિત હતા અને વળી અમુક અમુક મહેફિલોમાં સાહિરને રૂબરૂ પણ સાંભળેલા. રમેશ સાયગલ જ્યારે
'ફિર સુબહ હોગી' (૧૯૫૮) બનાવી રહ્યા હતા ત્યારે સાહિરે જ તેમને ખય્યામની ભલામણ કરી હતી. બન્નેના એક સરખા મિજાજની સીધી અસર ફિલ્મના સંગીતના ફાયદામાં રહી. 'ફિર સુબહ હોગી'નાં ગીતો જેટલાં વિવેચકોને પસંદ પડ્યાં એટલાં જ સામાન્ય શ્રોતાને ગમ્યાં. પરિણામે હવે ખય્યામ હિંદી ફિલ્મ જગતના એ સમયના સંગીતકારોની પહેલી હરોળમાં સ્થાન મેળવી ચુક્યા.

એમ કહેવાય છે કે પોતાનાં સ્વતંત્ર નિર્માણગૃહ યશરાજ ફિલ્મ્સની, એક કવિનાં  જીવનની કહાણી પર આધારિત,  બીજી ફિલ્મ 'કભી કભી' (૧૯૭૬)ની યશ ચોપરા પૂર્વ તૈયારીઓ કરી રહ્યા હતા ત્યારે સાહિરે ફરી એક વાર ખય્યામને સંગીત સોંપવા મટે આગ્રહ રાખ્યો. ખય્યામની બીજી ઇન્નિંગ્સની એ પહેલાંની ફિલ્મો ખાસ સફળ નહોતી રહી અને લક્ષ્મીકાંત પ્યારેલાલ સાથેની યશરાજ ફિલ્મ્સની પહેલી ફિલ્મ 'દાગ' (૧૯૭૩)નું સંગીત બહુ સફળ રહ્યું હતું, તેમ છતાં યશ ચોપરાએ પણ ખય્યામને સંગીતનું સુકાન સોંપવાનું જોખમ ઉઠાવ્યું.

'કભી કભી'ની સર્વતરફી સફળતા તો હવે ઇતિહાસની કહાનીઓમાં ગુંજે છે. એ ગીતોની સફળતાએ ખય્યામનાં સંગીતમાં ફરી એક વાર નવો વિશ્વાસ ઉમેર્યો જેને પરિણામે ખય્યામે તેમની બીજી ઇન્નિંગ્સમાં તેમનાં શ્રેષ્ઠ ગણાતાં સંગીતની રચના કરી.

સાહિર અને ખય્યામના સાત ફિલ્મોના સાથ પૈકીની ૧૯૭૦ પહેલાંના દાયકાની બે ફિલ્મો - ફિર સુબહ હોગી અને શગુન-ની વાત આપણે આ પહેલાંના બે ફિલ્મોનો સંગાથ મણકામાં કરી ગયા છીએ. આજે અહીં બાકીની પાંચ ફિલ્મોની વાત કરીશું. જોકે પાંચમાંથી એક, ચેતન આનંદની, 'કાફિર; '૬૦ના દાયકાં જ બની પણ ક્યારેય રીલીઝ ન થઈ. બીજી એક ફિલ્મ, પ્યાસી ધરતી' પણ એ જ માર્ગે બુઝાઈ ગઈ.

કભી કભી મેરે દિલમેં ખયાલ આતા હૈ કે જૈસે તુજ઼કો બનાયા ગયા હૈ મેરે લિયે, તુ અબસે પહલે સિતારોંમેં બસ રહી થી કહીં, તુઝે જ઼મીં પર બુલાયા ગયા હૈ મેરે લિયે  - કભી કભી (૧૯૭૬) - મુકેશ

કભી કભી મેરે દિલમેં ખયાલ આતા હૈ

કે યે બદન યે નિગાહેં મેરી અમાનત હૈ

…...    ……  …..   ….   …..    .

યે ગેસુઓંકી ઘની છાંવ હૈ મેરી ખાતિર

યે હોઠ ઔર ય્ર બાહેં મેરી અમાનત હૈ

કભી કભી મેરે દિલમેં ખયાલ આતા હૈ

કે જૈસે બજતી હો શહનાઈયાં સી રાહોંમેં

…...    ……  …..   ….   …..    .

સુહાગ રાત હૈ ઘુંઘટ ઉઠા રહા હું મૈં

…...    ……  …..   ….   …..    .

સિમટ રહી હૈ તુ શર્માકે મેરી બાહોંમેં

કભી કભી મેરે દિલમેં ખ્યાલ આતા હૈ

કે જૈસે ચાહેગી તુ મુઝે ઉમ્ર ભર યું હી

ઉઠેગી મેરી તરફ પ્યારકી નઝરેં યું હી

મૈં જાનતા હું કે તુ ગૈર હૈ મગર ફિર યુંહી

…...    ……  …..   ….   …..    .

કભી કભી મેરે દિલમેં ખયાલ આતા હૈ

એ વર્ષના ફિલ્મફેર એવૉર્ડ્સમાં આ ગીતને શ્રેષ્ઠ સંગીતકાર, શ્રેષ્ઠ ગીતકાર અને શ્રેષ્ઠ પુરુષ ગાયક તરીકે સન્માન મળ્યું.

(મુકેશ) લતા મંગેશકરનાં વર્ઝનના બોલ આ જ રહ્યા છે પણ ગીતનો ભાવ કરૂણ રસનો બની ગયો છે.

ફિલ્મમાં અમિતાભ બચન પણ આ ગીતનું પઠન કરે છે જેના બોલ મૂળ ગ઼ઝલના છે.

આડ વાત: આ ગીત આ પહેલાં ખય્યામે ચેતન આનંદની રીલીઝ નથી થઈ શકી એવી 'કાફિર' માટે, ગીતા દત્ત અને સુધા મલ્હોત્રાના સ્વરોમાં, બનાવ્યું હતું. ફિલ્મની જેમ આ ગીત પણ ક્યારેય પ્રકાશમાં ન આવ્યું. આ ગીતની ધુન પણ તેના નવા અવતાર જેવી જ હતી.

આપકી મેહકી હુઈ ઝુલ્ફકો કહતે હૈ ઘટા, આપકી મદભરી આંખોં કો કંવલ કહતેં હૈં, મૈં તો કુછ ભી નહીં તુમકો હસીં લગતી હું, ઈસકો ચાહત ભરી નજ઼રોંકા અમલ કહતેં હૈ - ત્રિશુલ (૧૯૭૮) - કે જે યેસુદાસ, લતા મંગેશકર

એક હમ હી નહીં સબ દેખનેવાલે તુમકો
…. …… …. ..
સંગ-એ-મરમર પર લીખી સોખ ગ઼ઝલ કહતે હૈં
…. …… …. .. …. …… …. ..


ઐસી બાતેં ન કરો જિનકા યકીં મુશ્કીલ હો
…. …… …. ..
ઐસી તારીફકો નિયત કા ખલાલ કહતે હૈં


મેરી તક઼દીર કે તુમને મુજંકો અપના સમજા
…. …… …. .. …. …… …. ..
…. …… …. ..
ઇસકો સાદીયોંકી તમન્નાઓંકા ફલ કહતે હૈં

સિમટી હુ યે ઘડીયાં ફિરસે ન બીખર જાયેં ...  …. ઈસ રાતમેં જી લે હમ ઈસ રાતમેં મર જાયેં - ચમ્બલકી કસમ (૧૯૮૦) - મોહમ્મદ રફી, લતા મંગેશકર

અબ સુબહા ન આ જાયે

આઓ યે દુઆ માંગેં

ઈસ રાત કે હર પલ સે

રાતેં હી ઉભર જાયેં

દુનિયાકી નિગાહેં અબ

હમ તક ન પહુંચ પાયેં

…….   ……..   …..   .     

તારોંમેં બસે ચલકર

ધરતી પે ઉતર જાયેં

હાલાત કે તીરોંસે

છલની હૈ બદન અપને

…….   …….. 

…….   ……..   …..   .     

પાસ આઓ કે સીનોંકે

કુછ ઝખ્મ ભર જાયેં

આગે ભી અંધેરા હૈ

પીછે ભી અંધેરા હૈ

અપની હૈ વોહી સાંસેં

જો સાથ ગુઝર જાયેં

બીછડી હુઈ રુહોંકા

યે મેલ સુહાના હૈ

…….   ……..   …..   .     

ઈસ મેલકા કુછ અહસાન

જિસ્મોં પર ભી કર જાયેં

તરસે હુએ જ઼ઝબાતોં કો

અબ ઔર ન તરસાઓ

…….   ……..   …..   .     

તુમ શાને પર સર રખ દો

હમ બાહોંમેં ભર જાયેં


હવે પછીના મણકામાં આપણે આઠ ફિલ્મોના સંગાથમાં સાહિર લુધિયાનવીનાં રોશને સંગીતબધ્ધ કરેલાં પ્રેમાનુરાગનાં ગીતો સાંભળીશું.

No comments: